12204 Views
વાછરા દાદાનો સંપુર્ણ ઇતિહાસ , વીર વચ્છરાજ સોલંકી નો ઇતિહાસ , ક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે
ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ, ધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા જેવો છે, વાંચીને જય વાછરદાદા જરૂર કહેજો !!
વાછરા દાદાનો ઇતિહાસ
શરણાગત સોંપે નહિ , એવી રજપૂતો ની રીત
મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત…
સિંધુ રાગ સોહામણો , શુર મન હરખ ન માય
શીર પડે ને ધડ લડે,એના વધામણા વૈકુઠ જાય..
એકલ દેતા દાન જે , એકલ ઝુઝતા જંગ ,
એકલ જગ નીંદા સહે , એ મરદો ને રંગ …
બહુચરાજી તાલુકાનું કાલેરી ગામ, જ્યાં દિવ-ઘોધલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્ર જન્મ થયો. વધાઈઓથી રાજભવન ઉભરાઈ ગયું. પુત્રએ માનું થાન મુખમાં લીધુ જ નહિ. ધાવણ ધાવ્યા જ નહિ. કેવલ વાયુના ભક્ષણથી ઉછર્યા એટલે વિધ્વાન બ્રાહ્મણોએ વચ્છરાજ એવું નામ પાડ્યું. બાળપણમાં જ તેમને ગૌરક્ષાના સંસ્કારો વારસામાં મળ્યા અને ત્યારથી તે ગૌરક્ષા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઇ ગયા હતા.
બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેન નામે દીકરીને સંસાર અસાર લાગ્યો. ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા. એટલે પોતાની ગાયો હાંકીને કાઠીયાવાડમાં આવ્યા. જીંજકાને ટીંબે ડુંડાસ ગામની ભાગોળે ગાયો માટે ચરાણ અને પાણી માટે વાવ તથા અવેડો જોઇને રોકાયા. ત્યાં એક હનુમાનજીદાદાનું મંદિર. વયોવૃદ્ધ સંતશ્રી શ્યામદાસજી બાપુ તેની સેવા પુંજા કરતા અને ગાયો માટે પાણીનો અવેડો ભરતા.
દેવલબેને શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને પાણીનો અવેડો ભરતા. દેવલબેને શ્યામદાસજી બાપુ પાસેથી ગુરૂ મંત્ર લીધો. પિતા તુલ્ય શ્યામદાસજી બાપુ અને હનુમાનજી દાદાને ઓથારે કાયમી ગૌસેવાના આશરો લીધો. દેવલબહેન પાસે ૧૦૦ ગાયો હતી. તેમાં એક વેગડ નામની ગાય હતી. જેના દુધનો દીવો બળતો.
સમય વીતતો ગયો વચ્છરાજ સોલંકી યુવાન થયા તેમના લગ્ન લેવાયા, કંકાપુરીના કનક ચાવડાના માંડવે જાન પરણવા માટે જાય છે. માર્ગ બહુ લાંબો હતો, રસ્તામાં જાનૈયાઓને તરસ લાગી, પાણીની શોધ કરવા લાગ્યા. એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર, સંતોની કુટિયા, પાણીની વાવ, અવેડો દેખાયો, જોતા જ વેલડા ઉભા રહયા. પાણી માટે સૌ ઉતરવા મંડ્યા.
અતિથિને દેવ માનનારી દેવલબેન હરખાતા ઉતાવળા પગલે સામે દોડયા. બે હાથ જોડી ઉજળો આવકાર આપ્યો. જાનૈયાઓએ પીવા માટે પાણી માગ્યું. દેવલબેને પોતાના બન્ને હાથના થાપા જય ગુરૂ મહારાજ નાદ સાથે ધરતી ઉપર જીંકયું. ધરતીના પેટાળમાંથી ગંગાજળ સમાં નીરની ધારા વહેતી થઈ. વીરડીમાંથી બેહનશ્રીએ ચુંદડીને છેડે આખી જાનને પાણી પાયું. સૌની તરસ છિપાણી.
બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા. વીર વચ્છરાજ વરરાજાએ આગળ આવી બહેનને પ્રણામ કર્યા. બહેન હું એક રાજપૂતનો દીકરો છું. દિવ મારી રાજધાની છે અને વરરાજો પણ છું. તમે મારી જાનના હૈયા ટાઢા કર્યા. મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કપડું કરવું જોઈએ. બહેન માગો, જે માંગશો તે આપીશ. મારૂ વચન છે. દેવલબહેને કહ્યું: ભલે ભાઇ લાડે કોડે પરણવા જાઓ, મારા આશીર્વાદ છે. મારે જરૂર પડશે ત્યારે માંગીશ.
વીર વચ્છરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરીના માર્ગ તરફ ચાલવા લાગી, કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું, સામૈયું કરવામાં આવ્યું, વીર વચ્છરાજ ચોરીમાં બેઠા, ફેરા ફરવાના શરૂ થયા, ત્રણ ફેરા પૂર્ણ થયા. તો બીજી તરફ ડુંડાસ ગામની ભાગોળે દેવલબહેનના નેસડે બહારવટીયાઓએ બંધૂકના ભડાકે ગામ ગુંજવી મૂક્યું, દિવસ આથમવાનો સમય હતો, બહારવટિયાઓ ગાયોને બળ જબરીથી હંકારીને લઇ ગયા, દેવલબહેન કરગરતા રહ્યા પણ બહારવટિયા એક વાત ના માન્યો, દેવલબહેને વીર વચ્છરાજ પાસે રક્ષણ મેળવવું માટે કંકાપુરીનો માર્ગ પકડ્યો.
ચોરીમાં લગ્નવિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રિડિયા સંભળાણા. “દોડો દોડો ગામનું ગૌધણ સુમરા લૂંટારુંઓ હાંકી જઈ રહ્યા છે.”
કચ્છના નાના રણની કાંધી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ કુવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો છે. ગામની એક તરફ શરણાઈઓના સૂર ફરી વાર ગુંજતા થયા છે. એવે ટાણે માંડવે મહાલતા જુવાન વરરાજવી વત્સરાજ સોલંકી અને વિધવા ચારણ્ય આઈ દેવલ વચ્ચે પ્રારંભમાં જણાવ્યા મુજબ વાતોનો દોર સંધાણો.
જાનૈયા અને માંડવિયા મોદમાં બેઠા છે. ગોર મહારાજ લગ્નવિધિનો ત્રીજો ફેરો પૂરો કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે. જોબન છલકતા વરરાજવી વત્સરાજ સોલંકીએ માથા ઉપર સોનેરી લોકીટવાળો સાફો અને કલગી ધારણ કર્યાં છે. જરિયન જામો ઝળાંઝળાં થઈ માંડવામાં પ્રતિબિંબો પાડે છે.
બીના તો એવી બનેલ છે કે આ વત્સરાજ સોલંકી એટલે આઈ બેચરાજીનાં જ્યાં બેસણાં છે તે સ્થાનકેથી ત્રણ કિમીના અંતરે આવેલ કાલરી નામના ગામના ગિરાસદાર હાથીજી સોલંકીના બીજા નંબરનું સંતાન. સેવા, ત્યાગ તેમજ પરહિતની લાગણીને કારણે હાથીજી તરફ લોકો આદરની નજરે જોતા. બાર બાર વરસ સુધી ધર્મપરાયણતા અને ગૌ સેવા કરવા છતાં તેમનાં રાજપૂતાણી કેસરબાનો ખોળો ખાલી હતો. ગિરાસદારને શોભે તેવી દોમદોમ સાહ્યબીનો વારસદાર ન હોવાથી દંપતીનું આયખું ડુંગર જેવડું ભારે થઈ ગયેલું.
તેમણે ગોકુળ, મથુરાની જાતરાનો વિચાર કરી તે તરફ પ્રયાણ કર્યું અને યમુનાનાં જળમાં જીવનલીલા સંકેલવાનો નિર્ણય કરેલો, પરંતુ જળમાં ઝંપલાવતાં કોઈ ગેબી અવાજનો આદેશ સંભળાયો.
પછી તેમને ત્યાં પ્રથમ પુત્ર બલરાજ અને બીજો પુત્ર વત્સરાજે જન્મ લીધો. થોડા સમય પછી માતાપિતા બંનેએ લાંબાં ગામતરાં કર્યાં. ગિરાસદારી વહીવટ બલરામ સંભાળવા માંડયા જ્યારે ગૌધણનું તેમજ અન્ય કામ વત્સરાજે માથે લીધું.
તેવામાં સમીથી નજીકની ભોમકા ઉપર બેઠેલા લોલાડા ગામના મામા સામતસંગ રાઠોડને કોઈ સંતાન ન હોવાથી લોલાડાની જાગીરના અધિપતિ વત્સરાજને નીમ્યા, ખોળે લીધા. યુવાન વત્સરાજે મામાના હૈયામાં અદકેરું સ્થાન લેતાં સામતસિંહ રાઠોડે કુવર ગામના તેમના ભાયાત વજેસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે તેમનું સગપણ કરાવ્યું.
———————————————————-
“પોપટ ને પારેવા તણી રાણા તું રમતું મેલહવે ધર ખાંડા ના ખેલ વેગળ વરણ હે, વાછરા”
એણે હાંક મારી, “ગોર મહારાજ થંભાવી દો આ વિધિ. હવે તો આ આઈની ગાયને લાવીને પાછો આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો.” એવાં વેણ સાથે રતન ઘોડી ઉપરનો એ અશ્વાર ઊપડયો. ગણતરીની પળોમાં એને લૂંટારુંઓનો ભેટો થયો. અને..
“પડકારા યુદ્ધ ના પડે , સુરવીરો ઘોડલે ચડે
વીર હાંક સુણી ઉઠયા વીરો , કર લીધી કરમાળ
અંગ રુવા જેના અવળા , બનીયા ક્રોધ બંબાળ
શરણાઈ માંથી સિંધુળો છૂટ્યો , રણ નો રૂડો રાગ
ઝરે રે જ્યાં દુશ્મનને જોતા,આંખ થી જ્વાળા આગ
મરદો કેરું યુદ્ધ મંડાણું , ખણેણે ભાલા ખાગ
પંજાળા દુશ્મન પાળના કરે , ભાગ ખાગે બે ભાગ
રણ ઘેલુડા રણ માં રમે , ઘોર કરીને ઘાવ
પટ્ટાબાજી માં નર પટાધાર,પાછા ભારે નઈ પાવ
દુશ્મન દળ નો દાટ વાળીને , શહીદ થયા શુરવીર
“ભૂપત બારોટ”કહે રણ ભૂમી માં, રૂડા લાગે રણધીર…
અઢાર અઢાર લૂંટારુંઓને એણે જનોઇવઢ ઘાથી વેતરી નાખ્યા. લૂંટારુંઓ ભાગ્યા પરંતુ એક જણે વચ્છરાજને પાછળથી તલવારનો ઘા કર્યો ને વચ્છરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઈતિહાસ ની સૌપ્રથમ અદભૂત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસ માં સાબિત થયેલ ઘટના છે,
આમ રજપૂતો ના મસ્તક પડે ને ધડ લડતા શુકામ? કારણ કે એ શૂરવીરતા એની પરાકાષ્ઠા એ પોહચી હોય આવું રાજપૂતોમાં જે “ક્ષાત્રતત્વ” હોય છે એને કારણે બને છે. પછી તે વેગડ ગાય ત્યાં મૂકીને ભાગ્યો. દેવલબાઈ, પૂનાબા બંને પણ પાછળ હતાં.
વચ્છરાજનું ધડ વાછરા બેટ પાસે અને મસ્તક ગૌખરી બેટ નજીક પડેલાં. ગામલોકો, જાનૈયા, માંડવિયા, કાલરી ગામનો ઢોલી હીરો વગેરે પણ આવી પહોંચ્યા ને વચ્છરાજની વીરતાને વંદી રહ્યાં. દેવલબાઈ, પૂનાબા, હીરા ઢોલી વગેરેએ પણ ત્યાં પ્રાણાર્પણ કર્યા. મોતીયો કૂતરો અને રતન ઘોડી ઝૂરીઝૂરીને મર્યાં. રણક્ષેત્રના માંડવે એમણે મહોબ્બત કરી. ખુમારીના આ ખમીરને યાદ કરતા વાછરા બેટની એ ભોમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે. ગૌરક્ષક અને હડકવાને હાંકી કાઢવા માટે તે પૂજાય છે.
બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભુમિ છે. અને રણ કાંઠો કર્મભમિ છે. એવા યુગ પુરુષ દાદા વચ્છરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીરગતીને વહાલી કરી અમરત્વ પામ્યા છે. લાખો ભાવિકો ની શ્રધ્ધા અને આસ્થાના દેવ બન્યા છે. કાલરી ગામની પવિત્ર ભુમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુવર લગ્નની ચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુકિત અપાવવા યુધ્ધે ચડયા હતા. અને ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતી પામ્યા હતા.
આવા અમરત્વ પામનાર દાદા વચ્છરાજ લાખો ભાવિકોની મનોકામના પુરી કરનાર જાગતા વીર તરીકે પુજાઈ રહયા છે. આથી કાલરી ગામે અને તેઓના સમાધી સ્થળે ચૈત્ર મહિનામા મેળો ભરાય છે.
ત્યારે તેમની ગૌરવગાથા અને ઈતિહાસની યાદ શ્રધ્ધાળુ માટે પ્રેરણા દાઈ બની રહેશે. સમી તાલુકાના રણ કાંઠે આવેલ કોડધા ગામના રણમાં વિર વચ્છરાજ સોલંકી નુ સમાધી સ્થાન આવેલ છે.
વાછરા બેટનું સ્થાનક અને લોક પ્રચલિત દંતકથાઓ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામથી અડીને (અંદાજે ૨૩ કિ.મી દુર )વચ્છરાજ બેટ , ( કચ્છનુ નાનુ રણ ) આવેલ છે.
વચ્છરાજ બેટમાં આવેલ દાદાનુ સ્થાનક
અહીં બેટમા વચ્છરાજ દાદાનુ સ્થાનક આવેલ છે , તે પ્રત્યે લોકોને અગાઢ શ્રદ્ધા અને વિશ્વાસ છે , દાદા ના મંદિરીએ મસ્તક ટેકવતા અનેક લોકોના મનોરથ પુરા થયા છે , અહીં જગ્યાના દર્શન થતા જ મનમાં અનુભૂતિ થઇ આવે છે કે અહીં વિર વચ્છરાજ દાદા સાક્ષાત હાજરા હજુર છે,
આમ નવસોને સિતેર વરસ પહેલાં બનેલી આ ઘટના એ પછી તો આ થાનક ઉપ૨ વાછરા દાદાનું સ્થાનક બંધાયું અને ગાયોનો વંશવેલો વધતો રહ્યો, અનેક સાધુ પુરૂષોએ આ વિકટ-વંકી જગ્યા પર પોતાની સાધના તપશ્ચર્યા કરી અને લોક હૃદયમાં એક લોક દેવતા તરીકે વાછરાદાદાએ જીવંત સ્થાન પ્રાપ્ત કર્યું.
વીર વાછરા દાદા વિશે અનેક લોક કવિઓએ દૂહા-છંદ– કવિત – રાસડા– ભજનોની રચના કરી અને કચ્છ- સૌરાષ્ટ્ર – ગુજરાતના ગામડે ગામડે એના પેઢ-પેઢલા – થડા – મંદિરો થવા લાગ્યાં,
“શ્રી વીર વચ્છરાજ સોલંકી ‘ નામની પરિચય પુસ્તિકામાં ઈ.સ. ૧૯૯૧માં તત્કાલીન મહંત શ્રીમદ સદાનંદ સ્વામીએ લોકોમાં પ્રચલિત દંતકથાઓ એકઠી કરીને લખ્યું છે:
સેંકડો વર્ષોથી આ સ્થાનક ઉપર દર વર્ષે મેળો ભરાય છે. સોલંકી અને રાઠોડ શાખાના રાજપુતો પોતાના ઘરે વિવાહનો પ્રસંગ આવે ત્યારે લગ્નની પ્રથમ કંકોત્રી વાછરા દાદાના સ્થાનકે ધરાવે છે. સોલંકી પરીવારની પરિણિત સ્ત્રીઓ વાછરા દાદાની ખાંભીની લાજ કાઢે છે. અને નવ દંપતિ વરઘોડીયાઆ સ્થાનકના દર્શન કરીને જ વિવાહ જીવનનો પ્રારંભ કરે છે.
વેગડ ગાયનો વંશવેલો એ જગ્યા પર આજેય છે. આ જગ્યા આકાશવૃતિથી ચાલે છે આ ગાયો માટે ગામે ગામથી લોકો ટ્રેકટર અને ખટારા ભરીને ઘાસ નાંખી જાય છે. જયારે ભારત સ્વતંત્ર ન હતું અને નવાબ સાહેબની આ જગ્યાએ હદ હતી, ત્યારે નવાબ સાહેબે આ જગ્યાની ગાયોને ચરવા માટે આ બેટ આપી દીધો હતો. ત્યારથી આ બેટનું નામ વચ્છરાજ બેટ પડયું છે.
રણમાં બધે જ ખારું પાણી છે. આ જગ્યાએ મીઠા પાણીની સરવાણી આજેય ચાલુ છે. આ જગ્યામાં ધરાવેલો પ્રસાદ બહાર લઈ જઈ શકાતો નથી અને કોઈ ભાવીકો ભૂલથી પહેલાં લઈ ગયા હશે તેના પથરાનું રૂપ થઈ ગયેલ છે. તે પરચો પથ્થરના લાડવા આજે પણ ત્યાં છે.’
👉 ભગવાન નાં નરસિંહ અવતારની કથા વાંચો
👉 શિવાજી મહારાજનો સંપુર્ણ ઇતિહાસ
Pingback: વીર હમીરજી ગોહિલ | Hamirji Gohil History in Gujarati - AMARKATHAO
Pingback: જડ ભરત કોણ હતા ? શા માટે બધા એને જડભરત કહેતા ? વાંચો અનોખી કથા - AMARKATHAO
આખો ઇતિહાસ નથી આ
તમારી પાસે hoyto bhai contect kevi rite karvo.Dundas thee જોડાયેલો ઇતિહાસ હોય તો કયો
મારી પાસે નથી… આ પોસ્ટ પણ કોઇએ fb મા મુકી હતી. ત્યાથી મેળવી છે