Skip to content

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના – મણિલાલ દેસાઈ : ગામડાનું ગીત

ઉંબરે ઉભી સાંભળું રે બોલ વ્હાલમના Lyrics in Gujarati
6905 Views

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના – મણિલાલ દેસાઈ, બોલ વ્હાલમનાં ગીત, ઉંબરે ઉભી સાંભળુ song mp3 downland, Umbare Ubhi Sambhalu Re Bol Vhalam Na – Lyrics, Umbare ubhi sambhalu re bol written by, Umbre Ubhi Sambhalu Re bol valamna lyrics, Umbare Ubhi Sambhalu Re bol lyrics in gujarati, Bol Valam Na Lyrics in Gujarati, Bol Valam Na meaning in Hindi, Bol Valam Na song meaning in english.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના

મણિલાલ દેસાઈ ગુર્જરી કાનનનો લીલો ટહુકો થઇને નાની ઉંમરમાં ઊડી ગયો પણ ઝાંઝરની ઘુઘરીમા રણકતો એનો લય વાગેશ્વરીનો શણગાર છે. ગ્રામ્ય પરિવેશમાં રચાયેલા આ ગીતમા તળપદ ભાષાનો મધુર લહેકો છે અને પ્રેમની નજાકત છે. સ્વપ્ન અને નિંદ્રા એમ બન્ને અવસ્થાને કવિએ અદ્ભુત રીતે સન્નિદ્ધિમાં મુકીને પ્રેમ અને માધુર્ય પ્રગટ કર્યા છે.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના,
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારા સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ.

ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઈ ગોફણ ઘાથી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળ પાપડી વીણશું લોલ.

વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

✍ મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે video song

ખૂબ નાની ઉંમરે અવસાન પામેલા સર્જકોમાં એ પેઢીનાં રાવજી પટેલ અને મણિલાલ દેસાઈ છે. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમનાં… આ ગીત લોકોના હૈયે અને હોઠે એ રીતે રમતું થઈ ગયું હતું કે ઘણાને તો લોકગીત લાગ્યું હતું. શબ્દ અને સૂરની આ કમાલ છે. આ ગીત જેટલું ભાવસભર છે એટલું જ સુંદર રીતે સ્વરબદ્ધ થયેલું છે. નવરાત્રી હોય, ગુજરાતી ગરબા હોય, કે પછી અન્ય કોઈ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ હોય મણિલાલ દેસાઈનું ” ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમનાં….. આ ગીત ગવાય જ, આ ગીતના શબ્દો એટલા કર્ણપ્રિય છે કે, લોકોના હૈયે વસી ગયું છે એટલું જ સુંદર રીતે ગવાયું છે અને એટલું જ પ્રજાએ સુંદર રીતે ઝીલ્યું છે.

પ્રેમ અને પ્રાર્થના એ બંનેમાં એક ધૂન, એક રટણ, એક લગન હોય છે. પ્રભુ હોય કે પ્રિય પાત્ર હોય એક તબક્કાએ તે કણેકણમાં દેખાય, તે બધું છે અને તે બધે છે એ અનુભવ થાય છે. સતત પ્રિયને, પ્રિયતમને, વ્હાલમને ઝંખતી મુગ્ધાને દિવસે જાગતા વ્હાલમના અવાજ, બોલ સંભળાય છે. ઉંબરે ઊભી ઊભી રાહ જોતી પ્રિયતમાને ભણકારા વાગે છે. પવનમાં અને પાંદડાના ખખડાટમાં ય તે પ્રિય પાત્રનો અવાજ સંભળાય છે. દિવસે જ નહીં રાત્રે સૂતા હોય ત્યારે પણ ઘરના અંદરના ઓરડે જાણે વ્હાલમનો અવાજ સંભળાય છે. પડઘાય છે.


ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના…! ❤️

આ ગીતમાં ભલે આમાં વપરાયેલા શબ્દનો અર્થ ન સમજાય છતાં એના ભાવ, સુર, લયબદ્ધ અને સ્વરબદ્ધ સુરની કમાલ એવી છે કે વારેવારે સાંભળવું ગમે જ, તો ચાલે આજે એનો આસ્વાદ માણીએ એકદમ સરળ અને સમજી શકાય એ ભાષામાં,

કવિ શ્રી, મણિલાલ દેસાઈ સૌપ્રથમ પંક્તિ….;

” બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના,
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

અહીંયા વ્હાલમ શબ્દ પ્રયોગ કર્યો છે અને વ્હાલમ એટલે જ્યારે કોઈ એકદમ પ્રિય પાત્ર હોય જેના પર બસ વ્હાલ જ ઉભરાઇ આવતું હોય, એવા એકદમ વ્હાલા વ્યક્તિ માટે આ વ્હાલમ શબ્દ ઉપયોગ થાય છે એમ કહેવાય. ગુગલ કરી અર્થ શોધ્યો પણ ન મળ્યો એટલે આપણો તર્ક લગાડી આ અર્થ કાઢી લીધો. અહીંયા પ્રિયતમા એટલે કે એક છોકરી જે પોતાના પ્રિય બહું જ ગમતું પાત્ર છે એના અવાજ, બોલ ; એને જાગતાં જાગતાં તો સંભળાય છે અને રાતે ઊંઘમાં પણ એનો અહેસાસ થાય છે, એના કાન તરસી રહ્યાં છે, વ્હાલમના બોલ સાંભળવાં માટે, ભલે હકીકતમાં ન હોય છતાં પ્રિયતમાને એ અહેસાસ થાય છે.

ઉંબરે ઊભી ઊભી રાહ જોતી પ્રિયતમાને ભણકારા વાગે છે. આ ઉંબરો એટલે ઘરનો દરવાજાનો ભાગ જ્યાંથી ઘરની બહાર નિકળી શકાય, અથવા તો ત્યાં ઊભા રહીને બહારનું દ્રશ્ય જોઇ શકાય એ જગ્યા, પ્રિયતમા અહીં ઊભી ઊભી આતુરતાથી રાહ જોઈ રહી છે એનો અવાજ સાંભળી રહી છે. એના અનાજનો એ અહેસાસ કરી રહી છે. એટલું જ નહીં પણ પછી ‘ ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના… વ્હાલમના બોલ તો એને દિવસે જ નહી પણ રાતે ઘરમાં સુતાં સુતાં પણ સંભળાય છે એનો અહેસાસ થાય છે.

” ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારા સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં “

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના


પહેલાંના સમયમાં અને આજેય જ્યાં બળદગાડાં હોય છે. ત્યાં તમે જોશો તો બળદના ગળામાં ઘુધરા બાંધવામાં આવતાં, મને હજીય યાદ છે હું જ્યારે નાનો હતો ત્યારે ગુજરી ભરાતી ત્યાં હું આ ઘુઘરા લેવા પહોંચી જતો, રમવા માટે, તો ઘુઘરા પહેરાવ્યા બાદ બળદ જ્યારે ચાલે તો‌ એનો રણકાર દુર સુધી સંભળાય, પડઘો પડીને એ કાનમાં પણ રણકયા કરે, અને આ અવાજ ઘણાં લાંબા સમય સુધી સંભળાયા કરતો હોય છે.

મતલબ કે જો બહારથી છેક પાદરે, ગામની ભાગોળે પણ બળદગાડુ જતું હોય તો એ ઘરમાં પણ ખબર પડે છે અને આ ઘુઘરાનો અવાજ સાંભળી પ્રિયતમાને વ્હાલમનાં સપનાઓ જ્યારે આળસ મરડીને બેઠા થતાં હોય એમ બેઠા થાય છે અને ઘુઘરાનાં રણકારમાં એજ વ્હાલમના બોલનો અહેસાસ, અને પાછું પ્રિયતમાને સપનાં પણ વ્હાલમના જ આવે છે…..!

” કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ.
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના “
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

પ્રિયતમા અહીં જે સપના જોઈ રહી છે એને એવું લાગે છે કે, એ સપના કાલે જ સાચાં પડશે અને પછી જેમાં વડલાની ડાળે અમે બેવ સાથે ઝૂલતા હોઈશું, મોરની સાથે કૂદતા હોઈશું‌ આ બધામાં એટલા મશગુલ હશે કે, કુદકા મારતાં કાંટા પણ વાગશે અને આ બધામાં પણ રમતાં, કુદતા, ઝુલતાં પણ જે કાંટા વાગવાના છે, જે બોલ સંભળાવાના છે એ તો ફકત વ્હાલમના બોલ જ છે. આહા… કેટલું અદભૂત દરેક પળમાં ને દરેક વસ્તુમાં વ્હાલમની જ વાત, પ્રિય પાત્રને એકદમ લાગણીઓથી ભરી દીધું છે કવિએ અહીં….!

” આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળ પાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના “

અહીંયા કવિએ કુદરતને પણ સાથે એ રીતે વર્ણાવી લીધી છે કે પ્રિયતમાની સાથે જ એ પણ પોતાનો સુર મેળાવી રહી છે. કવિએ અહી ગોફાણની વાત કરી છે. પહેલાંના સમયમાં આ ગોફાણ ઘણું વપરાતું, મોટું ખેતર હોય અને ખેતરની વચ્ચે છેક પક્ષીઓ બેસી ચણતાં હોય ત્યારે ત્યાં પહોચીને ઉડાડવા શક્ય ન હોય એવા સમયે પક્ષીઓને ઊડાડવા માટે ગોફણનો ઉપયોગ કરવામાં આવતો. મજબૂત દોરી અને દોરડાથી ગૂંથેલી ગોફણમાં પથ્થર મૂકીને એ ગોફણ ગોળ-ગોળ હલાવીને એવી રીતે હવામાં વિંઝવામાં આવે કે ગોફણમાં મૂકેલો પથ્થર ફંગોળાઈને દૂર ક્યાંનો ક્યાંય બહું દુર સુધી જઈને પડે અને એની સાથે પક્ષીઓ ઊડી જાય, આજકાલ નાની ગોફાણો આધુનિકતા સાથે આવી ગઈ છે પણ પહેલા જેવી મજા નથી.

હા પણ અહીં કવિ કહેવા માગે છે કે, પ્રિયતમા ગોફાણમાં પથ્થર નહીં પણ એના વ્હાલમની જુદાઈને ગોફાણમાઅં મુકીને બહું દૂર સુધી ફેંકી દેવા માંગે છે. એ સાથે આગળની પંક્તિ, આજેય ઘણી જગ્યાએ ગામડામાં ખેતરને ચારે બાજુથી કવર કરવા માટે વાડ જ બનાવમાં આવે છે શહેરોમાં તારની વાડ હવે આવી ગઈ છે પણ પહેલા તો વાડ જ હતી, જે વાડ પર અનેક વૃક્ષો અને વેલાઓ જોવા મળે,

એથી જ અહીં કવિ કહેવા માગે છે, કે શાકના વેલા ચઢેલા છે, એ વાલોર અને પાપડી પોતાના વ્હાલમના બોલ સાથે જ એ વીણવા માંગે છે. મસ્તીમાં સાથે વીણવા માંગે છે. સાથે જ એને ખબર છે કે, ગોફણ વીંઝતી વખતે અને પવન નડશે, વેલેથી શાક વીણતી વખતે પ્હેરેલી ઓઢણી પણ નડશે, એમાંય જ્યારે પવન અડશે ત્યારે જાણે વ્હાલમના બોલ એને સ્પર્શી જશે, હસી, ખુશી, મુશ્કેલી, સુખ-દુખ, હસતાં-રમતાં હરેક પળમાં અહીં પ્રિયતમા બસ વ્હાલમનાં બોલનો અહેસાસ કરે છે…..!

આપણું આ નાનકડું મન કેટલું ચંચળ છે નહીં?

ઉંબરે ઉભી સાંભળું રે બોલ વ્હાલમના Lyrics in Gujarati

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરાં વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાં ડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલાં સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળ પાપડી વીણશું લોલ,
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના

Gujarati Prachin Garba Lyrics
Gujarati Prachin Garba Lyrics CLICK

👉 કાંગ ખેતર ગ્યા તા રે ગોરી કાંગ લ્યો

👉 વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા

👉 અંબર ગાજેને મેઘાડંબર ગાજે lyrics અને video

Umbare Ubhi Sambhalu Re Bol Vhalam Na – Lyrics in English


Umbare Ubhi Sambhalu Re Bol Vhalam Na

Unbare ubhi sanbhalun re bol vhalamana
Gharama suti sanbhalun re bol vhalamana

Gamane padar ghughara vage
Unghamanthi mara sapana jage
Sapana re lol vhalamana..

Kal to have vadala dale zulashu re lol
Kal to have morala sathe kudashu re lol
Zulata zoko lagashe mane
Kudata kanto vagashe mane
Vagashe re bol vahalamana
Gharaman suti sanbhalu re bol vhalamana…

Ajani judai gofan ghathi vinzashu re lol
Vadane vele valol papadi vinashu re lol
Vinzatan pavan adashe mane
Vinatan gavan nadashe mane
Nadashe re bol vhalamana
Unbare ubhi sanbhalu re bol
Gharama suti sanbhalun re bol vhalamana

✍ Manilal Desai

અમરકથાઓ – Amar kathao

👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )

👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)

👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)

👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)

👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *