Warning: Undefined variable $wp_con in /home/u795398644/domains/amarkathao.in/public_html/wp-config.php on line 27
“વા વા વંટોળિયા” આપણા બાળપણની આ કવિતા ક્યાં ધોરણમાં આવતી ? | va va vantoliya re kavita - AMARKATHAO
Skip to content

“વા વા વંટોળિયા” આપણા બાળપણની આ કવિતા ક્યાં ધોરણમાં આવતી ? | va va vantoliya re kavita

વા વા વંટોળિયા
6740 Views

વા વા વંટોળિયા રે… કવિ શ્રી જગદીપ વિરાણીની આ કવિતા જુના અભ્યાસક્રમમાં ભણવામાં આવતી જે હજી પણ યાદ છે, “વા વા વંટોળિયા” આપણા બાળપણની આ કવિતા ક્યાં ધોરણમાં આવતી ? જો તમને યાદ હોય તો લખીને મોકલજો… તો વાંચો અને વિડીયો જુઓ va va vantoliya re kavita, ગુજરાતી કવિતા સંગ્રહ, જુની કવિતાઓ, Gujarati kavita collection.

વા વા વંટોળિયા કવિતા video સાથે

“વા વા વંટોળિયા” આપણા બાળપણની આ કવિતા ક્યાં ધોરણમાં આવતી ? | va va vantoliya re kavita

વાયરા વન વગડામાં વાતાં’તાં વા વા વંટોળિયા!
હાં રે અમે વગડા વીંધવા જાતાં’તાં વા વા વંટોળિયા!

ગાડાં દોડે ઘૂઘરા બોલે બળદ કેરા શિંગડાં ડોલે
હાં રે અમે એક સાથ સાથ મળી ગાતાં’તાં
વા વા વંટોળિયા!

પથ ડોલંતી ધૂળ ઊડંતી ઝાડવાઓની ઝૂલ ઝુલંતી
હાં રે અમે ઝીણી ઝીણી આંખ કરી જોતાં’તાં
વા વા વંટોળિયા!

ધોમ ધખેલો આભ તપેલો
ગરમી તણી ગાર લીપેલો
હાં રે અમે ઊની ઊની લૂ મહીં ના’તાં’તાં
વા વા વંટોળિયા!

હાં રે અમે ગાડામાં બેસીને જાતાં’તાં
વા વા વંટોળિયા!
વાયરા વન વગડામાં વાતાં’તાં
વા વા વંટોળિયા!

✍ જગદીપ વિરાણી

આ કવિતાનો સુંદર વિડીયો જુઓ 👇

વા વા વંટોળિયા રે કવિતા વિડીયો

આ કવિતાઓ પણ માણવાનું ભુલશો નહી 👇

👉 મીઠી માથે ભાત વિડીયો સાથે

👉 સાદ કરે છે દિલ હરે છે કવિતા વિડીયો સાથે

👉 મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ

👉 101 લગ્નગીતો નું કલેક્શન

va va vantoliya kavita
va va vantoliya kavita

va va vantoliya re lyrics in English

vayra van vagda ma vata ta
va va vantoliya re,

Ha re ame vagda vindhva jata ta
va va vantoliya re,

Gada dode ghughra bole
balad kera shingda dole

Ha re ame ek sath sath mali gata ta
va va vantoliya re,




gujarati kavitao, gujarati kavyo, va va vantoliya, ગુજરાતી કવિતા, ગુજરાતી કાવ્યો, બાળ કવિતાઓ, બાળપણની કવિતા, વા વા વંટોળિયા, વાયરા વન વગડામાં,

6 thoughts on ““વા વા વંટોળિયા” આપણા બાળપણની આ કવિતા ક્યાં ધોરણમાં આવતી ? | va va vantoliya re kavita”

  1. Pingback: ઘેલી ડોશીનું માંકડું - AMARKATHAO

  2. Pingback: ગામના ગોંદરે ગાડુ આવે - જુની કવિતાઓનો ખજાનો - AMARKATHAO

  3. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *