Skip to content

OLD is GOLD Poem | Bachpan Ka Pyar

Bachpan Ka Pyar
5028 Views

આ કવિતા સાંભળીને આપનું બાળપણ યાદ આવી જશે.

OLD is GOLD Poem | Bachpan Ka Pyar
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

ભણવા જાતા પગમાં ચંપલ મળતી ન્હોતી
તેમ છતાં યે ધૂળની ડમરી નડતી ન્હોતી

થાય વરસ જો છ પૂરા તો થાઓ દાખલ
ડૉનેશનની ક્યાંય જરૂરત પડતી ન્હોતી

પેન અને પાટી, પેન્સિલ રબ્બર ને પુસ્તક
કોમ્પ્યુટર પર આંગળી ત્યારે ફરતી ન્હોતી

ખાવા માટે ‘બા’ દેતી મમરા-ધાણી
નાસ્તા માટે મૅગી ત્યારે બનતી ન્હોતી

રોજ સવારે ચાલીને શાળાએ જાતાં
આંખ પ્રતીક્ષા કોઇ વાહનની કરતી ન્હોતી

શિયાળે ના મફલર કે ના માથે ટોપી
સૂરજની ગરમીમાં ઠંડી ટકતી ન્હોતી

વર્ષો પહેલા આપણે સૌ આંગણમાં રમતા
મોબાઈલની તો તે પહેલા હસ્તી ન્હોતી

બચપણ વિત્યું તોય મજામાં એવું સુંદર
જાણે કે દુનિયામાં દુ:ખની વસ્તી ન્હોતી.

👉 આ પોસ્ટ અહીથી share કરી શકશો 👇👇

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

OLD is GOLD Poem | Bachpan Ka Pyar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *