Skip to content

શુ તમારે નવલકથાકાર બનવુ છે ? તો આ 200 ગુજરાતી નવલકથા અવશ્ય વાંચો

Best Gujarati Novel List, ગુજરાતી નવલકથા
2780 Views

Best Gujarati Novel List પર નજર કરો, શું તમારે નવલકથાકાર થવું છે? તો 200 નવલકથાઓ વાંચવાની તૈયારી રાખશો. Must Read Novel in Gujarati, Navalkatha

આપણા સાહિત્યની ૨૦૦ નોંધપાત્ર નવલકથાઓ (લેખકો – ૯૦) આ મુજબ છે. આમાંથી મોટાભાગની એટલી પ્રખ્યાત છે કે તેમનાં નામ બોલાય અને તરત એમનાં લેખકનાં નામ મનમાં આવે.

200 ગુજરાતી નવલકથા

નવલકથાનું નામલેખકનું નામ
સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ભદ્રંભદ્ર રમણલાલ મહીપતરામ નીલકંઠ
પાટણની પ્રભુતાકનૈયાલાલ મુનશી
ગુજરાતનો નાથ કનૈયાલાલ મુનશી
પૃથિવીવલ્લભકનૈયાલાલ મુનશી
સ્વપ્નદષ્ટાકનૈયાલાલ મુનશી
મા તે માશયદા
કોકિલારમણલાલ વ. દેસાઈ
દિવ્યચક્ષુરમણલાલ વ. દેસાઈ
ગ્રામલક્ષ્મીરમણલાલ વ. દેસાઈ
નિરંજનઝવેરચંદ મેઘાણી
સોરઠ, તારાં વહેતાં પાણીઝવેરચંદ મેઘાણી
વેવિશાળઝવેરચંદ મેઘાણી
તુલસીક્યારોઝવેરચંદ મેઘાણી
દરિયાલાલગુણવંતરાય આચાર્ય
સક્કરબારગુણવંતરાય આચાર્ય
હાજી કાસમ તારી વીજળીગુણવંતરાય આચાર્ય
સરગોસગુણવંતરાય આચાર્ય
અમે બધાંજ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા
ધીમું અને વિભાજયંતી દલાલ
પાદરનાં તીરથજયંતી દલાલ
મળેલા જીવપન્નાલાલ પટેલ
માનવીની ભવાઈપન્નાલાલ પટેલ
વળામણાંપન્નાલાલ પટેલ
ના છૂટકેપન્નાલાલ પટેલ
અજવાળી રાત અમાસનીપન્નાલાલ પટેલ
કદલીવનવિનોદીની નીલકંઠ
ખંડિત કલેવરજયમલ્લ પરમાર
પારકાં જણ્યાંઉમાશંકર જોશી
દીપનિર્વાણમનુભાઈ પંચોળી ‘દર્શક’
ઝેર તો પીધાં છે જાણી જાણીમનુભાઈ પંચોળી ‘દર્શક’
સોક્રેટીસમનુભાઈ પંચોળી ‘દર્શક’
બંધન અને મુક્તિમનુભાઈ પંચોળી ‘દર્શક’
જનમટીપઈશ્વર પેટલીકર
ભવસાગરઈશ્વર પેટલીકર
મારી હૈયાસગડીઈશ્વર પેટલીકર
વ્યાજનો વારસચુનીલાલ મડિયા
કુમકુમ અને આશકાચુનીલાલ મડિયા
લિલુડી ધરતી ૧-૨ચુનીલાલ મડિયા
બાવડાના બળેપુષ્કર ચંદરવાકર
માનવીનો માળોપુષ્કર ચંદરવાકર
ઓથારરમણલાલ પાઠક ‘વાચસ્પતિ’
છિન્નપત્રસુરેશ જોષી
અગનખેલસારંગ બારોટ
ભસ્મકંકણદેવશંકર મહેતા
આકાશનાં છોરુંદેવશંકર મહેતા
ખેતરને ખોળેપિતાંબર પટેલ
અનંગરાગશિવકુમાર જોષી
આભ રુએ એની નવલખ ધારેશિવકુમાર જોષી
સોનલછાંયશિવકુમાર જોષી
કલહંસીશિવકુમાર જોષી
આ અવધપુરી! આ રામ!શિવકુમાર જોષી
માટીનો મહેકતો સાદમકરંદ દવે
સાત પગલાં આકાશમાંકુંદનિકા કાપડિયા
પરોઢ થતાં પહેલાંકુંદનિકા કાપડિયા
લોહીનો બદલાતો રંગવિઠ્ઠલ પંડ્યા
સાત જનમના દરવાજાવિઠ્ઠલ પંડ્યા
મીઠાં જળનાં મીનવિઠ્ઠલ પંડ્યા
મન, મોતી અને કાચવિઠ્ઠલ પંડ્યા
પાનખરનાં ફૂલવિઠ્ઠલ પંડ્યા
આંધળી ગલીધીરુબહેન પટેલ
કાદંબરીની માધીરુબહેન પટેલ
વાંસનો અંકુરધીરુબહેન પટેલ
વડવાનલધીરુબહેન પટેલ
હુતાશનધીરુબહેન પટેલ
ભાસ-આભાસમોહનલાલ પટેલ
ધુમ્મસમોહમ્મદ માંકડ
મંદાર વૃક્ષ નીચેમોહમ્મદ માંકડ
બંધનગરમોહમ્મદ માંકડ
પીળા રૂમાલની ગાંઠહરકિસન મહેતા
જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાંહરકિસન મહેતા
જડચેતનહરકિસન મહેતા
વંશ વારસહરકિસન મહેતા
નાઈટમેરસરોજ પાઠક
માધવ ક્યાંય નથીહરિન્દ્ર દવે
પળનાં પ્રતિબિંબહરિન્દ્ર દવે
ગાંધીની કાવડહરિન્દ્ર દવે
સુખ નામનો પ્રદેશહરિન્દ્ર દવે
મિશ્રલોહીઇવા ડેવ
ઈસુને ચરણેઇવા ડેવ
આસું ભીનો ઉજાસદિલીપ રાણપુરા
મીરાની રહી મહેકદિલીપ રાણપુરા
ભીતર સાત સમંદરચંદુલાલ સેલારકા
ઘટસ્ફોટમહેશ દવે
એકલતાના કિનારાચંદ્રકાંત બક્ષી
એક અને એકચંદ્રકાંત બક્ષી
પેરેલિસિસચંદ્રકાંત બક્ષી
જાતકકથાચંદ્રકાંત બક્ષી
આકારચંદ્રકાંત બક્ષી
પ્રિય નીકીચંદ્રકાંત બક્ષી
કૈકેયીદોલત ભટ્ટ
અસૂર્યલોકભગવતીકુમાર શર્મા
ઊર્ધ્વમૂલભગવતીકુમાર શર્મા
હૂહૂનરોત્તમ પલાણ
વિશ્વજીતપિનાકિન દવે
આ તીરે પેલે તીરેપિનાકિન દવે
કોણ ?લાભશંકર ઠાકર
પીવરીલાભશંકર ઠાકર
ફેરોરાધેશ્યામ શર્મા
અસ્તિશ્રીકાંત શાહ
આંગળિયાતજોસેફ મેકવાન
લક્ષ્મણની અગ્નિપરીક્ષાજોસેફ મેકવાન
નીરજા ભાર્ગવઅશ્વિની ભટ્ટ
લજ્જા સન્યાલઅશ્વિની ભટ્ટ
ફાંસલોઅશ્વિની ભટ્ટ
આશકા માંડલઅશ્વિની ભટ્ટ
પ્રકાશનો પડછાયોદિનકર જોશી
એક ટુકડો આકાશનોદિનકર જોશી
મત્સ્યવેધદિનકર જોશી
દરિયા ડૂબ્યા સાતપ્રિયકાંત પરીખ
કર્મપ્રિયકાંત પરીખ
અર્થપ્રિયકાંત પરીખ
આંધીપ્રિયકાંત પરીખ
ખોજપ્રિયકાંત પરીખ
અંધાર ખુશ્બોભર્યોપ્રિયકાંત પરીખ
નિરા કોસાનીહસુ યાજ્ઞિક
અગ્નિકુંડહસુ યાજ્ઞિક
યુગયાત્રાયશવંત મહેતા
બાબરિકયશવંત મહેતા
આવરણરઘુવીર ચૌધરી
અમૃતારઘુવીર ચૌધરી
લાગણીરઘુવીર ચૌધરી
ઇચ્છાવરરઘુવીર ચૌધરી
ઉપરવાસ કથાત્રયીરઘુવીર ચૌધરી
સોમતીર્થરઘુવીર ચૌધરી
કુંતીરજનીકાંત પંડ્યા
ફરેબરજનીકાંત પંડ્યા
પુષ્પદાહરજનીકાંત પંડ્યા
થીજેલો આકારઈલા આરબ મહેતા
બત્રીસ પૂતળીની વેદનાઈલા આરબ મહેતા
વંકી ધરા વંકા વહેણનાનાભાઈ હ. જેબલિયા
આવૃતજયંત ગાડિત
બદલાતી ક્ષિતિજજયંત ગાડિત
અશ્રુઘરરાવજી પટેલ
ઝંઝારાવજી પટેલ
વતન વછોયાદિંગત ઓઝા
ભાવ-અભાવચિનુ મોદી
માણસ હોવાની મને ચીડચિનુ મોદી
મરણટીપ‘માય ડિયર જયુ’
મારે પણ એક ઘર હોયવર્ષા અડાલજા
ગાંઠ છૂટ્યાની વેળાવર્ષા અડાલજા
ક્રોસરોડવર્ષા અડાલજા
મલકદલપત ચૌહાણ
ગીધદલપત ચૌહાણ
ભળભાંખળુદલપત ચૌહાણ
શૂલબી. કેશરશિવમ્
ચહેરામધુ રાય
કિમ્બલ રેવન્સવુડમધુ રાય
કામિનીમધુ રાય
ચિન્હધીરેન્દ્ર મહેતા
છાવણીધીરેન્દ્ર મહેતા
દિશાન્તરધીરેન્દ્ર મહેતા
વૈદેહી એટલે વૈદેહીશિરીષ પંચાલ
વિષ અમૃતડો. પ્રદીપ પંડ્યા
સંશયાત્માયાસીન દલાલ
મૃત્યુ મરી ગયુંઉષા શેઠ
પિંજરની આરપારમાધવ રામાનુજ
યુગાંતરમાધવ રામાનુજ
ગોકીરોસુમંત રાવલ
જળદુર્ગરવીન્દ્ર પારેખ
લટહુકમરવીન્દ્ર પારેખ
નગરવાસીવીનેશ અંતાણી
પ્રિયજનવીનેશ અંતાણી
અહીં સુધીનું આકાશવીનેશ અંતાણી
અકૂપારધ્રુવ ભટ્ટ
તત્ત્વમસિધ્રુવ ભટ્ટ
સમુદ્રાંતિકેધ્રુવ ભટ્ટ
કૂવોઅશોકપુરી ગોસ્વામી
આઠમો રંગહિમાંશી શેલત
વિક્રિયામોહન પરમાર
પ્રિયતમામોહન પરમાર
ડાયા પસાની વાડીમોહન પરમાર
સંકટમોહન પરમાર
ઊધઈકેશુભાઈ દેસાઈ
જોબનવનકેશુભાઈ દેસાઈ
સંબંધની રેતીરાજેશ અંતાણી
તરસઘરમણિલાલ હ. પટેલ
કિલ્લોમણિલાલ હ. પટેલ
તિરાડહરીશ મંગલમ્
ખેલંદોમહેશ યાજ્ઞિક
મીરા યાજ્ઞિકની ડાયરીબિન્દુ ભટ્ટ
સમુડીયોગેશ જોષી
જીવતરયોગેશ જોષી
વાસ્તુયોગેશ જોષી
સગપણ એક ફૂલરાઘવજી માધડ
જળતીર્થરાઘવજી માધડ
અંગદનો પગહરેશ ધોળકિયા
મહારાજસૌરભ શાહ
સોનટેકરીમાવજી મહેશ્વરી
મેળોમાવજી મહેશ્વરી
કૃષ્ણાયનકાજલ ઓઝા વૈદ્ય
યોગ-વિયોગકાજલ ઓઝા વૈદ્ય
ઘોરખોદિયો ૧-૨મોના પત્રાવાલા
રાઈટ એંગલમોના પત્રાવાલા
સરમુખત્યારનવીન વિભાકર
મને અંધારાં બોલાવે….
મને અજવાળાં બોલાવે
શિશિર રામાવત
મરુભૂમિની મહોબ્બતશૈલેષ પંચાલ
શ્રેષ્ઠ ગુજરાતી નવલકથાની યાદી
Best Gujarati Kavita Pdf

100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ

101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ

101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection

એવું કહેવાય છે દરેક વ્યકિત એક નવલકથા તો લખી જ શકે – પોતાની. લેકિન, કિંતુ, પરંતુ, જો તમે વ્યવસાયિક લેખક ન હોય, જો તમે આર્થિક ઉપાર્જન માટે જ લખતા ન હોય, અને નવલકથાક્ષેત્રે કશું નવું પ્રદાન કરી શકો તેમ ન હોય તો એ એક નવલકથા લખતા પહેલાં પણ અટકી જવું. કારણ કે લખવાથી જ કે પુસ્તક પ્રગટ કરવાથી જ અમર નથી થઈ જવાતું. હા, એ પુસ્તક અસરકારક હશે તો અમરત્વ અવશ્ય મળશે. બાકી તમે સત્ત્વહીન નવલકથાઓ ચાર ડઝન આપશો તોપણ વાચકો તમને ભૂલી જવા સદા તત્પર રહેશે. આપણી નવલકથાનો ઇતિહાસ તપાસશો તો આ વાત સ્પષ્ટ થઈ જશે.

ગુજરાતી નવલકથાનો ઈતિહાસ

આદરણીય ધીરેન્દ્ર મહેતાએ પીએચ.ડી. નિમિત્તે ગુજરાતી નવલકથાઓનો અભ્યાસ કર્યો એ પછી ૧૯૮૪માં પુસ્તક પણ આપ્યું: ‘નંદશંકરથી ઉમાશંકર : ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય’. આ પુસ્તકમાં એમણે ૧૮૬૬થી – એટલે કે આપણાં પહેલાં નવલકથાકાર નંદશંકર તુળજાશંકર મહેતાની ‘કરણઘેલો’થી – ૧૯૪૦ સુધીમાં પ્રગટ થયેલી નવલકથાઓની યાદી આપી છે.

૭૪ વર્ષની એ યાદીમાં અંદાજીત ૬૦૦ નવલકથાકારો છે અને ૧૨૦૦ જેટલી નવલકથાઓ હશે. ૧૯૪૦થી ૨૦૨૩ સુધીના આ ૮૨-૮૩ વર્ષમાં બીજા ૬૦૦ જેટલા નવલકથાકારો અને ૧૮૦૦ જેટલી નવલકથાઓ ઉમેરાઇ હશે. ૧૮૬૬થી ૧૯૪૦ સુધીના એ ૬૦૦ નવલક્થાકારોમાંથી કેટલાં નવલકથાકારો આજે વંચાય છે? આપણી ભાષાના વર્તમાન વિવેચકો એમાંથી કેટલા નવલકથાકારોની નવલકથાઓને પોતાના વિવેચનગ્રંથોમાં ટાંકતા હશે?

ભગવતીકુમાર શર્માએ કહેલું કે હું ચાર વર્ષે એક નવલકથા લખું છું, પણ કોઈ વ્યવસાયિક લેખક એક વર્ષમાં ચાર નવલકથા પણ લખી શકે! એક વર્ષમાં ચાર નવલકથા લખવાની વાતમાં અતિશયોક્તી લાગે, પણ એ અશક્ય નથી. જૂના જમાનાના (અને આજે જેમને ભાગ્યે જ કોઈ યાદ કરતું હોય એવા) આપણા એક નવલકથાકાર – નામે રતનશાહ ફરામજી અચારિઆ- એ ૧૯૩૦ થી ૧૯૪૦ સુધીના એક દશકામાં અધધ ૪૦ નવલકથાઓ લખેલી એવું ઉપર જણાવેલી યાદી કહે છે.

એ યાદી મુજબ વાચકો અને વિવેચકોને હંફાવી દે એવા બીજા પણ (આજે તો ભુલાયેલા) બે નવલકથાકારો હતા: નારાયણ વિસનજી ઠક્કુર (૩૪ નવલકથાઓ), અને સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા (૨૧ નવલકથાઓ). ચુનીલાલ વર્ધમાન શાહે આ સમયમાં (એટલે કે ૧૯૪૦ સુધીમાં) 22 નવલકથાઓ આપી હતી. ગુજરાત જેના માટે સદાય ઋણી રહેશે એવી અમર સાગરકથાઓ આપનાર ગુણવંતરાય આચાર્યે પણ આ જ ગાળામાં શરૂઆત કરેલી. તેમણે ૧૬૫ જેટલાં પુસ્તકો લખ્યાં તેમાં ૧૦૦ જેટલી નવલકથાઓ છે.

રઘુવીર ચૌધરી તેમના વિશે લખે છે: “કથા દરિયાઈ હોય કે ધરતીની, સામાજિક હોય કે ઐતિહાસિક, જાસુસી હોય કે ધાર્મિક – એની માવજતમાં ફેર પડે તો એ કૃતિ ગુણવંતરાયની નહીં. અક્ષરજ્ઞાન પામેલો નાગરિક સમાજ મુનશી અને રમણલાલ કરતાં પણ સહેલા લેખક આચાર્ય તરફ વળ્યો ઠાકુર નારાયણ વસનજીને મળેલી લોકપ્રિયતા કરતાં પણ એ આગળ નીકળી ગયા….. એમના અવસાન પછી એમના વાચકો હવે રસિક મહેતા, વિઠ્ઠલ પંડ્યા આદિ લેખકોમાં વહેંચાઈ રહ્યા છે.”

૧૯૪૦ પછી પણ ધૂંઆધાર નવલકથાકારો આવ્યા: વિઠ્ઠલ પંડ્યા (૫૧ નવલકથાઓ), પ્રિયકાંત પરીખ (૫૧ નવલકથાઓ), દેવશંકર મહેતા (૬૩ નવલકથાઓ). એચ એન ગોલીબારે પણ ૯૦ જેટલી નવલકથાઓ આપી છે. કનુ ભગદેવે ૩૦૦ જેટલી પૂર્ણકદની રહસ્યકથા-મર્ડર મિસ્ટ્રી લખી છે એવો દાવો અમુક વેબસાઇટ પર વાંચેલો. અતિલેખન કરતાં લેખકો રઘુવીર ચૌધરી કહે છે એમ ‘વિવેચનના કાર્યક્ષેત્રને લગતા પ્રશ્નો ઊભા કરે છે’.

૧૮૬૬થી શરુ થયેલ આ સફરમાં કેટલાંક નવલકથાકારોએ યથાશક્તિ સજ્જતા કેળવી નવલકથાનાં સ્વરૂપ, ક્લાત્મકતા, વસ્તુ-સંકલના (plot) વિષયવૈવિધ્ય, વર્ણન, નિરૂપણ, કથન (narration), કથનરીતિ (technique), સંવાદ, લાઘવ (brevity) વગેરે જેવાં પાસાંઓના વિકાસમાં પોતપોતાનો ફાળો આપ્યો છે. આમ કરીને એમણે ગુજરાતી નવલકથાને જે ઊંચાઈ બક્ષી છે એની ઝાંખી તમારે કરવી હોય તો ફક્ત આ નામો વાંચી જવા:

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી – રમણલાલ મહીપતરામ નીલકંઠ – ચુનીલાલ વ. શાહ – કનૈયાલાલ મુનશી – ર. વ. દેસાઈ – ઝવેરચંદ મેઘાણી – ગુણવંતરાય આચાર્ય – જયંતી દલાલ – પન્નાલાલ પટેલ – ‘દર્શક’ – ઈશ્વર પેટલીકર – શિવકુમાર જોષી- ચુનીલાલ મડીયા – ધીરુબહેન પટેલ – કુન્દનિકા કાપડિયા – મોહમ્મદ માંક્ડ – સરોજ પાઠક – દિલીપ રાણપરા – ચંદ્રકાંત બક્ષી – ભગવતીકુમાર શર્મા – જોસેફ મેકવાન – અશ્વિની ભટ્ટ – રઘુવીર ચૌધરી – રાવજી પટેલ – રજનીકુમાર પંડ્યા – ઈલા આરબ મહેતા – જયંત ગાડિત – વર્ષા અડાલજા – મધુ રાય – ધીરેન્દ્ર મહેતા – વિનેશ અંતાણી – ધ્રુવ ભટ્ટ – મોહન પરમાર – મણિલાલ હ. પટેલ – યોગેશ જોષી – રાઘવજી માધડ – માવજી મહેશ્વરી.

આટઆટલાં નવલકથાકારોનાં નામ માત્ર વાંચવાથી ગુજરાતી નવલકથાના વિકાસનો પૂરો ઈતિહાસ નજર સમક્ષ ખડો થઈ જશે. એ જોયા પછી નવોદિતોની સજ્જતા કેળવવાની જવાબદારી વધી જતી નથી? તેમણે પોતાની જાતને એટલું જ પૂછવાનું રહે કે શું મારું સર્જન આ પૂર્વસૂરિઓનાં સર્જનને અતિક્રમી જશે? શું મારું સર્જન આ વિકાસ યાત્રાને આગળ વધારી શકશે કે પછી પહેલેથી જ તૈયાર કરેલા મેદાનમાં ઘોડી દોડાવવાની છે?

અત્યારે પણ એવા કેટલાયે નવલકથાકારો આ રીતે જ પોતપોતાની ઘોડી દોડાવતા રહે છે. આપણાથી સત્ત્વશીલ સાહિત્ય નથી રચી શકાતું એવું જાણતા હોવા છતાં જેઓ અતિલેખન કરતાં હશે એમના બીજા હેતુઓ ક્યાં હશે, હશે કે નહીં એ ખબર નથી પણ અર્થોપાર્જન ઉપરાંત લોકોના મનોરંજન કરવાનો શુભ હેતુ પણ હોવો જ જોઈએ, કારણ કે આ બે કારણોની અવેજીમાં તો આટલું લખાય જ કેમ! એમની અઢળક કૃતિઓમાં વખાણવાનું મન થાય એવી પાંચેક કૃતિઓ પણ મળી આવે તોપણ આનંદ થાય.

આપણા ગુજરાતી નવલકથાકારોમાં કેટલાયે ૨૫ કે તેથી વધુ નવલકથાઓ આપી છે: ર.વ. દેસાઈ , પન્નાલાલ પટેલ (૫૬), ઈશ્વર પેટલીકર, શિવકુમાર જોષી, મોહમ્મદ માંકડ, ચંદ્રકાંત બક્ષી, દિનકર જોષી, રઘુવીર ચૌધરી (૩૬), વર્ષા અડાલજા, વીનેશ અંતાણી અને કેશુભાઈ દેસાઈ, તો અમુકે એક, બે કે ત્રણ જ નવલકથાઓ આપી છે

(અમુક તો ‘નવલકથાકાર છે/હતા’ એવું જાણીને સરેરાશ વાચકને આશ્ચર્ય પણ થાય!) એવા નવલકથાકારો છે: રણજીતરામ મહેતા, સ્નેહરશ્મી, કિસનસિંહ ચાવડા, જયંતી દલાલ, ઉમાશંકર જોશી, રમણલાલ પાઠક ‘વાચસ્પતિ’, મકરંદ દવે, નરોત્તમ પલાણ, મુકુંદ પરીખ, રાધેશ્યામ શર્મા, શ્રીકાંત શાહ, સુમન શાહ, શિરીષ પંચાલ, યાસીન દલાલ, હિમાંશી શેલત, અને બિન્દુ ભટ્ટ.

‘સરસ્વતીચંદ્ર’ પહેલાના નવલકથાકારોની વાત ન કરીએ અને ‘સરસ્વતીચંદ્ર’ના ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીથી શરૂ કરીને ‘મરુભૂમિની મહોબ્બત’ અને ‘કુંવારકાને કાંઠે’ના શૈલેષ પંચાલ (જ. ૩૧-૫-૧૯૮૪) પાસે અટકીએ તોપણ લગભગ ૧૦૦ જેટલા પ્રમુખ નવલકથાકારો અને તેમની ૩૦૦ જેટલી ઉત્તમ નવલકથાઓની યાદી મળી રહેશે.

જો અર્થોપાર્જન અને મનોરંજનનો જ હેતુ હોય તો આ કોઈ નવલકથાકારોને વાચ્યા વિના અનેકો નવલકથાઓ લખી શકાય, પણ કશુક અલગ જ લખવું હોય તો પહેલાં કેમ લખાય એ જોવું-શીખવું પડશે. દેશ-વિદેશનું સાહિત્ય વાંચવું પડશે.

અને એટલું થયા પછી પણ વ્યક્તિ જો કલ્પનાશક્તિ, પ્રતિભા અથવા કોઠાસુઝ ધરાવતો ન હોય તો કોઈ ચીજ ખપમાં આવવાની નથી. સર્જક ના થઈ શકાય તો વાચક થવું, પ્રકાશક થવું, પ્રૂફરીડર થવું. બાકી લખવું તો ઉત્તમ લખવું, શરદબાબુની જેમ, હાર્ડીની જેમ, ‘દર્શક’ની જેમ – વાચક બધુ વાંચવા પ્રેરાઈ એવું લખવું.

  • હિતેષ જાજલ

1 thought on “શુ તમારે નવલકથાકાર બનવુ છે ? તો આ 200 ગુજરાતી નવલકથા અવશ્ય વાંચો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *