Skip to content

શક્તિ માં નો ઈતિહાસ – 1 | SHAKTI MATA no Itihas

શક્તિ માં નો ઈતિહાસ
6429 Views

પાટડી શક્તિ માં નો ઈતિહાસ, શક્તિ માં ના ગરબા, શક્તિ માં ની સિરીયલ, શક્તિ માં ના ટેટસ, શક્તિ માં ના ગીત, શક્તિ માં ની રીંગટોન Mp3, શક્તિ માં ના ફોટા HD, શક્તિ માં નો વિડીયો, શક્તિ માં ની આરતી, Shakti Mata no Itihas, Shakti Maa Photo, Shakti maa history in gujarati, Shakti maa history, Shakti maa status, Shakti Maa patdi hd photos,

શક્તિ માં નો ઈતિહાસ – પાટડી

” શક્તિ ઝરુખે આવીયા, કર વધ્યો તત્કાળ,
ઝાલી મુક્યા મહેલમાં ત્રણે નિજ કુમાર,
ઝાલવાથી ઝાલા થયા શતક બારની માય,
શક્તિ પ્રગટ્યા પાટડી, દિલીપ વંદુ પાય “

ભાગ :1 કરણસિંહ વાઘેલા

કરણસિંહ વાઘેલા પાટણના 2300 ગામના ધણી છે.

કરણ વાઘેલાને મદિરાપાનની ખરાબ આદત છે તે હંમેશા નશામા ચકચુર જ હોય છે જેના લિધે પાટણની પ્રજા તેને કરણ ધેલો કહીને સંબોધે છે.

એક દિવસ રાજમા કેશવ ગોરને બોલાવવામા આવે છે.

કેશવ ગોર : મહારાજને ઘણી ખમ્મા, સેવકને રાજમા બોલાવવાનુ કારણ

કરણ ઘેલો : આ વરસની ખંડણી ઉઘરાવવાનો સમય થઈ ગયો છે તો તમે પાટણના 2300 ગામની ખંડણી ઉઘરાવવા માટે રવાના થાવ.

કેશવ ગોર : જેવો તમારો હુકમ

કેશવ ગોરના પરીવારમા તે અને તેની નાની બહેન ચંપા જ હોય છે, કેશવ ગોર રાજ-દરબારમાથી સિધો ઘરે આવી ચંપાને બધી વાત કરી ખંડણી ઉઘરાવવા જવાની તૈયારી કરે છે,

ચંપાને પોતાનો ભાઈ કરણ વાઘેલાના રાજના કામકાજ કરે છે તે ગમતુ નથી કેમકે કરણ વાઘેલાની શુરાપાનની આદત અને સ્ત્રીલાલસાને કારણે ચંપા એ ઘણી વખત કેશવને સમજાવ્યો કે તુ કાંઈક બીજુ કામ કરી લે કરણ ઘેલા સાથેના તારા સબંધ ક્યારેક આપણને મુશ્કેલીમા મુકશે,

કેશવ ગોર : રાજનુ છેલ્લુ કામ કરી આવુ પછી બીજુ કામ ગોતી લઇશ

ચંપાને શાંતવના આપી કેશવ ગોર રાજની ખંડણી ઉધરાવવા માટે નિકળે છે…..ચંપા પાણી ભરવા માટે પનઘટ તરફ રવાના થાય છે

રાજ મહેલમાં કરણ ઘેલો અને પ્રધાન મદિરાના (દારૂ )નશામા ધુત થઈ રાજ મા આંટો મારવા નિકળે છે……ફરતા ફરતા તે પનઘટ પર પહોંચે છે…ત્યા પનીહારીઓ પાણી ભરે છે અને બાજુમા સ્નાન ઘાટમા સ્ત્રીઓ સ્નાન કરી રહી હોય છે…તે જગ્યાએ પુરુષોને જવા પર પ્રતિબંધ છે, પણ મદીરાના નશામા ચકચુર કરણ ઘેલાને ભાન રહેતી નથી ત્યા પહોંચતા જ તેની નજર ચંપા પર પડે છે અને પ્રથમ નજરે જ તેના પર મોહિત થઈ જાય છે અને રોમેરોમમા કામવાસના જાગે છે અચાનક પુરૂષના આગમનથી બધી સ્ત્રીઓ ભાગવા મંડે છે, ચંપા પણ ભાગવા જાય છે પણ કરણ ઘેલો તેનો હાથ પકડી લ્યે છે……

કરણ ઘેલો : એય….સુંદરી ભાગીને ક્યા જાય છે

ચંપા : પ્રણામ મહારાજ, આપ ભુલથી પનઘટ પર આવી પહોંચ્યા છો…જ્યા પુરૂષોને આવવાની મનાઈ છે

કરણ ઘેલો : પાટણના 2300 ગામના ધણી કરણ વાઘેલાને ક્યાય જવા પર પ્રતિબંધ નથી, આ મારૂ રાજ છે સુંદરી

આ તરફ પાટણની સીમ પણ હજુ પુરી નથી થઈ ત્યા સુધીમા કેશવ ગોરને ત્રણ વખત અપશુકન થાય છે માટે તે આજે ખંડણી ઉઘરાવવા નથી જવુ કાલે જઈશ એવુ વિચારી ઘર તરફ પ્રયાણ કરે છે.

પનધટ પર કરણ વાઘેલા અને ચંપા વચ્ચે શાબ્દિક વિવાદ ચાલુ છે.

ચંપા : મહારાજ આપ અત્યારે મદીરાના નશામા છો આપ અહીથી ચાલ્યા જાવ.

કરણ ધેલો : તને જોયા પછી હુ તારા રૂપના નશામા ડુબી ગયો છુ…સુંદરી…

ચંપા : મહારાજ આપ ભાન ભુલ્યા છો રૈયત પર નજર બગાડવી એ આપને શોભા ન દે

કરણ ઘેલો : એય સુંદરી આજથી તુ મારી રૈયત નહી પણ 2300 ગામના ધણી કરણ વાઘેલાની રાણી છો..બસ

ચંપા : બોલવામા સભ્યતા રાખો મહારાજ હુ એક બ્રાહ્મણની દિકરી છુ.

કરણ ઘેલો : આજથી તુ ફક્ત મારી પટરાણી છો પટરાણી.

ચંપા : મહારાજ મને પામવાના સપના છોડી દો..હુ તમારા સેવક કેશવ ગોરની બેન છુ.

કરણ ઘેલો : તો શુ થઈ ગયુ…આજે તને મારી રાણી બનાવીને જ રહીશ, આ રૂપ ઝુપડીમા નહી મહેલમા જ શોભે..આવ સુંદરી..આવ મારી પાસે આવે.

ચંપા : ખરેખર જે રાજનો ભુપ જ બગડેલો હોય ત્યા ફરીયાદ કોને કરવી…મહારાજ મને જવા દો …જવા દો…કહી રુદન કરે છે

કરણ ઘેલો : મારે તારી એકપણ વાત સાંભળવી નથી…..પ્રેમથી મારી પાસે આવીશ કે પછી હુ બળજબરી કરુ.. મને બધુ ફાવે છે.

કરણ ઘેલો તેના ઉપર બળજબરી કરે છે બંને વચ્ચે ઝપાઝપી થાય છે ચંપા બુમાબુમ કરે છે એટલામા કેશવ ગોર ત્યા પહોંચે છે ચંપાનો અવાજ સાંભળી ત્યા જાય છે, કરણ ઘેલો તેની બેન પર બળજબરી કરે છે તે જોઈ અતી ગુસ્સે થઈ કરણ ઘેલાને ધક્કો મારે છે ચંપા તેના ભાઈની પાછળ છુપાઈ જાય છે

કેશવ ગોર : મહારાજ આપ આ મદીરાના નશામા શુ કરી રહ્યા છો એની ભાન છે આ ચંપા મારી બેન છે

કરણ ઘેલો : કેશવ મે તને ખંડણી ઉઘરાવવા મોકલ્યોતો ને તો તુ અહીયા કેમ આવ્યો…ચાલ અહીથી નીકળ મારી મઝા ના બગાડ

કેશવ ગોર : ભાન ભુલ્યા છો મહારાજ આપ ભાન ભુલ્યા છો અમે તમારી રૈયત છી કાઈ મઝા કરવાની ચીજ નથી..હુ આપને વિનંતી કરુ છુ કે આપ અત્યારે રાજમહેલમા જાવ…

કરણ ઘેલો: તને કિધુ ને કે તુ અહીથી ચાલ્યો જા મને ચંપા સાથે રહેવા દે

કેશવ ગોર : હવે જો મારી બેન વિરૂધ્ધ એકપણ શબ્દ બોલ્યા છો તો હુ તમારી મર્યાદા ભુલી જાઈશ

કરણ ઘેલો : તો તુ શુ કરી લઈશ…આજે મારી અને ચંપાની વચ્ચે આવનારની ખેર નથી

આમ કહી તે ચંપા પાસે જવા દોડે છે કેશવ તેને પકડી લે છે

કેશવ ગોર : કરણ ઘેલા હવે બોવ થયુ હુ બ્રાહ્મણ છુ શાસ્ત્ર અને શસ્ત્ર બંને ચલાવતા આવડે છે (તલવાર કાઢીને) જો હવે એક ડગલુ પણ ચંપા તરફ આવ્યો તો આ તલવાર તારી સગી નહી થાય

કરણ ઘેલો : (હસીને) આ 2300 પાદરના ધણીને બ્રાહ્મણનો દિકરો તલવારનો ડર બતાવે છે..એમમમ

કેશવ ગોરની પાછળ સંતાયેલી ચંપા તરફ કરણ ઘેલો જાય છે ત્યા કેશવ ગોર તેના પર તલવારથી હુમલો કરે છે બંને વચ્ચે લડાઈ થાય છે…….લડાઈ દરમ્યાન કરણ ઘેલાના તલવારના વારથી કેશવની તલવાર નીચે પડી જાય છે તે કેશવને તલવાર મારવા જાય છે …પણ..ચંપા તેના ભાઈ કેશવને બચાવવા વચ્ચે પડે છે અને તલવાર તેના શરીરની આરપાર નીકળી જાય છે, ચંપા માતાજીનુ સ્મરણ કરતા-કરતા આંખો વીંચી લે છે ચંપાનુ મૃત્યુ થાય છે.

બેનના મૃત્યુથી દુઃખી કેશવ ગોર મરણીયો થઈ કરણ ઘેલા પર પ્રહાર કરવા લાગે છે ઝપાઝપીમા કરણ ઘેલો પણ ગંભીર રીતે ઘાયલ થાય છે છેવટે કેશવ ગોરનુ મોત થાય છે.

મરતા મરતા બ્રાહ્મણ કેશવ ગોર કહે છે હે અભીમાની કરણ ઘેલા તે કરેલ બ્રહ્મહત્યાનુ પાપ તને આખી જીંદગી નડશે….હુ તારા પાટણના કાંગરાને હચમચાવી નાંખીશ અને શાંતીથી ઊંઘવા નહી દઉ અને ઘુટડે-ઘુટડે તારુ લોહી પીશ

હે મહાદેવ કોઈપણ દોષ વગર મને અને મારી બેનને મારી નાખ્યા છે માટે મારે સદગતી નથી જોતી મારે પ્રેતયોનીમા રહી મારે આ અભીમાની રાજા સાથે બદલો લેવો છે આટલુ બોલી કેશવ ગોરનુ મૃત્યુ થાય છે.

મૃત્યુ સમયે રહેલી અધુરી ઈચ્છાને કારણે કેશવ ગોરના આત્માને સદગતી નથી મળતી તે પ્રેત બની ભટકે છે તે કેશવ ગોર મટી બ્રાહ્મણનુ બ્રહમભુત એટલે કે બાબરોભુત બની પાટણના રાજમા બદલો લેવા પ્રવેશ કરે છે ……

આગળનુ બીજા ભાગમા……

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”🙏

આ ઈતિહાસની મારી પાસે જેટલી માહિતી છે તેના આધારે લેખનકાર્ય કરુ છુ કાઈપણ ભુલચુક હોય તો માફ કરવા વિનંતી.

✍.. શાસ્ત્રી અરૂણ ભૂપતરાય રાવલ માથક

ભાગ : 2 બાબરા ભૂતની માયા

Shakti Maa Photo hd
Shakti Maa Photo hd

કેશવ ગોરનો આત્મા બ્રાહ્મણનુ બ્રહમભુત એટલે કે બાબરોભુત બની પાટણમા બદલો લેવા પ્રવેશ કરે છે ……

રાત્રીના 12 વાગે પાટણના આથમણા દરવાજે આવી તેની માયાથી શક્તિથી દ્વારપાળને બેભાન કરી રાજમા પ્રવેશ કરે છે……બાબરાભુતના આગમનથી ભયંકર ચીસો અને ડરામણા અવાજ સંભળાય છે…અચાનક આવુ થવાથી કરણ ઘેલો જાગી જાય છે બહાર આવીને જોવે છે પણ કાંઈ દેખાતુ નથી……ફક્ત અટ્ટહાસ્ય સંભળાય છે…..

બાબરોભુત: આવ કરણ ઘેલા આવવવવવવ હુ તારી જ રાહ જોવ છુ મે તને કહ્યુ તુ ને તને શાંતીથી ઊંઘવા નહી દઉ…..આગળના જન્મમા તો હુ તને ના પહોંચી શક્યો પણ આ ભુતયોનીમા હુ તને નહી છોડુ …તારૂ ધુટડે-ધુટડે લોહી પીશ…

કરણ ઘેલો : કોણ છે તુ? સામે આવ, મારા રાજમહેલની અંદર આવવાની તારી હિંમત કેમ થઈ?? તુ મને ઓળખતો નથી હુ પાટણના 2300 પાદરનો ધણી કરણ ધેલો છુ, મારી તલવારના એક જ ઝાટકે તારા ટુકડે ટુકડા કરી નાંખીશ

બાબરોભુત માયાવી શક્તિથી અદ્રશ્ય સ્વરૂપે કરણ ઘેલા પર ચારે તરફથી હુમલો કરે છે, કરણ ઘેલો કાઈ સમજી શકતો નથી તેને માર કોણ મારી રહ્યુ છે, તે ક્રોધિત થઈ હવામા પોતાની તલવાર આમતેમ ફેરવે છે.

કરણ ઘેલો : શુરવિર હો તો સામે આવ, આમ છુપાઈને શુ વાર કરે છે

બાબરોભુત : મને જોયા પછી તારા ગાત્ર ઢીલા થઈ જાશે અને હુ તારા જેવો બાયલો નથી કે સ્ત્રી ઉપર રોફ જમાવુ (પોતાના અસલ સ્વરૂપમા આવે છે)

બાબરાભુતનુ ભયંકર રૂપ જોઈ કરણ ઘેલો ડરનો માર્યો કાંપવા લાગે છે અને પરસેવો છૂટી જાય છે તે ભાગવા જાય છે પણ બાબરોભુત તેને પકડીને ઘા’ કરે છે.

કરણ ઘેલો : મે તારૂ શુ બગાડ્યુ છે કે તુ મારી સાથે આવુ વર્તન કરે છે

બાબરોભુત : વગર વાંકે કો’ક આપણને હેરાન કરે તો શુ થાય એ તને હવે સમજાણુ, તે દિવસે તને નો’તુ સમજાતુ?

કરણ ઘેલો : ક્યા દિવસની વાત કરે છે તુ આપણી મુલાકાત તો આજે જ થઈ છે

બાબરોભુત : યાદ કર એ દિવસ જ્યારે પનધટ પર એક નિરાધાર અબળા પર કરેલ બળજબરી

કરણ ઘેલો : કોણ ચંપા??

બાબરોભુત : હા….ચંપા….મારી બેન ચંપા…

કરણ ઘેલો : તુ કેશવવવવ ગોર આ રુપમા….પણ તુ તો મરી ગયો તો ને

બાબરોભુત : હા હુ એજ કેશવ ગોરનુ બ્રહમભુત એટલે કે બાબરોભુત છુ..હા..હા..હા…તારૂ ઘુટડે- ઘુટડે લોહી પીવા આવ્યો છુ મે તને કિધુ તુ ને હુ તને શાંતીથી ઊંઘવા નહી દઉ, તારુ જીવવુ હરામ કરવા આવ્યો છુ

કરણ ઘેલો : મને માફ કરી દે, તે દિવસે મદિરાના નશામા મારાથી ભુલ થઈ ગઈતી…

બાબરોભુત : મારી બેનનો બદલો લેવા હુ ભુત બનીને આવ્યો છુ, આજથી કાયમ રાતે 12 વાગે હુ આવીશ જો તારે જીવવુ હોય તો મારી સાથે યુધ્ધ કરવુ પડશે, ચાલ યુધ્ધ માટે તૈયાર થઈ જા

ત્રણ પહોર સુધી બંને વચ્ચે યુધ્ધ થાય છે ચોથો પહોર શરુ થાય તે પહેલા બાબરોભુત તેને બેભાન કરી અદ્રશ્ય થઈ ચાલ્યો જાય છે.

આવી રીતે બાબરોભુત કાયમ રાત્રીના 12 વાગે આવી કરણ ઘેલા સાથે લડાઈ કરી ચોથો પહોર શરૂ થાય એ પહેલા તેનુ લોહી ચુંસી તેને બેભાન કરી ચાલ્યો જાય છે….બાબરોભુત તેની નિંદર હરામ કરી નાખે છે.

આ તરફ કિર્તીગઢના મહારાજ કેસરદે મકવાણા રાજસભામા નવા વરસની ઉજવણીની તૈયારી અંગેની ચર્ચા કરી રહ્યા છે ત્યા સિપાહી આવી જાણ કરે છે કે સિંધના સુમરા આપણુ ગૌધણ વારી ગયા છે.

કેસરદે મકવાણા : મારા વ્હાલા સાથીઓ મારા પિતાજીનો મરણ પથારીનો બોલ પાળવા આપણે ત્રણ વાર સિંધમા હુમલો કરી સુમરાના ઘોડા અને સાંઢ લઈ આવ્યા છિએ, તેનો બદલો લેવા માટે તે આપણુ ગૌધણ હંકારી ગયા છે આજે કિર્તીગઢનુ પાણી બતાવવાનુ ખરુ ટાણુ આવી ગયુ છે, સૈન્ય શાબદુ કરો અને સિંધના માર્ગે જવાની તૈયારી કરો અને હા રાજકુમાર હરપાલદે આરામ કરી રહ્યા છે તેને આ વાતની જાણ થવી ન જોઈએ

જય હો દેવી મરમરા કરી કેસરદે મકવાણા સૈન્ય સહીત સિંધના રસ્તે આગળ વધે છે

“બીજા ઘોડા ચોપગા , ઘોડાહર ચાલીસ;

બીજા નર બબ્બે હથ્થા , કેસર પુરા વીસ.

તરકસથી તીર કઢેઓ, કર ગ્રહી લાલ કમાન

દોસુલા ભર લકડી , વેધી અવલે બાણ”

થોડી વાર પછી હરપાલદે મકવાણા જાગે છે પણ રાજમહેલમા કોઈ દેખાતુ નથી દ્વારપાળને આકરા શબ્દોમા પુછતા તે બધી વાતની જાણ કરે છે, હરપાલદે મારતા ઘોડે સિંઘના રસ્તે નિકળે છે….

થોડે દુર જતા સુમરા અને કેસરદે મકવાણાના સૈન્યનો ભેટો થઈ જાય છે બંને સૈન્ય વચ્ચે ધમાસણ યુધ્ધ થાય છે, યુધ્ધમા સુમરાએ દગાથી કેસરદે મકવાણા પર પ્રહાર કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દે છે.

હરપાલદે ધટનાસ્થળે પહોંચી યુધ્ધનો મોરચો સંભાળી સુમરાના સૈન્ય પર ભયંકર પ્રહાર કરી સૈન્યને રફેતફે કરી નાખે છે અને સુમરાને મોતને ઘાટ ઉતારી દે છે, સેનાનાયકના મૃત્યુથી સુમરાનુ સૈન્ય સિંધ તરફ ભાગવા લાગે છે, જતાજતા ધમકી આપે છે કે સિંધની અંદર હજારો સુમરા છે અમે વળતો ઘા’ બમણા જોરથી કરશુ અમારુ સ્વાગત કરવા તૈયાર રહેજે….

કેશરદે મકવાણાના છેલ્લા શ્ર્વાસ ચાલી રહ્યા છે હરપાલદે તેમનુ માથુ પોતાના ખોળામા રાખી કલ્પાંત કરે છે,

હરપાલદે મકવાણાને કિર્તિગઢમા ન રહેવાની સલાહ આપી કેસરદે મકવાણા ગુજરાતમાં પોતાના મિત્ર પાટણના રાજા કરણ વાઘેલા પાસે જવાનુ કહી અંતિમ શ્વાસ લે છે.

પિતાજીની અંતિમક્રિયા પુર્ણ કરી હરપાલદે મકવાણા ગુજરાત તરફ પ્રયાણ કરે છે.

થોડા દિવસની મુસાફરી બાદ હરપાલદે અણહિલપુર પાટણ પહોંચે છે…રાજના દ્વારપાળને પોતાની ઓળખાણ આપી કરણ વાઘેલાને મળવાની પરવાનગી માંગે છે.

દ્વારપાળ સિપાહી સાથે કરણ વાઘેલાને સંદેશો મોકલે છે, કેસરદે મકવાણાનો દિકરો આવ્યો છે તે વાત કાને પડતા જ હરપાલદે મકવાણાને માનસહિત રાજમા લાવવાનો હુકમ કરે છે

હરપાલદે : (પાટણપતી કરણ વાઘેલાનો જય હો) આમ કહી ભેંટી પડે છે

કરણ વાઘેલા : કેમ છો હરપાલદે, મારા મિત્ર કેસરદે મકવાણા કેમ છે.

હરપાલદે તેને સઘળી વાતથી વાંકેફ કરે છે, કરણ ઘેલો તેને આશ્ર્વાશન આપી ભોજન માટે જવાનુ કહે છે

હરપાલદે : મહારાજ ભુખતો અતિશય લાગી છે પણ મને એકલા ન જમવાની ટેક છે

કરણઘેલો : રાણી ફુલબાઈ આપણા મહેમાન હરપાલદે ને તમારા હાથે ભોજન કરાવો અને સાથે તમે પણ ભોજન કરી લો.

આગળનુ ત્રીજા ભાગમા……

બાબરો ભૂત
બાબરો ભૂત વાર્તા ક્લીક ફોટો

ભાગ : 3 હરપાલદે

(આગળના ભાગમા જોયુ કે હરપાલદે મકવાણા અણહીલપુર પાટણ આવે છે)

હરપાલદે મકવાણા ભોજન સમયે રાણી ફુલબાઈને ધર્મની બેન માને છે.

હરપાલદે : ફુલબાઈ આજથી તમે મારા બેન છો, અત્યારે તો મારો સમય નબળો ચાલી રહ્યો છે પણ સમય આવ્યે તારૂ કાપડુ જરૂર ચુકવીશ બેન.

બે દિવસ અણહીલપુર પાટણમા મહેમાનગતી માણી હરપાલદે મકવાણા જવાની રજા માંગે છે.

હરપાલદે : મને જવાની રજા આપો મહારાજ.

કરણ વાઘેલા : કેમ શુ થયુ? રાજમા કાઈ પરેશાની છે??

હરપાલદે : ના મહારાજ એવુ કાઈ નથી પણ મોફતના રોટલા તોડવા મને ના ગમે, આમપણ ફુલબાઈને મે ધર્મના બેન માન્યા છે માટે બેનના ઘરનો રોટલો એમનમ ન ખવાય…મારે નોકરીની શોધ કરવા જવુ છે.

કરણ વાઘેલા : મારા ખાસ મિત્રનો દિકરો ક્યાય નોકરી કરે એ મને ના ગમે.

હરપાલદે : આ પેટનો ખાડો પુરવા કાઈક કામ તો કરવુ પડશે ને?

કરણ વાઘેલા : તો એમ કર મારો અંગરરક્ષક બની અહીયા જ નોકરી કર.

હરપાલદે : હુ મકવાણાનુ સંતાન છુ મારી શુરવિરતાને શોભે એવુ કાઈ કામ હોય તો કહો નહિતર હુ આ હાલ્યો..જય સોમનાથ મહાદેવ.

કરણ ધેલાનો પ્રધાન તેને બાજુમા જઈ પાટણના આથમણા દરવાજે જે બાબરોભુત આવે છે તે વાત યાદ કરાવે છે.

પ્રધાન: મહારાજ, આને આથમણા દરવાજે રાત્રે ચોકી પહેરો કરવા દો, તેની શુરવીરતા પણ જોવાય જાય અને જો બાબરોભુત કોળીયો કરી જાયતો આપણા બાપનો ક્યા દિકરો છે….

કરણ વાઘેલા : ઈ વાત સાચી….ટાઢા પાણીએ ખહ જાય…આમપણ મારે તો કેસરદે મકવાણા સાથે સબંધ હતા આની હારે કાઈ લેવા દેવા નથી

હરપાલદે મકવાણાને તેની બાજુમા બોલાવી

કરણ વાઘેલા : હરપાલદે એક કામ કર પાટણના ચાર દરવાજા છે એમા આથમણા દરવાજે રાત્રીના સમયે ચોકી પહેરો કરવાનો, રાત્રીના સમયે બહારનો માણસ અંદર ન આવવો જોઇએ અને અંદરનો માણસ બહાર ન જવો જોઈએ જો કબુલ હોય તો આજથી નોકરીયે લાગીજા

હરપાલદે : મને નોકરી મંજુર છે..પણ…રાત્રીના સમયે કદાચ પાટણ પતિ કરણ વાઘેલા આવશે તો એને પણ જવા નહી મળે..જો આપને કબુલ હોય તો બોલો નહિતર જય સોમનાથ મહાદેવ…

કરણ વાઘેલા : હુ તો શુ પણ કરણ ઘેલાનો બાપ આવે ને તોય જવા નો દેતો….બસ

હરપાલદે : તો આજથી આથમણા દરવાજે રાત્રી ચોકીપહેરો શરુ થઈ જાહે…મહારાજ

બધા ત્યાથી અલગ પડે છે, રાત્રી ભોજન કરી હરપાલદે આથમણા દરવાજે ચોકીપહેરો કરવા રવાના થાય છે, કુળદેવી શ્રી મરમરા દેવીનુ સ્મરણ કરી ચોકીપહેરાની શરૂઆત કરે છે.

રાત્રીના બારના ટકોરે બાબરોભુત આથમણા દરવાજે આવે છે તેના આવતાની સાથે જ વાતાવરણ ડરામણુ અને ભયંકર ચીંસોના અવાજ સંભળાય છે, હરપાલદે મકવાણા આવુ દ્રશ્ય જોઈ અચંબીત થઈ જાય છે,

અજાણ્યા દ્વારપાળને જોઈ બાબરોભુત ચોંકી જાય છે અને તેની માયાવી તાકાતથી ભડકા કરે છે અને વૃક્ષને ઉંખેડી હરપાલદે પર નાંખે છે

હરપાલદે : કોણ છે ???? જે હોય તે સામે આવ, ડરપોકની જેમ પીઠ પાછળથી વાર ના કર, શુરવિર હો તો સામે આવ.

બાબરોભુત : રાજમા જેને જીવવુ છે તે આથમણા દરવાજાની રાત્રીની ચોકીદારી કરવા માટે પંદર દિવસથી તૈયાર થતુ નથી, તને તારો જીવ વ્હાલો નથી લાગતો.

હરપાલદે : મોતને તો હુ મુઠ્ઠીમા લઈને ફરુ છુ

બાબરોભુત: એમ તો મરવા માટે તૈયાર થઇ જા

બાબરાભુત અને હરપાલદે મકવાણા વચ્ચે યુધ્ધ થાય છે, ત્રણ પહોર સુધીના ભયંકર યુધ્ધમા બંને એકબીજાને મચક નથી આપતા, ચોથો પહોર શરુ થાય એ પહેલા બાબરોભુત અદ્રશ્ય થઈ ચાલ્યો જાય છે તે હરપાલદે મકવાણાને બેભાન કરી શકતો નથી, હરપાલદેને કાઈ સમજાતુ નથી કે આ શુ હતુ? અને શા માટે? સવાર થતા પોતે આરામ કરવા પોતાના ઓરડા તરફ જાય છે, સામે પ્રધાનજી મળે છે.

પ્રધાન : કેમ છો હરપાલદે? કેવો રહ્યો નોકરીનો પહેલો દિવસ

હરપાલદે : મા મરમરાની કૃપાથી રાત કેમ વીતી ગઈ તેની ખબર પણ ના પડી…હાલો ત્યારે જય સોમનાથ

પ્રધાનજી વિચાર કરે છે આજે બાબરાભુતે રજા રાયખી લાગે નકર આ રાજમા પાછો નો આવે

હરપાલદે ઓરડામા સુતા સુતા વિચાર કરે છે કરણ વાઘેલાને રાત્રીના બનાવની જાણ કરુ કે નહી જો જાણ કરીશ તો તેને લાગશે કે આ હરપાલદેને રાત્રીએ ડર લાગે છે એટલે બ્હાનુ બનાવે છે માટે જે થાશે તે જોયુ જાશે અત્યારે કોઈને કાઈ કહેવુ નથી.

આ ધટનાક્રમ સતત પંદર દિવસ સુધી ચાલુ રહે છે, બાબરોભુત કાઈપણ વાતચીત કર્યા વિના ત્રણ પહોર લડાઈ કરી અદ્રશ્ય થઈ ચાલ્યો જાય છે.

સોળમા દિવસે બાબરાભુત સાથે લડાઈ કર્યા બાદ બાબરોભુત ચાલ્યો જાય છે પછી હરપાલદે મકવાણાને ભુખ લાગે છે

તેની ટેક પ્રમાણે હરપાલદે મકવાણા એકલો જમતો નથી તે આજુબાજુમાં અવાજ કરે છે,

હરપાલદે : છે કોઈ ભુખ્યો હરપાલદે મકવાણા તેને જમવા માટે આમંત્રણ આપે છે, ઘણી વાર સુધી બુમ પાડે છે પણ કોઈ દેખાતુ નથી, આજે ભોજનનો યોગ નથી લાગતો આજે ભુખ્યા જ રહેવુ પડશે, જેવી મા મરમરાની ઈચ્છા.

હરપાલદે મકવાણા જે જગ્યાએ ઉભો છે તે એક વૈરાગભુમી (સ્મશાન) હતી

સળગતી ચિતામાથી ડરામણો અવાજ આવ્યો. (ચિતામા કોણ છે તે આપણને ખબર ના હોય એટલે આપણે ચિતા બોલી રહી છે તેમ સમજશુ )

ચિતા : કોણ છે અહીયા જે મને ભોજન માટે આમંત્રિત કરે છે

હરપાલદે : પ્રણામ, હુ કિર્તિગઢના મહારાજ કેસરદે મકવાણાનો દિકરો હરપાલદે છુ, મારે એકલા ન જમવાની ટેક છે માટે હુ તમને જમવા માટે આમંત્રિત કરૂ છુ, આપ ભોજન ગ્રહણ કરો પછી હુ જમી લઉ.

આગળનુ પછીના ભાગમા…

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”

ભાગ : 4

(આગળના ભાગમા જોયુ કે સ્મશાન ભુમીમા હરપાલદે જમવા માટે આમંત્રણ આપે છે ત્યારે સળગતી ચિતા માંથી અવાજ આવે છે )

ચિતા : હરપાલદે જો તુ મને જમાડવા માંગતો હો તો મારી એક શરત છે…

હરપાલદે : અમે મકવાણા વટ, વચન અને ટેક માટે જીવ આપતા પણ ખચકાતા નથી, હુ મારા પ્રાણના ભોગે પણ આપની શરતનુ પાલન કરીશ..આપની શરત જણાવો….

ચિતા : તો સાંભળ હરપાલદે હુ જમવા બેઠા પછી ભુખી ઉભી નહી થાવ..તને જમાડવાની ત્રેવડ હોય તો જ જમાડજે.

હરપાલદે : આપની વાત મને મંજુર છે

હરપાલદે ભોજનના ચાર ભાગ કરી પહેલો ભાગ લઈ ચિતા પાસે જાય છે, ચિતા માથી એક હાથ બહાર આવે છે , હરપાલદે ભોજનનો ભાગ તે હાથમા મુકી વધેલુ ભોજન ગ્રહણ કરવા કોળીયો ઉપાડે છે ત્યા ચિતામાથી અવાજ આવે છે….

ચિતા : હરપાલદે મને ભોજન આપ હુ હજી ભુખી છુ.

હરપાલદે બીજો ભાગ લઈ ચિતા પાસે જાય છે, ચિતા માથી એક હાથ બહાર આવે છે , હરપાલદે ભોજનનો ભાગ તે હાથમા મુકી વધેલુ ભોજન ગ્રહણ કરવા કોળીઓ ઉપાડે છે ત્યા ચિતામાથી અવાજ આવે છે….

ચિતા : હરપાલદે મને ભોજન આપ હુ હજી ભુખી છુ

હરપાલદે ત્રીજો ભાગ લઈ ચિતા પાસે જાય છે, ચિતા માથી એક હાથ બહાર આવે છે , હરપાલદે ભોજનનો ટુકડો તે હાથમા મુકી વધેલુ ભોજન ગ્રહણ કરવા કોળીયો ઉપાડે છે ત્યા ચિતામાથી અવાજ આવે છે….

ચિતા : (અટ્ટહાસ્ય કરીને) હરપાલદે મને ભોજન આપ હુ હજી ભુખી છુ કા કહી દે મકવાણાનુ વચન ખોટુ છે

હરપાલદે ચોથો ભાગ લઈ ચિતા પાસે જાય છે, ચિતા માથી એક હાથ બહાર આવે છે , હરપાલદે ભોજનનો છેલ્લો ભાગ તે હાથમા મુકી દે છે.

ચિતા : (અટ્ટહાસ્ય કરીને)હરપાલદે મને ભોજન આપ હજી હુ ભુખી છુ કા કહી દે મકવાણાનુ વટ, વચન અને ટેક આ બધુ ખાલી કહેવા માટે જ છે પાલન કરવા માટે નહી.

હરપાલદે : મારી પાસે જેટલુ ભોજન હતુ તે મે તમોને આપી દિધેલ છે.

ચિતા : (અટ્ટહાસ્ય કરીને) મે તને પહેલા જ કિધુતુ કે મને આમંત્રણ દેતા પેલા વિચાર કરજે હુ ભુખી ઊભી નહી થાવ, ક્યા ગયુ મકવાણાનુ પાણી, કે’તોતોને કે મારા પ્રાણના ભોગે પણ શરતનુ પાલન કરીશ…કહી દે હરપાલદે કે અમે મકવાણા વચન આપીને ફરી જાય છે…..વચન નિભાવવાની ત્રેવડ નો હોયને તો વચન જ ન અપાય…જમવા બોલાવીને ભુખી જ ઉભી કરવીતી તો મોટા ઉપાડે બોલાવવી જ નોતી…છે કોઈ ભુખ્યુ હુ હરપાલદે જમવા આમંત્રણ આપુ છુ એવા બરાડા નાંખતા તો ..લે હવે જમાડ મને તનેય ખબર પડે ….મારા પેટમા કાળી લાઈ લાગી છે હરપાલદે મને જમવાનુ આપ.

હરપાલદે : મકવાણા વચન આપી ક્યારેય ફરતા નથી.

આવા કટુ વચન સાંભળી હરપાલદે મકવાણા તલવાર કાઢી જય મા મરમરા કહી પોતાનુ માથુ કાપવા જાય છે…ત્યાતો અખીલ બ્રહ્માંડની જનેતા “મા શક્તિ” સળગતી ચિતા માથી બહાર આવી હરપાલદે નો હાથ પકડી લ્યે છે….બોલો “શક્તિ મા” ની જય🙏

હરપાલદે મકવાણાની આંખો માતાજીનુ તેજોમય સ્વરૂપ જોઈ અંજાય જાય છે, તે ”મા શક્તિ” ના પગમા પડી માતાજીની વંદના કરવા લાગે છે

या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः

पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः

श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा

तां त्वां नताः स्म परिपालय देवि विश्वम् .

મા શક્તિ : હરપાલદે મકવાણા હુ તારા વટ, વચન અને ટેક જોઈ તારા પર પ્રસન્ન થઈ છુ, હુ તારી પરીક્ષા લેવા માટે આવી હતી, જેમા તુ ખરો ઉતર્યો છો, માંગ હરપાલદે માંગ તુ જે વરદાન માંગીશ તે આપવા આ શક્તિ તૈયાર છે.

હરપાલદે : “મા” તમે દર્શન આપી મારો જન્મારો સુધાર્યો, મારે બીજુ કાંઈ નથી જોતુ.

મા શક્તિ : લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ત્યારે મોઢુ ધોવા ન જવાય, માંગ માંગ હરપાલદે વરદાન માંગ, માંગવામા કંજુસાઈ ના કરતો આજે આ “શક્તિ” દેવા બેઠી છે.

હરપાલદે : “મા” હુ જે વરદાન માંગી તે આપશો ને, વરદાન સાંભળ્યા બાદ તમે ના નહી કહોને…

મા શક્તિ : હરપાલદે જો આ દુનિયામા શક્તિના બોલ પાછા પડેને તો તો આ દુનિયામા શક્તિને પુજવી નકામી, શક્તિએ ભાંખેલ બોલને ત્રણેય લોકમા કોઈ ખોટા પાડવાની ભુલના કરે, તુ વરદાન માંગ હરપાલદે.

હરપાલદે : જો મા શક્તિ તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા હોય તો મને વવવવવવવ…….(આગળની વાત કરતા અચકાય છે)

મા શક્તિ : મુંઝાઈશ નહી હરપાલદે મનમા કોઈ જાતનો ડર રાખ્યા વિના બોલ

હરપાલદે : (એકદમ ઉતાવળથી) “મા શક્તિ” જો તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા હોય તો મને વરો…

આવુ વચન સાંભળી “મા શક્તિના” ભ્રમર ઉંચા થાય છે, માતાજીના ચહેરાના હાવભાવ જોઈ હરપાલદે ડરી જાય છે……

આગળનુ પછીના ભાગમા……

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”🙏

ભાગ : 5

(આગળના ભાગમા જોયુ કે હરપાલદે વરદાનના રૂપમા માતાજીને વરવાનુ કહે છે, માતાજીનુ રૂદ્ર સ્વરૂપ જોઈ હરપાલદે ડરનો માર્યો “મા શક્તિની” માંફી માંગે છે )

હરપાલદે : મા મને માફ કરો, મારે આવુ વરદાન ન માંગવુ જોઈએ, મારી ભુલ થઈ ગઈ, ક્ષમા પરામ્બિકા ક્ષમા..

મા શક્તિ : (મંદ મંદ હાસ્ય સાથે) હરપાલદે તુ ડરીશ નહી, મે તને કહ્યુ તુ ને તુ જે વરદાન માંગીશ તે હુ આપીશ

હરપાલદે : એટલે જ મે આ વરદાન માંગવાની હિંમત કરી

મા શક્તિ : સાંભળ હરપાલદે, વરદાન આપતા પહેલા તારે મને બે વચન આપવા પડશે, જો તને મારા બે વચન મંજુર હોય તો આ હુ તને જરૂર થી વરદાન આપીશ.

હરપાલદે : આપના વચન જણાવો, મારા પ્રાણના ભોગે પણ વચન નિભાવીશ.

શક્તિ : સાંભળ મારા વચન

• પહેલુ વચન : કઈ પણ કાર્ય કર એમા મારી પરવાનગી હોવી જોઈએ,મને પુછ્યા વિના એકપણ કાર્ય ન થવુ જોઈએ

• બીજુ વચન : જગતની અંદર જ્યારે જાહેર થશે કે હરપાલદેના ઘરે સાક્ષાત શક્તિનો વાસ છે ત્યારે હુ ધરતીમા સમાઈ જાઈશ.

હરપાલદે : આપના બંને વચન મને મંજુર છે

મા શક્તિ : તો સાંભળ હરપાલદે હુ આ રુપમા તો તને ના વરી શકુ પણ આજથી એક માસ બાદ સાંતલપુરના પ્રતાપસિંહ સોંલકીના દિકરીબા બિસંતીદેવીને ત્યા તારૂ ખાડુ પરણવા મોકલજે હુ શક્તિ ખુદ એટલે કે બિસંતીદેવીના રૂપે તને પરણવા તૈયાર રહીશ, બિસંતીદેવી મારો જ અંશાવતાર છે….તથાસ્તુ🤚

હરપાલદે : ધન્ય છો આપ “મા શક્તિ”..ધન્ય છો, મને એક ચિંતા રોજ કોરી ખાય છે, એનુ કાઈક નિવારણ કરતા જાવ.

મા શક્તિ : શુ મુંઝવણ છે જણાવ.

હરપાલદે તેમને બાબરાભુતની આખી વાત જણાવે છે, મારે એને મારીને પાટણને ભયમુક્ત કરવુ છે

મા શક્તિ : હરપાલદે એ બાબરોભુત કોણ છે એ તને ખબર છે?

હરપાલદે : ના, તે મારી સાથે કાઈ વાત કરતો નથી, તે ફક્ત મને મારા રસ્તા માંથી હટી જા, મને કરણ ઘેલા પાસે જવા દે એમ કહી રાજમા જવા માંગે છે, હુ તેને રોકુ એટલે મારી સાથે લડાઈ કરી ચોથા પહોર પેલા અદ્રશ્ય થઇ ચાલ્યો જાય છે….

મા શક્તિ : હરપાલદે આવતીકાલે રાજકચેરીમા જઈ કરણ વાઘેલાને પુછજે તમારે ભુત સાથે કઈ વાતને લઈ દુશ્મની છે,

હરપાલદે : ચોક્કસ પુછીશ, પણ મને આ બાબરાભુતને મારવાનો રસ્તો બતાવો.

મા શક્તિ : બાબરાભુતને મારવાની વાત તો ત્યા રહી પણ એને હરાવવો એટલે ‘લોઢાના ચણા ચાવવા’ જેટલુ અઘરુ છે.

હરપાલદે : કાઈક તો રસ્તો હશે ને ?

મા શક્તિ : સાંભળ હરપાલદે, રાત્રીના ત્રણ પહોર સુધી ભુત, પ્રેત, પિચાશની તાકાત બમણી હોય છે, ચોથો પહોર એટલે મારો (“શક્તિનો”) ચોથો પહોર શરૂ થાય એટલે તે બધાની તાકાત અડધી થઈ જાય, લે હરપાલદે આ દૈવી તલવાર અને લડાઈ દરમ્યાન હુ તારી જમણી ભુજામા વાસ કરીશ, ચોથો પહોર શરૂ થાય એટલે તરત બાબરાભુતની ચોટલી આ ચમત્કારિક તલવારથી કાપી લેજે, બાબરોભુત કાયમી માટે તારા વશમા થઈ જાશે,

આગળનુ પછીના ભાગમા……

શક્તિ માં નો ઈતિહાસ ભાગ- 2 👈

જય હો ઝાલાની જનની “મા શક્તીનો”🙏

✍ શાસ્ત્રી રાવલ અરૂણ ભૂપતરાય

ચોટીલા ચામુંડા મા નો ઈતિહાસ

ખોડીયાર મા નો ઇતિહાસ
ગેલ ગાત્રાળ મા નો ઇતિહાસ
મઢડાવાળી આઇ સોનલ મા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *