5801 Views
General knowledge – આપણે કેટલે દૂર સુધી જોઈ શકીએ ? બાળકો ને આવું વાંચન કરવો જેથી જ્ઞાન સાથે ગમ્મત પણ થશે.
General knowledge
(મિત્રો General knowledge વાંચન બાળકો અને કિશોરો માટે ખુબ જ જરુરી છે. અને મોટેરાઓને પણ જ્ઞાન અને આનંદ મળે છે. એ હેતુથી જ અમુક દિવસે આવી પોષ્ટ મુકવામા આવશે.)
🌼 શુ આપે આવા પ્રશ્ન વિશે ક્યારેય વિચાર્યુ છે ? પ્રથમ તમારી રીતે વિચારી જુઓ. કે એક સામાન્ય, સ્વસ્થ માણસ કેટલે દૂર સુધી જોઇ શકે ?
એવી ગણતરી કરવામાં આવી છે કે સરેરાશ ઊંચાઈનો માણસ સપાટી પર પાંચ કિ.મી. દૂર સુધી જોઈ શકે છે. પાંચ કિ.મી. ના અંતરે પૃથ્વી તથા આકાશ મળી જતાં લાગે છે. આપણે તેને ક્ષિતિજ કહીએ છીએ.
સાગર ઉપર , ઠંડીમાં , સવારે તથા સાંજે , ઋતુમાન સૂકું અને સામાન્ય હોય ત્યારે ક્ષિતિજનું અંતર પાંચ કિ.મી. કરતા વધે છે. આપણે જેમ જેમ ઊંચે જતા જઈએ તેમ તેમ ક્ષિતિજનું અંતર એટલે કે દૃષ્ટિનો વિસ્તાર વધતો જાય છે. ૩ કિ.મી.ની ઊંચાઈ પર ઊડતા વિમાનનો ચાલક ૨૦૦ કિ.મી. દૂર જોઈ શકે છે.
આમ તો આપણે હજારો પ્રકાશવર્ષ ( એક પ્રકાશવર્ષ બરાબર ૯૪૧ અબજ કિલોમીટર ) દૂર આવેલા તારાઓને નરી આંખે જોઈએ છીએ. આમ છતાં પૃથ્વી ઉપર આપણે બહુ દૂર નથી જોઈ શકતા. આનું મુખ્ય કારણ પૃથ્વીની ગોળ સપાટી છે.
(આ સિવાય મનુષ્યની દ્રષ્ટિ જેમ દૂરની વસ્તુ જુએ તેમ તે વસ્તુનો મૂળ આકાર હોય તેના કરતા નાનો દેખાતો જાય છે… એટલે જ આપણાથી ૧૦-૧૫ ફુટ દૂર આવેલી કીડીને આપણે જોઇ શકતા નથી….પણ એનાથી મોટી વસ્તુને આપણે જોઇ શકીએ છીએ. )
✍ અમર કથાઓ
Pingback: જનરલ બિપીન રાવત - AMARKATHAO
Pingback: Bitcoin શુ છે ? બિટકોઇન વિશે સરળ સમજુતિ bitcoin 2024 - AMARKATHAO