10136 Views
અઘોર નગારા વાગે (Aghor Nagara Vage) પુસ્તકનાં લેખકશ્રી મોહનલાલ અગ્રવાલને આબુ વિસ્તારમાં ‘અર્બુદાચલ કલ્પ’ ના રહસ્યોને શોધવા જતા જે અદ્ભુત, અલૌકિક અનુભવ થાય છે. એવો અનુભવ કે જે માનવ કલ્પનાની બહાર છે. આ લેખમાં વાંચો. aghor nagara vage book pdf, aghor nagara vage pdf, aghor nagara vage free pdf
અર્બુદાચલ કલ્પ – Aghor Nagara Vage
આ અર્બુદાચલ કલ્પ એટલે માઉન્ટ આબુવિસ્તારની ભૌગોલિક , ઐતિહાસિક , ખનિજ , દિવ્ય વનસ્પતિ , અલૌકિક પદાર્થો , સુવર્ણસિદ્ધ વિશેની માહિતી આપતો લેખ. આ કલ્પ મેળવ્યા બાદ તેના સંશોધન અંગે પૂર્વતૈયારીઓ કરી હું આબુ પહોંચ્યો . બે આદિવાસી ભીલોને સાથે રાખી મે સંશોધન શરૂ કર્યું. મારું ભ્રમણ અઠ્ઠાવીસ દિવસ સુધી ચાલ્યું. તે સમયની અહીં ચર્ચા નથી કરતો પણ અઠ્ઠાવીસ દિવસને અંતેના પરિણામનો ઉલ્લેખ કરું છું.
આ કલ્પ ચારસો વર્ષ જૂનો હોવાથી આબુની ભૌગોલિક રચનામાં ઘણા બધા ફેરફારો થયા હોય તેમ જણાયું , અમુક મુખ્ય સ્થાનો , મંદિરો , ગુફાઓ , કુંડ , નદીઓ વિશે ચોક્કસ પુરાવા મળે છે , પરંતુ આધારભૂત નક્કર માહિતી ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે. અમુક સ્થાનોમાં રાત્રિરોકાણ જરૂરી જણાતું પરંતુ દરેક પ્રકારની અગવડતાના કારણે તે રાત્રિરોકાણ શક્ય ન બન્યું. જરૂરી જાણકારી ઘણા ઓછા પ્રમાણમાં મળી અસફળતા , નિરાશાનું પ્રમાણ વધારે હતું , જોકે અમુક દશ્યો , વનસ્પતિઓ તેમ જ કલ્પ સિવાયના અમુક પદાર્થો જોવા જાણવા મળ્યા. જ્યારે ફરતાં ફરતાં પચીસ દિવસ થઈ ગયા અને કલ્પમાં દર્શાવેલ કૂવા પાસે હવન , જાપ અનુષ્ઠાન કર્યું ત્યારે કલ્પમાં સૂચવેલા આહ્વાન દ્વારા બોલાવામાં આવતા મહાપુરુષ દૂરથી ચાલીને આવતા હોય તેમ આવીને હાજર થયા. મેં તેઓને પ્રણામ કરી બેસવા માટે વિનંતી કરી.
તેઓએ ઊભા રહીને જ વાર્તાલાપ કરવા આગ્રહ રાખ્યો. મેં ઊઠીને વિનયપૂર્વક વાતની શરૂઆત કરી : ‘ મહારાજ ! આ કલ્પના અનુસંધાનમાં હું અહીં સંશોધન કરી રહ્યો છું. મને આધારભૂત નક્કર સફળતા શા માટે નથી મળતી ? “
આવેલ મહાપુરુષે સ્પષ્ટતા કરી : “ વત્સ , તમારી પાસેના કલ્પમાં સૂત્ર નથી, ‘ વત્સ , : તેમણે અપલક મારી સામે જોઈ અદ્ભુત રહસ્યનો ઘટસ્ફોટ કર્યો : ‘ તમારી પાસે રહેલ કલ્પ અપૂર્ણ છે. તેનાં ગુપ્તસૂત્રોનો તેમાં ઉલ્લેખ નથી. તમે ભ્રમણ કરેલી દરેક જગ્યાઓ યથાવત્ આજે પણ છે. પરંતુ આ યુગમાં તેનો અનુચિત ઉપયોગ ન થાય તે માટે સિદ્ધ લોકોએ આ બધી જગ્યાઓની રક્ષા માટે પોતાની સિદ્ધિની માયાથી અનેક પ્રકારની વિટંબણાઓની રચના કરી છે, જે હંમેશાં સ્વયં સંચાલિત રહે છે .
” હું તો આ મંડલનો ફક્ત ચોકીદાર છું અને સિદ્ધ મહાત્માઓનો દાસ છું. આપે આહ્વાન કર્યું જેથી મારી ફરજ પ્રમાણે મારે આવવું જોઈએ.”
એમણે કરેલી રજૂઆતથી અને સ્પષ્ટીકરણથી હું થોડો વધુ સ્વસ્થ થયો. મારે ઘણાબધા પ્રશ્નો પૂછવાના હતા. મારા અસંખ્ય પ્રશ્નોના આવેગને માપી લેતા હોય તેમ મારા પહેલાં જ તેઓ બોલ્યા : ‘ જે તમે મેળવવા અને જાણવા ઇચ્છો છો તેના માટે ફક્ત યોગ્યતા કેળવો. તે યોગ્યતા કેળવવા માટે અથાગ પ્રયત્ન કરો. યોગ્યતા આવતાંની સાથે જ આપોઆપ દરેક રહસ્યના ભેદો સમજાવા લાગશે , દરેક સંકલ્પ પરિપૂર્ણ થવા લાગશે. કોઈ પણ વાતનું આશ્ચર્ય નહીં થાય , સમગ્ર જગતમાં ઈશ્વરના અંશની અનુભૂતિ થશે. આ કક્ષામાં જ્યારે તમે હશો ત્યારે તમારે કાંઈ જ નહીં શોધવું પડે. આવી અનેક અદ્ભુત લૌકિક તેમ જ અલૌકિક સિદ્ધિઓ આવીને તમારાં દ્વાર ખખડાવશે. આવી અસંખ્ય સિદ્ધિઓ યોગ્ય પુરુષને શોધ્યા જ કરે છે , યોગ્ય પુરુષ મળતાં જ તેની સેવિકા માફક થે રહે છે.
~~ Aghor Nagara Vage ~~ Aghor Nagara Vage ~~ Aghor Nagara Vage ~~
આબુના પરિભ્રમણને આટોપી લેવાના નિર્ણય પછી આબુની તળેટી વિસ્તારમાં રહેતા આદિવાસીઓ સાથે એક વાર બેઠો હતો. તેઓ પોતાની ‘ ગેરી ‘ ભાષા સાથે મિશ્ર મારવાડી ભાષામાં વાત કરતા , જેમાંની અમુક જ સમજી શકાતી. મારો હેતુ જંગલ માંહેની વનસ્પતિઓ , જડીબુટ્ટીઓ વિશે માહિતી મેળવવાનો હતો. એ પાંચ છ ભીલ લોકોમાં એક મેઘરાજ ઉર્ફે મેણુ નામનો ત્રીસેક વર્ષ ની ઉંમરનો પાતળો છતાં મજબૂત કસાયેલો ભીલ મને સંબોધીને બોલ્યો : ” આવતી કાલે રાત્રે પૂનમ છે , તમારી ઇચ્છા હોય તો અગથી ગુફા પાસે કુંડમાંથી દૂધની ધાર સીધી જ શિવજી ઉપર જાય છે – મેં મારી નજરે જોયું છે – તે તમને બતાવું.” અમરકથાઓ
મેં ઘડીભર તેને તથા તેની વાતને ચકાસવા તેનું અવલોકન કર્યું. તેના ભાવમાં અને આંખોમાં તેણે કરેલી અનુભૂતિ જાણે તરી રહી હતી. મેં ’ તેને તૈયારી કરવા જણાવ્યું.
બીજા દિવસે બપોરે બે વાગ્યે અગથી ગુફા જવાનું નક્કી કરી, હું પાછો ફર્યો. આશ્રમે આવી ભોજનવિધિથી પરવારી આવતી કાલના કાર્યક્રમને અમલમાં મૂકતાં પહેલાં તેની માહિતી એકઠી કરવા માટે વસિષ્ઠ આશ્રમના મહંત સાથે થોડી ચર્ચાવિચારણા શરૂ કરી. મેણુરાજે સૂચવેલ સ્થળ વિશેની માહિતી પૂછતાં મહંતે જણાવ્યું કે , ” આ લોકવાયકા જેવી વાત મે પણ સાંભળી છે , જોયું નથી. અગથી ગુફા , શિવમંદિર , કુંડ એ જગ્યા જરૂર છે. આથી વિશેષ માહિતી મારી પાસે નથી”- એમ તેમણે જણાવ્યું.
રાત્રે મોડે સુધી જાગતો રહ્યો હતો. આવતી કાલના અનુભવ માટેનાં જુદાં જુદાં પાસાંઓને વિચારી રહ્યો હતો. મોડેથી સૂઈ ગયા બાદ બીજા દિવસે સવારે દિનચર્યાથી પરવારી વહેલા જમી આદિવાસીઓના વિસ્તાર તરફ રવાના થયો. ત્યાં પહોંચ્યા બાદ મેણુએ પૂર્વતૈયારીમાં તેની તીર – કામઠી , એક બલ્લમ , ( બલ્લમ એ ભાલા જેવું હથિયાર હોય છે , જેનું ઉપરનું ફળુ આશરે દોઢ ફૂટ લાંબું હોય છે ) , મકાઈના રોટલા , ચટણી , પાણીની બતક વગેરે બીજાં પરચૂરણ સાધનો લઈ જવા માટે તૈયાર કરી રાખેલાં. #અમર_કથાઓ
અમે બન્ને આશરે એક વાગ્યે અગથી ગુફા તરફ જવા રવાના થયા. આ ગુફા વસિષ્ઠ આશ્રમથી દક્ષિણ તરફ આશરે અઢી – ત્રણ કિ.મી. દૂર હતી તેમ જ નીચાણવાળા વિસ્તારમાં હતી. મેણુ રસ્તાથી સારી રીતે પરિચિત હતો. થોડે સુધી કેડી પર ચાલ્યા. પછી કેડી પૂરી થઈ. હવે ફક્ત જંગલી માર્ગ જ પસાર કરવાનો હતો. જુદાં જુદાં વળાંકો , ઊંચાણ , નીચાણ પસાર કરી આશરે ચાર વાગ્યે અગથી ગુફા પાસે પહોંચી ગયા.
ત્યાંની ભૌગોલિક રચનાને લક્ષમાં રાખીને જ શિવમંદિર પુરાતન કાળમાં બનાવાયું હશે તેમ ખ્યાલ આવતો હતો. મંદિરની બહાર નાનકડો ચોક , જે કુદરતી શિલા રૂપે જ હતો , તેના મધ્યથી મંદિર તરફ થોડે નજીક એક છિદ્ર આશરે બે ઇંચ પહોળું જણાતું હતું. ત્યાંનું વાતાવરણ – જગ્યા જોતાં લાગતું હતું કે અહીં ચિકાશવાળી વસ્તુઓ ઢોળવામાં આવતી હશે.
નાનકડું શિવમંદિર આશરે બાર ફૂટ ઊંચું અને પાંચ ફૂટ લાંબુ તથા આશરે ચાર ફૂટ પહોળું હતું. વચ્ચે સવા હાથનું વિશાળ કાળા પથ્થરનું શિવબાણ ખંડીત થયેલી હાલતમા દેખાતું હતુ , કલાક સુધી દરેક ચીજોનું , વાતાવરણનુ, વૃક્ષ-વનસ્પતિઓનુ નિરીક્ષણ કર્યા બાદ , મે મેણુને કહ્યું : “રાતે કેટલા વાગ્યે દુધની ધારા થાય છે તે અંગે કોઇ ખ્યાલ છે ? “
મેણુએ કહ્યું “ ચન્દ્ર માથા ઉપર આવે તે પહેલાં મેં જોઇ હતી. સમયનો ખ્યાલ નથી. ” આખી રાત અહી જ પસાર કરવાની રહેશે. એવું નક્કી થઈ ગયુ , મંદિરની જમણી બાજુએ એક સપાટ સીધી શિલા હતી. જેની આસપાસની બધી જમીન – નિચાણમા હતી અને ઉપરનો ભાગ પણ સૂઈ- બેસી શકાય તેમ જણાતો હતો , એક મોટો પથ્થર મંદિરની સામે જ હતો , પરંતુ ખાસ ઊંચાઈ ન હોવાથી રાતવાસો તેના ઉપર કરવો હિતાવહ લાગ્યો નહીં.
સંધ્યા થવાની તૈયારી થતાં જ હું અને મેણુ મંદિરની જમણી બાજુથી આવેલી આશરે સાઠ ફૂટ ઊંચી શિલા ઉપર પાછળ ના ભાગેથી મહામુસીબતે ચડી ગયા.
મેણુ ન હોત તો શિલા ઉપર ચડવું શકય ન બન્યું હોત.
સંધ્યા પોતાના પાલવથી જંગલને ઢાંકી રહી હતી. રાત્રિનો અંધકાર સંધ્યાના તે પાલવમાં પોતાનો ઘેરો રંગ પૂરી સંધ્યાનું રાત્રિમાં રૂપાંતર કરવા સકળ પ્રયત્ન કરી રહ્યો હતો. જંગલની સંધ્યા અલૌકિક , અદ્ભુત , આહલાદક હોય છે. સંધ્યા સમયે સિદ્ધલોકો પોતાની ગુફાઓમાં બેસીને ધૂણીમાંથી નીકળતી અગ્નિશિખાને જોઈ તેમાં આહુતિ આપી ચલમ ચેતાવીને મેઘનાદ સમી ગર્જના કરે :
” સંધ્યા કી બેલા, અમરકોટ સિદ્ધો કા મેલા.
સંધ્યા તારિણી, સબ દુઃખ નિવારિણી ,
સિદ્ધો લેનેકો ચિલમ દાતાર ….. “
એક તરફ વનરાજીમાં પાછાં ફરતાં પક્ષીઓનો મધુર કલરવ , નિશાચર પ્રાણીઓનું ચોપદાર શિયાળ લાળ કરીને જાણે સમસ્ત નિશાચરોને રાત્રિની છડી પોકારતું હોય તેમ લાગે. આ બધો કોલાહલ ઘડી – બે ઘડી જ રહે છે. પછી નીરવ શાંતિ છવાઈ જાય છે.
મારા માટે અને મેણુ માટે આ અનુભવ અનેક વખતથી પરિચિત હતો. #અમરકથાઓ
મે એ શિલા ઉપર નાનકડું તાપણું સળગાવ્યું. તેના પ્રકાશમાં મેણુએ પોટલી છોડીને મકાઈના રોટલા , ચટણી વગેરે કપડા ઉપર મૂક્યુ. ભૂખ લાગી હોવાથી ખૂબ આનંદથી ચટણી – રોટલાની મોજ લીધી.
ક્ષુધાતૃપ્તિ બાદ મેં સિગારેટ સળગાવી. મેણુએ તેની બંડીમાંથી દમી ( દમી નામની વાંસમાંથી બનાવેલી લાંબી પાતળી ચુંગી ) કાઢીને બે ચપટી તમાકુ ભરી સળગાવી.
હવે સમય જ પસાર કરવાનો હતો. ચન્દ્ર ધીમી ગતિથી આકાશમાં ગતિમાન હતો. મેણુ સાથે ધીમે ધીમે વાત કરીને જુદાં જુદાં સ્થળોની પ્રસંગોની ચર્ચા કરી રહ્યો હતો. સમય પસાર થવા લાગ્યો. મેં બગલથેલામાંથી બાયનોકયુલર બહાર કાઢી , નિશ્ચિત જગ્યાનું શાર્પ ફોકસ મેળવી સેટ કર્યું. જેથી તરત તેનો ઉપયોગ થઈ શકે.
સમય પસાર થઈ રહ્યો હતો. ઘડિયાળમાં મેં સમય જોયો. સાડા અગિયાર થયા હતા. બાર વાગ્યે કાંઈક જાણવા મળશે એવા અનુમાનથી ધીરજ રાખીને મંદિર , શિલા , સમગ્ર વાતાવરણનું સચેતપણે ધ્યાન રાખી રહ્યો હતો. મેણુ , પણ કામઠી , ચડાવીને તીરનું ભાથું પાસે મૂકી પાછળની દિશામાં વારંવાર નજર કરીને જંગલી જાનવર અંગે તકેદારી રાખી રહ્યો હતો.
એ સમયે પ્રચંડ શંખનાદ સંભળાયો. મારા શરીરનાં રોમેરોમ ઊભાં થઈ ગયાં. મેં સાશંક દૃષ્ટિએ મેણુ સામે જોયું. તેની દશા પણ મારા જેવી જ હતી. મને અસંખ્ય આશંકાઓ આવવા લાગી કે , આ ભીલે કોઈ ષડ્યંત્રમાં તો નથી ફસાવ્યો ને કે પછી અહીંના સિદ્ધ મહાત્માઓને અમારી હાજરીની જાણ થઈ ગઈ હોય , જે એમના માટે અનિચ્છનીય હોય અને શંખનાદથી ચેતવણી અપાતી હોય તેવા પ્રકારોના વિચારથી મન વ્યાકુળ થઈ ગયું.
હવે જે થાય તે સહન કર્યા વિના કોઈ જ રસ્તો ન હતો . મેં ગુરુમહારાજનું સ્મરણ કરી ઇષ્ટદેવનું સ્મરણ કર્યું. શંખનાદ ચાલુ જ હતો કે મંદિરમાં ઝાલર , ઘંટ , નોબત , નગારાં વાગવાં શરૂ થઈ ગયાં. અદ્ભુત તાલબદ્ધ રીતે વાગી રહ્યાં હતાં. એ સમયે શિવમંદિરની સામેનો મોટો પથ્થર જાણે ખસી રહ્યો હતો. મેં બાઈનોક્યુલર માંડીને ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું . “ ખુલજા સિમસિમ ’ જેવો રોમાંચક પ્રસંગ ઊભો થતો હોય તેમ જણાયું.
એ પથ્થર આશરે ત્રણેક ફૂટ ખસીને રોકાઈ ગયો.
શંખનાદ ચાલુ જ હતો કે મંદિરમાં ઝાલર , ઘંટ , નોબત , નગારાં વગવાં શરૂ થઈ ગયાં. અદ્ભુતતાબદ્ધ રીતે વાગી રહ્યાં હતાં.
તેની પાછળથી એક પડછંદ કાયાવાળા મહાત્મા એક હાથમાં પૂજાનો થાળ , બીજા હાથમાં ધૂપદાની લઈને બહાર નીકળ્યા. તેની પાછળ બે મહાત્મા મશાલો લઈને બહાર આવ્યા. તેમની પાછળ ચાર મહાત્માઓ એક ખુલ્લી પાલખી લઈને બહાર આવ્યા. એ પાલખીની મધ્યમાં એક અતિવૃદ્ધ હોય તેવા મહાત્મા બિરાજમાન હતા ,
જેમનું મુખ મંદિર તરફ હતું. પાલખીની પાછળ બે મહાત્માઓ કમંડળ , પૂજાના થાળ લઈને આવી રહ્યા હતા. બધા જ મહાત્માઓ આડબંધ અને લંગોટીમાં જ હતા. એકસરખા બાંધા , એક જ સરખી ઊંચાઈ , ભવ્ય મુખમુદ્રા. છુટી જટાઓમાં અદ્દભુત જણાતા હતા.
બાઇનોક્યુલરથી બિલકુલ સ્પષ્ટ બધું જ દેખાતું હતું. તેઓ આગળ વધ્યા એ જ સમયે મંદિરની બહારની શિલાના છિદ્રમાંથી શ્વેત દૂધની ધારા શરૂ થઈ જે સીધી જ મંદિરના શિવબાણને અભિષેક કરાવી રહી હતી. મહાત્માવૃંદ આગળ વધ્યું. ધૂપની અદ્દભુત સુગંધ વાતાવરણમાં અલૌકિક પવિત્રતા ભરી રહી હતી.
સૌથી આગળ ચાલી રહેલા મહાત્માએ મંદિરમાં જઈને આરતીપૂજા કરી. ત્યાર બાદ જે પાલખીમાં વયોવૃદ્ધ મહાત્મા બિરાજમાન હતા. તે પાલખીને દૂધની ધારા પાસે જ શિલા પર મૂકવામાં આવી. બધા જ મહાત્મા પાલખીની સમક્ષ આવી પેલા વૃદ્ધ મહાત્માને ફૂલ , સુગંધ , પુષ્પહાર , આરતી , પ્રદક્ષિણા વગેરે પ્રકારથી પૂજા – અર્ચના કરી રહ્યા હતા. મશાલોના પ્રકાશમાં બધું સ્પષ્ટ દેખાતું હતું. અમરકથાઓ
પાલખીમાં ધ્યાનસ્થ થયેલા મહાત્માનું મેં નિરીક્ષણ કર્યું. તેઓ સમાધિમાં હતા , મૃત્યુ પામેલ હતા કે જીવિત હતા કાંઈ જ સમજી શકાતું ન હતું. તેઓની શ્વેત દાઢીમૂછ પણ જટાના રૂપમાં ફેરવાઈ ગયેલી હતી. ચહેરો તેજપુંજ સરખો જણાતો હતો. શરીર એકદમ સુકાયેલું હાડપિંજર સરખું દેખાતું હતું. ભુજાઓની , હાથની નસો સ્પષ્ટ દેખાતી હતી. સમાધિમુદ્રામાં પદ્માસનથી તેઓ બેઠા હતા. તેઓ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે કે કેમ તે પણ સમજાતું ન હતું. તેમનું દર્શન અદ્ભુત હતું.
આ કાર્યક્રમ પોણો કલાક ચાલ્યા બાદ એક સાધુએ પેલી દૂધની ધારાને કમંડળમાં ઝીલીને કમંડળ ભરી લીધું. પછી આવ્યા હતા એ રીતે અનુક્રમે સામેની શિલા પાછળ ચાલ્યા ગયા અને શિલા ઓટોમેટિક શટરની જેમ એની મૂળ જગ્યા ઉપર ગોઠવાઈ ગઈ. શંખનાદ , ઝાલર , નોબત , નગારાં બધા જ અવાજો શાંત થઈ ગયા પરંતુ મારા મગજમાં જાણે સંભળાઈ રહ્યા હતા.
મેં મેણુ તરફ જોઈ તેને પૂછ્યું : ” મૂર્ખશિરોમણિ , તેં આ બધું જોયું હતું તો પછી મને શા માટે વાત કરી નહી ? ”
તેણે સોગનપુર્વક કહ્યું કે મેં ખરેખર આવું બધું જોયું જ નથી. આજે જ આ પ્રસંગ જોયો છે. મેં તો ફક્ત દૂધની ધારા જ જોયેલી હતી. આ પ્રસંગથી અનેક વિચારોની હારમાળા શરૂ થઈ ગઈ. શું રહસ્ય છે ? શું ભેદ છે ?
તે અનેક વિચારો પછી પણ સમજી શકાયું નહીં.
જે દ્રશ્ય નજરોનજર અનુભવ્યું હોય તેને ભ્રમણા પણ કઈ રીતે ગણવી ? અને આ પ્રસંગ વાસ્તવિક છે તો તેનો ભેદ શું હોઈ શકે ? આ પ્રશ્ન રહસ્યપૂર્ણ જ રહ્યો.
સવાર સુધી આ પ્રસંગના વિચારો અને મેણુ સાથે આ પ્રસંગ વિશે ચર્ચા કરીને સમય પસાર કર્યો. ઉષાનાં તાજગીભર્યા સુવર્ણકિરણો શિલા ઉપર પથરાઈ રહ્યાં હતાં જાણે રાત્રિના અમારા અનુભવની પૃચ્છા કરી રહ્યાં હતાં. હું અને મેરુ નીચે ઊતર્યા. ધીમેથી મંદિર તરફ ગયા. મંદિરમાં કાંઈક સુકાયેલું , કાંઈક સુકાવાની તૈયારીમાં એવું દૂધ ચારે તરફ ફેલાયેલું હતું. દિવ્ય પુષ્પપૂજા પથરાયેલી હતી. #અમરકથાઓ
પ્રેમથી શ્રદ્ધાપૂર્વક દર્શન કરી પૂજા માંહેનું એક ફૂલ માથે ચડાવ્યું અને યાદી માટે મારી પાસે રાખી લીધું. મનોમન શંકર ભગવાનનો આવાં દર્શન માટે ખૂબ આભાર વ્યક્ત કર્યો. તે સમયે અનુભવેલી ધન્યતાને શબ્દમાં કેમ કરી વર્ણવી શકું ?
આ જગ્યાએથી અમે પાછા ફર્યા. મેણુ મને આશ્રમ સુધી મૂકી ગયો. મેં મેણુને યથાશક્તિ રકમ આપી તેનો ખૂબ આભાર માન્યો. તે રાત્રિના અનુભવથી ખૂબ ખુશ જણાતો હતો. તે વધુ ખુશ થઈને ચાલ્યો ગયો.
હું મારી અઠ્ઠાવીસ દિવસની યાત્રા પૂર્ણ કરી સુરેન્દ્રનગર પાછો ફર્યો. ઘેર આવી આ પ્રસંગની યાદી રાખવા તારીખ , સમય , તિથિની નોંધ લેતાં એક વાત મહત્ત્વની જણાઈ.
તે પૂર્ણિમાની રાત્રિ ગુરુપૂર્ણિમાની રાત્રિ હતી તેથી તેના સંદર્ભમાં મેં મારા સમાધાન માટે માની લીધું કે તે મહાત્મા લોકો ગુરુ પૂર્ણિમાની વિધિ કરવા માટે ત્યાં ઉપસ્થિત થયા હશે.
વાચક મિત્રો ! આજે પણ તે સ્થળ હયાત છે. દર પૂનમે દૂધની ધારા શિવલિંગને અભિષેક કરે છે. ઉપરોક્ત રજૂ કરેલ પ્રસંગ કદાચ ગુરુપૂર્ણિમાએ જ થતો હશે એવું મારું અનુમાન છે. અલબત્ત , દૂધની ધારા તો દર પૂનમે અવશ્ય જોવા – જાણવા મળે છે. ઈચ્છા થાય તો અનુભવ કરશો.
✍ મોહનલાલ અગ્રવાલ
(અઘોર નગારા વાગે પુસ્તકમાથી) Aghor Nagara Vage Book 1
નોંધ- ઉપરોક્ત પ્રસંગ ‘અઘોર નગારા વાગે-(ભાગ-૧) Aghor Nagara Vage માથી માત્ર આપના પરિચય હેતુ મુક્યો છે. શક્ય છે કે આ પ્રસંગ વાચ્યા પછી આપના મનમા અનેક પ્રશ્નો ઉભા થશે. પરંતુ એના સમાધાન માટે આપને આ પુસ્તક વાંચવુ જ રહ્યુ…
અઘોર નગારા વાગે (ભાગ -1) અમેરીકન યુવતી અઘોરીની જાળમા
🍁 યોનિપૂજા – અઘોર નગારા વાગે (અમેરીકન યુવતીનો ભાગ 2)
Aghor Nagara Vage Book 2 – હિમાલયના સિદ્ધ્ યોગી સરયુદાસ
▪ આ ફોટો Aghor Nagara Vage પુસ્તકનાં લેખકશ્રીનો છે. – મોહનલાલ અગ્રવાલ.
નોંધ~ આ પ્રસંગ માત્ર પુસ્તક પરિચય માટે આપ સમક્ષ મુકવામા આવેલ છે. copy કરવી કે પોતાના નામે પ્રસિદ્ધ કરવો ગેરકાયદેસર છે… જેની નોંધ લેશો.
Aghor Nagara Vage પુસ્તક વિશે.
ભારતવર્ષના યોગી , સાધુઓ , ભજનાનંદી પુરુષો માટે સેંકડો વર્ષોથી અનેક વિદેશી સંશોધકો સ્વઅનુભવ લખતા આવ્યા છે. આજે પણ અસંખ્ય વિદેશીઓ આપણી સંસ્કૃતિમાં એમને ખૂટતી વસ્તુ શોધી રહ્યા છે.
ડૉ. પોલ બ્રન્ટોને ચાર પુસ્તકો ભારતના સાધુઓ , યોગીઓ , જાદુગરો , જ્યોતિષીઓ તથા સૂફીસંતો વિશે લખ્યાં જેમાં તેમણે વીસમી સદીના બીજા દાયકા થી પાંચમા દાયકા સુધી હિમાલયથી કન્યાકુમારી અને બંગાલ , અરુણાચલ સુધીના પ્રવાસની જાતમાહિતીનું વર્ણન કર્યું છે , જેમાં તેમણે પ્રત્યક્ષ માહિતીનો નિચોડ મૂક્યો છે. સામાન્ય બુદ્ધિની સમજ બહારના અલૌકિક પ્રસંગો , ઘટનાઓ અને વર્ણનો તથા સ્વપ્નમાં આવતા આદેશ , મૂક મૌન , માનસિક વાર્તા , લાખો – સેંકડો – હજારો વર્ષોના આયુષ્યના યોગીઓ હિમાલયમાં હોવાની અને તેમને મળવાની વાતો આલેખી છે તેમનાં પુસ્તકો
1. એ સર્ચ ઈન સીક્રેટ ઇન્ડિયા | |
2. એ મેસેજ ફ્રોમ અરુણાચલ | |
3. એ હરમીટ ઈન ધી હિમાલયાઝ | |
4. ધ હીડન ટીચિંગ બીયોન્ડ યોગા |
વિશ્વભરમાં તેમને પ્રખ્યાતિ અને સ્વીકૃતિ મળી. ભારતમાં પણ ખૂબ આવકાર મળ્યો છે.
કોઈ સૂફીસંતે એક ઉદાહરણ આપ્યું છે કે દૂર દૂરથી ભ્રમર આવીને સરોવરમાં ખીલેલા કમળનું રસપાન કરીને , સત્ત્વ મેળવીને ચાલ્યો જાય છે જ્યારે કમળની દંડી પાસે ઊગેલા પાન ઉપર દેડકો બેસીને શેવાળ જ ખાતો રહે છે. ગુણીજન હંમેશાં સારસત્ત્વ ગ્રહણ કરે છે. જ્યારે નુગરો હંમેશાં છલ – છિદ્ર જોયા કરે છે.
‘ Aghor Nagara Vage (અઘોર નગારાં વાગે) ‘ નો ઉદ્દેશ એ છે કે આપણા સાધુસમાજને સમજવાની યોગ્ય દૃષ્ટિ આપણી પાસે હોવી આવશ્યક છે , જેથી સાધુવેશે ફરતા પાખંડીઓને સમજી શકાય , સુરક્ષિત રહી શકાય. આપણી સંસ્કૃતિનું એ મહત્ત્વનું પાસું છે. જાણે અજાણે આપણે આવા સંપર્કમાં આવતા હોઈએ છીએ યોગ્ય દૃષ્ટિ ન હોય તો કયારેક એમને માટે, ક્યારેક આપણા માટે અઘટિત થવાની શક્યતા રહે છે. – લેખકશ્રી
👉 આ પોસ્ટ અંગેના આપના અમુલ્ય પ્રતિભાવો જરુર આપશો. આ પોસ્ટને આપ અહીથી મિત્રો સાથે share કરી શકશો. 👇
ટુંકમાં એક વખત Aghor Nagara Vage પુસ્તક વાંચવા જેવુ છે.
👌👌
Thanks
Pingback: પીળા રૂમાલની ગાંઠ નવલકથા 1 - હરકિસન મહેતા Book - AMARKATHAO
Pingback: Aghor Nagara Vage Book 2 | હિમાલયના સિદ્ધ્ યોગી સરયુદાસ - AMARKATHAO
Pingback: અઘોર નગારા વાગે ભાગ-2 | Aghor Nagara Vage Book Read online for free - AMARKATHAO
Pingback: મળેલા જીવ નવલકથા - પન્નાલાલ પટેલ | Malela Jiv 1941 - AMARKATHAO
Pingback: અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ નવલકથા - હરકિસન મહેતા - AMARKATHAO