Skip to content

प्रहेलिकाः ઉખાણાં ગુજરાતી અને સંસ્કૃત std 7

प्रहेलिकाः ઉખાણાં
10667 Views

प्रहेलिकाः std 7 sem 2, પ્રહેલિકા એટલે ઉખાણાં અહી સંસ્કૃત ધોરણ 7 નાં સત્ર 2 માં આવતા એકમ 1 प्रहेलिकाः ઉખાણાં જવાબો સાથે મુકવામાં આવ્યા છે. સૌથી નીચે જવાબ મુક્યા છે, ઉખાણાં, ukhana gujarati, ગુજરાતી ઉખાણાં અને જવાબ, ukhana in gujarati, ગુજરાતી ઉખાણા, નવા ઉખાણાં, ગુજરાતી ઉખાણા જવાબ સાથે, ઉખાણા ગુજરાતી ઉખાણાં, ઉખાણા ગુજરાતીમાં, ઉખાણાં ગુજરાતી pdf

प्रहेलिकाः – ઉખાણાં જવાબ સાથે

वृक्षाग्रवासी न च पक्षिराज : त्रिनेत्रधारी न च शूलपाणिः ।
त्वग्वस्त्रधारी न च सिद्धयोगी जलं च बिभ्रन्न घटो न मेघः ॥

વૃક્ષની ટોચે વસે છે પણ ગરુડ નથી,
ત્રણ નેત્ર છે પણ શંકર ભગવાન નથી,
ભગવા વસ્ત્ર પહેરે છે પણ સાધુ-સન્યાસી નથી
જળ ધારણ કરે છે પણ ઘડો કે વાદળ નથી.

=================================

नरनारीसमुत्पन्ना सा स्त्री देहविवर्जिता ।
अमुखी कुरुते शब्दं जातमात्रा विनश्यति ॥

નર અને નારીથી ઉત્પન્ન થાય છે,
તે સ્ત્રી શરીર વગરની છે.
મુખ નથી છતા પણ અવાજ કરે છે,
જન્મીને તરત જ મરી જાય છે.

=================================

कृष्णमुखी न मार्जारी द्विजिह्वा न च सर्पिणी ।
पञ्चभर्त्री न पाञ्चाली यो जानाति सः पण्डितः ॥

કાળુ મુખ છે પણ બિલાડી નથી,
બે જીભ છે પણ સાપ નથી.
પાંચ પતિ છે પણ પાંચાલી નથી,
જે જાણે તે પંડિત કહેવાય

ફાઉન્ટેન પેન
ફાઉન્ટેન પેન



=================================

दन्तैर्हीनः शिलाभक्षी निर्जीवो बहुभाषकः ।
गुणस्यूतिसमृद्धोऽपि परपादेन गच्छति ॥

દાંત વગરનો છે છતા પથ્થર ખાય છે,
નિર્જીવ છે છતા ખુબ અવાજ કરે છે,
ગુણથી ભરપુર છે, છતા બીજાના પગલે જાય છે.

=================================

कस्तूरी जायते कस्मात् को हन्ति करिणां कुलम् ।
किं कुर्यात् कातरो युद्धे मृगात् सिंह : पलायनम् ॥

કસ્તુરી ક્યા જન્મે છે ?
હાથીઓનાં કુળને કોણ હણે છે ?
કાયર યુદ્ધમાં શુ કરે છે ?
મૃગથી સિંહ પલાયન

=================================

👉 વધુ ઉખાણાં અહીથી વાંચો

ઉખાણા 1 નો જવાબ – નાળિયેર (શ્રીફળ)
નાળિયર વૃક્ષની ટોચે હોય છે, તેને ત્રણ આંખો હોય છે.
ભગવા રંગના કે ઝાડની છાલ જેવા તેના છાલા હોય છે,
તેની અંદર પાણી હોય છે..

ઉખાણાં 2 નો જવાબ – ચપટી
આપણે આંગળી (નારી )અને અંગુઠાથી (નર) ચપટી વગાડીએ છીએ,
ચપટીનું કોઇ શરીર નથી, મુખ નથી છતા અવાજ થાય છે,
ચપટી અવાજ આવીને બંધ થઇ જાય છે એટલે જન્મીને તરત જ મરી જાય છે.

ઉખાણા 3 નો જવાબ – પેન (જુના સમયમાં આવતી શાહી ભરવાની પેન ફોટા જુઓ 👇)

ઉખાણાં 4 નો જવાબ – બુટ (જોડા)
બુટ ચાલે ત્યારે કાંકરા પથ્થરનો ભુકો થઇ જાય છે,
ચાલવાથી અવાજ ઉત્પન્ન થાય છે.
“गुणस्यूतिसमृद्धोऽपि” નો બીજો અર્થ દોરીથી ભરપુર એવો પણ થાય છે.. અને તે બીજાના પગે જાય છે.

ઉખાણાં 5 નો જવાબ
આ ઉખાણા માં ત્રણ પ્રશ્નો પૂછેલા છે. અને નીચેની લીટીમાં ત્રણેયના જવાબ આપેલા છે
1. કસ્તુરી મૃગ (કસ્તુરી હરણની દુંટીમાં)
2. સિંહ
3. કાયર યુદ્ધમાં પલાયન કરે છે એટલે કે ભાગી જાય છે.

👉 અટપટા ઉખાણાં અહીથી વાંચો

મિત્રો આ ગુજરાતીમાં કેટલાક Gujarati Ukhana / riddles in gujarati with answers હતા. ગુજરાતી ઉખાણા અને પહેલીયા તમને કેવી રીતે ગમે છે તે અમને કોમેન્ટમાં જણાવો. જો તમે કેટલાક અન્ય ukhana with answer પણ જાણો છો તો અમને કોમેન્ટમાં જણાવો. આપ અહીથી 👇 ઉખાણાં ને share કરી શકશો. અમરકથાઓ – મિત્રો અમને ફોલો કરવાનું ભુલશો નહી. મુલાકાત બદલ આભાર.

1 thought on “प्रहेलिकाः ઉખાણાં ગુજરાતી અને સંસ્કૃત std 7”

  1. Pingback: 5 Best Akbar Birbal stories | અકબર બીરબલની વાર્તાઓ pdf - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *