Skip to content

‘ માણસ ‘ વિશે કેટલાક ચુંટેલા શેર

2267 Views

આ પોસ્ટમા ‘ માણસ ‘ વિશે કેટલાક ચુંટેલા શેર મુકવામા આવ્યા છે. ગુજરાતી ગઝલ, ગુજરાતી શાયરીઓ, ગુજરાતી કવિતાઓ, ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ માટે અમરકથાઓને ફોલો કરવાનુ ભુલશો નહી. ‘ માણસ ‘ શાયરી

‘ માણસ ‘

આ નર્યા હાડ ચામનો માણસ,
એટલે દોડધામનો માણસ.
સાંભળ્યું’તું, છે કામનો માણસ,
નીકળ્યો કિન્તુ નામનો માણસ.
— અમૃત ‘ ઘાયલ ‘

જુઓ ત્યાં છે અવસરની શોભાના માણસ,
કશા ખપ વિનાના તમાશાના માણસ.
ઉઝરડા છે કર્કશ અવાજોના કાને,
ગયા ક્યાં એ મીઠા ટહુકાના માણસ ?
— રાઝ નવસારવી

રમતાં રમતાં લડી પડે, ભૈ માણસ છે
હસતાં હસતાં રડી પડે, ભૈ માણસ છે
પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે
ટાણે ખોટ્યું પડી, પડે, ભૈ માણસ છે
— જયંત પાઠક

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ
ફટાણાંના માણસ, મરશિયાંના માણસ
અમે વારસાગત સમસ્યાના માણસ.
— ભગવતીકુમાર શર્મા

વાત વાત માં જોયો સબંધોને વેતરતો માણસ
શ્રદ્ધા ને વિશ્વાસમાં જોયો છેતરતો માણસ
મેઘધનુષ તો માત્ર ચોમાસે જ જોવા મળે.
અહીં તો જોયો બારેમાસ રંગ બદલતો માણસ.
ભીખુ દરજી ” કેતન “

ઈજાગ્રસ્ત, સણકા, સબાકાનો માણસ
તૂટી જાય સીવેલ ટાંકાનો માણસ.
ઉખેળો તો: કાયમ ઉખેળાયા કરતો,
ન પૂરો થતો કેમે’ તાકાનો માણસ.
— મનોજ ખંડેરિયા

બહારથી લાગશે સુઘડ માણસ,
સાવ ભીતર ભર્યો હવડ માણસ.
ટાઢ તડકે જ જ્યાં ઉછેરવાનું,
કેમ ના હોય એ બરડ માણસ !
— રાજેશ વ્યાસ’ મિસ્કીન ‘

દિલ પૂછે છે મારું

ગઝલ સંગ્રહ 1 – દિલ પૂછે છે મારું દોસ્ત તુ ક્યાં જાય છે ?

Gujarati Gazal

Best Gujarati Gazal 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *