Skip to content

ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું – ઉમાશંકર જોશી

3405 Views

ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું કવિતા ઉમાશંકર જોશી, ગુજરાતી જુની કવિતાઓ, યાદગાર કવિતાઓ, કાવ્યસંગ્રહ, ઉમાશંકર જોષીના કાવ્ય, ગુજરાતી કવિ અને કવિતા, ઉમાશંકર જોશીની વાર્તાઓ, old gujarati kavy, Umashankar Joshi, Geet ame gotyu gotyu ne kyay na jadyu.

ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું


અમે સૂતા ઝરણાંને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું …

અમે ગોત્યું વસંતની પાંખે;
ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું …

અમે શોધ્યું સાગરની છોળે,
વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું …

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે,
લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું …

અમે ખોળ્યું શૈશવને ગાલે,
કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું …

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી;
વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું …

ઉરે આંસુ પછવાડે હીંચતું,
ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું …

✍ ઉમાશંકર જોશી

🌺 મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય આવત્સથી – Mithi mathe bhat kavita

🌺 નાની મારી આંખ અને ધો. 1 નાં 25 પગલાં – Nani mari aankh balgeet

🌺 ચાંદો સુરજ રમતા તા – chando suraj Ramta ta kavita

🌺 ઘેલી ડોશીનું માંકડુ – Gheli Doshi nu makdu kavita

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *