Skip to content

શક્તિમાતાની પ્રાગટ્ય કથા અને ઈતિહાસ ભાગ 3 | Shakti Mata Patdi

શક્તિમાતાની પ્રાગટ્ય કથા
4081 Views

પાટડી શક્તિમાતા નો ઈતિહાસ, શક્તિ માં ના ગરબા, શક્તિ માં ની સિરીયલ, શક્તિ માં ના ટેટસ, શક્તિ માં ના ગીત, શક્તિ માં ની રીંગટોન Mp3, શક્તિ માં ના ફોટા HD, શક્તિ માં નો વિડીયો, શક્તિ માં ની આરતી, Shakti Mata no Itihas, Shakti Maa Photo, Shakti maa history in gujarati, Shakti maa history, Shakti maa status, Shakti Maa patdi hd photos

શક્તિમાતાની પ્રાગટ્ય કથા ભાગ 3 (અંતિમ)

આગળના બે ભાગ વાંચવા માટેની લિંક પોસ્ટનાં અંતમાં આપેલી છે.

ભાગ : 10

(આગળના ભાગમા જોયુ કે હરપાલદે અને “મા શક્તિ” તોરણ બાંધવાની શરૂઆત ક્યા ગામથી કરવી તે અંગેની વાતચિત કરી રહ્યા છે.)

હરપાલદે : થોડી જ વારમા દિવસ આથમી જશે, મને કાઈ સમજાતુ નથી કે આપણે કેટલા ગામને તોરણ બાંધી શકીએ.

મા શક્તિ : (હસીને) આપ કહો તેટલા ગામને તોરણ બાંધીશુ.

હરપાલદે : સવાર સુધીમા 200 ગામને તોરણ તો બંધાય જશે.

મા શક્તિ : બસ 200 ગામને જ તોરણ બાંધવા છે.

હરપાલદે : સંપુર્ણ શક્તિ લગાડી દઈ તો 225 ગામને તોરણ બંધાય જાય.

મા શક્તિ : હરપાલદે ખુદ ‘શક્તિ’ તારી સાથે છે પછી તુ ચિંતા શુ કામ કરે છે, મારી ભક્ત ચંપાએ મરતા સમયે મને કરેલી વિનંતી કે આ કરણ ઘેલાને ભીખ માંગતો કરી દેજો, હવે એ સમય આવી ગયો છે….

હરપાલદે : આપની વાતમા મને કાઈ સમજાણુ નહી.

મા શક્તિ : કેશવ ગોરની બેન ચંપા મારી પરમ ભક્ત હતી, કરણ ઘેલાએ તેના શિયળ પર હાથ નાખ્યો અને તેને મારી નાંખી તેનો બદલો લેવાનો સમય આજે આવી ગયો છે. મારે આ અવતારનુ પહેલુ કાર્ય પુર્ણ કરવાનો સમય નજીક છે હરપાલદે.

હરપાલદે : જય હો મા શક્તિ તમારો.

મા શક્તિ : હરપાલદે તુ ક્યારનો વિચારે છે ને આપણે કઈ રીતે તોરણ બાંધશુ, તો સાંભળ અત્યારે મારી સમક્ષ બાબરાભુતને હાજર કર.

”મા એે સિંદુરીયો પ્યાલો મંગાવ્યો

પ્યાલો પી ને બાબરાને બોલાવ્યોʼʼ

હરપાલદે : બાબરાભુત તુ જ્યા હો ત્યાથી અહીયા હાજર થા.

બાબરોભુત : બોલો.. અત્યારે મને બોલાવવાનુ કારણ

હરપાલદે : તને બિસંતીદેવી જે કહે તે ધ્યાનથી સાંભળ.

બાબરોભુત : (હસીને) કોણ બિસંતીદેવી? ક્યા છે બિસંતીદેવી?

હરપાલદે : તારી સામે ઉભા તે જ બિસંતીદેવી છે.

બાબરોભુત :(માતાજીને દંડવત પ્રણામ કરી) હરપાલદે તમે ભગવાન શિવના અંશ છો તો આ બિંસતીદૈવી સાક્ષાત “મા શક્તિનો” અંશાવતાર છે.

મા શક્તિ : બાબરા તે મને ઓળખી લીધી.

બાબરોભુત: “મા” તમારા અને ભગવાન “શિવના” આશીર્વાદના લિધે જ મને પ્રેતયોનીમા વાસ મળ્યો અને કરણ ઘેલા સાથે બદલો લેવાનો મોકો મળ્યો છે, હુ આપને ના ઓળખુ એવુ કેમ બને.

હરપાલદે : તમારી લીલા ન્યારી છે આપની લીલા આપ જ જાણો.

મા શક્તિ : બાબરા આજે કરણ ઘેલા સાથે બદલો લેવાનો સમય આવી ગયો છે જેમા તારે પણ અમારી સાથે સહભાગી થવાનુ છે.

બાબરોભુત : ‘મા’ તમારી લીલાનો ભાગ બનવાનુ સૌભાગ્ય મને આપ્યુ તે બદલ આપનો આભાર, બોલો “મા શક્તિ” મારે શુ કરવાનુ છે.

બાબરોભુત : તારે પવનવેગી ઘોડાનુ રૂપ ધારણ કરવાનુ છે અને હરપાલદે તારા પર સવાર થઈ પાટણના 2300 ગામને તોરણ બાંધશે, સવાર થતાની સાથે આપણે કરણ ઘેલાને ભીખ માંગતો કરી દેશુ.

“ડાક વાગી ઝાલાવાડ પ્રાંતની રે

શકત જાગી ઝાલા – મકવાણની રે “

મા શક્તિએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યુ એમની આંખોમાથી અગનજ્વાળા નીકળવા લાગી અને જોરદાર સુંસવાટા નાખતો પવન ફુકાવા લાગ્યો ‘મા ભગવતી’ પોતાના અસલ સ્વરૂપમા આવી ગયા….બોલ શક્તિ માતની જય..🙏

બાબરોભુત : (ડરતા-ડરતા) હે મા જગત કલ્યાણી પરામ્બીંકા આપ સૌમ્ય સ્વરૂપ ધારણ કરો…

હરપાલદે : (નત મસ્તક થઈ) ગતિસ્ત્વંમ ગતિસ્ત્વંમ ત્વમેકાં ભવાની…………..હે પરાશક્તિ આપ શાંત થાવ આપના રુદ્ર સ્વરૂપમાંથી નીકળતી અગનજ્વાળા આ પૃથ્વી નહી સહન કરી શકે.

હરપાલદેની વિનંતી સાંભળી માતાજી પોતાના ગુસ્સાને શાંત કરી સૌમ્ય સ્વરૂપ ધારણ કરે છે

મા શક્તિ : જો હુ ધારુ ને તો ઘડીના છઠ્ઠા ભાગમા આખા ભુલોકને રસાતળમા પહોચાંડી દઉ પણ મે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે માટે અમુક નિયમોને આધીન રહીને કાર્ય કરવુ પડે.

હરપાલદે : આપ ધન્ય છો…આપને જાજી વધાયયુ..

(બાબરોભુત પોતાની માયાવી શક્તીથી પવનવેગી ઘોડાનુ રૂપ ધારણ કરે છે )

મા શક્તિ : હરપાલદે આપ આ ઘોડા પર સવાર થઈ પાટડી ગામથી તોરણ બાંધતા જાવ હુ તમારી પાછળ તમે જ્યા તોરણ બાંધશો ત્યા હુ સિંદુરીયા થાપા અને પાણીની હેલ (ગાગર-બેડા) ચડાવતી આવુ છુ.

આગળનુ પછીના ભાગમા……

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”🙏

✍..વિજય વ્યાસ – વધાવી

ભાગ : 11 માં શક્તિનો ઇતિહાસ

(આગળના ભાગમા જોયુ કે બાબરાભુતનો ઘોડો બનાવી હરપાલદે તેના પર અસવાર થાય છે )

દિવસ આથમતાની સાથે પાટણથી નીકળી પાટડી તરફ પ્રયાણ કરે છે.

હરપાલદે પવનવેગી અશ્ર્વ પર સવાર થઈ પાટણથી રવાના થાય છે, ”મા ભગવતી” પાટણની બહાર નિકળે છે રસ્તામા જંગલ વિસ્તાર આવે છે ત્યાથી પસાર થતી વખતે એક સિંહ સામે મળે છે માતાજીને દૂરથી આવતા જોઈ, સિંહ તેમના પર હુમલો કરવા માટે દોડ મુકે છે, “મા શક્તિ” તે સિંહના કપાળ પર હાથ મુકતાની સાથે તે એકદમ શાંત થઈ માતાજીને આધીન (વશ) થઈ જાય છે,

સિંહનો કાન ઝાલી “મા શક્તિ” તે સિંહ પર સવારી કરી આગળ વધે છે.

“રા’ એ રૈવત પલાણીયો ને શક્તિએ પલાણીયો સિંહ,

2300 ગામને તોરણ બાંધ્યા ને દિગડીયે ઉગાડ્યો દી.”

મા શક્તિ અને હરપાલદે પહેલુ તોરણ ગામ પાટડીના ટોડે બાંધે છે.

“શકત મા સોલંકી કુળની દિકરી

ઝાલાની જનની તોરણીયા બાંધે”

મા શક્તિએ ગામના ટોડે સિંદુરીયા થાપા અને ત્રીશુલનુ નિશાન કરી ગાગર-બેડા મુકી બીજા ગામ તરફ રવાના થાય છે.

“ગાગર-બેડલા ગામે ગામ મુક્યા

સિંદૂરીયા થાપા ટોડે ત્રિશુલ તાણ્યા”

આમ એક-એક કરીને ગામને તોરણ બાંધતા જ્યા દિઘડીયા ગામમા તોરણ બાંધે છે ત્યા તોરણ બાંધતાની સાથે (સુર્યોદય) દિવસ ઉગી જાય છે.

મા શક્તિ : દિવસ ઉગી ગયો છે વચન મુજબ હવે એક પણ તોરણ બાંધવાનુ નથી

બાબરોભુત : “મા” સામે અણહિલપુર પાટણ દેખાય છે, આ છેલ્લુ ગામ છે ત્યા પણ તોરણ બાંધી દેવા દો, કોઈને ખબર પણ પહી પડે કે દિવસ ઉગ્યા બાદ તોરણ બાંધ્યુ છે તેમજ મારો બદલો પુરો થઈ જાશે અને કરણ ઘેલો પણ રસ્તે રખડતો થઈ જાશે.

મા શક્તિ : હુ તારી વાત સમજુ છુ બાબરા પણ હુ વચનને આધીન છુ, માટે દિવસ ઉગી ગયા બાદ એક પણ તોરણ ન બંધાય.

હરપાલદે : બાબરાભુત તારી ભાવના સાચી છે પણ “દૈવી” જે કહી રહ્યા છે તે બરાબર છે.

બાબરોભુત : જેવી તમારી આજ્ઞા.

મા શક્તિ : આ ગામની પાછળ જે નદી છે ત્યા હુ સ્નાન કરી પાછી આવુ છુ.

( ‘મા શક્તિ’ દિઘડીયા ગામની પાછળ આવેલ બ્રાહ્મણી નદીમા (બ્રાહ્મી નદી) સ્નાન કરી દિઘડીયા ગામમા થોડીવાર માટે વિસામો લીધો, માતાજીએ જે જગ્યાએ વિસામો લિધો હતો તે જગ્યાએ હાલમા ‘મા શક્તિનુ’ ભવ્ય મંદિર છે)

મા શક્તિ : હરપાલદે આપ પાટણ જઈ કરણ ઘેલાને જાણ કરો અને બાબરા તુ તારા સ્થાનકે જા જ્યારે જરૂર હશે ત્યારે તને બોલાવશુ.

હરપાલદે પાટણ તરફ રવાના થાય છે, અને રાજમહેલમા જઈ કરણ ઘેલાને મળે છે.

કરણ ઘેલો : આવ હરપાલદે આવ હુ તારી જ રાહ જોવ છુ.

હરપાલદે : આપને દિધેલ વચન મુજબ સુર્યોદય થતાની સાથે તોરણ બાંધવાનુ બંધ કરી આપની સમક્ષ હાજર થયો છુ.

કરણ ઘેલો : (હસીને) કહો હરપાલદે આપે કેટલા ગામને તોરણ બાંધ્યા છે.

હરપાલદે : પહેલા મને એ કહો ‘આપ કેટલા ગામના ધણી છો.’

કરણ ઘેલો : (ગુસ્સેથી) તને એ પણ ખબર નથી કે આ કરણ ઘેલો 2300 ગામનો ધણી છે.

હરપાલદે : પાટણ સિવાયના બધા ગામમા મે તોરણ બાંધી દિધા છે હવેથી તુ એક જ ગામનો ધણી છો.

(બંને વાતચીત કરી રહ્યા છે ત્યા પ્રધાનજી આવે છે)

પ્રધાન : મહારાજને ઘણી ખમ્મા.

કરણ ઘેલો : પ્રધાનજી આ હરપાલદે કહે છે એને એક રાતમા પાટણના 2300 ગામને તોરણ બાંધ્યા છે.

પ્રધાન : મહારાજ…આપણા ખબરીઓના સંદેશા મુજબ હરપાલદે મકવાણાએ પાટણ સિવાયના બધાજ ગામમા તોરણ બાંધ્યા છે.

કરણ ઘેલો : શુ વાત કરો છો પ્રધાનજી આ વાત અશક્ય છે.

પ્રધાન : મહારાજ પહેલુ તોરણ ગામ પાટડી અને છેલ્લુ તોરણ દિઘડીયા ગામમા બાંધ્યુ ત્યા દિવસ ઉગી ગયો જો હરપાલદે ધારત તો પાટણ મા પણ તોરણ બાંધી દેત પણ વચન મુજબ સુર્યોદય થયા બાદ તેણે તોરણ ન બાંધ્યુ.

કરણ ઘેલો : વાહ હરપાલદે વાહ,

મે આપેલ વચન મુજબ 2300 ગામ આજથી તારા લે આ ત્રામ્રપત્ર ઉપર લખાણ કરી આપુ

(ત્રામ્રપત્ર પર લખાણ કરી હરપાલદેને આપે છે)

હરપાલદે ઘર તરફ રવાના થાય છે.

કરણ ઘેલો : મારા અભિમાન અને મદીરાપાનની કુટેવના લિધે આજ હુ રસ્તે રખડતો ભિખારી થઈ ગયો.

હરપાલદે મકવાણા ઘરે આવી સઘળી વાત કરે છે.

હરપાલદે : “મહાદેવી” જુઓ આ ત્રામ્રપત્ર પર કરણ ઘેલાએ 2300 પાદરનો ગામગરાસ લખી આપ્યો છે.

મા શક્તિ : અતી સુંદર હવેથી આપ આ ગામગરાસ પર સુખેથી રાજ કરો.

હરપાલદે : “મા મરમરા” અને આપના આશીર્વાદના લિધે જ આ શક્ય બન્યુ છે.

મા શક્તિ : આપના રાજ્યની રાજધાની ક્યા સ્થાપશો.

હરપાલદે : આપ કહો તે ગામમા રાજધાની સ્થાપશુ.

મા શક્તિ : આપણે પહેલુ તોરણ પાટડી ગામમા બાંધ્યુ છે તેથી આપણી રાજધાની પાટડી રહેશે અને આવતી નાળીયેરી પુનમના (રક્ષાબંધન) દિવસે તમારા બેન ફુલબાઈના હાથે તમારુ રાજતિલક કરાવો, સગા-સબંધી-ભાયાતો ને બોલાવો અને ધામધુમથી રાજ્યાભિષેક કરો.

હરપાલદે : જય હો “મહાદેવી” આપનો જય હો.

મા શક્તિ : “કુળદેવી શ્રી મા મરમરાના” આશિર્વાદ લઈ તેમને આમંત્રણ આપ્યા બાદ તમે રાજતિલકનુ પહેલુ આમંત્રણ ફુલબાઈને આપજો.

હરપાલદે : આપની વાત સત્ય છે, પહેલા હુ કુળદેવી “મા મરમરાના” દર્શન કરી આમંત્રણ પત્રીકા મંદીરે મુકી આવુ પછી પાટણ આમંત્રણ આપવા જઈશ.

હરપાલદે મકવાણા કુળદેવી શ્રી મરમરા દેવીના દર્શનાર્થે રવાના થાય છે.

(● ઝાલા/મકવાણાના કુળદેવી શ્રી મરમરા મા ના પ્રાચીન સ્થાનકોની મળતી માહિતી અનુસાર રાજસ્થાનની બોર્ડર પર ભરતપુર આર.ટી.ઓ. ચેક પોસ્ટથી થોડે દુર ચીંચાડા ગામના પાદરમા “માં મરમરા” દેવીનું ઘણું જુનું મંદિર છે.

●માન્યતા મુજબ લીંબડી “શક્તિ મંદિરમાં” પણ એક ફરૂ “માં મરમરાનું” છે.

●હળવદ માં ઝલ્લેશ્વર શ્રી રાજ રાજોધરજી દ્વારા સ્થાપિત મહેલની ટીલા મેડીમા રહેલું “માં મરમરાનું” સ્થાનક ચોક્કસથી ૫૦૦ વર્ષ જુનું ગણી શકાય.)

હરપાલદે “કુળદેવી શ્રી મરમરા દેવીના” દર્શન કરી રાજ્યાભિષેકનુ આમંત્રણ આપી સિધા અણહીલપુર પાટણ આવે છે.

હરપાલદે : કરણ ઘેલા આવતી નાળીયેરી પુનમના દિવસે મારૂ રાજતિલક છે તો તમારે અને મારા બહેન ફુલબાઈને પધારવા માટે આમંત્રણ આપવા આવ્યો છુ.

કરણ ઘેલો : આમંત્રણ આપવા બદલ આભાર પણ ક્યા ગામમા તારી રાજધાની સ્થાપવાનો છો.

હરપાલદે : મકવાણાની રાજધાની ગામ પાટડી રહેશે અને બેન ફુલબાઈના હાથે મારુ રાજતિલક થશે એટલે આપ બંનેની હાજરી ચોક્કસ જોશે તો વહેલાસર આવવા વિનંતી

કરણ ઘેલો : હુ તો નહી આવી શકુ પણ ફુલબાઈ જરુરથી આવશે.

હરપાલદે : સમયની અનુકુળતા હોય તો આપ પણ પધારજો બિસંતીદેવીએ ખાસ કહેડાવ્યુ છે, લ્યો ત્યારે જય સોમનાથ મહાદેવ…

આટલુ કહી હરપાલદે સગા સંબંધીને આમંત્રણ આપવા માટે રવાના થાય છે.

પ્રધાન : મહારાજ મને એક તરકીબ સુઝી છે……….

આગળનુ પછીના ભાગમા……

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”🙏

ભાગ : 12 મા શક્તિનો ઈતિહાસ

જડ ભરત કોણ હતા ? શા માટે બધા એને જડભરત કહેતા ?
જડ ભરત કોણ હતા ? શા માટે બધા એને જડભરત કહેતા ?

(આગળના ભાગમા જોયુ કે હરપાલદે પાટણમા આમંત્રણ આપી રવાના થાય છે)

પ્રધાન : મહારાજ મને એક તરકીબ સુઝી છે..

કરણ ઘેલો :(ગુસ્સેથી) હુ રસ્તે રઝડતો થઈ ગયો પછી તને તરકીબ સુઝી છે અત્યાર સુધી ક્યા ગ્યો’તો.

પ્રધાન : મહારાજ મારી વાત તો સાંભળો તમારા ફાયદાની વાત છે.

કરણ ઘેલો : હવે જલ્દી બકવા માંડ મારી ધીરજ ખૂટે તે પહેલા જણાવી દે તો સારૂ.

પ્રધાન : સાંભળો મહારાજ આ દિવાલને પણ કાન હોય છે મને હવે આ હરપાલદે ઉપર ભરોસો નથી રહ્યો ઈ કાઈક જાદુ-ટોણા જાણે છે આ વાત હુ તમને કાનમા કહીશ….

પ્રધાન કાઈક ગુપ્તવાત કરણ ઘેલાના કાનમા કહે છે વાત સાંભળી કરણ ઘેલો ખુશ થઈ જાય છે.

કરણ ઘેલો : વાહ પ્રધાનજી વાહ…તમારી બુધ્ધીને તો દાદ દેવી પડે હો.

પ્રધાન : તમે બરાબર સમજી ગયા ને.

કરણ ઘેલો : હુ બધુ જ બરાબર સમજી ગયો.

કરણ ઘેલો અને પ્રધાન બંને અટ્ટહાસ્ય કરે છે

આ તરફ હરપાલદે મકવાણા સગા-સબંધીને આમંત્રણ આપી દિવસ આથમતાની સાથે પાટડી પહોંચે છે.

મા શક્તિ : “જય મા મરમરા” હુ આપની જ રાહ જોતી’તી.

હરપાલદે : “જય મા મરમરા”

મા શક્તિ : આપે બધાને આમંત્રણ આપી દિધુ.

હરપાલદે : “કુળદેવી શ્રી મા મરમરા” ના દર્શન કરી તેમના આશીર્વાદ લઈ પહેલુ નિમંત્રણ આપી ત્યારબાદ પાટણ આમંત્રણ આપ્યુ.

મા શક્તિ : “મા મરમરા” આ શુભ કાર્ય વિના વિધ્ને પાર પાડે એવી પ્રાથના.

હરપાલદે : જ્યા જરૂરી હતુ ત્યા હુ ખુદ આમંત્રણ આપી આવ્યો બીજી જગ્યાએ સિપાહીઓને મોકલી દિધા છે.

મા શક્તિ : કરણ ઘેલાએ શુ કહ્યુ.

હરપાલદે : તે નહી આવે પણ બેન ફુલબાઈને મોકલશે.

મા શક્તિ : તે ન આવે તો કાઈ વાંધો નહી બેન ફુલબાઈ આવી જાય એટલે આપણુ કાર્ય પાર પડી જાશે.

હરપાલદે : આપની વાત સાચી છે, “મહાદેવી” રાજ્યાભિષેકની તૈયારીના થોડા કામ બાકી છે જો આપ રજા આપો તો હુ જાવ.

મા શક્તિ : આપ ખુશીથી જઈ શકો છો.

“મા શક્તિ” મનમા વિચારે છે કે કરણ ઘેલો રાજતિલકમા આવવાનો નથી એટલે એના શેતાની મગજમા કાઈક ષડયંત્ર તો ચાલતુ જ હશે

હરપાલદે મકવાણા રાજ્યભિષેક ની તૈયારીમા લાગી જાય છે.

આ તરફ અણહીલપુર પાટણના રાણીવાસમા કરણ ઘેલો ચિંતાગ્રસ્ત ચહેરે દાખલ થાય છે.

ફુલબાઈ : સ્વામી આપ એવી તે કઈ ઉપાધીમા છો કે તમે બપોરે કાઈ જમ્યુ નહી અને તમારો ચહેરો પણ કાળો પડી ગયો છે.

કરણ ઘેલો : એવુ કાઈ નથી મારી તબિયત સારી નથી એટલે જમ્યો નહી.

ફુલબાઈ : સ્વામીનાથ તમે મારાથી કાંઈક છુપાવો છો, જે હોય તે મને કહો હુ પણ તમારી અર્ધાન્ગીની છુ મારાથી જે મદદ થશે તે કરવા હુ પ્રયાસ કરીશ.

કરણ ધેલો : અત્યારે હુ “ના ઘરનો ના ઘાટનો” મારી હાલત કાઈક આવી છે.

ફુલબાઈ : આપ હકીકત શુ છે એ જણાવો તો કાઈક ખબર પડે.

કરણ ઘેલો : મહારાણી પેલો હરપાલદે ચાલાકીથી બાબરાભુતને વશ કરી બાબરાભુતની માયાવી શકિતથી આપણા 2300 ગામ તેણે કબ્જે કરી લીધા અને મને ચિથરેહાલ કરી પોતે પાટડીમા રાજતિલકની તૈયારી કરી રહ્યો છે. (બાબરાભુતને હરાવી વશ કર્યો અને 2300 ગામને તોરણ બાંધ્યા તે સમગ્ર વાત કરે છે)

ફુલબાઈ : તમારે વચન આપતા પહેલા વિચાર કરવો જોઈએ, જે માણસ ભયંકર બાબરાભુતને લડાઈમા હરાવી એને વશ કરી શકતો હોય તો તે 2300 ગામને તોરણ પણ બાંધી જ શકે.

કરણ ઘેલો : તારા ભાઈએ મને રસ્તે રખડતો ભિખારી કરી નાંખ્યો છે, મને કોઈને મોઢુ બતાવવા જેવો નથી રાખ્યો અને પાછો ”દાઝ્યા ઉપર ડામ” દેવા રાજ્યાભિષેકનુ આમંત્રણ આપી ગયો.

ફુલબાઈ : ક્યારે છે રાજતિલક??

કરણ ઘેલો : આવતી નાળીયેરી પૂનમના દિવસે તારા હાથે તેનુ રાજતિલક થશે, તુ સમયસર પાટડી ગામ પહોંચી જજે.

ફુલબાઈ : તમે નહી આવો??

કરણ ઘેલો : મારે શુ ન્યા બળતરા કરવા આવવુ અને હા તે દિવસે રક્ષાબંધનનો તહેવાર છે તો રાખડી પણ સાથે લેતા જજો.

ફુલબાઈ : સારૂ થયુ તમે યાદ કરાવ્યુ હુ રાખડી પણ સાથે લેતી જઈશ.

કરણ ઘેલો :(ગુસ્સેથી) અને હા રાખડીના બદલામા કાઈ માંગવાનુ કહે તો કાઈ માંગતા નહી.

ફુલબાઈ : હુ ક્યા કાઈ માંગવા જાવ છુ.

કરણ ઘેલો : રાજ્યાભિષેક પુર્ણ થતાની સાથે તરત જ પાટણ આવી જજો.

ફુલબાઈ : જેવો તમારો હુકમ.

(કરણ ઘેલો વિચારે છે કે મારુ ષડયંત્ર કામ કરશે કે નહી)

…….

સમય જતા ક્યા વાર લાગે છે ધીરે ધીરે દિવસો વિતવા લાગ્યા અને નાળીયેરી પુનમનો દિવસ આવી ગયો, ફુલબાઈ વહેલી સવારે તૈયાર થઈ પાટડી જવા નીકળે છે.

આ તરફ પાટડીમા વિદ્વાન બ્રાહ્મણો રાજ્યાભિષેકની વિધી કરાવી રહ્યા છે

હરપાલદે આમતેમ નજર કરે છે કે બેન ફુલબાઈ હજુ કેમ ન આવ્યા ત્યા જ ફુલબાઈ રાજમહેલમા પ્રવેશ કરે છે.

હરપાલદે : આવ બેન આવ હુ ક્યારનો તારી રાહ જોવ છુ.

ફુલબાઈ : મારા વિરાનો રાજ્યાભિષેક હોય અને હુ ન આવુ એવુ થોડુ બને

(ફુલબાઈ હેતથી હરપાલદેના ઓવારણાં લ્યે છે)

ફુલબાઈના હાથે વિધીવત હરપાલદેનુ રાજતિલક થાય છે અને તેમને પાટડીના મહારાજ જાહેર કરવામા આવે છે.

રાજ દરબારમા હરપાલદે મકવાણાનો જયકાર બોલાવવામા આવે છે.

ફુલબાઈ : ભાઈ હરપાલદે અહીયા આવ આજે તો સોનાનો સુરજ ઉગ્યો છે આજે મારા વિરાનુ રાજ્યાભિષેક થયો અને આજે રક્ષાબંધન પણ છે.

હરપાલદે : વાહ આજે તો સોનામા સુગંધ ભળી ગઈ.

ફુલબાઈ વિધીવત હરપાલદેને રાખડી બાંધે છે

ફુલબાઈ : ખમ્મા મારા વિર કરોડ દિવાળી તારા રાજપાટ તપજો.

“મારો વિરો ગુલાબનો છોડ

એની જગમા મને નહી જોડ

મારા પુરા કરે મનના કોડ

મારો વિરો ગુલાબનો છોડ”

“મારી બેની લજામણીનો છોડ

એની જગમા મળે નહી જોડ

કોઈ સગપણ ન આવે એની તોલ

મારી બેની લજામણીનો છોડ”

“ભવોભવ મળે મને બેનડી આ મારી

સદા ખુશ રહે એવી પ્રાર્થના મારી

હર જનમે રહેશુ જોડા જોડ

તને દિધા જીવનભરના કોલ”

હરપાલદે : બેન ફુલબાઈ આજે આ રક્ષાબંધનના પવિત્ર તહેવારે મને રક્ષાસુત્ર બાંધી મને ધન્ય કરી દિધો, આજના આ અવસરે બેન તુ જે માંગીશ તે આપવા માટે તારો ભાઈ બંધાય છે

ફુલબાઈ : મારે કાઈ નથી જોતુ મારા વિર, મહાદેવ તને લાંબી આવરદા આપે.

હરપાલદે : મને ખબર છે મારી બેનડી કાઈ નહી માંગે પણ હુ હરપાલદે મકવાણા ભર્યા રાજ દરબારે જાહેર કરૂ છુ કે આજથી મારા 2300 ગામમાંથી 500 ગામડા મારી બેન ફુલબાઈને કાપડા મા આપુ છુ.

ફુલબાઈ : ખમ્મા મારા વિરા તને જાજી વધાયયુ.

બાદમા ફુલબાઈ પાટણ જાય છે અને કરણ ઘેલાને બધી વાત કરે છે.

કરણ ઘેલો : જઈ આવ્યા તમારા ભાઈને ત્યા.

ફુલબાઈ : હા સ્વામીનાથ, પાટણની મહારાણીને શોભે તેવી આગતા-સ્વાગતા કરી પુરા સન્માનથી ઉચ્ચ સ્થાને બેસાડી મારા હસ્તે રાજતિલક કરાવ્યુ.

કરણ ઘેલો : વાહ….ભાઈના વખાણ કરતા થાકતા નથી..પણ રાખડીના ઋણમા શુ આપ્યુ તારા દગાખોર ભાઈએ.

ફુલબાઈ : સબુર મહારાજ, બોલવામા સભ્યતા રાખજો, મારો ભાઈ દગાખોર નથી, મહેનત કરી 2300 ગામ લીધા છે તેમજ વગર માગ્યે 500 ગામ મને કાપડામા લખી આપ્યા છે, લો આ ત્રામ્રપત્ર પરનુ લખાણ જોઈ લો.

(કરણ ઘેલો મનમા રાજી થાય છે કે મારુ ષડયંત્ર કામ કરી ગયુ )

આ તરફ રાજ્યાભિષેક પુર્ણ થતા હરપાલદે રાણીવાસ તરફ જાય છે

મા શક્તિ : પધારો પાટડીના મહારાજ પધારો.

હરપાલદે : “મહાદેવી” આજે મને હેયૈ હરખ નથી સમાતો આજે હુ ખૂબજ ખુશ છુ.

મા શક્તિ : બેન ફુલબાઈ રોકાણા કે નીકળી ગયા.

હરપાલદે : આજે તો રક્ષાબંધનનો તહેવાર પણ હતો બેન ફુલબાઈ એ મને રાખડી બાંધી કામ હોવાથી તેઓ રોકાણા નહી.

મા શક્તિ : વાહ આજે તો સોનામા સુગંધ ભળી ગઈ.

હરપાલદે : અને મે બેન ફુલબાઈને 500 ગામ કાપડા મા લખી આપ્યા….

મા શક્તિ : મને જાણ પણ ના કરી, જો મને કિધુ હોત ને તો 2300 ગામ બેનને કાપડામા આપી દેત પણ તમે મને આપેલ વચન ભુલી ગયા…

હરપાલદે : ક્ષમા કરો “મહાદૈવી” આપની પરવાનગી વગર કોઈ કામ નહી કરુ એ વચન હુ ભુલી ગયો હુ આપનો ગુનેગાર છુ પણ લાગણી ના વહેણમા મારાથી ભુલ થઈ ગઈ.

મા શક્તિ : (ગુસ્સેથી) હુ તમને શ્રાપ આપુ છુ કે ………….

આગળનુ પછીના ભાગમા……

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”🙏

ભાગ : 13

છેલ્લો ભાગ

(આગળના ભાગમા જોયુ કે “મા શક્તિ” ગુસ્સામા આવી હરપાલદે મકવાણાને શ્રાપ દેવા જઈ રહ્યા છે)

હરપાલદે : “મત્સમઃ પાતકી નાસ્તિ પાપઘ્નીં ત્વસમા ન હિ, એવં જ્ઞાત્વા મહાદેવિ યથા યોગ્યં તથ કુરુ”

#ભાવાર્થ : હે મહાદેવી, મારા સમાન કોઈ પાપી નથી અને આપ સમાન કોઈ પાપ હરનાર નથી એમ જાણીને આપ ઉચિત હોય તે કરજો.

મા શક્તિ : આપે વચનનો ભંગ કર્યો છે માટે એનુ ફળ ભોગવવુ જ પડશે આજથી તમે

“વંશ વેલે વધશો

ગામ ગરાસે ઘટશો”

હરપાલદે : “મહાદૈવી” મે જે ભુલ કરી છે એનુ ફળ ભોગવવા હુ તૈયાર છુ.

———————————————

વર્ષો વિતતા ગયા હરપાલદે મકવાણાના સુ:શાસનમા તેમના 1800 ગામની પ્રજા સુખેથી જીંદગી જીવતા.

સમય વિતતા હરપાલદે અને બિસંતીદેવીને ત્યા ત્રણ પુત્ર અને એક દિકરીબા (ઉમાબા) નો જન્મ થયો

પરીવારના લાડકોડમા બાળકો ધીરે-ધીરે મોટા થવા લાગ્યા, ત્રણેય કુમારો સોઢાજી /માંગડુજી /શેખડાજીને યોગ્ય શિક્ષણ અને યુધ્ધની તાલીમ અપાઈ.

એક દિવસ રાજના બગીચામા બાળકો રમી રહ્યા હતા ત્યારે મંગલ નામનો હાથી ગાંડો થયો અને પાટડી નગરમાં હાહાકાર મચાવી દીધો, કોલાહલ સાંભળી “મા શક્તિ” ઝરુખે આવ્યા.

જેવો હાથી બાળકો પાસે આવ્યો કે તરત જ “મા શક્તિએ” ઝરુખેથી પોતાના કર લાંબા કરી ત્રણે પુત્ર ને #ઝાલી લીધા અને ચારણના દીકરાને ટાપલી મારીને આઘો કર્યો.

“શક્તિ ઝરૂખે આવ્યા ને કર વધ્યો તત્કાલ

ઝાલી મુક્યા મહેલમા ત્રણેય નિજ કુમાર

ઝાલવાથી ઝાલા થયા શતક બારની માય

શક્તિ પ્રગટીયા પાટડી તમને વંદે દિલીપ પાય.

ત્રણ પુત્રને #ઝાલ્યા ત્યારથી તેઓ #ઝાલા કહેવાયા અને જે ચારણના બાળકને ટાપલી મારી આઘો કર્યો તે

ટાપરીયા ચારણ કહેવાણા.

(અહીયા થી #ઝાલાવંશની શરૂઆત થઈ અને બાદમા 1800 ગામના વિસ્તારનુ નામ #ઝાલાવાડ પડ્યુ )

આ વાતની ચર્ચા આખા પાટડીમા થવા લાગી કે બિસંતીદેવી શાક્ષાત દેવીનું સ્વરૂપ છે.

હરપાલદેથી ના રહેવાતા જાણ કરી દીધી કે બિસંતીદેવી સાક્ષાત “મા શક્તિનો” અવતાર છે

મા શક્તિ : હરપાલદે મે કીધું હતું કે આપ જયારે મારા અસ્તિત્વને જાહેર કરશો ત્યારે હુ ધરતી મા સમાય જઈશ.

હરપાલદે : “મહાદૈવી” કર્મની ગતી ન્યારી છે અને આપની લીલા આપ જ જાણો, પરંતુ આપ જતા-જતા બાબરાભુતનો ઉધ્ધાર કરતા જાવ

હરપાલદે : બાબરાભુત અહીયા હાજર થા.

બાબરોભુત બંનેને પ્રણામ કરે છે

મા શક્તિ : હરપાલદે આપ બાબરાભુતને એની ગુલામી માંથી મુક્ત કરો અને તેની ચોટી પાછી આપી દો.

હરપાલદે : બાબરાભુત આજથી તુ સ્વતંત્ર છો હુ તને મારી ગુલામી માંથી મુક્ત કરુ છુ આ લે તારી ચોટી.

બાબરોભુત : “મા” મારો ઉધ્ધાર કરો..

મા શક્તિ : પાટડીના ઉગમણા દરવાજે તારા બેસણા રહેશે મારા દર્શને આવનારે પહેલા તને નમવુ જોશે તેમજ મારા ઝાલા-મકવાણા કુળના વંશજો તને નૈવેધ ચડાવશે અને તારી માનતા માંગશે મારા વંશજોને કાઈપણ તકલીફ હોય ત્યારે સમરે સહાય કરજે, મારી સાથે તારુ નામ પણ અમર રહેશે જા મારુ તને વચન છે.

બાબરોભુત : “મા” તમને લાખો વંદન….તમારા વચન મુજબ ગમે તેવા કપરાકાળમા પણ આપના વંશજોના કામ સદાય હસતા હસતા કરીશ.

વચન મુજબ “મા શક્તિ” પાટડીથી ચાલતા થાય છે, દીકરીબા ઉમાબા પણ સાથે જાય છે.

બન્ને એ #ધાંધલપુર નામના ગામમા ધામા નાખ્યા અને વિ.સં. ૧૧૭૧ ચૈત્ર વદ ૧૩ ના દિવસે ત્યા સમાધી લિધી તેથી એ ગામ #ધામા” કહેવાણુ,

હાલમા ત્યા માતાજીનુ ભવ્ય મંદિર છે જે “શક્તિધામ ધામા” તરીકે પ્રચલિત છે મંદિર પૌરાણિક છે પણ સમયની સાથે તેનો જીર્ણોદ્ધાર થયો છે.

●ઝાલા કુળના કુળદેવી : શ્રી મરમરા મા

●ઝાલા કુળના જન્મદાત્રી : શ્રી શક્તિમા

● ઝાલા કુળના કુળપિતા (મુળપુરૂષ) : હરપાલદેવ દાદા

●મકવાણા કુળના કુળદેવી : શ્રી મરમરા મા

શક્તિમાતાની “પ્રાગટ્ય ભૂમિ પાટડી” અને “સમાધિ સ્થળ ધામામાં” દર વર્ષે ચૈત્ર વદ-૧૩ ના રોજ ઝાલાકુળના વંશજ પોતાનાં પરિવારજનો સહીત માથે તિલક અને કેસરી સાફો તથા હાથમા તલવાર લઈ “શક્તિધામ પાટડી” અને “શકિતધામ ધામા” મંદિરમાં દર્શનાર્થે અચુક જાય છે.

પાટડીમાં જે ટોડલે શકિતમાતાએ અને હરપાલદેવે પ્રથમ તોરણ બાંધ્યુ હતુ એ ટોડલા પાટડીના ભવ્ય ભુતકાળની ગવાહી પુરતા આજે પણ પાટડીમાં અડીખમ ઉભા છે.

મા શક્તિ ધરતીમા સમાઈ ગયા બાદ હરપાલદેએ શોકવિહીન થઈ પાટડી છોડી દીધું અને “ધામા” ગામમા પોતાની રાજ ગાદી ફેરવી.

બાદમા ત્રણેય શક્તિપુત્રોને ગાદી સત્તા મળી

●સોઢાજી ને પાટડીની ગાદી

●માંગડુજીએ પ્રથમ શિયાની ગાદીએ બેઠા ત્યારબાદ જાંબુમા

ગાદી ફેરવી અને અંતે લીંબડીમા સ્થાયી થયા

●શેખડાજીએ વિરમગામના સચાણા મા સત્તા સ્થાપી.

ત્યાર બાદ હરપાલદે પોતાની પાછલી જિંદગી ધામા ગામમા રહે છે.

સમય વિતતા થરપાકારના સોઢા કુળના દીકરીબા રાજકુંવરબા સાથે હરપાલદેએ લગ્ન કર્યા અને તેમને નવ પુત્રો થયા.

ખવડાજી

ખોડાજી

જોગાજી

રાણાજી

બાપુજી

બળવંતજી

લાખાજી

દેવોજી

વિઠલજી

આ ઈતિહાસને અહીયા વિરામ આપુ છુ.

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”🙏

બોલો શ્રી મરમરા માતાની જય.

બોલો શ્રી શક્તિમાતાની જય.

બોલો શ્રી હરપાલદેવ દાદાની જય.

બોલો શ્રી બાબરાભુતની જય.

આ દોડધામ ભરી જીંદગીમાથી સમય કાઢી “મા શક્તિ” અને “મા મરમરાના” મંદીરના દર્શને અચુક જજો.🙏

આ ઈતિહાસનુ લખાણ મારી જાણકારી મુજબ કર્યુ છે લખાણમા કોઈપણ ભુલચુક થઈ હોય તો નાનો ભાઈ સમજી માફ કરવા વિનંતી🙏

જગદંબાનો મહિમા તો અપરંપાર છે વૈદ પણ જેને नैती-नैती કહી વિનવે છે તો આપણે તો સાધારણ મનુષ્ય છીએ તેની માયાનુ વર્ણન આપણે કઈ રીતે કરી શકીએ 🙏

અમરકથા પરીવારના દરેક સદસ્યોએ આ ઈતિહાસના દરેક ભાગમા લાઈક/કોમેન્ટ/શેયર કરી જે પ્રેમ દર્શાવ્યો તે બદલ આપ સર્વનો દિલથી આભાર

આ ઈતિહાસ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવવા વિનંતી👍

🙏જય માતાજી🙏

✍️…વિજય વ્યાસ – વધાવી

શ્રી શક્તિમાતાનો ઈતિહાસ ભાગ 1

શ્રી શક્તિમાતાનો ઈતિહાસ ભાગ

4 thoughts on “શક્તિમાતાની પ્રાગટ્ય કથા અને ઈતિહાસ ભાગ 3 | Shakti Mata Patdi”

  1. Pingback: Shakti Maa History in gujarati Part 2 | શક્તિમા પાટડી - AMARKATHAO

  2. મારે ઝાલા પરિવાર પૂરો ઈતિહાસ જોય છે કોઈ પાસે હોય તો માને મેસેજ કરજો મારી I’d Che zalaudaysinhuk હુ રોજના દર્શન મેલુ છુ instagram Facebook YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *