Skip to content

Bitcoin શુ છે ? બિટકોઇન વિશે સરળ સમજુતિ bitcoin 2024

Bitcoin વિશે પૂરી જાણકારી Gujarati
8155 Views

Bitcoin શુ છે ?, what is bitcoin ?, Bitcoin mining in gujarati, bitcoin starting date ?, bitcoin prize history, Bitcoin Price History: 2009 – 2024, what is cryptocurrency ?, cryptocurrency in india, વાંચો પુરો લેખ, બિટકોઇન વિશે માહિતી ગુજરાતીમાં

બિટકોઈન શું છે ? – Bitcoin વિશે પૂરી જાણકારી

આજનો સમય Internet (ઇન્ટરનેટ) નો છે અને આ ઇન્ટરનેટના સમયમાં બધા જ લોકો online (ઓનલાઇન) પેમેન્ટ વધારે કરે છે કારણ કે આ સરળ અને સમય બચાવે તેવી સિસ્ટમ છે. 

આપે ચલણના અનેક રૂપ જોયા હશે. જેમ કે ભારતીય રૂપિયા, અમેરિકન ડૉલર, જાપાની યેન, બ્રિટિશ પાઉન્ડ, આ તમામ કરન્સી ચલણનું જ રૂપ છે. આમાંથી મોટા ભાગની કરન્સી ( currency) કાગળની બનેલી હોય છે. જેને તમે જોઈ શકો છો. પોતાના ખિસ્સામાં રાખી શકો છે.. સ્પર્શ કરીને મહેસૂસ પણ કરી શકો છે. પણ શું તમે એવી currency વિશે સાંભળ્યું છે. જે દેખાતી નથી, છતાંય વિશ્વભરમાં હાલ તેની જ ચર્ચા ચાલી રહી છે. વાત છે Bitcoin (બિટકોઈન) ની.

તમે ઓનલાઇન પૈસાની લેવડ-દેવડ તો કરતાં જ હશો અને એ લીધેલા પૈસાને તમે હાથમાં પણ પકડીને વાપરી શકો છો પણ શું તમે એવા પૈસા જોયા છે જેને તમે પકડી જ ન શકો, એવા પૈસા જે ખાલી તમારા મોબાઇલ કે computer (કમ્પ્યુટર) માં જ સ્ટોર હોય છે.

આજે આપણે એવું જ એક ચલણ જેને (Bit coin)  બિટકોઈન કહેવાય છે એના વિશે વાત કરવાના છીએ. આ currency ને તમે કોઈ દિવસ પકડી ન શકો કારણ કે આ ખાલી તમારા મોબાઇલ અને કમ્પ્યુટરમાં ઇલેક્ટ્રોનિક્સ સ્વરૂપમાં સ્ટોર કરવામાં આવે છે તો ચાલો હવે આપણે જાણીએ કે આ  Bit coin એટલે શું છે? તે કેવી રીતે કામ કરે છે અને અન્ય ઘણી Bit coin વિશે  જાણીશું.

પૂરી દુનિયામાં બધા જ દેશનું એક ચલણ હોય છે જેમ કે ભારતનું ચલણ રૂપિયો છે, અમેરિકાનું ચલણ (currency) ડોલર (US dollars) તેવી જ રીતે Bitcoin પણ એક ચલણ છે પણ રૂપિયાને આપડે ભૌતિક સ્વરૂપમાં વાપરી શકીએ છે પણ Bitcoi ને આપણે માત્ર Digital સ્વરૂપમાં જ વાપરી શકીએ છે.

Bitcoin એક Cryptocurrency (ક્રિપ્ટોકરન્સી) છે જેને કોઈ પણ ઓથોરિટી નિયંત્રણ કરતી નથી, ચલણને ઇંગ્લિશમાં કરન્સી કહેવાય છે એટલે જેમ આપણાં ભારત દેશની કરન્સીને RBI (Reserve Bank of India) કંટ્રોલ કરે છે તેવી રીતે Bitcoin ને કોઈ કંટ્રોલ કરતું નથી.

Bitcoin તેના યુઝર દ્વારા જ ચાલતી કરન્સી છે. બિટકોઈનને તમે Digital currency અથવા આભાસી મુદ્રા પણ કહી શકો છો, આભાસી મુદ્રા એટલા માટે કહેવાય છે કે તમે એને ભૌતિક સ્વરૂપમાં જોઈ નથી શકતા, બસ તમે એને મોબાઇલ અને કમ્પ્યુટરમાં સ્ટોર કરી શકશો અને આકડામાં જોઈ શકશો.

Online તમે બિટકોઈનના ઘણા સિક્કા વાળા ફોટા જોયા હશે પણ એ માત્ર Bitcoin ના ફોટા જ હોય છે. હકીકતમાં સિક્કા નથી.

Bitcoin ને એક યુઝરથી બીજા યુઝર Peer to Peer નેટવર્ક પર કોઈ પણ વચેટિયા વગર જ મોકલી શકાય છે એટલે આપણે Bitcoin ને આપણાં મિત્રને મોકલીએ તો તે કોઈ પણ વચેટિયા વગર ત્યાં પહોચી જાય છે.

ઉદાહરણ તરીકે આપણે પોતાના પૈસાને બીજાના ખાતામાં મોકલવા હોય તો bank દ્વારા શક્ય થાય છે અને bank જ તમારા બધા જ રેકોર્ડને સ્ટોર રાખે છે જેથી તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો તો તેની જાણ બેન્કને થાય છે પણ Bitcoin માં એવું કશું જ થતું નથી, તમે કોઈ પણ સેંટ્રલ બેન્ક વગર, કોઈ એડમીન વગર પોતાના પૈસાને મોકલી શકો છો અને એનું જે ખાતું હોય છે તે બિલકુલ બ્લોકમાં સુરક્ષિત રહે છે.

તો ચાલો હવે આપણે Bitcoin ના ઇતિહાસ વિશે થોડું જાણીએ કે બિટકોઈનની શરૂઆત કેવી રીતે થઈ.

બિટકોઈનનો ઇતિહાસ શું છે ?

બિટકોઇન ની શરુઆત ક્યારથી થઈ ? કોણે કરી શોધ ? 

બિટકોઈનની શરૂઆત 3 જાન્યુઆરી 2009માં સતોષી નાકામોકો નામના પ્રોગ્રામરે કરી હતી. પરંતુ સતોષી નાકામોકો કોણ છે ? તે આજ સુધી કોઈ જાણી શક્યુ નથી. સતોષી નાકામોકોએ બિટકોઈનની શરૂઆત Cryptocurrency ( કરન્સી ) તરીકે નહોતી કરી, પરંતુ તેમનો ઈરાદો કોઈ ત્રીજી વ્યક્તિની મદદ આર્થિક લેવડ દેવડ કરી શકાય છે તે સાબિત કરવાનો હતો.

22 મે 2010ના રોજ પહેલી વાર એક પિઝાના બદલે 10 હજાર Bitcoins અપાયા હતા. ત્યારે એક bitcoin ની કિંતમ માત્ર 10 સેન્ટ હતી. પરંતુ આજે bitcoin ની કિંમત હજારો ગણી છે. આજે લાખો લોકો બિટકોઈન ખરીદવા ઈચ્છી રહ્યા છે. આજથી 8 વર્ષ પેહલા એક bit coin 6 રૂપિયાનો હતો, પરંતુ આ જે તેની કિંમત લાખોમાં છે. (17 લાખ)

Bitcoin ની મુખ્ય વેબસાઇટ bitcoin.org છે અને તેનું ડોમેન નેમ 18 ઓગસ્ટ 2008માં રજીસ્ટર થયું હતુ. Bitcoin ની શરૂઆત 2009 થી થઈ હતી. તે વખતે એક સફેદ પેપર સતોષી નાકામોટો નામના વ્યક્તિ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યું હતું.

કોઈ પણ ઓથોરીટી, એડમીન કે વ્યક્તિ આ ચલણને કંટ્રોલ ન કરી શકે અને લેવડ-દેવડમાં કોઈ પણ પ્રોબ્લેમ ન થાય એના માટે આ Bitcoin નો જન્મ થયો હતો. તમે આ સફેદ પેપરને ગૂગલમાં “bitcoin whitepaper” સર્ચ કરીને જોઈ શકો છો.

બિટકોઇન કેવી રીતે કામ કરે છે ? – How does Bitcoin work ?

કોઈ પણ ઓથોરીટી કે કોઈ વ્યક્તિ આને નિયંત્રણ નથી કરતું તો આ Bitcoin કામ કેવી રીતે કરે છે એ જાણવું જરૂરી છે.

જેવી રીતે આપણે કોઈ વસ્તુને ખરીદવા રૂપિયા કે ડોલર જેવા ચલણની જરૂર પડે છે અને તેના દ્વારા આપણે ઇચ્છિત વસ્તુ ખરીદી શકીએ છે, જેમ કે તમારે એક pizza ખરીદવો છે તો તેને તમે રૂપિયા દ્વારા ખરીદી શકો છો તેવી જ રીતે Bitcoin દ્વારા આપણે વસ્તુઓ ખરીદી શકીએ છે.

જો તમારા મિત્રને અર્જન્ટ પૈસાની જરૂર છે તો તમે તેના ખાતામાં પૈસા મોકલી શકો છો તેવી જ રીતે તમે Bitcoin પણ તેના વોલેટમાં મોકલી શકો છો.

Bitcoin ની લેવડ-દેવડ વોલેટ દ્વારા થાય છે, તે કોઈ સોફ્ટવેર કે એપ્લિકેશન છે જેને તમે પોતાના કમ્પ્યુટર કે મોબાઇલમાં ઇન્સ્ટોલ કરીને બિટકોઈનની લેવડ-દેવડ કરી શકો છો.

જો તમારી પાસે બિટકોઈન છે તો તમે તેને રૂપિયામાં ફેરવી શકો છો, આજની તારીખ 17-7-2022 ના રોજ બિટકોઈનનો ભાવ 17 લાખ જેટલો છે. તમે google પર “1 bitcoin in inr” લખશો તો તમને Bitcoin નો ભાવ જોવા મળી જશે.

Bitcoin નું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય છે ? – how does bitcoin transaction work ?

હવે સમજીએ કે Bitcoin નું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય છે ? એટલે તમે બિટકોઈનને એક યુઝરથી બીજા યુઝરને મોકલો તો તે કેવી રીતે પહોચે છે. – how does bitcoin transaction work ?

સરળ રીતે સમજીએ તો આપણે જ્યારે પૈસાને કોઈ બીજા વ્યક્તિના ખાતામાં મોકલવા છે તો તે બેન્ક દ્વારા જાય છે, તમે બેન્કમાં તે પૈસા જમા કરાવો અને બેન્ક તમારા પૈસાને અમુક પ્રોસેસ કરીને બીજાના ખાતામાં જમા કરી આપે છે.

bit coin જ્યારે એક યુઝરથી બીજા યુઝર પાસે જાય તો તેનો રિકોર્ડ એક જાહેર ખાતાવહીમાં સ્ટોર થાય છે અને તે bit coin સાચા મોકલ્યા કે નહીં એ ચકાસવા માટે માઇનર્સની જરૂર પડે છે અને માઇનર્સ તમારું (ટ્રાન્ઝેક્શન વેરીફાય) bitcoin transactions verified કરે છે જેમાં તેઓ ખૂબ મોટા-મોટા સમીકરણો કમ્પ્યુટરમાં સોલ્વ કરે છે અને ત્યારે 1 બિટકોઈન ટ્રાન્ઝેક્શન વેરિફાય થાય છે. જ્યારે કોઈ માઇનર 1 ટ્રાન્ઝેક્શનને ચકાસીને verified કરે છે ત્યારે તેને અમુક bitcoin ઈનામમાં મળે છે અને તેને માઇનિંગ ( bitcoin mining ) કહેવાય છે.

હવે તમે જે બિટકોઈન એક વોલેટમાથી બીજા વોલેટમાં મોકલો તો એક જાહેર ખાતાવહીમાં (Public Ledger) તેનો રેકોર્ડ સ્ટોર થાય છે અને આ રિકોર્ડ ક્રિપ્ટોગ્રાફી દ્વારા સુરક્ષિત હોય છે એટલે બધુ જ કોડમાં લખેલું હોય છે અને તેને લીધે કોઈ પણ માઇનર એવું ન જાણી શકે કે આ bitcoin કયા વ્યક્તિએ મોકલ્યો અને લીધો છે.

માઇનર્સને 1 ટ્રાન્ઝેક્શનને વેરીફાય કરવા માટે અમુક bitcoin ઈનામમાં મળે છે અને તેને લીધે તેઓ માઇનિંગ કરે છે. માઇનિંગ કરવા માટે તેમની પાસે ખૂબ વધારે પ્રોસેસ કરે એવા ભારે પ્રોસેસર અને સિસ્ટમ હોય છે જે ખૂબ વધારે ખર્ચ કરાવે છે.

આ ટ્રાન્ઝેક્શન (બ્લોકચેન ટેક્નોલોજી) blockchain technology દ્વારા થાય છે એટલે જો 1 વ્યક્તિ બીજા યુઝરને બિટકોઈન આપે તો તેની જાણ બધા જ માઇનર્સને તેમના કમ્પ્યુટર સોફ્ટવેર ( computer software ) માં થાય છે અને 1 transactions verified કરવા માટે ઘણા બધા માઇનર્સ હોય છે, તેમાથી જે બધાથી સૌપ્રથમ ટ્રાન્ઝેક્શનના કોયડાને ઉકેલીને તેને વેરીફાય કરે તેમને જ ઈનામમાં અમુક bitcoin મળે છે.

આ bitcoin transactions verified બધા જ સિસ્ટમમાં બ્લોક અથવા કોડ સ્વરૂપમાં સ્ટોર હોય છે એટલે જો કોઈ Hacker (હેકર) 1 સિસ્ટમને હેક કરવાનો પ્રયન્ત કરે તો તેને બધા જ સિસ્ટમને હેક કરવું પડે અને તેમાં ઘણી મુશ્કેલી આવે છે તેને લીધે bitcoin hack (બિટકોઈન હેક) કરવું પણ મુશ્કેલ હોય છે.

બિટકોઈનને ડુપ્લિકેટ (duplicate bitcoin) બનાવવો પણ મુશ્કેલ છે કારણ કે બિટકોઈનનો રેકોર્ડ જાહેર ખાતાવહીમાં થાય તો કોઈ વ્યક્તિ કોઈ પણ છેડછાડ કરે તો તેની જાણ બધાને થઈ જાય છે એટલે આની ટ્રાન્ઝેક્શન પ્રોસેસ ખૂબ મજબૂત હોય છે.

હવે તમને ખબર પડી ગઈ હશે કે બિટકોઈન કેવી રીતે કામ કરે છે.

બિટકોઈનનો ભાવ કેવી રીતે વધે અને ઘટે છે? – bitcoin price prediction

કોઈ પણ વસ્તુનો ભાવ તેની માંગ અને સપ્લાઈ પર આધારિત હોય છે. અત્યારે કોઈ શાકભાજીની માંગ વધારે હોય અને જો તેની સપ્લાઈ ઓછી હોય તો તે શાકભાજીનો ભાવ વધવાનો છે.

તેવી જ રીતે માર્કેટમાં Bitcoin ની માંગ વધારે હોય અને તેના ટ્રાન્ઝેક્શન જેટલા વધારે થતાં હોય તો તેના આધારે બિટકોઈનના ભાવમાં ઊંચા-નીચી જોવા મળે છે.

cryptocurrency meaning – Bitcoin mining
bitcoin ની સપ્લાઈ લિમિટેડ જ છે, 21 મિલીયન જેટલા બિટકોઈન જ માઈન થશે અને 2021 સુધી 18 મિલિયન  (total bitcoin mined 2021) જેટલા બિટકોઈન માઈન થઈ ગયેલા છે.

કેટલી મોટી-મોટી કંપનીઓ આ bitcoin માં રસ લે છે અને તેના લીધે પબ્લિકમાં એક હાઇપ બને છે અને તેને લીધે લોકો બિટકોઈન ખરીદવા માંડે છે એટલે તેની માંગમાં વધારો જોવા મળે છે અને માંગ વધવાને કારણે તેનો ભાવ પણ વધે છે પણ જો માંગ ઘટવા માંડે તો તેનો ભાવ ઓછો પણ થતો જાય છે.

બિટકોઈનમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ ? – Should you invest in Bitcoin?

કોઈ પણ વસ્તુમાં invest કરવું હોય તો તેમાં Risk (ખતરો) હોય છે અને બિટકોઈન તો કોઈના કંટ્રોલમાં જ નથી તો તેમાં ઘણું વિચારીને invest કરવું જોઈએ.

સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ (invest in the stock market) કરવું હોય તો તેમાં ઇન્વેસ્ટર ઘણી બૂક વાંચે છે, માર્કેટને સમજે છે, સલાહ પણ લે છે તો બિટકોઈનમાં પણ તમારે તેના પૂરા માર્કેટ જોવું પડે અને તેમાં આશરે જ ઇન્વેસ્ટ કરવું જોઈએ.

જો તમે એક શીખાઉ છો અને તમારે જલ્દી પૈસા કમાવવા જ હોય તો આ bitcoin તમારા માટે નથી કારણ કે અત્યારે તમારે પૈસા કમાવવા જ હોય તો તમારે નવી-નવી સ્કિલ શીખવી જોઈએ, પોતાના નોલેજને વધારવું પડે અને ત્યારબાદ તમે પૈસા કમાઈ શકો છો.

તમારે કોઈ પણ અનુભવ વગર આવી રિસ્કી વસ્તુમાં ન પડવું જોઈએ કારણ કે એનાથી તમને વધારે આર્થિક નુકસાન થઈ શકે છે.

બિટકોઈનની કમાણી કેવી રીતે કરવી ? – how to earn bitcoin money

બિટકોઈનને કમાવવાના 3 રસ્તા છે.

તમે બિટકોઈનમાં ઇન્વેસ્ટ કરી શકો છો અને તેને ખરીદી શકો છો.

તમે કોઈ વસ્તુને વેંચી શકો છો અને તેના બદલે ચલણ રૂપે બિટકોઈનને લઈ શકો છો.

તમે Bitcoin mining કરી શકો છો જેના માટે ખૂબ ભારે પ્રોસેસર અને કમ્પ્યુટર સિસ્ટમની જરૂર પડે છે અને તેવા ભારે સિસ્ટમને ચલાવવા માટે વધારે ઇલેક્ટ્રીક પાવરની પણ જરૂર પડે છે જેને 24 કલાક પણ ચલાવી રાખવું પડી શકે છે.

મિત્રો, બિટકોઈનનો પણ એકમ છે જેનું નામ સતોષી છે. જેવી રીતે 1 રૂપિયામાં 100 પૈસા હોય છે તેવી જ રીતે 1 બિટકોઈનમાં 10 કરોડ સતોષી હોય છે.

12 most popular types of cryptocurrency

cryptocurrency નાં અન્ય પણ વિકલ્પો છે. જેમાથી ખુબ જ પ્રખ્યાત એવી બાર cryptocurrency નીચે મુજબ છે. અને હાલનો ભાવ રુપિયા પ્રમાણે કેટલો છે. તે પણ દર્શાવેલુ છે.

1. Bitcoin (BTC)

2. Ethereum (ETH)

3. Tether (USDT)

4. USD Coin (USDC)

5. Binance Coin (BNB)

6. Binance USD (BUSD)

7. XRP (XRP)

8. Cardano (ADA)

9. Solana (SOL)

10. Dogecoin (DOGE)

11. Dai (DAI)

12. Polkadot (DOT)

12 most popular types of cryptocurrency
12 most popular types of cryptocurrency

Cryptocurrency Prices in India Today (2022)

Cryptocurrency Prices in India Today (2022)
Cryptocurrency Prices in India Today (2022)

How many types of cryptocurrency are there? લગભગ માર્કેટમાં 1583 જેટલી ક્રિપ્ટોકરંસી નોંધાયેલી છે.

ક્રિપ્ટોકરન્સી કેવી રીતે ખરીદવી?
How to buy cryptocurrency in India ?

આ માટે તમારે ચાર સ્ટેપ્સને અનુસરવુ પડશે. જે નીચે મુજબ છે.


1. Choose a Crypto Exchange

To buy Bitcoin or any cryptocurrency, you’ll need a crypto exchange where buyers and sellers meet to exchange dollars for coins.

There are hundreds of exchanges out there, but as a beginner, you’ll want to opt for one that balances ease of use with low fees and high security. Be sure to check out our top picks for best crypto exchanges, like Unocoin, WazirX, ZebPay, and CoinDCX if you don’t already have an exchange in mind. 

You can transfer your cryptocurrency from one exchange to the other. For example, if you need to move your bitcoin from your WazirX wallet to another crypto exchange, you need to go through the procedure of withdrawing your bitcoins from your WazirX account. Get the deposit address from the crypto exchange you want to transfer your cryptocurrency. Once you have the deposit address ready, you are set to transfer your funds. 

1. ક્રિપ્ટો એક્સચેન્જ પસંદ કરો

બિટકોઇન અથવા કોઈપણ ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે, તમારે એક ક્રિપ્ટો એક્સચેન્જની જરૂર પડશે જ્યાં ખરીદદારો અને વિક્રેતા સિક્કાઓ માટે ડૉલરની આપલે કરવા માટે મળે.

ત્યાં સેંકડો એક્સચેન્જો છે, પરંતુ એક શિખાઉ માણસ તરીકે, તમે ઓછી ફી અને ઉચ્ચ સુરક્ષા સાથે ઉપયોગમાં સરળતાને સંતુલિત કરવા માટે પસંદ કરવા માંગો છો. Unocoin, WazirX, ZebPay અને CoinDCX જેવા શ્રેષ્ઠ ક્રિપ્ટો એક્સચેન્જો માટે અમારી ટોચની પસંદગીઓ તપાસવાની ખાતરી કરો જો તમારી પાસે પહેલાથી કોઈ એક્સચેન્જ નથી.

તમે તમારી ક્રિપ્ટોકરન્સીને એક એક્સચેન્જમાંથી બીજામાં ટ્રાન્સફર કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારે તમારા બિટકોઇનને તમારા WazirX વૉલેટમાંથી અન્ય ક્રિપ્ટો એક્સચેન્જમાં ખસેડવાની જરૂર હોય, તો તમારે તમારા WazirX એકાઉન્ટમાંથી તમારા બિટકોઇન્સ ઉપાડવાની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર છે. તમે તમારી ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા માંગો છો તે ક્રિપ્ટો એક્સચેન્જમાંથી ડિપોઝિટ એડ્રેસ મેળવો. એકવાર તમારી પાસે ડિપોઝિટ સરનામું તૈયાર થઈ જાય, પછી તમે તમારા ભંડોળને સ્થાનાંતરિત કરવા માટે તૈયાર છો.

2. Decide on a Payment Option

After choosing an exchange, you have to fund your account before you can begin investing in Bitcoin. Depending on the exchange, you can fund your account through bank transfers, net banking, Mobikwik, a cryptocurrency wallet or UPI.

Keep in mind, though, that platforms may charge higher transaction fees for certain funding options. For example, CoinDCX doesn’t charge a fee if you use UPI and bank transfers. However, it charges 0.5% on net banking and 1% charges above INR 2,000 via Mobikwik wallet. On the other hand, WazirX charges INR 23.6 (including all taxes) via net banking or it requires you to top up your Mobikwik wallet using UPI or bank transfer before transferring the funds. Credit cards are not supported for wallet transfer and charges depend on the getaway you use.  

Because fees reduce how much money you can invest (and therefore also how much money you have to grow and compound), it tends to make sense to use electronic transfers from a bank account rather than other methods. 

2. ચુકવણી વિકલ્પ નક્કી કરો

એક્સચેન્જ પસંદ કર્યા પછી, તમે બિટકોઈનમાં રોકાણ કરવાનું શરૂ કરો તે પહેલાં તમારે તમારા ખાતામાં ભંડોળ આપવું પડશે. એક્સચેન્જના આધારે, તમે બેંક ટ્રાન્સફર, નેટ બેંકિંગ, Mobikwik, એક ક્રિપ્ટોકરન્સી વૉલેટ અથવા UPI દ્વારા તમારા ખાતામાં ભંડોળ મેળવી શકો છો.

ધ્યાનમાં રાખો, જોકે, પ્લેટફોર્મ ચોક્કસ ફંડિંગ વિકલ્પો માટે વધુ ટ્રાન્ઝેક્શન ફી વસૂલ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે UPI અને બેંક ટ્રાન્સફરનો ઉપયોગ કરો છો તો CoinDCX ફી વસૂલતું નથી. જો કે, તે નેટ બેન્કિંગ પર 0.5% અને Mobikwik વૉલેટ દ્વારા INR 2,000 થી વધુ 1% ચાર્જ કરે છે. બીજી બાજુ, WazirX નેટ બેન્કિંગ દ્વારા INR 23.6 (તમામ કર સહિત) ચાર્જ કરે છે અથવા તમારે ભંડોળ સ્થાનાંતરિત કરતા પહેલા UPI અથવા બેંક ટ્રાન્સફરનો ઉપયોગ કરીને તમારા Mobikwik વૉલેટને ટોપ અપ કરવાની જરૂર છે. ક્રેડિટ કાર્ડ્સ વૉલેટ ટ્રાન્સફર માટે સમર્થિત નથી અને શુલ્ક તમે ઉપયોગ કરો છો તેના પર નિર્ભર છે.

3. Place an Order

Once your account is funded, you can place your first order to buy Bitcoin. Depending on the platform you’re using, you may be able to purchase it by tapping a button, or you may have to enter Bitcoin’s ticker symbol (BTC). You’ll then have to input the amount you want to invest.

When the transaction is complete, you will own a portion of a Bitcoin. That’s because it requires a large upfront investment to buy a single Bitcoin now. If Bitcoin’s current price was $38,000, for example, you’d need to invest that much to buy a Bitcoin. If you invested less, say $1,000, you’d get a percentage, in this case 0.026%, of a Bitcoin.

3. ઓર્ડર આપો

એકવાર તમારું એકાઉન્ટ ફંડ થઈ જાય, પછી તમે બિટકોઇન ખરીદવા માટે તમારો પહેલો ઓર્ડર આપી શકો છો. તમે જે પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છો તેના આધારે, તમે બટનને ટેપ કરીને તેને ખરીદી શકશો અથવા તમારે Bitcoinનું ટીકર સિમ્બોલ (BTC) દાખલ કરવું પડશે. પછી તમારે જે રકમનું રોકાણ કરવું છે તે તમારે ઇનપુટ કરવું પડશે.

જ્યારે વ્યવહાર પૂર્ણ થઈ જાય, ત્યારે તમારી પાસે બિટકોઈનનો એક હિસ્સો હશે. તે એટલા માટે કારણ કે હવે એક જ બિટકોઇન ખરીદવા માટે તેને મોટા અપફ્રન્ટ રોકાણની જરૂર છે. જો બિટકોઈનની વર્તમાન કિંમત $38,000 હતી, ઉદાહરણ તરીકે, તમારે બિટકોઈન ખરીદવા માટે આટલું રોકાણ કરવાની જરૂર પડશે. જો તમે ઓછું રોકાણ કર્યું હોય, તો કહો કે $1,000, તમને ટકાવારી મળશે, આ કિસ્સામાં, બિટકોઈનની 0.026%.

4. Select a Safe Storage Option

The crypto exchange you use probably has an integrated Bitcoin wallet or at least a preferred partner where you can safely hold your Bitcoin. Some people, however, do not feel comfortable leaving their crypto connected to the internet, where it may be more easily stolen by hackers.

Crypto exchanges are storing the majority of customer assets in offline so-called cold storage. If you want ultimate security, you can store your Bitcoin in an online or offline Bitcoin wallet of your own choosing. But keep in mind that if you move crypto off of an exchange, you may have to pay a small withdrawal fee. In addition, if you use a third-party crypto wallet custodian, you may also be permanently unable to access your coins if you lose the private key that serves as your wallet password. This has locked some Bitcoin millionaires out of their fortunes.

4. સુરક્ષિત સ્ટોરેજ વિકલ્પ પસંદ કરો

તમે જે ક્રિપ્ટો એક્સચેન્જનો ઉપયોગ કરો છો તે સંભવતઃ સંકલિત બિટકોઇન વૉલેટ અથવા ઓછામાં ઓછું પસંદીદા ભાગીદાર છે જ્યાં તમે તમારા બિટકોઇનને સુરક્ષિત રીતે પકડી શકો છો. કેટલાક લોકો, તેમ છતાં, તેમના ક્રિપ્ટોને ઇન્ટરનેટથી કનેક્ટેડ છોડીને આરામદાયક અનુભવતા નથી, જ્યાં હેકર્સ દ્વારા તે વધુ સરળતાથી ચોરી થઈ શકે છે.

ક્રિપ્ટો એક્સચેન્જો મોટાભાગની ગ્રાહક અસ્કયામતો ઑફલાઇન કહેવાતા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરે છે. જો તમને અંતિમ સુરક્ષા જોઈતી હોય, તો તમે તમારા બિટકોઈનને તમારી પોતાની પસંદગીના ઓનલાઈન અથવા ઓફલાઈન બિટકોઈન વોલેટમાં સ્ટોર કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે એક્સચેન્જમાંથી ક્રિપ્ટો ખસેડો છો, તો તમારે થોડી ઉપાડ ફી ચૂકવવી પડી શકે છે. વધુમાં, જો તમે તૃતીય-પક્ષ ક્રિપ્ટો વૉલેટ કસ્ટોડિયનનો ઉપયોગ કરો છો, તો તમે તમારા વૉલેટ પાસવર્ડ તરીકે સેવા આપતી ખાનગી કી ગુમાવશો તો તમે તમારા સિક્કા ઍક્સેસ કરવામાં કાયમ માટે અસમર્થ પણ હોઈ શકો છો. આનાથી કેટલાક બિટકોઈન મિલિયોનેર્સ તેમના નસીબમાંથી બહાર નીકળી ગયા છે.

ચેતવણી:- મિત્રો આ પોસ્ટમાં અમે તમને જેટલી પણ જાણકારી આપી છે એ માત્ર જાણવા માટે છે. અમારું લક્ષ્ય બધા જ ગુજરાતી મિત્રોને ટેક્નોલોજી વિશે સરળ શબ્દોમાં સમજાવવાનું છે. બિટકોઈનનો ભાવ વધતો જોઈને લોભ અને લાલચમાં આવીને કોઈ દિવસ ઇન્વેસ્ટ નહીં કરવું કારણ કે નોલેજ વગર અંધારું જ તમને દેખાશે. – આ માહિતી internet નાં માધ્યમ થી એકત્રિત કરેલી છે.

આશા છે કે તમને આ પોસ્ટ દ્વારા બિટકોઈન વિશે સરળ શબ્દોમાં સમજણ પડી હશે. તમારા મિત્રોને પણ આ બિટકોઈન વિશે જાણકારી આપો જેથી તેમણે પણ આ Cryptocurrency Bitcoin વિશે જાણવા મળે.

આ પણ જાણો 👇

ખાપરો કોડીયો કોણ હતા ? જાણો હકીકત

વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો – જાણવા જેવુ

વિશ્વ ના અજબ ગજબ પશુ પક્ષીઓ

પતંગો વિશે અજબ ગજબ

એક રહસ્યમય ટાપુ – ઈસ્ટર્ન દ્વીપ

જ્યા ગયેલા વિમાનો જહાજોનો કોઇ પત્તો નથી લાગતો એવુ રહસ્ય – બર્મ્યુડા ટ્રાયેંગલ

શુ પૃથ્વી પર આવેલી છે સોનાની ધરતી ? – વાંચો રહસ્ય

આપણે કેટલે દૂર સુધી જોઇ શકીએ છીએ ?

ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ
ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ click ☝