Skip to content

Allak Dallak Gujarati Poem with Lyrics અલ્લક દલ્લક ગુજરાતી કાવ્ય Std.5

    Allak Dallak Gujarati Poem with Lyrics
    823 Views

    Allak Dallak Gujarati Poem with Lyrics, ગુજરાતી કાવ્ય અલ્લક દલ્લક ધોરણ 5 મા આવતી કવિતા છે, જ્યારે…. જમુના કિનારે રાસ રમતા રાધિકાનો હાર તુટે છે, અને મોતી ખોવાય જાય છે… રાધા-કૃષ્ણ ગીત, અલ્લક દલ્લક કવિતા, અલ્લક દલ્લક કવિતા, બાલમુકુંદ દવે, અલ્લક દલ્લક (ઊર્મિગીત) 

    અલ્લક દલ્લક ગુજરાતી કવિતા લખાણ

    અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક,
    રઢિયાળો જમનાનો મલ્લક,
    એથી સુંદર રાધા ગોરી,
    મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !

    આભે પૂનમ ચાંદ ઊગ્યો છે,
    રાસ ચગ્યો છે છમ્મક છમ્મક !
    ગોપી ભેળો કાન ઘૂસ્યો છે,
    ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !

    રાધિકાનો હાર તૂટે છે,
    મોતી ચળકે ચલ્લક ચલ્લક !
    બધાં જડ્યાં પણ એક ખૂટે છે,
    રુએ રાધિકા છલ્લક છલ્લક !

    લીધું હોય તો આલને કાના !
    મોતી મારું ચલ્લક ચલ્લક !
    તારાં ચરિતર છે ક્યાં છાનાં ?
    જાણે આખો મલ્લક મલ્લક !

    કાને ત્યાંથી દોટ મૂકી છે,
    રીસ ચડી ગોપીજનવલ્લભ,
    કદંબછાયા ખૂબ ઝૂકી છે,
    બંસી છેડે અલ્લપ ઝલ્લપ !

    રાધા દોડે ચિત્ત અધીરે,
    રાસ રચ્યો છે અલ્લક દલ્લક!
    સૂર વણાયે ધીરે ધીરે !
    ઉર તણાયે પલ્લક પલ્લક !

    અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક:
    રઢિયાળો જમનાનો મલ્લક,
    એથી સુંદર રાધા ગોરી,
    મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !

    ~ બાલમુકુંદ દવે.

    આ ગીતને સાંભળ્યા વગર આ ગીતને માણવુ અધુરુ રહેશે. આ મધુર ગીતને અહીથી સાંભળો 👇👇👇

    અલ્લક દલ્લક ગુજરાતી કાવ્ય Std.5

    🌺 આખરે ઉજાગરાનો અંત આવ્યો… મારી દીકરી ક્યા ?

    રાધા કૃષ્ણ ગીત

    11 રાધા કૃષ્ણ ગીત | Radha Krishna song 11

    • Gujarati Prayer collection 21 સુંદર પ્રાર્થનાનો સંગ્રહ
    પ્રાર્થના પોથી, ગુજરાતી પ્રાર્થના સંગ્રહ

    પ્રાર્થના પોથી | Best 21 Prarthana in Gujarati Lyrics, PDF, Book

    Allak Dallak Gujarati Poem with Lyrics

    Allak Dallak Zanzar zallak
    Radhiyalo Jamunano Mallak
    Ethi sundar Radhagori
    Mukhdu zalke zallak zallak

    abhe poonam chand ugyo chhe
    Raas chagyo chhe chhammak chhammak
    Gopi bhelo kan ghusyo chhe
    Dholak vage dhammak dhammak

    Radhika no haar tute chhe
    moti chalke challak challak
    badha jadya pan ek khute chhe
    Ruve Radhika Chhallak Chhallak

    Lidhu hoy to aalne Kanha
    Moti maru challak challak
    Tara charitar chhe kya chhana
    jane aakho Mallak Mallak

    Kane tyathi dot muki chhe
    Ris chadi Gopijanvallabh
    Kadamb chhaya khub zuki chhe
    Bansi chhede Allap zallap

    Radha dode chitt adhire
    Raas rachyo chhe Allak dallak
    soor vanaye dhire dhire
    Urr Tanaye pallak pallak

    Allak Dallak Zanzar zallak
    Radhiyalo Jamunano Mallak
    Ethi sundar Radhagori
    Mukhdu zalke zallak zallak

    ✍ Balmukund Dave

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *