13059 Views
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી – પોપટ અને કાગડાની વાર્તા. ગુજરાતી બાળવાર્તા સંગ્રહ, ગુજરાતી બાળવાર્તાનો ખજાનો. સસલા-કાચબાની વાર્તા, બોધદાયક વાર્તા, Gujarati bal varta collection, Gujarati children story. બાલગીત, જોડકણા, best Gujarati story, ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો સંગ્રહ
પોપટ ભૂખ્યો નથી
પોપટ અને કાગડો બાળવાર્તા
એક બગીચામાં જુદા જુદા વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ રહે છે. એક ઝાડ પર એક પોપટનું કુટુંબ અને એક કાગડાનું કુટુંબ રહે છે. એમના બચ્ચાંઓ સાથે સાથે જ મોટા થયા છે. તેઓ ત્યાં જ મોટા થઈને યુવાન બની ગયા.
એક દિવસ પોપટે એની માને કહ્યું કે તે નજીકમાં આવેલા જંગલમાં કમાવા જવા માંગે છે. માને ચિંતા તો થઇ પણ એણે પોપટને જંગલમાં જવા રજા આપી અને થોડા દિવસોમાં જ પાછા આવી જવા કહ્યું.
પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો. એ ત્યાં મઝાથી બેસતો, ઝુલા ઝુલતો અને કેરીઓ ખાતો. એક દિવસ એણે એના ગામના એક ભરવાડને જોયો એટલે એણે એની માને સંદેશ આપવા વિચાર્યું. એણે ખુબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરી અને ગાવા લાગ્યો:
“ભાઈ ગાયના ગોવાળ,
ભાઈ ગાયના ગોવાળ,
મારી માને એટલું કહેજે,
મારી માને તેટલું કહેજે,
પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ,
પોપટ સરોવરની પાળ
બેસી લીલા લ્હેર કરે છે”.
ભરવાડે એની ખાતરી આપી કે તે ગામમાં જઈને એની માને એનો સંદેશ આપશે.
પોપટ થોડા દિવસ જંગલમાં રહીને કેરીઓ અને મીઠાં ફળો લઈને ઘરે આવ્યો. તે ગાવા લાગ્યો:
“ઢોલિયા ઢળાવો,
પાથરણાં પથરાવો,
પોપટભાઈ કમાઈને આવ્યા,
પોપટભાઈ કેરીઓ લાવ્યા,
પોપટભાઈ મીઠાં ફળો લઇ આવ્યા”.
એણે એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠાં ફળો બહાર કાઢ્યાં. પોપટભાઈની પ્રગતિ જોઇને ઝાડ પર રહેતાં બીજાં પક્ષીઓ બહુ ખુશ થયાં.
આ જોઇને કાગડાના કુટુંબે પણ કાગડાભાઇને જંગલમાં જઈને કાંઇક કમાઈ લાવવા કહ્યું.
કાગડો આળસુ હતો એટલે એ જંગલમાં નહોતો જવા માંગતો. એની માએ એને પરાણે ધકેલ્યો એટલે એણે રડારડ કરી મૂકી અને દુઃખી થઈને ગયો. એ કાદવ કીચડ વાળી ગંદી જગ્યાએ જઈને બેઠો. એ ગંદકી અને જીવડાં ખાવા લાગ્યો. એણે જયારે એના ગામના ભરવાડને જોયો ત્યારે એની સામે બૂમો પાડીને હુકમ આપતો હોય એમ બોલ્યો:
“એ ગોવાળિયા, એ ગોવાળિયા,
મારી માને જઈને એટલું કહેજે
મારી માને તેટલું કહેજે
કે કાગડો ભૂખ્યો નથી,
કાગડો તરસ્યો નથી,
કાગડો કાદવમાં મઝા કરે,
કાગડો ગંદકીમાં મઝા કરે”.
ભરવાડ કાગડાની ઉદ્ધતાઈ જોઇને ગુસ્સે થઇ ગયો. એણે કાગડાનો સંદેશ લઇ જવાની ના પાડી દીધી.
થોડા દિવસ બાદ કાગડો કાદવ-કીચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો. ઘરે આવીને એ બૂમો પાડવા લાગ્યો:
“ઢોલિયા ઢળાવો,
પાથરણાં પથરાવો,
કાગડાભાઇ કમાઈને આવ્યા,
કાગડાભાઇ કાદવ-કીચડ લઇ આવ્યા,
કાગડાભાઇ ગંદકી લઇ આવ્યા”.
ઝાડ પર રહેતાં પક્ષીઓ કાગડા ઉપર ખુબ જ ગુસ્સે થઇ ગયા અને કાગડાને ઝાડ પરથી ભગાડી મુક્યો.
જો આપણે પોપટની જેમ સારા અને નમ્ર બનીએ તો લોકો આપણને પ્રેમ કરશે. પરંતુ જો આપણે કાગડાની જેમ ઉદ્ધત બનીએ તો લોકો આપણને પ્રેમ નહિ કરે.
📂 અમરકથાઓ માં ગુજરાતી બાલવાર્તાઓનો સંગ્રહ કરેલ છે. તેમાની કેટલીક વાર્તાઓની લિંક નીચે આપવામાં આવી છે. આપને જે વાર્તા વાંચવી હોય તેના પર ક્લીક કરીને વાંચી શકશો.
અમરકથાઓ
💥 ચાંદો પકડ્યો – વાંદરાભાઇની વાર્તા
💥 વાણીયાની ચતુરાઇની બે વાર્તાઓ
💥 સસ્સારાણા સાંકળીયા ડાબે પગે ડામ
💥 લાખો વણજારો – કુત્તે કી વફાદારી
💥 ઠાગાઠૈયા કરુ છુ, ચાંચુડી ઘડાવુ છુ.
ગુજરાતી બાળવાર્તાઓનો ખજાનો, બાળવાર્તા સંગ્રહ, બોધદાયક વાર્તાઓ, મિત્રતાની વાર્તા, Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit, જોડકણા, ઉખાણા, બાળપણની યાદગાર વાર્તાઓ. બાળવાર્તાઓ pdf, બોધવાર્તા, ટુંકી બાળવાર્તા, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની વાર્તાઓ. નવી વાર્તા, મહેનતની વાર્તા. પ્રેરણાત્મક વાર્તાઓ.
Pingback: ચકી લાવી ચોખાનો દાણો - ગુજરાતી વાર્તા સંગ્રહ 5 - AMARKATHAO
Pingback: મા મને છમ્મ વડું - બાળવાર્તા સંગ્રહ 6 - AMARKATHAO
Pingback: ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1 - AMARKATHAO
Pingback: 101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection - AMARKATHAO
Pingback: ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1 | Best Gujarati Kavita collection - AMARKATHAO
Pingback: old text books | GSEB Gujarati 90's book std 1 - AMARKATHAO