Skip to content

હું ને ચંદુ છાનામાના કાતરિયામા – કવિતા સંગ્રહ 8

    હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા
    429 Views

    હું ને ચંદુ છાનામાના કાતરિયામા પેઠા – રમેશ પારેખની સુંદર કવિતા જે જુના અભ્યાસક્રમમા આવતી હતી. બાળગીત સંગ્રહ, મજાની કવિતાઓ, ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf, Hu ne Chandu

    હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા

    હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા
    લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા


    મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઇ લુંગી
    પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મૂંગી


    દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ
    એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ


    ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું
    હું ફિલમ પાડું ત્યારે જોવા આવે છે ચંદુ


    કાતરીયામાં છુપાઇને બેઠી તી બિલ્લી એક
    ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક


    ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી
    બીક લાગતા ચંદુડીયાએ બુમાબુમ ચગાવી
    ઓ મા… ઓ મા……


    દોડમ દોડ ઉપર આવી પહોચ્યાં મમ્મી પપ્પા
    ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા

    • રમેશ પારેખ

    🌺 ચાલોને રમીએ હોડી હોડી – chalo ne ramie hodi hodi

    🌺 સાદ કરે છે, દિલ હરે છે. – sad kare chhe kavita

    🌺 કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ – મિન પ્યાસી – kabutaro nu ghoo ghoo kavita

    🌺 અડકો દડકો દહી દડુકો – Adko dadko dahi daduko

    હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા
    હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *