Skip to content

essay on pollution | best pollution essay | પ્રદુષણ વિશે નિબંધ

    best pollution essay, પ્રદુષણ વિશે નિબંધ
    355 Views

    essay on pollution | essay on pollution | paragraph on pollution, What is pollution? How does pollution spread?, effect of pollution, Measures to prevent pollution, પ્રદુષણ વિશે નિબંધ, પ્રદુષણ એટલે શુ ?, પ્રદુષણ કેવી રીતે ફેલાય છે ?, પ્રદુષણ અટકાવવાનાં ઉપાયો.

    બેટી બચાઓ બેટી પઢાઓ નિબંધ, જળ એ જ જીવન છે નિબંધ, આઝાદી કા અમૃત મહોત્સવ સ્પીચ & નિબંધ, ભગતસિંહ વિશે નિબંધ, દીકરી વિશે સ્પીચ, નિબંધ, સુવાક્યો, કવિતા, મકરસંક્રાંતિ વિશે નિબંધ

    What is pollution? – પ્રદુષણ એટલે શુ ?

    21મી સદીમાં વિશ્વ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જેવી કે, આતંકવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી, ભૂખમરો, નિરક્ષરતા, પર્યાવરણ પ્રદૂષણ વગેરે આ બધી વૈશ્વિક સમસ્યાઓ માં પર્યાવરણ પ્રદૂષણ સાર્વત્રિક રીતે સમગ્ર વિશ્વની જીવસૃષ્ટિના જીવન માટે સૌથી જોખમકારક છે. જો પર્યાવરણના પ્રદૂષણમાં વધારો થયો રહેશે તો આવનારા વર્ષોમાં આ પૃથ્વી પર જીવન રહે છે જ નહીં એવો ભય સેવાઈ રહ્યો છે. આપણે આ પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા, એના પ્રકારો, કારણો, તેની અસર અને ઉપાયો અંગે વિચારીએ.

    ‘પર્યાવરણ’ શબ્દ ‘ પરિ’ અને ‘આવરણ’ આ બે શબ્દોનો યુગ્મમાંથી બનેલો છે. ‘પરિ’ નો અર્થ થાય છે ‘આસપાસનું’ તથા ‘આવરણ’ એટલે કે ‘ઘેરાયેલું’ એટલે કે પ્રકૃતિમાં ચારે બાજુ જે વ્યાપેલું છે તે. વાયુ, જળ, પૃથ્વીનો પોપડો, વૃક્ષ, વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ મનુષ્ય વગેરે બધા જ પર્યાવરણના અંગ છે.

                ભારત દેશના પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ ની કલમ 2 (ક) પ્રમાણે,

                 “પર્યાવરણમાં હવા-પાણી, ભૂમિ, માનવ, અન્ય જીવજંતુઓ, વૃક્ષ-વનસ્પતિ, સૂક્ષ્મજીવો તથા આ બધાની વચ્ચેના આંતર સંબંધોનો સમાવેશ થાય છે.”

                ઑક્સફોર્ડ ડિક્ષનરી પ્રમાણે,

    ”Environment is the surrounding or conditions in which a person, animal or plant lives or operators.”

    In other words: –

                 સમગ્ર જીવસૃષ્ટિના જીવન માટે આ પર્યાવરણના ઘટકો પાણી, હવા, જમીનનું શુદ્ધ હોવું ખૂબ જ જરૂરી છે. પ્રદૂષકો દ્વારા જ્યારે આ પર્યાવરણના ઘટકો દૂષિત થાય ત્યારે તેને પર્યાવરણમાં પ્રદૂષણ કહેવામાં આવે છે. ઑક્સફોર્ડ ડિક્ષનરીમાં પર્યાવરણ પ્રદૂષણની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે:

    “The presence in or introduction into the environment of a substance which has harmful or poisonous effects.”

                ઔદ્યોગિક વિકાસના આ આધુનિક યુગમાં પર્યાવરણનું પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. જે સમગ્ર સૃષ્ટિના જીવનને પ્રભાવિત કરે છે. પ્રદૂષણ સમગ્ર પર્યાવરણ અને પારિસ્થિતિક તંત્રને અસર કરી રહ્યું છે. જેને કારણે જીવનશૈલી પર પ્રતિકૂળ અસર પડી રહી છે અને વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ,  કેન્સર, દમ, અસ્થમા વગેરે જેવી સમસ્યાઓનો વધારો થયો છે.

    પ્રદૂષણના પ્રકારો અને કારણો (Types and Cause of Pollution )

    પર્યાવરણ પ્રદૂષણના મુખ્ય ચાર પ્રકારો છે.  હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, આ ઉપરાંત રેડિયોએક્ટિવ પ્રદૂષણ તથા લાઈટ પ્રદૂષણનો પણ સમાવેશ થાય છે.

    Air pollution – હવાનું પ્રદૂષણ

    હવાનું પ્રદૂષણ એ પ્રદૂષણના સૌથી જોખમી અને મુખ્ય સ્વરૂપ છે. જે ઘણા બધા કારણોને લીધે થાય છે. ઉધોગોમાં વપરાતા કોલસાના બહોળા ઉપયોગને કારણે તેના દહનમાંથી નીકળતો ધુમાડો અને એની સામે કપાતા વૃક્ષો, જંગલની ઘટતી જતી ટકાવારી આના માટે જવાબદાર છે. આજે વાહનોની સંખ્યા ખૂબ જ વધી રહી છે તેથી ધુમાડાનું સૌથી વધુ ઉત્સર્જન વાહન દ્વારા થાય છે. ઉદ્યોગ અને વાહનોમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઇડ તથા નાઇટ્રોજન ઓક્સાઈડ પર્યાવરણ તથા સમગ્ર જીવસૃષ્ટિને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

    Water Pollution – જળ પ્રદૂષણ

    આશરે ૬૦ ટકા પ્રજાતિઓ પાણીમાં વસવાટ કરે છે ત્યારે જળપ્રદૂષણ પણ એક ચિંતાનો વિષય બન્યો છે. ઉદ્યોગોમાંથી નીકળતા રસાયણયુક્ત પાણી શુદ્ધ કર્યા સિવાય નદી-નાળામાં છોડી દેવામાં આવે છે તેના કારણે નદી-તળાવમાં કપડાં ધોવાથી, કચરો ફેંકવાથી, પ્લાસ્ટિકની કોથળી ફેંકવાથી, , પાણીનું પ્રદૂષણ થાય છે.

    આ ઉપરાંત સાર્વજનિક ઉત્સવમાં વપરાતી પી.ઓ.પી.ની મૂર્તિઓ મોટી સંખ્યામાં નદીમાં  વિસર્જિત કરવાથી પણ જળ પ્રદૂષણ થાય છે .ખેડૂતો જ્યારે ડી.ડી.ટી. કે અન્ય જંતુનાશક દવાનો છંટકાવ કરે છે તે  સપાટીના જળને  દૂષિત કરે છે. દરિયામાં મોટા મોટા જહાજોમાંથી ઢોળાતું ડીઝલ, ઓઇલ  વગેરેને કારણે દરિયાનું પાણી દૂષિત બને છે. આવા બધા કારણોથી જળ પ્રદૂષણ થાય છે.

    જમીનનું પ્રદૂષણ પણ ઘણા બધા પરિબળોને લીધે થાય છે. જેવાકે, ખેડૂતો પોતાના ખેતરમાં યુરિયા ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરો નાખે છે.  જંતુનાશક, ફૂગનાશક રાસાયણિક દવાનો  છંટકાવ કરે છે જેના કારણે આ બધા તત્ત્વો જમીનમાં ભળે છે અને જમીને દૂષિત કરે છે. આ ઉપરાંત ઉદ્યોગોમાંથી નીકળતો  ઘનકચરો, પથ્થરની ખાણમાંથી ઉડતી રજકણ, સિમેન્ટ તથા સિરામિક ઉદ્યોગમાંથી ઉડતી ધૂળ, ઉદ્યોગમાંથી  છોડી મૂકવામાં આવતું એસિડિક પાણી જમીનની દૂષિત કરે છે.

    આ દૂષિત જમીન ઉપજાઉ રહેતી નથી. આ જમીનમાં છોડનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. આવી જમીનને ફળદ્રુપ બનાવવી મુશ્કેલ બને છે . તેથી જમીનનું પ્રદૂષણ ન થાય તેની તકેદારી રાખવામાં જ ડહાપણ રહેલું છે.

    Noise Pollution – અવાજનું પ્રદૂષણ

    ઉદ્યોગ, કારખાના, વાહનો તથા લાઉડ સ્પીકરના અણગમતા વધુ પડતા અવાજને અવાજનું પ્રદૂષણ કહે છે. આજે શહેરોમાં કારખાના અને વાહનોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. જેને કારણે વાહનોના એન્જિનનો અવાજ, હોર્નના અવાજને કારણે જ શહેરમાં રહેનારા લોકોનું જીવન દુષ્કર થઈ ગયું છે. જેની ખૂબ મોટી વિપરીત અસર માનવી તથા પશુ-પક્ષી પર પડી છે.

    રેડિયોએક્ટિવ પ્રદૂષણ

    ન્યુક્લિયર પ્લાન્ટમાં જ્યારે ભંગાણ સર્જાય છે અથવા ધરતીકંપ વાવાઝોડું, ત્સુનામી કુદરતી આપત્તિ આવે ત્યારે ન્યુક્લિયર પ્લાન્ટમાં ખામી સર્જાતા રેડિયોએક્ટિવ પ્રદૂષણનું જોખમ રહેલું છે. આ ઉપરાંત ન્યુક્લિયર કચરાને અયોગ્ય રીતે નિકાલ કરતા પણ આ પ્રદૂષણ થવાનું જોખમ રહેલું છે. આજે જ્યારે વિદ્યુતની માંગ વધી છે ત્યારે  વિદ્યુતની માંગ પૂરી કરવા માટે આપણે ન્યુક્લિયર એનર્જી તરફ વળ્યા છે ત્યારે આ પ્રકારના ભયાનક જોખમનો આપણે સામનો કરવો પડે છે. જાપાનમાં જ્યારે ત્સુનામી આવી હતી ત્યારે એક ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાંથી રેડિયો એક્ટિવ વિકિરણો વાતાવરણમાં ફેલાયાં હતા. આ રેડિયો એક્ટિવ વિકિરણો સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક છે.

    પ્રદૂષણની અસરો (Effect of Pollution)

    essay on pollution
    essay on pollution

    પર્યાવરણ પ્રદૂષણની સજીવ સૃષ્ટિ પર ઘણી બધી ભયાનક અસરો જોવા મળે છે જે નીચે મુજબ છે :

              પ્રદૂષણને કારણે પર્યાવરણનો નાશ થાય છે. ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા તથા વાહનમાંથી નીકળતા ધુમાડાના કારણે વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધી જાય છે. જેને પરિણામે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે. આજે વિશ્વના તાપમાનમાં વૃદ્ધિ થઈ છે. જો આ જ પ્રમાણે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થશે તો પછી ધ્રુવપ્રદેશો પર રહેલો બરફ પીગળવા માંડશે અને દરિયાની સપાટી ઊંચી આવશે. જેને પરિણામે સમુદ્ર કિનારાના પ્રદેશો પાણીમાં ડૂબી જશે.

    આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે જેના કારણે વરસાદની અનિયમિતતા, દુકાળ, વાવાઝોડું વગેરે જેવી સમસ્યાઓ વધશે. ચામડીના રોગો અને અન્ય રોગો વધવાની શક્યતા છે. શહેરમાં જૈવિક કચરો સડવાથી તેમાંથી મિથેન ગેસ બહાર નિકળે છે જે ગ્રીનહાઉસ ગેસ છે. જેને પરિણામે પણ ગ્લોબલ વોર્મિંગ થાય છે. આ ઉપરાંત કાર, ઘર કે ઓફિસમાં વપરાતા એ.સી.માં જે ક્લોરો ફ્લોરો કાર્બન ગેસ વપરાય છે તે જ્યારે લીકેજ થાય છે ત્યારે તે વાતાવરણમાં ઊંચે જઈ ઓઝોન વાયુના પડમાં   ગાબડા પાડે છે. જેથી સૂર્યના પારજાંબલી કિરણો સીધા ધરતી પર આવે છે અને વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થાય છે.

    આ બધી અસર હવાના પ્રદૂષણના કારણે થઈ રહી છે. ચીનના શાંઘાઈ શહેરમાં હવાના પ્રદૂષણની માત્રા એટલી હદે વધી ગઈ છે કે  ત્યાં સતત ધૂમાડાભર્યું જ વાતાવરણ રહે છે. આપણા દેશની રાજધાની દિલ્હીમાં પણ આ જ હાલત છે. દિલ્હીમાં પ્રદૂષણની માત્રા વધી જાય ત્યારે શાળા-કોલેજોમાં રજા આપી દેવામાં આવે છે. ત્યાં આખો દિવસ ધુમ્મસ છવાયેલું રહે છે. હવાના પ્રદૂષણને કારણે દમ, ફેફસાના રોગ, શ્વાસનળીનો રોગ, કેન્સર, ચામડીના રોગ વધી ગયા છે. આ ઉપરાંત એસિડ વર્ષા પણ થાય છે. ઘણા પશુ-પક્ષીઓને પ્રજાતિઆના કારણે લુપ્ત થવાના આરે આવી ગઈ છે. પર્યાવરણ અસંતુલિત બની ગયું છે.

    જમીન અને પાણીના પ્રદૂષણને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે. તો કેટલીક જમીન બિનઉપજાઉ બની ગઈ છે . જેને કારણે ખેતી વિસ્તાર ઘટી રહ્યો છે. ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવું પડે છે. છોડનો વિકાસ બરાબર થતો નથી..

    પાણીના પ્રદૂષણના કારણે દરિયા, નદી, જળાશયમાં રહેલ ઇકો સિસ્ટમ ખોરવાઈ જાય છે. જેને કારણે ઘણાં બધા પ્રકારની માછલી તથા જળચર પ્રાણી મૃત્યુ પામે છે. આવું પાણી પીવાથી મનુષ્યો પણ મૃત્યુ પામે છે. વળી, આવા ઝેરી પાણી દ્વારા મૃત્યુ પામેલી માછલી જ્યારે મનુષ્ય આરોગ્ય છે ત્યારે આ મનુષ્યોને પણ વિવિધ પ્રકારની બિમારી થવાની સંભાવના રહેલી છે. પશુઓને બીમારીના સમયે ડાયકલોફેનૅક નામની દવા આપવામાં આવે છે. 

    હવે જ્યારે આ પશુ મૃત્યુ પામે ત્યારે જો એ પશુના મૃતદેહનું માંસ ગીધ ખાઈ તો ગીધનું પણ મૃત્યું  થાય છે. આજે ગીધની પ્રજાતિ લુપ્ત થવા લાગી છે.

    વધુ ઉત્પાદનની લાલચમાં આજે ખેતીમાં જંતુનાશક દવાઓ તથા રાસાયણિક ખાતરનો ઉપયોગ વધ્યો છે. જેને કારણે ભૂગર્ભ નું પાણી પ્રદુષિત થયું છે. એ પીવાલાયક રહ્યું નથી. જંતુનાશક દવાઓની  વધુ પડતી માત્રા ધરાવતા શાકભાજી અને ફળો ખાવાથી મનુષ્યમાં કેન્સર તથા અન્ય દુર્લભ પ્રકારના રોગો વધી રહ્યા છે. કેટલીક દવાઓનો પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ તથા ઉપયોગ થાય છે, જે ઘાતક છે.

    વળી, ખેડૂતો શાકભાજીની ગુણવત્તા સારી રાખવા,વધુ ઉત્પાદન મેળવવા અન્ય ડ્રગ્સનો ઉપયોગ કરે છે. આવી શાકભાજી ખાવાથી કેન્સર થવાના કિસ્સા વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. શાકાહારી પ્રાણીઓ પણ આ પ્રકારનો ખોરાક ખાવાથી, તે પણ બીમારીનો ભોગ બને છે અને મૃત્યુ પામે છે.

    અવાજના પ્રદૂષણને કારણે પણ મનુષ્ય તથા પ્રાણીઓને ઘણી બધી શારીરિક અને માનસિક સમસ્યાઓ થાય છે. જેમકે, વધારે અવાજના કારણે મનુષ્યને બહેરાશ, અર્ધ બહેરાશ આવી શકે છે. ઊંઘમાં ખલેલ પહોંચે છે તથા માનસિક નબળાઈ, માથાનો દુખાવો, બેચેની, તાણ વગેરે જેવી અસર થાય છે. વિદ્યાર્થીઓ આવા ઘોંઘાટવાળા વાતાવરણમાં એકાગ્રતાપૂર્વક વાંચી શકતા નથી.

    પ્રદૂષણ અટકાવવાના ઉપાયો – Measures to prevent pollution

    best pollution essay
    pollution essay

    સમગ્ર ચર્ચા પરથી આપણને સમજાય છે કે મનુષ્યની સ્વાર્થવૃતિ તથા વિકાસ તરફની આંધળી દોટ આ પર્યાવરણના પ્રદૂષણ માટે જવાબદાર છે .જો આ પર્યાવરણના પ્રદૂષણના અટકાવવામાં ન આવશે તો સમગ્ર જીવસૃષ્ટિનો નાશ લગભગ શક્ય છે.

    પ્રદૂષણને અટકાવવા માટે વિશ્વના તથા આપણા દેશમાં ઘણા બધા કાયદાઓ બન્યા છે છતાં પણ પ્રદૂષણ અટકાવવામાં ધારી સફળતા મળી નથી. પ્રદૂષણ અટકાવવાનો એકમાત્ર ઉપાય છે-સામાજિક જાગૃતતા, પ્રસાર-પ્રચાર માધ્યમો. જેવા કે, રેડિયો, ટી.વી., સમાચાર પત્રો, ઇન્ટરનેટ દ્વારા પર્યાવરણના સંરક્ષણનો સંદેશો બધાને પહોંચાડી તેમને જાગૃત કરવા. જો રાષ્ટ્રનો નાગરિક એક જવાબદાર નાગરિક બની પોતાની ફરજ બજાવશે તથા એ ફરજનું અન્યને ભાન કરાવશે ત્યારે જ કલ્યાણ થશે. કારણ કે પરિવર્તન એ વિચારો અને તેના અમલથી જ આવે છે. આવા સામુહિક પ્રયાસથી જ આવા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકીશું.

    ભારતે પર્યાવરણની સુરક્ષા માટે ઘણા બધા કાયદાઓ બનાવ્યા છે. આજે સમય આવી ગયો છે, આ બધા કાયદાઓનું નિષ્પક્ષ રીતે પાલન કરાવવાનો. જો આ કાયદાનું પાલન ન થતું હોય ત્યારે તેવા જવાબદાર વ્યક્તિ, સંસ્થા કે  ઔદ્યોગિક એકમ સામે કડક પગલાં લેવાવા જોઇએ, તેમને સજા થવી જ જોઈએ. અભ્યાસક્રમમાં પણ પર્યાવરણ અને તેની સુરક્ષા સંબંધિત પાઠોનો સમાવેશ કરવો જોઈએ. રોડ, હાઇ-વે તથા એરપોર્ટની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ.

    સૌથી વધુ ચિંતાનો વિષય એ છે કે આપણા દેશમાં જંગલોનું પ્રમાણ ઓછું છે. દેશમાં 33% જંગલો હોવાં જોઈએ એને બદલે માત્ર  23 % જ જંગલો આવેલા છે. વળી, શહેરીકરણ, વસ્તી વધારો તથા વિકાસના કારણે જે જંગલ વિસ્તાર છે એમાં પણ દિનપ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. આ માટે આપણે વૃક્ષોનું પ્રમાણ વધારવું પડશે. જો જંગલોનું પ્રમાણ વધી જાય તો ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.  લોકભાગીદારી વધારી સામાજિક વનીકરણના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો એક મિશન તરીકે ઉપાડવા જોઈએ.

    વેરાન- ઉજ્જડ જમીનમાં પણ વૃક્ષો વાવવા જોઇએ. જંગલખાતાને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. બળતણ તથા ઈમારતી લાકડાનો વિકલ્પ પણ શોધવો જોઈએ. વાહનોમાં વપરાતા પેટ્રોલ-ડીઝલના બદલે સી.એન.જી. ગેસ તથા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ તો આ સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત કરી શકાય. ઉદ્યોગોમાં પણ ખનીજ કોલસો કે ડીઝલના બદલે અન્ય વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ થશે તો પ્રદૂષણની માત્રા ઘટશે અને આ સૃષ્ટિ જીવવા યોગ્ય બની રહેશે..

    પ્રદૂષણ અટકાવવાના ઉપાયો
    પ્રદૂષણ અટકાવવાના ઉપાયો

    સાઈકલનો ઉપયોગ વધારવો જોઈએ. યાતાયાતના જાહેર વાહનો, જેવા કે, બસ, ટ્રેન, વિમાન વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.  કારખાનામાં અવાજનું પ્રદૂષણ ન થાય તે માટે યંત્રોનું યોગ્ય સમયે સમારકામ કરાવવું જોઈએ તથા નવા યંત્રોનો ઉપયોગ વધારવો જોઈએ. ખેડૂતોએ પણ રાસાયણિક ખાતર, દવાને બદલે છાણીયું ખાતર તથા ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખી પર્યાવરણની જાળવણીમાં તથા સમગ્ર વિશ્વના લોકોના સ્વાસ્થ્યને જાળવવામાં પોતાનો સહકાર આપવો જોઈએ.

    “વ્યક્તિ પોતાની દ્રષ્ટિ છોડી, બીજાની દૃષ્ટિએ જુએ તો અરધું જગત શાંત થઈ જાય.”

              ધૂમકેતુના આ વાક્યને યાદ રાખી દરેક વ્યક્તિએ પોતાનો સ્વાર્થ છોડી, પોતાની જવાબદારી સમજી, અન્ય વ્યક્તિના હિતનો વિચાર કરી પર્યાવરણની સુરક્ષામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપશે તો જ આ વૈશ્વિક સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત થાય અને આ ધરતી જીવવા જેવી બની રહે. ઈશ્વર આપણા સૌને પર્યાવરણ સુરક્ષા સંદર્ભે સદબુદ્ધિ આપે એ જ અભ્યર્થના.

    “જય હિન્દ, જય ભારત”

    Author : Dr. Sanjay Patel

    નીચે આપેલા નિબંધો પણ ખુબ જ ઉપયોગી છે, સાચવીને રાખો.

    બેટી બચાઓ બેટી પઢાઓ નિબંધ,

    જળ એ જ જીવન છે નિબંધ,

    આઝાદી કા અમૃત મહોત્સવ સ્પીચ & નિબંધ,

    ભગતસિંહ વિશે નિબંધ,

    દીકરી વિશે સ્પીચ, નિબંધ, સુવાક્યો, કવિતા,

    મકરસંક્રાંતિ વિશે નિબંધ

    english nibandh
    about mother essay
    paragraph on pollution +
    essay on pollution +
    essay about writing +
    essay writing
    pollution essay
    mahatma gandhi essay
    gandhiji essay
    essay diwali
    diwali ka nibandh
    paragraph on diwali
    diwali essay in english
    essay in hindi
    essays in english
    paragraph in hindi

    1 thought on “essay on pollution | best pollution essay | પ્રદુષણ વિશે નિબંધ”

    1. Pingback: સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર pdf અને નિબંધ - AMARKATHAO

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *