8213 Views
વેંતિયાઓના દેશમા બાળપણમાં સુંદર મજાનો પાઠ ભણવામાં આવતો ” લિલિપુટનો અતિથિ ” આજે યાદ છે એ રીતે ગુજરાતીમાં મુકુ છુ. gulliver lilliput story in gujarati, gulliver in lilliput story in Hindi. ગુજરાતી પાઠ વહેંતિયાઓ ના દેશમાં, Lilliput no atithi, આ વાર્તા પરથી jajantaram mamantaram movie પણ બનેલુ છે.
વેંતિયાઓના દેશમા – લિલિપુટનો અતિથિ
ગુલિવર નામનો એક સાહસીક હતો. તે જહાજમાં બેસીને આખી દુનિયાના અને રહસ્યમય અદ્ભુત ભૂમિ જોવા માટે હંમેશા આતુર અને તૈયાર રહેતો. અને તે માટે તે અવનવા સાહસ ખેડતો.
બાળપણથી જ ગુલિવરને અજાણી જગ્યાઓ શોધવાનો, ફરવાનો, રખડવાનો શોખ હતો પછી તે ડોક્ટર બન્યો અને ખુબ ધન કમાયો અને હવે તેનું સપનું પુરુ કરવા એક વહાણ તૈયાર કર્યુ. અને એવા પ્રદેશમાં ઉપડ્યો કે જ્યા અગાઉ કોઇ ન ગયુ હોય.
સારામાં સારુ જહાજ અને શ્રેષ્ઠ જહાજીઓ અનેક અવનવા પ્રદેશોની મુલાકાત લેતા તેઓ આગળની સફર ખેડી રહ્યા હતા.. અચાનક એક વખતે રાત્રિ દરમિયાન, દરિયામાં ભારે તોફાન શરુ થયુ. પહાડો જેવડા મોજા ઉછળવા લાગ્યા. અને આ તોફાનમાં કોઇ રમકડાની જેમ જહાજ પછડાટ ખાઇને ટુકડે ટુકડા થઇ ગયુ.
વહાણ નાશ પામ્યું હતું. ગુલિવર નિરાશાથી ઘેરાઇ ગયો હતો. તે વિચારવા લાગ્યો, ‘શું મારું જીવન આમ જ બરબાદ થઈ જશે.’ ગુલિવર સિવાયના તમામ મુસાફરો પાણીમાં ડૂબી ગયા હતા. તે સારો તરવૈયો હતો. પણ
રાત્રીનાં અંધકારમા તેને કશુ જ દેખાતુ નહોતુ. તે આમથી તેમ હાથપગ પછાડીને તરવાનો પ્રયત્ન ચાલુ રાખી રહ્યો હતો. તે ખૂબ જ થાકી ગયો હતો. અંતે તે કેટલુ તર્યો કે શુ થયુ તેને કશુ જ યાદ ન રહ્યુ. કોઇક લાકડાના પાટિયા જેવુ તેના હાથમાં આવ્યુ પછી તે બેભાન થઇ ગયો હતો.
તે એક અજાણ્યા ટાપુ પર પહોચી ગયો હતો. ગુલિવર આખો દિવસ આમ જ બેભાન પડ્યો હતો. જ્યારે તેની આંખ ખુલી ત્યારે સૂર્ય ચમકતો હતો. ગુલિવરને આશ્ચર્ય થયું કે શું તે સ્વર્ગમાં આવ્યો છે. જ્યારે તે ઉઠવા ગયો ત્યારે તેને પોતાનાં હાથ બંધાયેલા લાગ્યા… પગ હલાવ્યા તો પગ પણ બંધાયેલા હતા… માથુ ઉંચુ કરીને જોવા ગયો તો માથાનાં વાળ પણ જમીન સાથે બંધાયેલા હતા.
તેણે બરાબર ધ્યાન કરીને જોયુ તો અસંખ્ય દોરા જેવા તાંતણાઓથી તેના હાથપગ, વાળ બંધાયેલા હતા.. તે થોડીવાર ફરીથી એમ જ પડ્યો રહ્યો.. ત્યા તેના શરીર ઉપર સળવળાટ થતો લાગ્યો.. તેણે બરાબર ધ્યાનથી જોયુ તો એક સાવ ટચુકડો (વેતિયો) માણસ તેના શરીર ઉપર ચાલી રહ્યો હતો.. તેને જોઇને તેના જેવા બિજા અનેક વેતિયાઓ પણ આજુબાજુમાં આવી ગયા હતા.
પહેલા તો ગુલિવરની સમજમાં કંઈ ન આવ્યું. તેણે તેના જીવનમાં આટલા ટચુકડા (વેતિયા) લોકો ક્યારેય જોયા ન હતા. તેઓ ખુબ જ નાના હતા. તેને આશ્ચર્ય થયું કે શું તે કોઈ બીજી દુનિયામાં આવ્યો છે. તેઓ વેતિયા હોવા છતાં, તેને કાબૂમાં લેવા માટે સખત પ્રયાસ કરી રહ્યા હતા.
આ સ્ટોરી આપ www.amarkathao.in પર વાંચી રહ્યા છો.
કદાચ તેઓ ગુલિવરને કેદી તરીકે લઇ જવા માંગતા હતા. તેના પ્રયત્નો જોઈને તે મનમાં ખૂબ હસ્યો. તેને ઘણી વાર્તાઓમાં આવેલા રાક્ષસો યાદ આવ્યા. તેણે વિચાર્યું કે તેઓ મને કોઈક પ્રકારનો રાક્ષસ માનતા હોવા જોઈએ, કારણ કે તે તેમના કદ કરતા સેંકડો ગણો મોટો હતો.
ગુલિવરે બંધનમાથી છુટવા થોડુક બળ કર્યુ. અને હાથેપગે બાંધેલા અસંખ્ય તાંતણા જેવા દોરડાઓ એક સાથે તુટી ગયા.. અને એક ઝટકો મારીને ઉભો થયો. ત્યાતો આ વેતિયાઓનું ટોળુ પડતુ – આખડતુ દૂર ભાગવા લાગ્યુ.. અને અમુક અંતરે દુર જઇને તેના સેનાપતિ જેવા દેખાતા વેતિયાએ કઇક આદેશ આપ્યો. અને એકસાથે અસંખ્ય તીરોનો વરસાદ થયો.. એ તીર તીક્ષ્ણ સોંય જેવા હતા… એવા કેટલાય તીર ગુલિવરનાં શરીરમાં ઘુંસી ગયા હતા.
ગુલિવરે પૂછ્યું, “તમે લોકો કોણ છો? મને જવા દો.” તેઓએ જવાબ ન આપ્યો અને ગુલિવર તેમને દૂર કરવામાં નિષ્ફળ ગયો. તેના હાથ-પગ પૃથ્વી સાથે બાંધી દેવામાં આવ્યા. બધા ઠીંગણા વેતિયાઓ તેના શરીર પર દોડી રહ્યા હતા. તેનો નેતા ગુલિવરના અંગૂઠા કરતાં નાનો હતો. તેણે આગળ આવીને કહ્યું, “તમે લિલીપુટમાં છો.
અમે લિલીપુટના રહેવાસી છીએ. અમે તમને અમારા રાજા પાસે લઈ જઈએ છીએ. જો તમે અમને ખલેલ પહોંચાડશો તો અમે તમને મારી નાખીશું.” ગુલિવર તેની ધમકી પર હસ્યો, પરંતુ તે ચૂપચાપ સંમત થયો.
પછી પૈડા સાથે લાકડાનું એક મોટું માળખું લાવવામાં આવ્યું. તેઓએ કોઈક રીતે ગુલિવરને તેના પર દબાણ કર્યું. મહામહેનતે ગાડીનાં આ માળખા પર ચડાવ્યો. અસંખ્ય નાના નાના ઘોડાઓ અને માણસોની મદદથી
જ્યારે તે લિલીપુટ પહોંચ્યો, ત્યારે તેણે ઘણા વેતિયાઓ જોયા. તે તેમને સાંભળી શકતો હતો. તેઓ આ અંગે ચર્ચા કરતા હતા.
એક વેતિયો બોલ્યો, “જુઓ તે કેટલો મોટો છે. તેની નાની આંગળી પણ મારી લંબાઈ કરતા વધુ છે.”
બીજા વેતિયાએ ગુલિવર તરફ જોયું અને કહ્યું, “આની જેમ મોટા થવા માટે આપણે ઘણું ખાવું પડશે?”
ત્રીજા ઠીંગણાએ કટાક્ષ કરતાં કહ્યું, “આટલું મોટું થવા માટે આપણે અનેક સેનાઓ જેટલો ખોરાક ખાવો પડશે.”
અને બધા વેતિયાઓ હસવા લાગ્યા. ચારે તરફ ઉત્સવનો માહોલ હતો. ગુલિવરની સાથે તેઓ પણ આનંદ માણી રહ્યા હતા. આ પછી તેઓ બધા રાજાના દરબારમાં ગયા. તે સમયે રાજા દરબારમાં ન હતા, પરંતુ રણશિંગડા વાગતા જ તે ત્યાં પહોંચી ગયો.
રાજાએ કહ્યું, “દૈત્યજી, નમસ્કાર! હું લિલીપુટનો રાજા છું.”
ગુલિવરે કહ્યું, “ હું ગુલિવર છું માફ કરશો, હું તમને સલામ કરી શકતો નથી. આ લોકોએ મને બાંધી દીધો છે.”
“જો તમારે અહીં રહેવું હોય, તો તમારે અમારા લોકોની સેવા કરવી પડશે.” રાજાએ ટોળા તરફ ઈશારો કરતાં કહ્યું.
“હું તૈયાર છું ! પણ તમારે મને આ બંધનમાંથી મુક્ત કરવો પડશે.” ગુલિવર ઉતાવળે બોલ્યો.
“તમે મને ખરાબ દેખાતા નથી.” રાજાએ કહ્યું. પછી તેણે સૈનિકોને આદેશ આપ્યો, “આ જીવતા પર્વતને મુક્ત કરો.”
રાજાએ તેની મુક્તિનો આદેશ આપ્યો તે સાંભળીને ગુલિવર ખુશ થયો. તેણે મનમાં રાજાનો આભાર માન્યો.
લિલીપુટના નાગરિકો તેને એક ખુબ જ પ્રાચીન મંદિરના ખંડેરમાં લઈ ગયા. આ એકમાત્ર જગ્યા હતી જ્યાં ગુલિવર રહી શકે. – અમરકથાઓ
તે દિવસથી, ગુલિવર અને વહેતિયા લોકોએ ખૂબ જ ગાઢ મિત્રતા વિકસાવી. તેઓએ ગુલિવરને ખોરાક અને પાણી આપ્યું અને તેના કપડાં સીવવા માટે માપ લીધા. જ્યારે ગુલિવરના નવા કપડા આવ્યા, ત્યારે તે સમગ્ર રાજ્ય માટે ઉજવણીનો દિવસ બની ગયો. બધા વામન રસ્તા પર ભેગા થયા. તેણે ગુલિવરનો પોશાક પોતાના હાથે તૈયાર કર્યો હતો. તેમની પાસે આટલું મોટું કાપડ નહોતું, જેથી કપડાના ઘણા ટુકડા ભેગા કરીને તેઓએ ગુલિવર માટે કપડા બનાવ્યા હતા. ગુલિવર તેમનો અદમ્ય પ્રેમ જોઈને ભાવુક થઈ ગયો.
એક દિવસ રાજાના મહેલમાં અચાનક આગ લાગી.
“મદદ મદદ! મહેલમાં આગ લાગી છે. રાણી મહેલમાં છે, તેને બચાવો!” ચારેબાજુ ભારે હોબાળો મચી ગયો. લોકો મહેલ તરફ દોડી રહ્યા હતા. આ અવાજો સાંભળીને ગુલિવર રાણીની મદદ કરવા દોડી ગયો.
થોડાક ડગલામા તો ગુલિવર મહેલમાં પહોંચી ગયો. રાણીના રૂમમાં જોરદાર આગ લાગી હતી. તેણે ઝડપથી દરિયા બાજુ દોડ લગાવીને પોતાનાં મોઢામાં અને ખોબામાં પાણી ભરી લીધુ. અને મોઢાનાં ફુવારાથી અને ખોબાનાં પાણીથી આગ બુઝાવી પછી રાણીની શોધ કરી.
રાણી ભયના કારણે બેહોશ થઈ ગઈ હતી. ગુલિવરે રાણીને ઉપાડીને ખિસ્સામાં મૂકી અને ત્યાંથી બહાર આવ્યો. થોડી વાર પછી રાણીને હોશ આવી ગયો. બધા વેતિયાઓએ ગુલિવરનો આભાર માન્યો. લિલીપુટનો રાજા ગુલિવરનો ઋણી બની ગયો. અને ગુલિવરને ખુબ જ માન સન્માન સાથે મહેમાન બનાવીને રાખવા લાગ્યા.
એક દિવસ અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો. પાડોશી દેશ બ્લુઅસે તેના જહાજ વડે લિલીપુટ દેશ પર હુમલો કર્યો હતો. રાજાએ પોતાના દેશના નાગરિકોને પ્રોત્સાહિત કરતા કહ્યું, “લિલીપુટવાસીઓ! હિંમત રાખો આપણે સાથે મળીને આપણી માતૃભૂમિની રક્ષા કરીશું.” પરંતુ ત્યાંના લોકો ડરના માર્યા અહીં-ત્યાં ભાગવા લાગ્યા. તેઓ જાણતા હતા કે પડોશી રાજા ખુબ જ શક્તિશાળી છે. તે અનેક જહાજો સાથે લિલિપુટ પર હુમલો કરી રહ્યા હતા.
આ ઘટનાની જાણ ગુલિવરને થઇ તેણે રાજાને કહ્યુ. તમે બધા શાંતિથી રહો.. દુશ્મન સેનાનો હુ એકલો જ સામનો કરીશ. અને તેઓને આપણા રાજ્ય સુધી પહોચવા નહી દઉ – અમરકથાઓ
ગુલિવરે એક યોજના બનાવી. તે સીધો સમુદ્રમાં ગયો. ડુબકી લગાવીને તે દુશ્મનોનાં જહાજો સુધી પહોચી ગયો. તે તમામ જહાજ પણ વહેંતિયાઓને અનુરુપ જ હતા. તે દુશ્મનના જહાજોને પકડીને પાણીમાં જ પલટી નાખવા લાગ્યો. તેણે થોડા જહાજોને પાણીમાં ડુબાડી દીધા. દુશ્મન દેશના ઘણા સૈનિકો માર્યા ગયા અને બાકીના ડરીને ભાગી ગયા.
લિલિપુટના વામનો આ બધું જોઈને ખૂબ ખુશ થયા. હવે ગુલિવર તેમનો હીરો બની ગયો હતો.
રાજાએ કહ્યું, “હું તમારાથી ખૂબ જ ખુશ છું. તમને જે જોઈએ તે માંગી લો.”
ગુલિવરે એક ક્ષણ માટે વિચાર કર્યા પછી કહ્યું, “મહારાજ, મને એક મોટું જહાજ બનાવી આપો જેના પર હું મારા દેશમાં જઈ શકું.”
લિલીપુટનો રાજા ગુલિવરની કાર્યથી અને વર્તનથી ખૂબ જ ખુશ હતો. તે તેને પ્રેમ કરવા લાગ્યો હતો. તે કોઇપણ હિસાબે ગુલિવરને દૂર જવા દેવા માંગતો ન હતો. તેમ છતાં મનને કાબૂમાં રાખીને તેણે ગુલિવરની આ માંગ પૂરી કરી.
ગુલિવર પણ રાજાના પ્રેમથી ખુબ જ ખુશ હતો. પરંતુ તેની યાત્રા હજુ અધૂરી હતી. તે આખી દુનિયા જોવા માંગતો હતો. અત્યારે તેને પોતાનું વતન યાદ આવતુ હતુ.
રાજાનો આદેશ થતા એક વિશાળકાય જહાજ બનાવવાનાં કાર્યનો આરંભ થયો. ગુલિવર પણ એમા રાતદિવસ પરિશ્રમ કરતો… અને આ રીતે ગુલિવર માટે એક મજબુત જહાજ તૈયાર કરવામાં આવ્યુ. આ જહાજ વેતિયાઓ માટે તો એક અજાયબી જ હતી..
પછી વિદાયનો સમય થયો. ગુલિવર લિલીપુટના રાજા દ્વારા બનાવવામાં આવેલા જહાજમાં સવાર થયો. રાજાએ ગુલિવર માટે યોગ્ય જથ્થામાં ખાવા પિવાની સામગ્રી પણ મુકાવી હતી..ધીમેધીમે જહાજ કિનારો છોડીને આગળ વધ્યુ… બધાની આંખોમાં આંસુ હતા..
“ગુડબાય ગુલીવર, અમે તમને ક્યારેય ભૂલીશું નહીં.” બધાએ કહ્યું.
“બાય! આપ સૌને શુભકામનાઓ. લિલીપુટ હંમેશ માટે આબાદ રહો.” ગુલિવરે જવાબ આપ્યો. ગુલિવર જાણતો હતો કે તે પણ લિલીપુટના લોકોને ક્યારેય ભૂલી શકશે નહીં….
✍ ટાઇપીંગ & ગુજરાતી ભાવાનુવાદ અમરકથાઓ
❎ આ પોસ્ટની કોપી કરીને પોતાની website કે બ્લોગમાં ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.
👉 આ પણ વાંચો – સિંદબાદ ની સાત સફર
👉 શ્રેષ્ઠ 101 ગુજરાતી વાર્તાઓ વાંચો
👉 ગુજરાતી જુની કવિતાઓનો સંગ્રહ
👉 દેશનાં ક્રાંતિકારી અને શહિદો
गुलिवर की यात्रा की कहानी | The Story of Gulliver’s Journey in hindi
लेम्युअल गुलिवर नामक एक साहसी व्यक्ति रहता था। वह पानी के जहाज पर सवार होकर पूरी दुनिया के आश्चर्यजनक नजारे देखने के लिए हमेशा उत्सुक और तत्पर रहता था।
गुलिवर सोचता था, ‘वे दिन कब आएंगे, जब मैं अपना जीवन लंबी यात्राओं और अनजान जगहों पर बिता सकूँगा।’ जब वह सागर की लहरों पर चमकती किरणों और नाचती डालफिनों को देखता, तो गुलिवर को यकीन हो जाता कि वे लहरें उसे संसार का सबसे सुखी इन्सान बना सकती हैं। फिर एक दिन वह डॉक्टर बनकर जहाज पर सवार हो गया।
रात्रिकाल समुद्र में भारी तूफान आने से जहाज तहस-नहस हो गया। गुलिवर को निराशा ने घेर लिया। वह सोचने लगा, ‘क्या मेरा जीवन यूं ही बरबाद हो जाएगा।’ गुलिवर के अलावा बाकी सभी मुसाफिर पानी में डूब गए थे। वह एक अच्छा तैराक था। किनारे तक जाने के लिए उसे कई मील तैरना पड़ा।
वह बहुत थक गया था, अतः किनारे पहुंचकर सो गया। गुलिवर सारा दिन सोता रहा। जब उसकी आंख खुली, तो सूरज चमक रहा था। गुलिवर सोचने लगा कि क्या वह स्वर्ग में आ गया है। जब उसने उठना चाहा, तो उससे नहीं उठा गया। बहुत से बौने उसके शरीर पर चढ़े हुए थे।
पहले तो गुलिवर की समझ में कुछ नहीं आया। उसने अपने जीवन में कभी इतने बौने लोग नहीं देखे थे। वे बहुत छोटे थे। उसने सोचा कि कहीं वह किसी दूसरी दुनिया में तो नहीं आ गया। बौने छोटे होने के बावजूद उसे काबू में करने की पूरी कोशिश कर रहे थे।
शायद वे गुलिवर को बंदी बनाना चाहते थे। उनकी कोशिश देखकर उसे मन-ही-मन में बहुत हंसी आई। उसे कई कहानियों में वर्णित राक्षसों की याद आ गई। उसने सोचा कि वे लोग उसे वैसा ही कोई राक्षस समझ रहे होंगे, क्योंकि वह उनके डील-डौल से सैंकड़ों गुना बड़ा था।
गुलिवर ने पूछा, “तुम लोग कौन हो? मुझे जाने दो।” उन्होंने कोई जवाब नहीं दिया और गुलिवर उन्हें हटाने में असफल रहा। उसके हाथ-पैर धरती से बंधे थे। सभी बौने उसके शरीर पर दौड़ रहे थे। उन बौनों का नेता गुलिवर के अंगूठे से भी छोटा था। वह आगे आकर बोला, “तुम लिलीपुट में हो,
हम लिलीपुट के वासी हैं। हम तुम्हें अपने राजा के पास ले जा रहे हैं। अगर तुम हमें परेशान करोगे, तो हम तुम्हारी जान ले लेंगे।” उसकी धमकी सुनकर गुलिवर को हंसी आ गई, लेकिन उसने चुपचाप हामी भर ली।
फिर पहियों वाला लकड़ी का एक बड़ा-सा ढांचा लाया गया। उन्होंने किसी तरह गुलिवर को उस पर धकेल दिया। जब वह लिलीपुट पहुंचा, तो उसने देखा कि बहुत से बौने धक्का-मुक्की करते हुए उसकी एक झलक पाने की कोशिश कर रहे थे। वह उनकी बातें सुन सकता था। वे लोग उसी के बारे में चर्चा कर रहे थे। एक बौना बोला, “देखो, ये कितना बड़ा है। इसकी छोटी उंगली भी मेरी लंबाई से अधिक है।”
दूसरे बौने ने गुलिवर की ओर देखते हुए कहा, “इसके समान बड़ा होने के लिए हमें बहुत भोजन करना होगा?”
तीसरा बौना व्यंग्य करते हुए बोला, “इतना बड़ा होने के लिए हमें कई सेनाओं का भोजन खाना पड़ेगा।”
फिर वे बौने हंसने लगे। चारों ओर उत्सव का माहौल था। गुलिवर के साथ-साथ वे लोग भी आनंद उठा रहे थे। इसके बाद वे सब राजा के दरबार में गए। उस समय राजा दरबार में नहीं था, लेकिन बिगुल बजते ही वह वहां पहुंच गया।
राजा ने कहा, “दैत्य जी, नमस्कार! मैं लिलीपुट का राजा हूं।”
गुलिवर बोला, “महाराज, नमस्कार! मैं गुलिवर हूं। माफ करें, मैं आपको प्रणाम नहीं कर पा रहा हूं। इन लोगों ने मुझे बांध दिया है।”
“अगर तुम यहां रहना चाहते हो, तो मेरी प्रजा की सेवा करनी पड़ेगी।” राजा ने भीड़ की ओर संकेत करते हुए कहा।
“मैं तैयार हूं, महाराज! लेकिन आपको मुझे इस बंधन से आजाद करना होगा।” गुलिवर तत्परतापूर्वक बोला।
“तुम मुझे दिखने में बुरे नहीं लगते।” राजा ने कहा। फिर उसने सिपाहियों को आदेश दिया, “इस जिंदा पहाड़ को आजाद कर दो।”
यह सुनकर गुलिवर को बहुत अच्छा लगा कि राजा ने उसे आजाद करने का हुक्म सुना दिया है। उसने मन-ही-मन में राजा को धन्यवाद दिया।
लिलीपुट के नागरिक उसे एक मंदिर के खंडहर में ले गए। यही एक जगह थी, जहां गुलिवर रह सकता था। उसी दिन से गुलिवर और बौने लोगों के बीच काफी गहरी दोस्ती हो गई। उन्होंने गुलिवर को भोजन और पानी दिया तथा उसके कपड़े सिलने के लिए माप लिया। जब गुलिवर के नए कपड़े सिलकर आए, तो यह पूरे राज्य के लिए जश्न का दिन बन गया। सभी बौने सड़क पर जमा हो गए। उन्होंने अपने हाथों से गुलिवर की पोशाक तैयार की थी। उनके पास इतना बड़ा कपड़ा नहीं था, इसलिए कपड़ों के कई टुकड़े जोड़कर वह पोशाक बनाई गई थी। गुलिवर उनका अनूठा प्यार देखकर भावुक हो उठा।
एक दिन राजा के महल में अचानक आग लग गई।
“बचाओ-बचाओ! महल में आग लग गई है। रानी महल में हैं, बचाओ!” चारों ओर भारी चीख-पुकार मची थी। लोग महल की ओर दौड़ रहे थे। यह आवाजें सुनकर गुलिवर रानी की मदद करने के लिए भागा।
शीघ्र ही गुलिवर महल में पहुंच गया। रानी के कक्ष में भीषण आग लगी थी। उसने आग बुझाकर रानी को तलाश किया। रानी भय के कारण बेहोश हो गई थी। गुलिवर ने रानी को उठाकर अपनी जेब में रख लिया और वहां से बाहर आ गया। थोड़ी ही देर बाद रानी को होश आ गया। सभी बौनों ने गुलिवर को धन्यवाद दिया। लिलीपुट का राजा गुलिवर का एहसानमंद हो गया।
तभी अचानक तोप चलने की आवाज सुनाई दी। पड़ोसी देश ब्लूयूस ने अपने जहाज से लिलीपुट देश पर हमला कर दिया था। राजा ने अपने देश के नागरिकों का हौसला बढ़ाते हुए कहा, “लिलीपुट के वासियो! साहस रखो। हम सब मिलकर अपनी मातृभूमि की रक्षा करेंगे।” लेकिन वहां के लोग डर के मारे इधर-उधर भागने लगे।
ऐसी स्थिति में गुलिवर ने एक योजना बनाई। वह सीधे समुद्र में गया और दुश्मनों के जहाज उठाकर पलटने लगा। वह सारा दिन यही करता रहा। दुश्मन देश के काफी सैनिक मारे गए और बाकी डरकर भाग गए। यह सब देखकर बौने बहुत खुश हुए। अब गुलिवर उन सबका हीरो बन गया था।
राजा ने कहा, “मैं तुमसे बहुत खुश हूं। तुम जो जी चाहे, मांग लो।”
गुलिवर ने कुछ पल सोचने के बाद कहा, “महाराज, आप मेरे लिए एक बड़ा-सा जहाज बनवा दें, जिस पर सवार होकर मैं अपने देश जा सकूँ।”
लिलीपुट का राजा गुलिवर के कार्यों और व्यवहार से बहुत प्रसन्न था। वह उससे स्नेह करने लगा था। ऐसे में राजा यह नहीं चाहता था कि गुलिवर
लिलीपुट से अपने देश वापस जाए। फिर भी उसने अपने मन को काबू में रखकर गुलिवर की यह मांग पूरी कर दी।
गुलिवर को भी राजा से प्यार हो गया था, लेकिन अभी उसकी यात्रा अधूरी थी। उसे तो पूरी दुनिया देखनी थी।
फिर विदाई का समय आ गया। गुलिवर, लिलीपुट के राजा द्वारा बनवाए गए जहाज पर सवार होकर आगे चल दिया।
“अलविदा गुलिवर, हम तुम्हें कभी नहीं भूलेंगे।” सब लोगों ने कहा।
“अलविदा! आप सबको शुभकामनाएं। लिलीपुट अमर रहे।” गुलिवर ने जवाब दिया। गुलिवर जानता था कि वह भी लिलीपुट के वासियों को कभी नहीं भुला सकेगा। फिर वास्तव में वह लिलीपुट के बौनों को कभी नहीं भूल पाया। वह इस बारे में अपने मित्रों और सगे-संबंधियों से चर्चा करता रहा। लेकिन अन्य स्थानों की यात्रा में उसे ऐसा अनूठा अनुभव नहीं हुआ था। अन्य स्थानों की यात्राएं तो केवल रोमांचक थीं।
hi
Pingback: કદર ધોરણ 5 ગુજરાતી | વાલા કેસરિયા ની સત્યઘટના - AMARKATHAO
Pingback: ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ - AMARKATHAO