8602 Views
પતંગ વિશે જાણવા જેવુ : મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) નાના-મોટા સૌ માટે આનંદ અને આકર્ષણનું કેન્દ્ર છે. આ લેખમાં આપ પતંગો વિશે અવનવી માહિતી વાંચી શકશો. જે ખુબ જ રસપ્રદ છે. – Interesting stories about kites, facts of kites
આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. જેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે. બાળકો અને મોટેરાઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. પ્રાચીન સમયથી જ આ તહેવાર પતંગનો પર્યાય બની ગયો છે. તો આજે પતંગો વિશેની કેટલીક રસપ્રદ વાતો આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ.
પતંગનો ઇતિહાસ
પતંગો વિશે અનેક કથાઓ અને વાતો પ્રચલિત છે. એ રીતે જોઇએ તો તુલસીદાસ કૃત રામચરિતમાનસમાં પણ પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. બાલકાંડમાં લખેલ ચોપાઇ મુજબ ભગવાન શ્રીરામે ભાઇઓ સાથે પતંગ ઉડાવી હતી. ” રામ ઇક દિન ચંગ ઉડાઇ, ઇન્દ્રલોક પહુચ જાઈ” અને લગભગ ૩૦૦૦ વર્ષ પહેલા વનસ્પતિના પાંદડાંમાથી પણ પતંગો બનતી હોવાનું માનવામાં આવે છે. અર્વાચીન સંશોધન મુજબ પતંગનો આવિષ્કાર ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે.
સૌ પ્રથમ ઇ.સ. પૂર્વે 206માં પ્રથમ પતંગ ચગાવનાર ચીનના હુઆન થેંગ હતા તેમ મનાય છે. તેમણે પ્રથમ ભમરા જેવી પતંગ બનાવી હતી. ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરમાં સંકેત તરીકે કરવામાં આવતો હતો. આ પતંગબાજીનો શોખ ઊડતાં ઊડતાં ભારતખંડમાં, પશ્ચિમ એશિયામાં, અગ્નિ એશિયામાં, ઇજિપ્તમાં, ગ્રીસમાં આવ્યો.
પતંગ વિશે અવનવું
સૌથી પહેલો પતંગ ત્રણ હજાર વર્ષ પૂર્વે પાંદડાંમાંથી બનાવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે.
વિશ્વનો સૌથી નાનો પતંગ પાંચ મિલીમીટર જેટલું ઊંચો ઊડયો હતો.
વિશ્વના સૌથી વિશાળ પતંગને મેગા ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તે ૬૩૦ ચોરસ મીટરનું કદ ધરાવે છે. પીટર લીન નામની વ્યક્તિએ આ પતંગ બનાવ્યો હતો.
વિશ્વનો સૌથી લાંબો પતંગ ૧૦૩૪ મીટર લંબાઈ ધરાવે છે.
જાપાનના પતંગબાજ દ્વારા એક જ દોરી પર ૧૧,૨૮૪ પતંગ ઉડાડવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
એકદમ દૂર પતંગ ઉડાડવાની હરીફાઈ જમાવતા હો છો ને! અત્યાર સુધીમાં સૌથી દૂર એટલે કે સૌથી વધુ ઊંચાઈ પર પતંગ ઉડાડવાનો વિક્રમ ૩૮૦૧ મીટરનો છે.
અત્યાર સુધીમાં સૌથી ઝડપી ઉડાડવામાં આવેલો પતંગ ૧૯૩ કિમી પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડાડવામાં આવ્યો હતો.
ન્યૂઝીલેન્ડના માઓરી જાતિના લોકો વૃક્ષની છાલ અને પાંદડાંમાંથી અદ્ભુત પક્ષીઓના આકારના પતંગ બનાવવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.
કોડી મેનલિફ્ટિંગ કાઇટ સિસ્ટમ શોધનારા સેમ્યુઅલ ફ્રેન્કલિન કોડી ૧૯૦૩માં પતંગની મદદથી ઇંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
થાઇલેન્ડમાં પતંગ ઉડાડવા માટે ૭૮ જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
૧૭૬૦માં જાપાનમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવાનું છોડીને આખો દિવસ પતંગ ઉડાડતા હતા.
અમેરિકામાં જ્યારે આંતરવિગ્રહ થયો ત્યારે અમેરિકન સૈન્ય અધિકારીઓ પતંગનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે કરતા હતા.
૧૯૦૧માં માર્કોનીએ પતંગની મદદથી પહેલી વાર રેડિયો તરંગોના માધ્યમથી સંદેશાને એટલાન્ટિક સમુદ્રની પાર મોકલવામાં સફળતા મેળવી હતી.ચીનના ડ્રેગન આકારના પતંગ ખૂબ જાણીતા છે.
પૂર્વ જર્મનીમાં પણ એક જમાનામાં મોટાં મોટાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો, કારણ કે જર્મન શાસકોનું માનવું હતું કે આવા વિશાળ પતંગોના સહારે લોકો ર્બિલનની દીવાલ પાર કરીને પશ્ચિમ જર્મનીમાં પહોંચી શકે છે.
ચીનમાં પણ એક સમયે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પતંગ ઉડાડતી નજરે ચડે તો તેને ત્રણ વર્ષ સુધી કારાવાસની સજા ફરમાવવામાં આવતી. પતંગનું ચીની નામ ફેન ઝેંગ છે.
પેરાગ્લાઇડિંગ એટલે પેરાશૂટની મદદથી હવામાં ઉડાડવાની જે રમત છે તે રોગાલો નામના પતંગની પ્રેરણાથી અસ્તિત્વમાં આવી છે. ૧૯૪૮માં ફ્રાન્સિસ રોગાલોએ આ પતંગની ડિઝાઇન તૈયાર કરી હતી.
વિશ્વના જુદા જુદા દેશોમાં ઓક્ટોબર મહિનાના બીજા રવિવારે, ‘વન સ્કાય વન વર્લ્ડ’ સૂત્રને સાર્થક સાબિત કરવા અને વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને એકતાનો સંદેશો પ્રસરાવવા પતંગ ઉડાડવામાં આવે છે.
સૌથી લાંબો સમય પતંગ ઉડાડવાનો વિક્રમ ૧૮૦ કલાકનો છે.
પતંગનો અવનવો ઉપયોગ
અઢારમી સદીમાં પતંગનો ઉપયોગ ફોટોગ્રાફી કરવા પણ થયો છે.
- છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગને લઈને અનેક પ્રયોગો કરેલા. રાજા મૃત્યુની સજા પામેલા ચોરને એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે ચોરને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતા. જો પતંગ સાથે ચોર ઊડે તો પ્રયોગ સફળ નહિતર ચોર બિચારો પછડાઈને મરી જતો. જોકે રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.
- સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.
- ૧૯૮૪માં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હેન્ગગ્લાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો.
- ઈ.સ. ૧૭૪૯માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવલેએ છ પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણતામાન નોંધવાની કોશિશ કરી હતી.
- ૧૯૦૭માં ગ્રેહામ બેલે ૫૦ ફૂટ ઊંચો પતંગ સાત મિનિટ આકાશમાં ઉડાડીને હવામાન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
- ઈ.સ. ૧૮૦૦ની સાલમાં ફ્રેન્કલીને આકાશમાં પતંગ ચડાવીને વાદળાંની વીજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. વિજ્ઞાનીઓએ બનાવેલી વીજળી અને વાદળોમાં પેદા થતી વીજળી વચ્ચેનો ભેદ જાણવા ફ્રેન્ક્લીને આ પ્રયોગ કર્યો હતો. ફ્રેન્કલીન ઘણા અંશે સફળ રહ્યો હતો.
- એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા, બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો. કદાચ આ માટે જ શરૂઆતમાં પતંગની શોધ થઈ હશે.
- વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે. એવું કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગગ્લાઇડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃત્તિ જ છે.
- ઈ.સ. ૯૦૦માં કોરિયા અને રશિયાના તત્કાલીન સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસનાં પૂતળાં બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા. એવું કહેવાય છે કે આનાથી દુશ્મનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેનો લાભ પણ સેનાપતિઓને મળ્યો હતો.
- ઈ.સ. ૧૮૨૭માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી.
- વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવી ઇંગ્લિશ ચેનલ પાર પણ કરી હતી.
- પતંગની શોધનો દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્યતા પ્રમાણે પતંગ સૌ પ્રથમ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૌ પ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવાયો હતો.
- ચીન, કોરિયા, જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવતો હતો.
- ચીનના તીઆન જલ નામના એક પતંગ-ઉસ્તાદે અનેક આકારના પતંગની શોધ કરી હતી. તેની ડિઝાઇનોની નકલ આજે પણ કરવામાં આવે છે.
- પતંગનો અદ્ભુત, વિસ્તૃત ઇતિહાસ ફોટોગ્રાફ્સ સાથે માણવો-જાણવો હોય તો અમદાવાદના પાલડી ખાતે આવેલ `કાઇટ મ્યુઝિયમ’ની મુલાકાત લેવી પડે.
- થાઇલેન્ડમાં પતંગ ઉડાવતી વખતે ૭૮ પ્રકારના અલગ-અલગ નિયમોનું પાલન કરવું પડે છે.
- ૧૭૬૦માં જાપાનમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવા કરતાં પતંગ ઉડાડવાનું વધુ પસંદ કરતા હતા.
- ચીનમાં ઊડી રહેલા પતંગને એમ ને એમ છોડી દેવાને અપશુકન માનવામાં આવે છે અને બીમારીને આમંત્રણ આપનારી ઘટના સાથે સાંકળી જાેવામાં આવે છે.
- કોરિયામાં પતંગ પર બાળકનું નામ અને જન્મતારીખ લખીને પતંગ ઉડાવવામાં આવે છે. આ પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે વર્ષ દરમિયાન બાળક પર આવનારી મુશ્કેલીઓ, પીડાઓ પતંગની સાથે દૂર જતી રહે.
થાઇલેન્ડમાં લોકો સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરવા માટે પતંગ ઉડાવે છે અને ત્યાં કપાયેલી પતંગ ઊઠાવવી એ અપશુકન માનવામાં આવે છે.
મકરસંક્રાંતિની રજાની શરુઆત ક્યારથી થઇ ?
સુરતમાં જન્મેલા નાનાભાઇ હરિદાસે આ રજા જાહેર કરાવી હોવાનો ઉલ્લેખ મળે છે. 1873 માં નાનાલાલને મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણુંક મળી. જેઓ પતંગ ચગાવવા માટે ખાસ મુંબઇથી સુરત આવતા હતા. તેમણે 1884 માં મહારાણી વિક્ટોરીયા પાસે મકરસંક્રાંતિ ની ખાસ રજા જાહેર કરાવી હતી.
🌀 મકર સક્રાંતિ ઉજવણી. ક્ષેત્રીય વિવિધતા.
સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે:
🔹ઉતર ભારતમાં,
🎈હિમાચલ પ્રદેશ – લોહડી અથવા લોહળી
🎈પંજાબ – લોહડી અથવા લોહળી
🔹પૂર્વ ભારતમાં,
🎈બિહાર – સંક્રાંતિ
🎈આસામ – ભોગાલી બિહુ
🎈પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા – મકરસંક્રાંતિ
🔹પશ્ચિમ ભારતમાં
🎈ગુજરાત અને રાજસ્થાન – મકરસંક્રાંતિ
🎈મહારાષ્ટ્ર – संक्रान्त, સંક્રાન્ત
🔹 દક્ષિણ ભારતમાં,
🎈આંધ્ર પ્રદેશ – તેલુગુ
🎈તામિલ નાડુ – પોંગલ
🎈કર્ણાટક – સંક્રાન્થી
🎈સબરીમાલા મંદિરમાં મકર વલ્લાકુ ઉત્સવ.
🔹 અન્ય
🎈નેપાળમાં,થારૂ લોકો – માઘી
🎈અન્ય લોકો- માઘ સંક્રાંતિ કે માઘ સક્રાતિ
🎈થાઇલેન્ડ – સોંગ્ક્રાન
🎈લાઓસ – પિ મા લાઓ
🎈મ્યાનમાર – થિંગયાન
〰〰〰〰〰〰 અમર કથાઓ 〰〰〰〰〰〰
મિત્રો આ લેખ આપને કેવો લાગ્યો ? આપના સુચનો મોકલી શકો છો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટના માધ્યમથી વિવિધ લેખો દ્વારા મેળવેલી છે. આપ અહીથી share કરી શકશો.
Kite festival, પતંગો વિશે જાણવા જેવુ, Kites world records, મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, મકરસંક્રાંતિ ઇતિહાસ, ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ, પતંગોત્સવ, Kites festival Gujarat, kite festival in india, kite festival ahmedabad
આ પણ વાંચો.
વિશ્વ નાં અજબ ગજબ પ્રાણી-પક્ષીઓ
એક રહસ્યમય ટાપુ – ઇસ્ટર્ન દ્વીપ
Pingback: 26 જાન્યુઆરી 2001 નાં ભયાનક ભૂકંપની યાદો - AMARKATHAO
Pingback: Bitcoin શુ છે ? બિટકોઇન ની શરુઆત કોણે કરી ? શુ તમે પણ bitcoin ખરીદવાનું વિચારો છો ? એ પહેલા આ જાણી લો. bitcoin 2022 - AMARKATHAO
Pingback: મકરસંક્રાંતિ વિશે નિબંધ અને ધાર્મિક, ઐતિહાસિક મહત્વ જાણો - AMARKATHAO
Pingback: સાપ વિશે રોમાંચક માહિતી | Best Facts about snake - AMARKATHAO
Pingback: જુના જમાનાની ઉત્તરાયણની યાદો - અમારી ઉત્તરાણ - AMARKATHAO