Skip to content

Tarapo Ramto Ramto Jay | તરાપો રમતો રમતો જાય

2765 Views

Tarapo Ramto Ramto Jay kavita lyrics, old gujarati poems lyrics, kavi snehrashmi, gujarati kavita pdf collection, gujarati baalgeet, તરાપો રમતો રમતો જાય કવિતા, ગુજરાતી કાવ્ય રચનાઓ, શ્રેષ્ઠ કવિતા, ગુજરાતી કવિતા mp3, ધોરણ 1 થી 8 કવિતા, બાળપણની કવિતા, ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ.

તરાપો રમતો રમતો જાય કવિતા

રમતો રમતો જાય તરાપો રમતો રમતો જાય
રમતો રમતો જાય તરાપો રમતો રમતો જાય

જો તો એને બેઉ કિનારે,
જો તો એને બેઉ કિનારે
કુંજો લીલી થાય, કુંજો લીલી થાય
કરતા એનો સાથ પંખીડા,
કરતા એનો સાથ પંખીડા
ગીત મધુરા ગાય, ગીત મધુરા ગાય
તરાપો નદીમા વહેતો જાય
તરાપો નદીમા વહેતો જાય

રમતો રમતો જાય તરાપો રમતો રમતો જાય

આવે કરવા સહેલ તરાપે
આવે કરવા સહેલ તરાપે
પવન ફોરા સાથ, પવન ફોરા સાથ..
જોતા એને અગણિત તારા
જોતા એને અગણિત તારા
પલકે આખી રાત, પલકે આખી રાત..
તરાપો ગાતો ગાતો જાય, તરાપો ગાતો ગાતો જાય

રમતો રમતો જાય તરાપો રમતો રમતો જાય

આથમણા ઘાટેથી નિકળ્યો
આથમણા ઘાટેથી નિકળ્યો
ઉગમણે દેખાય, ઉગમણે દેખાય..
અલક મલકથી આવી એ તો,
અલક મલકથી આવી એ તો
અલક મલકમાં જાય, અલક મલકમાં જાય..
તરાપો હેરિયા ખાતો જાય
તરાપો હેરિયા ખાતો જાય
તરાપો રમતો રમતો જાય..

રમતો રમતો જાય તરાપો રમતો રમતો જાય

નદીમાં વહેતો જાય, તરાપો ગાતો ગાતો જાય
હેરિયા ખાતો જાય, તરાપો રમતો રમતો જાય..

રમતો રમતો જાય, તરાપો રમતો રમતો જાય
રમતો રમતો જાય, તરાપો રમતો રમતો જાય
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»

તરાપો રમતો રમતો જાય બાળગીત

Tarapo Ramto Ramto Jay old gujarati poem

Ramto ramto jay, Tarapo ramto ramto jay
Ramto ramto jay, Tarapo ramto ramto jay

Joto ene beu kinare
Joto ene beu kinare
Kunjo lili thay, kunjo lili thay
Karta eno sath pankhida
karta eno sath pankhida
geet madhura gaay, geet madhura gaay
Tarapo Nadima vaheto jay
nadima vaheto jay tarapo ramto ramto jay

Ramto ramto jay, Tarapo ramto ramto jay

Ave karva sahel tarape
ave karva sahel tarape
pavan fora sath, pavan fora sath
jova ene agnit tara
jova ene agnit tara
Palje akhi raat, palke akhi Raat
Tarapo gato gato jay
tarapi gato gato jay

Ramto ramto jay, Tarapo ramto ramto jay

Athmana ghatethi nikalyo
Athmana ghatethi nikalyo
Ugamne dekhay, ugamne dekhay
Alak malak thi aavi eto
Alak malak thi aavi eto
alak malak ma jay, alak malak ma jay
Tarapi Heriya khato jay
Tarapo ramto ramto jay

Ramto ramto jay, Tarapo ramto ramto jay

Nadima vaheto jay, tarapi gato gato jay
heriya khato jay, tarapo ramto ramto jay

Ramto ramto jay, Tarapo ramto ramto jay
Ramto ramto jay, Tarapo ramto ramto jay

કવિ સ્નેહરશ્મિનુ સાહિત્યમા પ્રદાન

સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ) (જ. 16 એપ્રિલ 1903, ચીખલી, જિ. વલસાડ; અ. 6 જાન્યુઆરી 1991)

સાહિત્યક્ષેત્રમાં તેઓ આરંભથી સક્રિય રહ્યા હતા. એમણે સાહિત્યસર્જનનો આરંભ કવિતાથી કર્યો. 1921થી શરૂ થયેલી એમની કાવ્યયાત્રાનો પ્રથમ પડાવ એટલે 1935માં પ્રકટ થયેલો એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અર્ઘ્ય’. ત્યાર પછી 1948માં બીજો કાવ્યસંગ્રહ ‘પનઘટ’ પ્રકટ થયો. એ પછી ખૂબ લાંબા અંતરાલે 1974માં ‘અતીતની પાંખમાંથી’, 1984માં ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’ અને એ જ વર્ષે અંગ્રેજી લિમરિક ઢબની અર્થાતીત ભાસતી હળવી કાવ્યરચનાઓનો સંગ્રહ ‘નિજલીલા’ પણ પ્રકટ થયો.

વચ્ચે સાતમા દાયકામાં એકની એક વહાલસોયી પુત્રીના અવસાનથી વ્યાકુળ ચિત્તને શાતા અર્પવા તેઓ જાપાની કાવ્યપ્રકાર હાઈકુ તરફ વળે છે અને 1967માં ગુજરાતી ભાષા-સાહિત્યમાં સૌપ્રથમ સીમાસ્તંભ સમાન હાઈકુ-સંગ્રહ ‘સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ’ આપે છે. 1984માં એમનો બીજો હાઈકુ-સંગ્રહ ‘કેવળ વીજ’ પ્રકાશિત થાય છે. એ જ વર્ષે એમના સહુ પ્રકટ કાવ્યસંગ્રહોને સમાવતો ‘સકલ કવિતા’ સંગ્રહ પણ પ્રકટ થાય છે. 1986માં એમનાં કેટલાંક હાઈકુના અંગ્રેજી અનુવાદનો સંગ્રહ ‘સનરાઇઝ ઑન સ્નોપિક્સ’ શીર્ષકથી પ્રકટ થાય છે.

એમણે 1980માં ‘તરાપો’ અને ‘ઉજાણી’ જેવા સફળ બાળકાવ્યોના બે સંગ્રહો પણ આપેલા છે. એમના સર્જનનો મુખ્ય અને મહત્વનો ફાલ કવિતાક્ષેત્રે ઊતર્યો છે. સ્નેહરશ્મિ મુખ્યત્વે ઊર્મિપ્રધાન અને ભાવનાશીલ કવિ છે. અલબત્ત, ગાંધીવિચારનાં મૂળિયાં એમનાં ચિંતનોર્મિ કાવ્યોમાં જરૂર જોઈ શકાય. આ ઉપરાંત સામાજિક કટુ વાસ્તવનું નિરૂપણ પણ એમની કવનપ્રવૃત્તિની આધારશિલા છે.

કાવ્ય ઉપરાંત એમણે ટૂંકી વાર્તા, નવલકથા, એકાંકી, ચરિત્ર, વિવેચન ઇત્યાદિ ક્ષેત્રોમાં પણ કામ કર્યું છે. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગાતા આસોપાલવ’ 1934માં પ્રકટ થયો હતો. ત્યાર બાદ ‘તૂટેલા તાર’ (1934), ‘સ્વર્ગ અને પૃથ્વી’ (1935), ‘મોટી બહેન’ (1955) તથા 1962માં ‘હીરાનાં લટકણિયાં’, ‘શ્રીફળ’ અને ‘કાલાટોપી’ વાર્તાસંગ્રહો પ્રકટ થાય છે. એમની વાર્તાઓમાં મુખ્યત્વે ધૂમકેતુશાઈ ભાવનાશીલતાનું અનુસરણ જોવા મળે છે.

એમણે ‘અંતરપટ’ (1961) નામે નવલકથા પણ આપી છે. આમાં વિવિધ પાત્રોનાં મુખે નિજકથા કહેવડાવવાનું રચનારીતિગત વૈશિષ્ટ્ય અને સામાજિક–સાંસ્કૃતિક–વૈચારિક ક્રાન્તિનું વિષયગત વૈશિષ્ટ્ય ધ્યાનાર્હ બને છે. ‘મટોડું અને તુલસી’ (1983) એમનો એકાંકીઓનો સંગ્રહ છે. ‘પ્રતિસાદ’ (1984) એમનો એકમાત્ર વિવેચનલેખોનો સંગ્રહ છે, જેમાં મુખ્યત્વે એમની ભાવયિત્રી પ્રતિભાનાં દર્શન થાય છે. જ્યાં કહેવા જેવું લાગે ત્યાં તેઓ પોતાના વિવેચનલેખમાં મૃદુતાથી પણ સચ્ચાઈપૂર્વક કહ્યા વગર રહેતા નથી.

સ્નેહરશ્મિનું નોંધપાત્ર અને મૂલ્યવાન અર્પણ છે તેમની આત્મકથાના ચાર ભાગ : ‘મારી દુનિયા’ (1970), ‘સાફલ્યટાણું’ (1983), ‘ઊઘડે નવી ક્ષિતિજ’ (1987) અને ‘વળી નવાં આ શૃંગ’ (1990). આ આત્મકથામાં તત્કાલીન સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને શૈક્ષણિક વાતાવરણનો દસ્તાવેજી ચિતાર મળી રહે છે. એમણે શૈક્ષણિક ક્ષેત્રે શાળાકક્ષાના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયના ‘સાહિત્યપલ્લવ’ (અન્ય સાથે, 1941) અને ‘સાહિત્ય પાઠાવલિ’ (અન્ય સાથે, 1966) નામે પાઠ્યપુસ્તકનાં સંપાદનો પણ કરેલાં છે,

જેમાં એમની જીવનકલા અને કલાજીવનની પારખુ નજર પામી શકાય છે. 1937માં એમણે ઉમાશંકર જોશી સાથે ‘ગાંધીકાવ્યસંગ્રહ’નું સંપાદન કર્યું હતું તથા 1957માં અન્ય સાથે ‘ભારતના ઘડવૈયા’ નામે ચરિત્રલેખોનું પણ સંપાદન કર્યું હતું.

સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે આમ ટકોરાબંધ અને ટકાઉ કામગીરી એ સ્નેહરશ્મિની ઉજ્જ્વળ કારકિર્દી છે. આ બધું લક્ષમાં લેતાં તેમને વિવિધ માન-સન્માનો પણ પ્રાપ્ત થયાં છે. 1972માં ગુજરાતી સાહિત્યના મદ્રાસ (ચેન્નાઈ) ખાતે ભરાયેલા અધિવેશનના તેઓ સર્વસંમત પ્રમુખ વરાયા હતા. એમની સાહિત્યિક સફળતાની કદરરૂપે એમને 1967નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 1985માં એમને સુરતની નર્મદ સાહિત્ય સભા તરફથી નર્મદ ચંદ્રક પણ એનાયત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *