3620 Views
નાનું રૂપાળું મારું ગામડું – જયંતીલાલ માલધારી દ્વારા લખેલી આ કવિતામાં ગામડાનાં જીવનનું ખુબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યુ છે. ગાજે છે ગીત જ્યાં હેતનાં રે, નાનું રૂપાળું મારું ગામડું ધોરણ 6, ગુજરાતી કવિતા સંગ્રહ અમરકથાઓ, ગુજરાતી કાવ્યો, જુની કવિતાઓ, ગામડાનાં ગીત, ગામડાનાં ફોટા, old memoires, village photos, Gujarati poems collection. Rang bharyu nanu rupalu maru gamdu
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું
ગાજે છે ગીત જ્યાં હેતનાં રે ,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
નદીયુંનાં ધીમાં મીઠાં નીર રે.
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
સુખમાં સુખિયા સૌ સાથમાં રે ,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
દુઃખમાં ભેળું છે આખું ગામ રે ….
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધરતી ખેડે છે સૌ સાથમાં રે ,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધંધા વિનાનું નથી કોઈ રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ઘેર – ઘેર ઘંટીઓ ગાજતી રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
રેંટિયાનો મીઠો રણકાર રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ખટક ખટુકે સાળ સામટી રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ઊંચાનીચાના નથી ભેદ રે …
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
કામધેનુ સમાણી ગાવડી રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધીંગી ધૂરાના ધરનાર રે …
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
અંતરપ્રકાશ સૌની આંખમાં રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધરતી પૂજે છે જેને પાય રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
સામું જુએ ત્યાં હેત નીતરે રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
આંખડીએ અમી છલકાય રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
સંત વિનોબાની વાણી એ રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ગાંધીબાપુનો જયજયકાર રે ….
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
✍ જયંતીલાલ માલધારી – અમરકથાઓ
આ પણ વાંચો 👇


એક નાનું રૂપાળું મારું ગામડું,
એક મસ્તીભર્યું રૂપાળું મારું ગામડું,
એક ખુશીનું મારું ગામડું,
ખેતરીયેથી ભર્યું છે મારું ગામડું,
એક લીલું રૂપાળું મારું ગામડું,
રંગભર્યુ રૂપાળું મારું ગામડું,
એક રમઝમતુ રૂપાળું મારું ગામડું,
એક સ્વચ્છ રૂપાળું મારું ગામડું,
રંગભર્યુ રૂપાળું મારું ગામડું,
પક્ષીનું ભર્યું છે રૂપાળું મારું ગામડું,
એક નાનું રૂપાળું મારું ગામડું.




Pingback: હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા - કવિતા 5 - AMARKATHAO
Pingback: ગામના ગોંદરે ગાડુ આવે - જુની કવિતાઓનો ખજાનો - AMARKATHAO