Skip to content

ચાલોને રમીએ હોડી હોડી બાળપણનાં વરસાદની યાદગાર કવિતા 1

    ચાલોને રમીએ હોડી હોડી
    3119 Views

    “ચાલો ચાલોને રમીએ હોડી હોડી” આ શબ્દો સાંભળતા જ બાળપણ યાદ આવી ગયુ ને ? તો ચાલો ફરી યાદ કરી લઇએ. બાળપણનાં વરસાદની કવિતા. ધોરણ ૪ ગુજરાતી પાઠ ૧ નાવડી ચાલી, std 4 poem chalo ne ramie hodi hodi , std 4 Gujrati Navdi chali. gujarati kavita.

    ચાલો ચાલોને રમીએ હોડી હોડી

    ચાલોને રમીએ હોડી હોડી
    (બાળપણનુ ચોમાસુ……)

    ચાલો ચાલોને રમીએ હોડી હોડી
    વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર
    ઝરણાં નાના જાય દોડી દોડી

    બાપુનાં છાપાં, નક્કામાં થોથાં
    કાપી કૂપીને કરીએ હોડી …
    ચાલો ચાલોને રમીએ હોડી હોડી

    સાદી સઢવાળી, નાની ને મોટી
    મૂકીએ પવનમાં છોડી છોડી …
    ચાલો ચાલોને રમીએ હોડી હોડી

    ખાલી રાખેલી, ઊંધી વળે તો
    પાંદડા ને ફૂલ ભરું, તોડી તોડી..
    ચાલો ચાલોને રમીએ હોડી હોડી

    જાશે દરિયાપાર પરીઓના દેશમાં
    સૌથી પહેલા દોસ્ત મારી હોડી…
    ચાલો ચાલોને રમીએ હોડી હોડી

    🚣🚣🚣🚣🚣🚣🚣🚣🚣🚣🚣🚣🚣

    અષાઢી સાંજના અંબર ગાજે

    વાદલડી વરસી રે… સરોવર છલી વળ્યા

    ચાલોને રમીએ હોડી હોડી old textbook
    ચાલોને રમીએ હોડી હોડી old textbook

    ગુજરાતી કવિતા સંગ્રહ વાંચો મજાની કવિતાઓ 👇

    ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1
    ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ Click

    Gujarati old textbook, old poems, gujrati old kavitao, gujarati kavy, વરસાદની કવિતા, વર્ષાગીત, અમરકથાઓ

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *