Skip to content

ભગતસિંહ નું બાળપણ | ભગતસિંહ નું જીવન ચરિત્ર | ભગતસિંહ વિશે નિબંધ 1

ભગતસિંહ
7635 Views

ભગતસિંહના બાળપણ ના પ્રસંગો, ભગતસિંહ નુ બાળપણ, ભગતસિંહનું જીવન ચરિત્ર, ભગતસિંહ વિશે નિબંધ, ભગતસિંહ શાયરી, ભગતસિંહ ચિત્રો, વીર ભગતસિંહ, ભગતસિંહ વિશે નિબંધ ગુજરાતી, ભગતસિંહ નો ઈતિહાસ. veer Bhagatsinh, bhagat singh history in Gujarati, bhagat singh, rajguru sukhdev, bhagat singh gujarati nibandh.

ભારતના આઝાદી જંગમાં જેણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું અને આજે જેની શહીદીને સૌથી વધુ માનથી સંભારવામાં આવે છે એવા એક મહાન પુરુષનાં બાળપણની આ કથા છે.

ભગતસિંહ નો જન્મ

એનું મૂળ નામ ભગવાન. અથવા ભાગ્યસિંહ. એનો જન્મ ઈ.સ. ૧૯૦૭ ના એપ્રિલમાં પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો. રાજકીય બળવાખોરી એના કુટુંબમાં પેઢી દરપેઢી ઊતરી આવી હતી.

તેના કાકા અજિતસિંહ ‘ કામાગાતામારુ ‘ જહાજના વિખ્યાત બળવામાં સંડોવાયા હતા અને પોલીસ તેમને પકડવા ફરતી હતી. તેઓ ક્યાંક ગુપ્તવાસમાં નાસી ગયા હતા. ભાગ્યસિંહના જન્મ સમયની આથી પણ વધુ મહત્ત્વની ઘટના તો એ હતી કે એના જન્મ સમયે ખુદ એના પિતા કિશનસિંહ જેલમાં હતા ! રાજકીય પ્રચાર કરવા બદલ અંગ્રેજ સરકારે તેમને લાહોરની જેલમાં ગોંધી દીધા હતા.

એમને પુત્રજન્મના સમાચાર જેલમાં જ મળ્યા ! આવા પિતાનો પુત્ર મહાન દેશસેવક બને એમાં શી નવાઈ ? ભગવાનનાં માતુશ્રીનું નામ વિદ્યાવતી હતું. એ પણ પતિ જેવાં જ દેશપ્રેમી હતાં. પતિ અને દિયરજી દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડી રહ્યા હતા. એમાં વિદ્યાવતીજીનો પૂરો ટેકો હતો. એમને ભગવાન ઉપરાંત બીજા ચાર દીકરા અને ત્રણ દીકરીઓ હતાં. આ સંતાનોને પણ એમણે રાજકીય ચળવળમાં ભાગ લેતાં કદી રોક્યા નહોતાં.

ભગતસિંહ નું બાળપણ અને તોફાનો

સૌ સંતાનોમાં ભગવાન મોટો હતો. આ કારણે કુટુંબીજનો એને ‘ ભાઈજી’ના નામે પણ બોલાવતાં ભગવાનનાં જીવનનાં પહેલાં તેર વરસ બંગા ગામમાં જ વીત્યાં. સ્નેહાળ માતા અને વૃદ્ધ દાદાજીની છત્રછાયા નીચે ત્રણ વરસની ઉંમરે ઉર્દૂના અભ્યાસની શરૂઆત કરી. તેજસ્વી બુદ્ધિ અને ચપળ સ્વભાવને કારણે દાદા અર્જુનસિંહના એ લાડીલા બની ગયા હતા.

લાડકોડમાં ઊછર્યા હોવાથી ભગવાન શાળાને કેદખાનું સમજતો. એને નિશાળે જવું જરાય ન ગમતું. એક વાર તો ચોમાસાની ઋતુમાં એણે ખરી કરી. આકાશમાં વાદળાં છવાયાં હતાં અને મેઘાની ગર્જના થતી હતી. ભાઈસાહેબ પાટીપેન લઈને નિશાળે જવા નીકળ્યા ખરા. પણ થોડી વારમાં પાછા આવ્યા અને વિદ્યાવતીજીને કહેવા લાગ્યાઃ ‘ માતાજી , આજ તો ભારે થઈ ! નિશાળનું મકાન પડી ગયું. કેટલાય છોકરા કચડાઈ ગયા. હવે ભણવા ક્યાં જવું ? ’

પાંચ વરસના છોકરાનું આવું જૂઠાણું સાંભળીને વિદ્યાવતી નવાઈ પામી ગયાં. પણ એની કલ્પનાશક્તિ જોઈને ખુશ પણ થયાં. એનો સ્વભાવ પહેલેથી જ તોફાની અને મારફાડીયો. નિશાળે જતાં જેની ને તેની સાથે લડી પડે , વિનાકારણ તોફાનમસ્તી કરે અને પડોશનાં બાળકો ઉપર શિરજોરી કરે ; નાનામોટા સૌને તુંકારે બોલાવે ; વડીલોની શિખામણ ન માને આ કારણે માતાને અને દાદાજીને ઘણું દુઃખ થતું.
પણ ભગવાન હતો બાળ કનૈયા જેવો. માતા એને ઠપકો આપે ત્યારે એકદમ રડી પડે અને માફી માગે , પરંતુ ઘરની બહાર નીકળે કે તરત ધમાચકડી શરૂ કરી દે.

પિતા જેલમાંથી છૂટીને આવ્યા ત્યારે એમણે ભગવાનને આવો ભારાડી બની ગયેલો જોયો. એમણે પુત્રને સખત ઠપકો આપ્યો , ત્યારે ભગવાને શું કર્યું , ખબર છે ? એ તો ઘર છોડીને રાવી નદીને કાંઠે જઈને બેઠો. બસ , ખુદ પિતા એને મનાવવા આવ્યા ત્યારે જ ઊઠ્યો.
ભણવાનું તો એણે સાવ છોડી દીધું હતું. આખરે પિતાએ કહ્યું કે જે દિવસ તું આખો દિવસ ભણીશ તે દિવસે સાંજે તને હલવો ખાવા આપીશું.

ભગતસિંહ નું શિક્ષણ

આખરે હલવાની આશામાં ભગવાને ભણવા માંડ્યું ખરું પરંતુ ૧૭ વરસની ઉંમર સુધીમાં એણે માંડ પાંચ ચોપડીનું ભણતર પૂરું કર્યું હતું. એ વેળા કિશનસિંહ લાહોરમાં રહેવા ગયા હતા અને એમણે વીમા એજન્ટનું કામ શરૂ કર્યું હતું . એમણે વધુ ભણતર માટે ભગવાનને પોતાની પાસે બોલાવી લીધો. અહીં પિતાની સતત દેખરેખ હેઠળ ભગવાને ભણતરમાં વધુ ચિત્ત પરોવ્યું. લાહોરની દયાનંદ એંગ્લો વર્નાક્યુલર હાઈસ્કૂલમાં ભગવાને મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ વરસોમાં એણે સખત મહેનત કરી.

એ મૂળે ઠોઠ હતો જ નહિ. બંગામાં માતા અને દાદાજીના લાડકોડને કારણે એ તોફાનો કરતો એટલું જ. અહીં લાહોરમાં તો એ દરેક વરસે સ્કોલરશિપ મેળવતો. પહેલા બેત્રણ નંબરોમાં સ્થાન જાળવી રાખતો. લાહોરમાં ભગવાનનો ઘણો વિકાસ થયો. અહીં એને મોટું બધું પુસ્તકાલય મળ્યું. અહીં એણે રાજકીય અને સાંસ્કૃતિક ચળવળો પણ જોઈ. સ્વામી રામતીર્થ , સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતીનાં લખાણો એણે વાંચ્યાં. લાલા લજપતરાય જેવા દેશ ભક્તોને જોવા સાંભળવાની પણ એને તક મળી.

લાલા લજપતરાય અને કાકા અજિતસિંહ મિત્રો હતા. બંનેને સરકારે ૧૯૦૭ માં સાથે જ હદપાર કરેલા. પછી અજિતસિંહ આખી જિંદગી બ્રાઝિલ દેશમાં રહ્યા , અને ત્યાં બેઠા બેઠા ભારતની આઝાદી માટે કોશિશો કરતા રહ્યા. દેશભક્તિનાં આ વાતાવરણે ભગવાન ઉપર કેવી અસર કરી હતી તે બતાવતો એક પ્રસંગ છે.

લાહોરમાં એક વખત સરદાર કિશનસિંહના મિત્ર લાલા પીંડીદાસે ભગવાનને પૂછ્યું : ‘ ભાઈ, મોટો થઈને તું શો ધંધો કરીશ ? ’

ભગવાને કહ્યું : ‘ આપણે તો દુકાન કરીશું અને મજા કરીશું ! ‘

લાલા પીંડીદાસે પૂછ્યું : ‘ દુકાનમાં શું વેચીશ ? ’

આ વિચિત્ર બાળકે પટ કરતો જવાબ આપ્યો , ‘ આપણે તો બંદૂકો વેચવાના. ’

‘ શા માટે ? ’

ભવિષ્યમાં બંદૂકોની બાજી ખેલનારા આ તરવરિયા અને ઉત્સાહી કિશોરે જવાબ આપ્યો, ‘ મારા બાપુને અને કાકાને સતાવનારાઓને રંજાડવા માટે બંદૂકો તો જોઈશે ને ! ’

એ વખતે તો વડીલોને ભગવાનની આ વાતો એક કિશોરની કલ્પનાઓ જેવી જ લાગતી, પરંતુ ભગવાનનાં દિલમાં ધીરેધીરે ક્રાંતિકારી અને બળવાખોર વિચારો ઘર કરવા લાગ્યા હતા. હવે એણે રાવીને કાઠે ભરાતી લાલા લજપતરાયની સભાઓમાં નિયમિતપણે જવા માંડયું હતું. એ દરમિયાન ગાંધીજીએ અસહકારનું આંદોલન ઉપાડ્યું. વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શાળાઓમાં જવાનો આદેશ આપ્યો.
ભગવાને તરત જ એંગ્લો વર્નાક્યુલર હાઈસ્કૂલ છોડી દીધી અને લાલા લજપતરાયની નેશનલ કૉલેજમાં દાખલ થઈ ગયો.

લાહોરમાં એને એક અજબ દોસ્ત મળી ગયો. દોસ્ત તો અગન– ગોળા જેવો હતો.

એનું નામ સુખદેવ.
એ પ્રખર રાષ્ટ્રવાદી હતો. ભગવાન કરતાં પણ એની દેશભક્તિની તમન્ના એક તસુ ઊંચી હતી. એ અભ્યાસુ પણ ખૂબ હતો. રૂસ દેશમાં થયેલી કામદાર – કિસાનોની ક્રાંતિની વાતો એણે વિગતે વાંચી હતી. ત્યાંની જેમ જ અહીં પણ બોંબબંદૂક વડે દુશ્મનને મારી હટાવવાનાં સ્વપ્નાં એ જોતો હતો.

કહેવાય છે કે સુખદેવ ‘ ક્રાંતિકારીઓનું મગજ ’ હતો. આ બન્ને જણાને અજબ સ્નેહ બંધાઈ ગયો હતો. બંને હંમેશા સાથે ને સાથે રહેતા. સુખદેવની કામગીરી જાણી સાંભળીને ઘણી વાર સરદાર કિશનસિંહ એને કહેતા , ‘ બેવકૂફ , તું તો ફાંસીએ લટકીશ અને મારા ભગવાનને પણ લટકાવીશ. માટે જરા ડાહ્યો થા. ’

પરંતુ આ કિશારો ડાહ્યા થવાનું સમજ્યા કે શીખ્યા ક્યાં હતા ? એ તો જેમ જેમ મોટા થતા રહ્યા તેમ તેમ ભારતમાતાની આઝાદી માટે વધુ ને વધુ તીવ્ર ઝંખના કરતા રહ્યા.

આ ભગવાન બીજો કોઈ નહિ, ઇતિહાસમાં શહીદ વીર ‘ભગતસિંહ’ નામે ઓળખાયેલો ભારતમાતાનો મહાન સપૂત.

ભગતસિંહનું ક્રાંન્તિકારી જીવન

૧૩ એપ્રિલ ૧૯૧૯ના જલિયાવાલા હત્યાકાંડનો ભગતસિંહના બાળ મન ઉ૫ર ઘેરો પ્રભાવ ૫ડયો. તેમનું મન આ અમાનવિય કૃત્યને જોઇને દેશને સ્વાતંત્રય કરવાનું વિચારવા માંડયુ. 

લાહોરના નૅશનલ કૉલેજની અભ્યાસ છોડી ભગતસિંહે ૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલ અહિંસા આંદોલનમાં ભાગ લીધો. જેમાં ગાંધીજી વિદેશી સામાન નો બહિષ્કાર કરી રહ્યા હતા.

14 વર્ષના આયુમાં જ ભગતસિંહે સરકારી સ્કૂલો ના પુસ્તકો અને કપડાં સળગાવી દીધા. તેના પછી તેમના પોસ્ટર ગામમાં લાગવા માંડ્યા.

ભગતસિંહ પહેલા મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન અને ભારતીય નેશનલ કોન્ફરન્સના સભ્ય હતા. ૧૯૨૧માં જ્યારે ચોરાચોરી હત્યાકાંડ બાદ ગાંધીજીએ ખેડૂતોનો સાથ ન આપ્યો, ત્યારે ભગતસિંહ ઉપર તેનો ઘેરો પ્રભાવ પડ્યો. ત્યાર પછી તેઓ ચંદ્રશેખર આઝાદ ના નેતૃત્વમાં ચાલતા ગદર દળનો હિસ્સો બની ગયા.ભગતસિંહે ચંન્દ્રશેખર આઝાદ સાથે મળીને ક્રાંન્તિકારી સંગઠન તૈયાર કર્યુ. 

કાકોરી કાંડ

તેમણે ચંદ્રશેખર આઝાદ સાથે મળીને અંગ્રેજો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. ૧૯૨૫ના રોજ શાહપુર થી લખનઉ તરફ જતી ૮ નંબર ડાઉન પેસેન્જર ટ્રેનમાંથી કાકોરી નામના નાના સ્ટેશન પરથી સરકારી ખજાનાને લૂંટી લીધો. આ ઘટના કાકોરી કાંડ ના નામ થી ઈતિહાસમાં પ્રસિધ્ધ છે.

ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ અને અન્ય પ્રમુખ ક્રાંતિકારીઓ સાથે મળીને કાકોરી કાંડ ઘટનાને અંજામ આપ્યો હતો.

કાકોરી કાંડ બાદ અંગ્રેજોએ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના ક્રાંતિકારીઓની ધરપકડ તેજ કરી દીધી. જેથીને ભગતસિંહ અને સુખદેવ લાહોર પહોંચી ગયા. ત્યાં તેમના ચાચા(કાકા) સરદાર કિશનસિંહએ એક ખટાલ ખોલી દીધો અને કહ્યું કે હવે અહીં જ રહો અને દુધનો કારોબાર કરો.

તેઓ ભગતસિંહનો વિવાહ કરાવવા માંગતા હતા અને એકવાર છોકરી વાળાઓને પણ લઈને આવ્યા હતા. ભગતસિંહ કાગળ પેન્સિલ થી દૂધ નો હિસાબ કરતાં પરંતુ ક્યારેય હિસાબ યોગ્ય રીતે થતો ન હતો. કારણ કે સુખદેવ ખુદ મોટાભાગનું દૂધ પી જતા હતા અને બીજાઓને પણ મફતમાં આવતા હતા. ભગતસિંહને ફિલ્મો જોવા અને રસગુલ્લા ખાવા ખુબ જ પસંદ હતું. તેઓ રાજગુરુ અને યશપાલ સાથે જ્યારે પણ સમય મળતો ફિલ્મો જોવા માટે જતા રહેતા હતા. ચાર્લી ચેપ્લીનની ફિલ્મ એમને ખુબ પસંદ હતી. તેથી જ ચંદ્રશેખર આઝાદ તેમના ૫ર ખૂબ ગુસ્સે થતા હતા.

લાલા લાજ૫તરાયના મોતનો બદલો

સાયમન કમિશનના વિરોઘ દરમિયાન અંગ્રોજોના લાઠીચાર્જના કારણે લાલા લાજ૫તરાય ગંભીર રીતે ઘવાયા અને પોતાનો દમ તોડયો. ભગતસિંહ તેમના મૃત્યુ માટે બ્રિટીશ અઘિકારી સ્કોટને જવાબદાર ગણતા હતા. અને લાલા લાજ૫તરાયના મોતનો બદલો લેવા માંગતા હતા. ભગતસિંહ રાજગુરુ સાથે મળીને ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ લાહોરમાં સહાયક પોલીસ અધિક્ષક અંગ્રેજ ઓફીસર જે.પી.સાંડ્રર્સને સ્કોટ સમજીને ભુલથી મારી નાખ્યો.મોતની સજાથી બચવા માટે તેમને લાહોર છોડવુ ૫ડયુ.

કેન્દ્રીય વિઘાનસભામાં બોમ્બ ફેકવાની યોજના

ડિફેન્સ ઓફ ઇન્ડીયા એકટના વિરોઘ માટે ક્રાંતિકારી સાથી બટુકેશ્વર દત્ત સાથે મળીને ભગતસિંહે ખલિપુર રોડ દિલ્હી સ્થિત બ્રિટીશ ભારતની તત્કાલિન સેન્ટ્રલ એસેમ્બલીના સભાગારમાં 8 એપ્રિલ 1929ના રોજ અંગ્રેજ સરકારને જગાવવા માટે બોમ્બ ફેકયો.

જાણી જોઇએ બોમ્બ એવી જગ્યાએ ફેકવામાં આવ્યો હતો કે જયાં કોઇ લોકો હાજર ન હતા. બોમ્બ ફેકયા બાદ તેઓ ઇચ્છયા હોત તો ભાગી શકતા હતા ૫રંતુ તેમને દંડ સ્વીકાર હતો ભલે તેની સજા ફાંસી કેમ ન હોય. એટલે તેમણે ભાગવાથી સાફ ઈન્કાર કરી દિઘો અને ઇંકલાબ જીંદાબાદના નારા લગાવ્યા તથા હવામાં ૫ત્રિકાઓ ઉછાળી. ઘણા લાંબા સમય ૫છી પોલીસ આવી અને તેમની ઘર૫કડ કરી. 

ભગતસિંહ લગભગ બે વર્ષ સુધી જેલમાં રહ્યા. આ સમય દરમિયાન તેઓ લેખ લખીને ક્રાંતિકારી વિચાર વ્યક્ત કરતા હતા. જેલમાં ભગતસિંહ અને તેમના સાથીઓએ 64 દિવસો સુધી ભૂખ હડતાલ કરી હતી. આ ભૂખ હડતાલ માં તેમના એક સાથી મિત્ર જતિન્દ્રનાથ દાસે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા.

ભગતસિંહ ને ફાંસી

23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ તથા તેમના બે સાથીઓ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી.

બાળ ભગત દેશભક્તિ નાટક
બાળ ભગત દેશભક્તિ નાટક ક્લીક

આ પણ અવશ્ય વાંચો 👇

🇮🇳 ચંદ્રશેખર આઝાદનું બાળપણ અને જીવન

🇮🇳 સુભાષચંદ્ર બોઝ

🇮🇳 મંગલ પાંડે

🇮🇳 ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ

🇮🇳 વીર સાવરકર

🇮🇳 ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

🇮🇳 નાયિકા દેવીનો ઇતિહાસ

🌺 દેશભક્તિ ગીતો લખાણ સ્વરૂપે

🌺 ગુજરાતી સાહિત્યની 101 યાદગાર વાર્તાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *