8338 Views
ગુજરાતી જોક્સ – Read Best Gujarati Jokes – મજેદાર ગુજરાતી ટુચકાઓ, બેસ્ટ જોક્સ, જોક્સ શાયરી ફોટા, જોક્સ ડાઉનલોડ, પતિ પત્ની જોક્સ, શેર બજાર જોક્સ, દોસ્તી જોક્સ, ગુજરાતી જોક્સ, ગુજરાતી નવા જોક્સ, ગુજરાતી જોક્સ 2023, કાઠીયાવાડી જોક્સ, ધીરુભાઈ ના નવા જોક્સ, ફુલ કોમેડી જોક્સ, જોક્સ pdf book.
ગુજરાતી જોક્સ
અરજણ બાપાએ લોટરીમાં પૈસા લગાવ્યા ને
કરોડપતિ થઈ ગયા.
પત્રકારે પુછ્યુ બાપા કઈ રીતે?
બાપા કયે : હવારમાં ઉઠ્યો તો આકાશમા
આઠ પક્ષી હતા ને તારીખ પણ આઠ હતી
તો ગુણાકાર કરીને ઈઠ્ઠોતેર નંબર લાગાવ્યાને લોટરી લાગી ગઈ.
પત્રકાર : પણ બાપા આઠ ગુણ્યા આઠ તો 64 થાય.
બાપા : તારી જેમ ભણેલ હોત તો
હજુ આવા થેલા ઉપાડીને
હાથમાં કેમેરો પકડીને રખડતો હોત.
***************************************
એક વડીલ ઉપર કોર્ટમાં અકસ્માતનો કેસ ચાલતો હતો.
જજ : તમને ખબર હતી કે સામેથી લેડીઝ ગાડી ચલાવીને આવે છે, તો રોડની સાઇડમાં ચલાય ને ?
વડીલ : ક્યો રોડ ? હુ તો ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો’તો…
<><><><><><><><><><><><><><>
એક રિટાયર્ડ કાકા એક પ્રોવિઝન સ્ટોર માં ગયા અને સ્ટોર ના છોકરાં ને કહ્યું : મને મૈસુર ની દાળ 742 નંગ આપ.
એકપણ શબ્દ બોલ્યા વગર સ્ટોર ના છોકરા એ 200 ગ્રામ દાળ તોલી ને આપી દીધી.
એ રિટાયર્ડ કાકા એ આશ્ચર્ય સાથે કહ્યું કે : આમાં 742 દાણા જ છે એ તને કેવી રીતે ખબર..?
છોકરા કહ્યું : ઘરે જઈ ગણી લેજો, કારણ કે મારા બાપા એ 3710 એક કિલો માં આવે છે એવું ગણી લીધું છે. એટલે 200 ગ્રામ માં 742 દાણા જ આવશે.
એ રિટાયર્ડ કાકા એ પૂછ્યું : તારા પિતાજી શુ કરે છે..?
છોકરા એ કહ્યું : એ તમારી જેમ રિટાયર્ડ છે, નવરા બેઠા આવા જ ધંધા કર્યા કરે છે..!!
😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂
*******************************************
કોન્ફિડંસ આને કહેવાય…
શિક્ષક : હેલો સર.. તમારો દીકરો સ્કુલમાં પ્રથમ નંબરે પાસ થયો છે.
વાલી : સોરી… રોન્ગ નંબર
***************************************
એક ભાઈ બદામ વેચતા હતા.
બીજા ભાઈએ પૂછયું, જરા કહો તો, બદામ ખાવાથી શું ફાયદો થાય ?
પહેલો ભાઈ કહે, બુદ્ધિ ધારદાર થાય.
બીજો ભાઈ કહે, એ કેવી રીતે થાય ?
પહેલો ભાઈ કહે, બોલો, એક કિલો ચોખામાં કેટલા દાણા હોય ?
બીજો ભાઈ કહે, મને ખબર નથી.
પહેલા ભાઈએ તેને એક બદામ ખવડાવી પછી પૂછ્યું, હવે એ કહો કે એક ડઝનમાં કેટલા કેળાં હોય ?
બીજો ભાઈ કહે, 12 કેળાં હોય! પહેલો ભાઈ બોલ્યો, જોયું ને, કેળું ખાવાથી બુદ્રિને કેવી ધાર નીકળી ? તમારું મગજ ધારદાર થઈ ગયું ને!
બીજો ભાઈ કહે, સાચી વાત છે ભાઈ, બે કિલો આપી દો. કમાલની વસ્તુ છે.
***************************************
શિક્ષકો નું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ – હાસ્યલેખ
નટા જટાની જાત્રા – શાહબુદ્દીન રાઠોડ – હાસ્યલેખ
બેટા કેટલામાં નંબરે પાસ થયો ?
પપ્પા બીજો નંબર આવ્યો
તુ આ વખતે નંબર વન પરથી નીચે આવી ગયો
ના પપ્પા અનિલ અને મારા સરખા માર્કસ છે.
પછી ?
બન્નેનાં માર્કસ સરખા હોવાથી તેમણે પેલો નંબર નક્કી કરવા ‘ડકવર્થ લુઇસ’ નિયમનો ઉપયોગ કર્યો
એટલે ?
એટલે કે બન્નેના પિતાનાં ssc ના ગુણ તપાસ્યા ત્યાર પછી…
ભલે બીજો આવ્યો…. વાંધો નહી…
***************************************
એક ભેંસ જંગલમાં ડરેલી ગભરાયેલી ભાગી રહી હતી.
ઉંદરે પુછ્યુ કેમ આટલી દોડે છે ?
ભેંસ : પોલીસ જંગલમાં હાથીને પકડવા આવી રહી છે..
ઉંદર : પણ તુ તો ભેંસ છે ને ?
ભેંસ : પણ જો હુ પકડાઈ ગઇ તો કોર્ટમાં એ સાબિત કરતા વીસ વર્ષ લાગી જશે કે હુ હાથી નથી ભેંસ છુ.
આ સાંભળીને ઉંદર પણ ભાગવા લાગ્યો.
***************************************
***************************************
એક વૃદ્ધાનો જમાઈ ખૂબ જ કાળો હતો.
સાસુ – જમાઈ રાજા, તમે એક મહિનો અહીં રોકાઓ. દૂધ દહીં ખાઓ. મોજ કરો અને આરામથી અહીં રહો.
જમાઈ – અરે વાહ સાસુમાં, આજે મારા પર ખૂબ પ્રેમ આવી રહ્યો છે તમને.
સાસુ – અરે પ્રેમ બ્રેમ કંઈ નથી કલમુખા. એ તો અમારી ભેંસનો પાડો મરી ગયો છે, તારું મોઢું જોઈને એ દૂધ તો આપતી રહેશે.
***************************************
મહિલા (દુકાનદારને) – ભાઈ, સરખો ભાવ રાખો. હંમેશાં તમારી દુકાનથી સામાન ખરીદીએ છીએ.
દુકાનદાર – મેડમ, થોડું તો ભગવાનથી ડરો !,
આજે દુકાનનો પહેલો દિવસ છે.
***************************************
બે મહિલાઓ પરસ્પર વાત કરી રહી હતી
પહેલી મહિલા – ઘણા વર્ષો પહેલાં એક બાબાએ મને કહ્યું હતું કે ભગવાન તને એટલું આપશે કે તુ સંભાળી શકીશ નહીં.
બીજી મહિલા – તો શું થયું?
પહેલી મહિલા – હવે ખબર પડી તેઓ વજનની વાત કરી રહ્યા હતા
***************************************
L.L.B ની પરીક્ષા માં વિદ્યાર્થી ને પ્રશ્ન પૂછયો
પ્રોફેસર :
જો તારે કોઇને સંતરુ આપવું હોય તો તું શું કહીશ ?.
વિદ્યાર્થી :
લે , આ સંતરુ.
પ્રોફેસર :
ના , કાયદાકીય ભાષામાં બોલ.
વિદ્યાર્થી :
હું નીચે સહી કરનાર ,
જાતે પોતે ,
પુરા હોશ-હવાસમાં
અને કોઇના દબાણમાં આવ્યા વિના આ ફળ
જેને ગુજરાતીમાં
” સંતરુ”
કહેવાય છે
અને
જેના પર મારો
સંપૂર્ણ માલિકીનો હક છે ,
તેને તેની છાલ , રસ , બીજ તથા કૂચા સહિત આખે આખું
હું તમોને આપું છું
અને
તેની સાથે એ વાતનો પણ બિનશરતી તથા સંપૂર્ણ અધિકાર આપું છુ કે,
તમે એને
કાપવા ,
છોલવા ,
ચિરવા ,
ચૂસવા
તથા
ફ્રીજમાં રાખી મૂકવા માટે
સંપૂર્ણપણે સ્વતંત્ર છો .
જો તમે ઇચ્છો તો
કોઇ અન્ય વ્યક્તિને
આ ફળના
છાલ ,
રસ ,
બીજ
તથા
કૂચા સહિત સંપૂર્ણપણે
અથવા
એનું વિભાજન તમારી સ્વેચ્છા મુજબ કરીને
આપી શકવા માટે પણ સ્વતંત્ર છો .
આથી હું જાહેર કરું છું કે,
આજ પહેલાં સંતરા બાબત થયેલી
કોઇપણ
તકરાર ,
વિવાદ
કે
રંગ બાબતની સંપૂર્ણ જવાબદારી મારી છે.
તથા
સંતરા સોંપ્યા બાદ તેના ઉપર
મારો કે મારા વંશ વારસા નો કોઇ
હક ,
દાવો ,
દાદ ફરિયાદ કે
હિત સંબંધ
રહેશે નહી .. ! ..
પ્રોફેસર : બેહોશ…
😜😜😜😜
Read More 30+ મજેદાર ગુજરાતી ટુચકાઓ
📕 આવ ભાણા આવ – શાહબુદ્દીન રાઠોડ – હાસ્યલેખ
📕 શાહબુદ્દીન રાઠોડ – મુંબઇનો મારો પહેલો પ્રવાસ – હાસ્યલેખ
ગુજરાતી જોક્સ, Latest jokes in gujarati, gujarati jokes, comedy jokes
I am photographer if you have any requirement can mail me
Good job
Pingback: શેરીએ આવે સાદ કવિતા | sherie ave sad std 6 - AMARKATHAO
Pingback: 50+ Gujarati Jokes : ગુજરાતી જોક્સ, Latest Jokes In Gujarati, ગુજરાતી ટુચકાઓ