क्रांतिकारी श्रृंखला भाग 1 में आज पढ़ें सुभाषचंद्र बोस के बचपन की घटनाएं । हिन्दी અને ગુજરાતીમાં. (हिंदी भाषा में लेख नीचे दिया गया है ) સુભાષચંદ્ર બોઝનાં બાળપણ નાં પ્રસંગો.
મિત્રો અમરકથાઓમાં ક્રાંતિકારીઓની શ્રેણી શરુ કરવામાં આવી છે. જેમાં ભારત દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યૌછાવર કરનારા ક્રાંતિકારીઓ અને શહિદોની ગાથાઓ મુકીશુ. તો website ને follow કરતા રહેજો.
સુભાષચંદ્ર બોઝનું બાળપણ
ઓરિસ્સાનું કટક શહેર.
ત્યાં એક બંગાળી બાબુ રહેતા હતા. એમનું નામ જાનકીનાથ બોઝ હતું. મૂળ બંગાળાના ચોવીસ પરગણાના કોડિલિયા ગામના રહેવાસી, પરંતુ વકીલાત માટે કટક આવીને વસેલા.
જાનકીબાબુ સરકારી વકીલ હતા. એમનો પગાર ઘણો ઊંચો હતો. બીજી આવક પણ ઘણી. જાનકીબાબુ અંગ્રેજ સરકારના વફાદાર સેવક હતા અને સરકારે એમની સેવાઓની કદર કરીને ‘ રાયબહાદુર ’ નો ખિતાબ એમને એનાયત કર્યો હતો.
આ જાનકીબાબુને ઘેર ઈ.સ. 1897 ની 23 મી જાન્યુઆરીને દિવસે એક પુત્રનો જન્મ થયો. માતાનું નામ પ્રભાવતી. પ્રભાવતીને બીજા સાત પુત્રો હતા. આ પુત્રનું નામ એમણે સુભાષ રાખ્યું.
સુભાષ નાનકડો હતો ત્યારે એને ત્યાં જ્યોતિષીઓ આવ્યા. એમણે બાળક સુભાષનું ભવિષ્ય ભાખ્યું : ‘ આ બાળક કાં તો કોઈ મહાન તપસ્વી થશે અને કાં તો ચક્રવર્તી રાજા થશે. એના જીવનમાં મુસીબતોનો પાર નહિ રહે, પરંતુ મનોબળથી એ મુસીબતોને પાર કરશે અને જગતમાં નામ અમર કરી જશે. ’
સામાન્ય રીતે બાળકના બચપણમાં થયેલી આવી આગાહીઓથી બાળક પોતે વાકેફ નથી હોતો. એ તો પોતાની આજુબાજુના વાતાવરણથી, પોતાના વાંચનથી અને પોતાને થતા ખાસ અનુભવોથી ઘડાય છે.
સુભાષના બાળપણમાં વાતાવરણ બહુ ધનવાન જીવનનું હતું. એના બધા ભાઈઓ વિલાયતની કેળવણી લેવા જઈ શકતા. એના ઘરમાં નોકરચાકર ખૂબ હતા.
એની નાની મોટી બધી જરૂરિયાતો પૂરી કરવામાં આવતી. માતા – પિતા અને મોટા ભાઈઓ તેને ખૂબ વહાલ કરતા. એના ભણતરની પણ કાળજી રાખતાં.
સુભાષચંદ્ર બોઝની લોકસેવા
એના બાળપણમાં એક જ એવો પ્રસંગ બનેલો કે જ્યારે એને બીજા અને સામાન્ય જનોના પરિચયમાં આવવાનું થયું અને એ હતી કૉલેરાની મહામારી. સુભાષ હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે કટકમાં કૉલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો. દર્દીઓ પુષ્કળ હતા. દાક્તરો અને નર્સો અને ગામની સફાઈ રાખનારાઓ ઓછા હતા. આથી સુભાષ અને તેના મિત્રોએ ગામની સફાઈનું અને દર્દીઓની સારવારનું કેટલુંક કામ ઉપાડી લીધું.
આ કામ દરિમયાન સુભાષને પહેલી જ વાર આ દેશનાં ગરીબ અને નિરાધાર લોકોનાં દર્શન થયાં એના હૃદયમાં દયાની લાગણી જન્મી. ગરીબ લોકો કેવા ભોળા અને નિખાલસ હોય છે એનો પણ આ જ વખતે સુભાષને એક અજબ રીતે પરિચય થયો.
એ પોતાના દોસ્તોની ટુકડી સાથે શેરીઓ અને મકાનો સાફ કરતો અને લોકોના ઘરમાં પેસીને પણ સફાઈ કરતો. દર્દીઓની પથારીઓ સાફ કરતો અને દર્દીઓને ખાવાનું, દવાઓ વગેરે લાવી આપતો.
ત્યારે ગરીબોના લત્તામાં હૈદર નામનો એક માથાભારે માણસ હતો. એને ઊજળાં લૂગડાંવાળા આ છોકરાઓ ગમતા નહિ. એ કહેતો કે એમના જેવી કોશિશોથી કોઈ સાજું તો થતું નથી. કૉલેરા જેવા રોગચાળા વખતે સ્વચ્છતાનું કેટલું બધું મહત્ત્વ છે, એ તો બિચારો હૈદર જાણે જ ક્યાંથી ? એટલે એક વાર તો ધનવાન ઘરના આ છોકરાઓ ઉપર એણે પથરા પણ ફેંકેલા !
હવે બન્યું એવું કે રોગચાળો તો ફેલાતો હૈદરના ઘર લગી પણ પહોંચી ગયો. હૈદર ચોંક્યો. એ જલદી ડૉક્ટરને તેડવા ગયો, પરંતુ એક ગુંડા તરીકે એની નામના હતી. કોઈ ડૉક્ટર કે હકીમ એને ઘેર આવવા તૈયાર ન થયા. એ ખૂબ રખડ્યો. અંતે ખાલી હાથે પાછો વળ્યો.
પરંતુ ઘેર આવીને જુએ છે તો પોતાનું ઘર છોકરાઓથી ભરાઈ ગયેલું. કોઈ ઘરની સફાઈ કરે કોઈ દર્દીનાં કપડાં ધૂએ છે, કોઈ દર્દીની પથારી પાસે બેસીને મજાની વાતો કહે છે. એ લોકો થોડીક દવાઓ અને ફળો પણ લાવેલા. પેલો સુભાષ પણ એમાં ખરો.
આ જોતાં જ હૈદરની આંખોમાં આંસુ આવી ગયાં. એણે પોતાના અગાઉના વર્તન બદલ છોકરાઓની માફી માગી. એ લોકોને અનેક આશિષો આપી.
સુભાષચંદ્ર બોઝ પર રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદનો પ્રભાવ
આમ જીવનનું થોડું દર્શન કરનાર સુભાષ જીવન વધુ અર્થપૂર્ણ કેવી રીતે બને એ વિષે વિચારવા લાગ્યો. કિશોર ઉંમરે માણસ ખૂબ લાગણીશીલ અને ભાવનાશાળી હોય છે. સુભાષની લાગણીઓ જ્ઞાન મેળવવા તરફ વળી. એણે પોતાની આજુબાજુ નજર કરી અને એને ધર્મમાં જ્ઞાન દેખાયું !
એ વેળા બંગાળના એક સંત રામકૃષ્ણ પરમહંસ અને એમના શિષ્ય સ્વામી વિવેકાનંદની બંગાળીઓ પર ઘણી અસર હતી. વિવેકાનંદ ઘણી વાર પ્રવચન આપવા કટક જતા. એ વેળા સુભાષ એમને જરૂર સાંભળતો. એણે ‘ રામકૃષ્ણકથામૃત ’ નામનું સંત રામકૃષ્ણનું પુસ્તક પણ વાંચવા માંડયું હતું. વિવેકાનંદ જ્ઞાનપ્રાપ્તિ માટે વારંવાર હિમાલયમાં જતા એવું પણ વાંચેલું.
આ બધી બાબતોની ભેગી અસર એવી થઈ કે સુભાષ ઘર છોડીને જતો રહ્યો. એ વેળા એની ઉંમર ફક્ત 16 વર્ષની હતી.
ગુરુની શોધ માટે સૌથી પહેલાં તો એ કાશી ગયો. ગંગાના ઘાટો ઉપર રખડ્યો. મંદિરો, મઠો અને આશ્રમોમાં ભટક્યો. પરંતુ એને કોઈ ગુરુ ‘ ચમત્કારી ’ જણાયો નહિ. અહીંથી એ વૃંદાવન, હરદ્વાર અને હિમાલયમાં પણ ગયો. ખૂબ રખડ્યો, પણ એનું મન ક્યાંય ઠર્યું નહિ. એટલે નિરાશ થઈને એ પાછો આવ્યો અને ભણતરમાં લાગી ગયો.
પરંતુ આ રઝળપાટે એને દેશનાં માનવીનો વધુ પરિચય કરાવ્યો હતો અને એના દિલમાં એ માનવીઓ માટે વધુ દયાભાવ જાગ્યો હતો. એ વધુ હિંમતવાન પણ બન્યો હતો. એની હિંમત અને સ્વમાનશીલતાને કારણે એક વાર એ તકલીફમાં મુકાઈ ગયો.
જ્યારે એક અંગ્રેજ પ્રોફેસરને તમાચો ઝીક્યો.
વાત ઈ.સ. 1915 ની છે. ત્યારે કલકત્તાની પ્રેસીડેન્સી કૉલેજમાં તે ભણતો હતો. ત્યાં મિસ્ટર ઓટન નામનો એક પ્રૉફેસર હતો. એ ઘણો તુંડમિજાજી હતો. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓનું તો વારંવાર અપમાન કરતો. એના ખરાબ વર્તનને કારણે એક વાર તો કૉલેજમાં હડતાળ પણ પડી હતી.
એક વાર પ્રૉફેસર ઓટને સુભાષનું અપમાન કર્યું. સુભાષે તો તરત જ એક તમાચો ઓટનના ગાલ ઉપર ખેંચી કાઢ્યો !
અંગ્રેજોનું રાજ્ય ચાલતું હોય એવા જમાનામાં દેશી વિધાર્થીઓનું આવું વર્તન કેમ ચાલે ? વાત પ્રિન્સિપાલ પાસે પહોંચી. એમણે સુભાષને કૉલેજમાંથી બરતરફ કર્યા એટલું જ નહિ, એને કદી કોઈ પણ કૉલેજમાં પ્રવેશ ન મળી શકે એવો પ્રમાણપત્ર આપ્યો. સુભાષ પૂરાં બે વરસ માટે રખડી પડ્યો. આખરે બે વરસ બાદ ઈ.સ. ૧૯૧૭ માં ભારતીય વાઈસ ચાન્સેલર સર આશુતોષ મુખરજીની ઘણી લાગવગથી એ ફરી વાર કૉલેજમાં બેસી શક્યો.
સુભાષબાબુનું શિક્ષણ
પરંતુ આ પ્રસંગે અંગ્રેજો તરફના સુભાષના ગુસ્સાને ભડકાવી મૂક્યો. એ ગરમ મિજાજનો જવાન બની ગયો. અભ્યાસમાં પહેલાં જરા નબળો હતો. હવે એણે ચોટલી બાંધીને અભ્યાસ કરવા માંડ્યો. એણે ફિલસૂફીનો વિષય લઈને બી.એ.ની પરીક્ષા પહેલા વર્ગમાં પસાર કરી.
રાયબહાદુર જાનકીનાથ બોઝનો વિચાર એવો હતો કે સુભાષ પણ વિલાયત જઈને ભણે, ત્યાંથી મુલકી સેવા માટેની પદવી મેળવી આવે, જેથી અહીં એને લખલૂટ કમાઈ થાય એવી નોકરી મળે.
અંગ્રેજોની ગુલામી ન કરવા ઠુકરાવી ઓફિસરની નોકરી
પરંતુ સુભાષનો વિચાર જુદો જ હતો. પ્રૉફેસર ઓટન જેવા તુંડમિજાજી લોકોના દેશમાં ભણવા જવાની એની જરાય ઇચ્છા નહોતી. એણે વિલાયત જવાની ના પાડી.
પિતાને આ કારણની ખબર નહિ. એટલે એમણે જુદું જ અનુમાન કર્યું. એ બોલ્યા, ‘ સુભાષને ડ૨ છે કે પોતે પરીક્ષામાં પાસ નહિ થાય. એ ડરથી જ એ વિલાયત જવા તૈયાર નથી થતો ! ’
આ સાંભળીને સુભાષના દિલમાં જુસ્સો આવી ગયો. એણે કહ્યું, ‘ જો તમે એવું જ ધારતા હો હું જરૂર વિલાયત જઈને અને મુલકી નોકરીની પરીક્ષા પસાર કરી આવીશ. ‘
સુભાષે આ પ્રતિજ્ઞા સાચી પાડી. પોતે પરીક્ષામાં વિલાયત આખામાં ચોથે નંબરે પાસ થયો એટલું જ નહિ , સાથોસાથ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ‘ મનોવિજ્ઞાન ’ વિષયની બી.એ. ની પરીક્ષા પણ પસાર કરી.
સુભાષ આટલી મોટી ડીગ્રીઓ લઈને ભારત પાછા વળ્યા. પરંતુ એમના આજ સુધીના અનુભવો એમને અંગ્રેજોની ગુલામી નોકરી કરવા દે એમ નહોતા. એ કદી મુલકી નોકરીમાં જોડાયા નહિ. એમણે તો ભારત આવીને તરત જ આઝાદી જંગમાં ઝુકાવ્યું.
સુભાષચંદ્ર બોઝની જીવન ઝરમર
🔹 1919 માં તેઓ બ્રિટન ગયા અને આઈસીએસની પરિક્ષા પણ પાસ કરી. વિદેશી સરકાર સાથે કામ ન કરવાની ઈચ્છાના કારણે તેમણે 1921 માં રાજીનામુ આપ્યું અને પાછા ભારત આવી ગયા.
🔹1937 માં તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. 1939ના કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે પણ તેઓ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. મહાત્મા ગાંધીએ પટ્ટાભિ સીતારમૈયાને ઉભા રાખ્યા હતા અને ચૂંટણીમાં સીતારમૈયા હારી ગયા. કોંગ્રેસના અસહયોગને લઈને તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.
🔹22 જૂન 1939 ના રોજ આ સંસ્થાનું ગઠન કર્યું. બે જુલાઈ, 1940 ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી અને કોલકત્તાના પ્રેસીડેન્સી જેલમાં તેમને રાખવામાં આવ્યા.
🔹અફઘાનિસ્તાનના રસ્તે તેઓ સોવિયત સંઘ પહોંચ્યા. ત્યાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સ્ટાલિન પાસે મદદ માંગી પરંતુ તેણે ઈનકાર કર્યો.
🔹1943 માં સિંગાપુર પહોંચીને આઝાદ હિંસ ફોજની કમાન સંભાળી. જાપાને સમર્થન આપ્યું.
🔹1945 માં તેમનું વિમાન દુર્ઘટનામાં મોત થયું હોવાના સમાચારો આવ્યા.
🔹બાદમાં 1982 નો માર્ચ મહિનો અને લગભગ અડધી રાત્રી પસાર થઈ ચૂકી હતી અને વ્હીલ ચેર પર એક વૃદ્ધને લઈને કેટલાક શિષ્યો ગેટની અંદર પ્રવેશ્યા. ભવનના પૂર્વી ઉત્તરી ભાગમાં આ વૃદ્ધ રહેવા લાગ્યા. તેમનો સામાન ધીરે-ધીરે એક માસ સુધી આવતો રહ્યો. ત્યારબાદ છ મહીના પછી ચર્ચાઓ શરુ થઈ કે આ વૃદ્ધ સુભાષચંદ્ર બોઝ છે. અઢી વર્ષ સુધી તેઓ આ ઘરમાં રહ્યા પરંતુ તેમને કોઈએ જોયા નહોતા. વર્ષમાં બે વાર કોલકત્તાથી એક વિશેષ સભ્યોની ટીમ અહીંયા દુર્ગા પૂજા માટે આવતા હતી.
🔹વર્ષ 2017માં કેન્દ્ર સરકાર દ્વારા ભલે તેમના મૃત્યુના કારણોને સ્પષ્ટ કરી દેવામાં આવ્યા પરંતુ આ નિર્ણય તેમના પરિવાર અને તેમની સાથે જોડાયેલા લોકોના મન અને હ્યદયમાં દર્દ સાથે ઘણા સવાલો પણ ઉભા કરી જાય છે.
શ્રી દેવાયત ભમ્મર રચિત સુંદર રચના.
હાં, ક્યાંક ગુમ થયેલો કોહિનૂર મળ્યો નથી.
આ દેશને હજુ ખોવાયેલો સુભાષ મળ્યો નથી.
માં પ્રભાવતીનો પુત્ર.
ને જાનકીનાથનો જાયો.
કટક નગરીમાં જન્મ્યો.
યુવા લોહીમાં એ સમાયો.
બહુ બુદ્ધિશાળી યોદ્ધો એવો ઘેઘુર મળ્યો નથી.
હાં, ક્યાંક ગુમ થયેલો કોહિનૂર મળ્યો નથી.
આ દેશને હજુ ખોવાયેલો સુભાષ મળ્યો નથી.
દેશભક્તોનોય દેશભક્ત
હતો એ દેશભક્ત દાદવો.
હે સુભાષ તારા નામનો,
ચંદ્ર ગોતે છે હજુ હિંદવો.
અમે ખૂન દીધાં તોય એ સૂર જડ્યો નથી.
હાં, ક્યાંક ગુમ થયેલો કોહિનૂર મળ્યો નથી.
આ દેશને હજુ ખોવાયેલો સુભાષ મળ્યો નથી.
ગાંધીજી એ મુક્યો કે જવાહરે?
મુકાયો તો છે અવળા હાથે.
મોહનદાસ પણ મરી ગયા છે.
એ’તો નહીં લઈ ગયા ને સાથે?
જન્મ્યો હતો જરૂર, સુભાષ દિલે મર્યા નથી.
હાં, ક્યાંક ગુમ થયેલો કોહિનૂર મળ્યો નથી.
આ દેશને હજુ ખોવાયેલો સુભાષ મળ્યો નથી.
ફૌજી સુભાષ, નેતા સુભાષ.
સુભાષ આઝાદ હિન્દ ફૌજ.
‘દેવ’ દેશભક્ત સાચા નેતાની.
અંખડ ભારતને હજુ છે ખૌજ.
આઝાદ હિંદ માટે ગયેલો દૂર, પાછો ફર્યો નથી.
હાં, ક્યાંક ગુમ થયેલો કોહિનૂર મળ્યો નથી.
આ દેશને હજુ ખોવાયેલો સુભાષ મળ્યો નથી.
દેવાયત ભમ્મર:-૨૩/૦૧/૨૦૨૧
———————————————-
सुभाषचंद्र बोस का बचपन
उड़ीसा का कटक शहर।
वहाँ एक बंगाली बाबू रहते थे । उनका नाम जानकीनाथ बोस था। मूल रूप से बंगाल के 24 परगना के कोडिलिया गांव के निवासी थे, लेकिन वकालत के लिए कटक में बस गए।
जानकीबाबू सरकारी वकील थे। उनका वेतन बहुत अधिक था। बहुत सी अन्य आय भी। जानकीबाबू ब्रिटिश सरकार के एक वफादार सेवक थे और सरकार ने उनकी सेवाओं के लिए उन्हें ‘राय बहादुर’ की उपाधि से सम्मानित किया।
इस जानकीबाबू के घर ईस्वीसन् 23 जनवरी 1897 के दिन एक पुत्र का जन्म हुआ। माता का नाम प्रभावती था । प्रभावती के सात अन्य पुत्र थे। उन्होंने इस बेटे का नाम सुभाष रखा।
सुभाष जब छोटे थे तब उनके पास ज्योतिषी आते थे। उन्होंने बालक सुभाष के भविष्य की भविष्यवाणी की: ‘यह बच्चा या तो एक महान तपस्वी या चक्रवर्ती राजा बनेगा। वह अपने जीवन में विपरीत परिस्थितियों से धिरा रहेगा, लेकिन वह अपनी मानसिक शक्ति से विपत्ति को दूर कर लेगा और उसका नाम दुनिया में अमर हो जाएगा। ‘
आमतौर पर बच्चे को बचपन में की गई ऐसी भविष्यवाणियों की जानकारी नहीं होती है। यह हमारे आसपास के वातावरण से, हमारे अपने पढ़ने से और हमारे साथ होने वाले विशेष अनुभवों से बनता है।
सुभाष के बचपन में माहौल बहुत समृद्ध था। उनके सभी भाई शिक्षा के लिए विदेश जा सकते थे। उसके घर में बहुत से नौकर थे।
छोटी हो या बड़ी, उसकी हर जरूरत पूरी हो जाती थी। वह अपने माता-पिता और बड़े भाइयों से प्यार करता था। साथ ही अपनी पढ़ाई पर भी ध्यान दे रहे हैं।
सुभाषचंद्र बोस की लोकसेवा
उनके बचपन में एक ही मौका था जब उन्हें अन्य और आम लोगों से परिचित होना था और वह था हैजा की महामारी। जब सुभाष हाई स्कूल में थे, तब कटक में हैजा की महामारी फैल गई। मरीजों की भरमार थी। कुछ डॉक्टर और नर्स और गाँव के सफाईकर्मी थे। इसलिए सुभाष और उनके दोस्तों ने गांव की सफाई और मरीजों के इलाज का कुछ काम हाथ में लिया।
इस काम के दौरान सुभाष को पहली बार इस देश के गरीब और बेसहारा लोगों के दिलों में करुणा की झलक मिली। यह इस समय था कि सुभाष को अजीब तरीके से पेश किया गया था कि गरीब लोग कितने भोले और ईमानदार होते हैं।
वह अपने दोस्तों की टीम के साथ गलियों और लोगों के घरों की सफाई भी करता था। मरीजों के बिस्तरों की सफाई करना और मरीजों को खाना, दवाइयां आदि पहुंचाना।
उस समय गरीबों में हैदर नाम का एक जिद्दी आदमी रहता था। उसे ये सफेद कपड़े वाले लड़के पसंद नहीं हैं। उन्होंने कहा कि इस तरह के प्रयासों से कोई भी ठीक नहीं होता है। हैजा जैसी महामारी में कितनी स्वच्छता जरूरी है , हैदर को क्या पता ? एक बार तो उसने इन अमीर लड़कों पर पत्थर भी फेंके!
हुआ यूं कि महामारी फैल गई और हैदर के घर तक पहुंच गई। हैदर चौंक गया। वह जल्द ही एक डॉक्टर के पास गया, लेकिन उसे एक ठग के रूप में जाना जाता था। कोई डॉक्टर या चिकित्सक घर आने को तैयार नहीं था। वह बहुत घूमा। अंत में वह खाली हाथ लौट आया।
लेकिन जब वह घर आता है तो देखता है कि उसका घर लड़कों से भरा है। कोई घर की सफाई करता है, कोई मरीज के कपड़े धोता है, कोई मरीज के बिस्तर के बगल में बैठकर मजेदार बातें करता है। वे कुछ दवाएं और फल भी लाए। उसमें सुभाष भी है।
हैदर की आंखों में आंसू आ गए। उसने लड़कों से अपने पिछले व्यवहार के लिए माफी मांगी। उन्होंने लोगों को कई आशीर्वाद दिए।
सुभाषचंद्र बोस पर रामकृष्ण परमहंस और विवेकानंद का प्रभाव
इस प्रकार सुभाष, जिनके पास जीवन की एक छोटी सी दृष्टि थी, जीवन को और अधिक सार्थक बनाने के बारे में सोचने लगे। किशोर व्यक्ति बहुत ही भावुक होता है। सुभाष की भावनाएँ ज्ञान प्राप्त करने में बदल गईं। उन्होंने चारों ओर देखा और धर्म में ज्ञान देखा!
उस समय बंगाल के एक संत रामकृष्ण परमहंस और उनके शिष्य स्वामी विवेकानंद का बंगालियों पर बहुत प्रभाव था। विवेकानंद अक्सर व्याख्यान देने के लिए कटक जाते थे। उस समय सुभाष को उसकी बाते सुनी थी। उन्होंने ‘रामकृष्णकथामृत’ नामक संत रामकृष्ण की पुस्तक को भी पढ़ना शुरू किया। उन्होंने यह भी पढ़ा कि विवेकानंद अक्सर ज्ञान प्राप्ति के लिए हिमालय जाते थे।
इन सब बातों का असर यह हुआ कि सुभाष घर से भाग गये। वह उस समय केवल 16 वर्ष के थे।
वह गुरु की तलाश में काशी पहुंचे । गंगा तट पर घूमते रहे। मंदिरों, मठों और आश्रमों में घूमते रहे। लेकिन कोइ गुरु ‘चमत्कारी’ नहीं लगे। यहां से उन्होंने वृंदावन, हरिद्वार और हिमालय का भी भ्रमण किया। वह बहुत भटकता रहा, लेकिन उसका मन कहीं नहीं मिला। निराश होकर वह लौट आया और पढ़ने लगा।
लेकिन इस भटकन ने उन्हें देश के मनुष्यों से और अधिक परिचित कराया और उनके हृदय में उन मनुष्यों के प्रति अधिक करुणा जगाई। वह और भी साहसी हो गया। अपने हौसले और स्वाभिमान की वजह से वह एक बार मुसीबत में पड़ गई थीं।
जब एक अंग्रेजी प्रोफेसर को थप्पड़ मारा ।
बात 1915 की है तब वे कलकत्ता के प्रेसीडेंसी कॉलेज में पढ़ रहे थे। मिस्टर ओटेन नाम का एक प्रोफेसर था। यह बहुत मिजाजी था। वह अक्सर विशेष रूप से भारतीय छात्रों का अपमान करता था। उनके बुरे व्यवहार के कारण कॉलेज में हड़ताल भी हुई।
प्रोफेसर ओटेन ने एक बार सुभाष का अपमान किया था। सुभाष ने फौरन ओटन के गाल पर तमाचा थमा दिया!
जब ब्रिटिश शासन चल रहा था तब देशी छात्रों का ऐसा व्यवहार क्यों? बात प्राचार्य तक पहुंची। उन्होंने न केवल सुभाष को कॉलेज से निकाल दिया, बल्कि उन्हें एक सर्टिफिकेट भी दिया कि उन्हें कभी किसी कॉलेज में एडमिशन नहीं मिलेगा। सुभाष पूरे दो साल भटकते रहे। आखिरकार, दो साल बाद, 1918 में, भारतीय कुलपति सर आशुतोष मुखर्जी की मदद से, वे कॉलेज में लौटने में सक्षम हुए।
सुभाष बाबू की शिक्षा (अभ्यास)
लेकिन इस अवसर ने सुभाष के क्रोध को अंग्रेजों के प्रति भड़का दिया। वह एक गर्म स्वभाव का युवक बन गया। अध्ययन पहले कमजोर था। अब वह कठिन परिश्रम से और पढ़ने लगा। उन्होंने दर्शनशास्त्र का विषय लिया और बीए की परीक्षा प्रथम श्रेणी में उत्तीर्ण की।
राय बहादुर जानकीनाथ बोस का विचार था कि सुभाष को भी विदेश जाकर पढ़ाई करनी चाहिए, वहां से सिविल सर्विस की डिग्री हासिल करनी चाहिए, ताकि उन्हें यहां एक आकर्षक नौकरी मिल सके।
अंग्रेजों की गुलामी से किया इंकार
लेकिन सुभाष का विचार कुछ और था। उनका उस देश में अध्ययन करने का कोई इरादा नहीं था जहां प्रोफेसर ओटेन जैसे लोगों से मूड खराब हो। उन्होंने विदेश जाने से मना कर दिया।
पिता को इसका कारण नहीं पता था। तो उसने अलग तरह से अनुमान लगाया। उन्होंने कहा, ‘सुभाष को डर है कि वह परीक्षा पास नहीं कर पाएगा। उस डर से वह विदेश जाने को तैयार नहीं है! ‘
यह सुन सुभाष के होश उड़ गए। उन्होंने कहा, ‘अगर आपको ऐसा लगता है तो मैं विदेश जाकर सिविल सर्विस की परीक्षा जरूर पास करूंगा. ‘
सुभाष ने यह वादा पूरा किया। उन्होंने न केवल पूरे देश में चौथे नंबर पर परीक्षा उत्तीर्ण की, बल्कि उन्होंने कैम्ब्रिज विश्वविद्यालय से ‘मनोविज्ञान’ में बीए भी किया। परीक्षा भी पास की।
इतनी बड़ी डिग्रियों के साथ सुभाष भारत लौटे। लेकिन उनके अब तक के अनुभव ने उन्हें अंग्रेजों के लिए काम नहीं करने दिया। वह कभी भी एक नागरिक नौकरी में शामिल नहीं हुए। वह भारत आये और तुरंत स्वतंत्रता संग्राम में शामिल हो गये।
सुभाषचंद्र बोस का जीवन
1919 में वे ब्रिटेन गए और ICS की परीक्षा भी पास की। एक विदेशी सरकार के साथ काम करने के लिए अनिच्छुक, उन्होंने 1921 में इस्तीफा दे दिया और भारत लौट आए।
1937 में वे कांग्रेस के अध्यक्ष बने। वह 1939 के कांग्रेस के अध्यक्ष पद के लिए भी चुनाव लड़ रहे थे। महात्मा गांधी ने पट्टाभि सीतारमैया को मैदान में उतारा और सीतारमैया चुनाव हार गए। उन्होंने कांग्रेस के असहयोग के कारण इस्तीफा दे दिया।
22 जून 1939 को इस संगठन का गठन किया। उन्हें 2 जुलाई 1940 को गिरफ्तार किया गया और कोलकाता के प्रेसीडेंसी जेल में बंद कर दिया गया।
वे अफगानिस्तान के रास्ते सोवियत संघ पहुंचे। वहां उन्होंने भारतीय स्वतंत्रता संग्राम में स्टालिन की मदद मांगी लेकिन उन्होंने इनकार कर दिया।
1943 में सिंगापुर पहुंचे और आजाद हिंद सेना की कमान संभाली। जापान ने समर्थन किया।
1945 में खबर आई कि उनकी एक विमान दुर्घटना में मौत हो गई है।
उस समय मार्च 1982 का समय था और लगभग आधी रात थी और कुछ शिष्य व्हीलचेयर में एक बूढ़े व्यक्ति के साथ गेट में दाखिल हुए। बूढ़ा व्यक्ति भवन के पूर्वी उत्तरी भाग में रहने लगा। एक महीने तक उसका सामान धीरे-धीरे आता रहा। फिर छह महीने बाद चर्चाएं शुरू हुईं कि यह पुराने सुभाषचंद्र बोस हैं। वे इस घर में ढाई साल तक रहे लेकिन किसी ने उन्हें नहीं देखा। साल में दो बार कोलकाता से एक विशेष टीम दुर्गा पूजा के लिए यहां आती थी।
हालांकि उनकी मौत का कारण साल 2017 में केंद्र सरकार ने स्पष्ट किया था, लेकिन यह फैसला उनके परिवार और उनसे जुड़े लोगों के दिलो-दिमाग में दर्द के साथ कई सवाल भी खड़े करता है.
આ પણ વાંચો 👇
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની શૌર્યગાથા
મિત્રો લેખ પસંદ આવ્યો હોય તો અહીથી share કરી શકો છો.👇
Nice information amar kathao
Thank you
Nice information amar kathao
Thank you
Thank you.
Pingback: ભગતસિંહ નું બાળપણ | ભગતસિંહ નું જીવન ચરિત્ર | ભગતસિંહ વિશે નિબંધ 1 - AMARKATHAO
Pingback: Teri Mitti main lyrics in gujarati તેરી મિટ્ટી - AMARKATHAO
Pingback: 50+ Best Desh Bhakti Shayari | देश भक्ति शायरी सुविचार, Desh Bhakti Song - AMARKATHAO
Pingback: દુર્ગાભાભી : એ મહિલા ક્રાંતિકારી જે ભગતસિંહને બચાવવા તેમના પત્નિ બન્યા હતા - AMARKATHAO
Comments are closed.