6123 Views
શેરીએ આવે સાદ કવિતા કવિ રાજેન્દ્ર શાહ, કુંજમાં કોયલ બોલતી, જુની કવિતાઓ, બાળપણની કવિતાઓ, ગુજરાતી કવિતા mp3, ધોરણ 1 થી 8 કવિતા, પ્રકૃતિ કાવ્યો, કવિતા લખાણમા, કવિતા ફોટા, ગામડાની કવિતા, ગામડાનું જીવન, મારું ગામ કવિતા, Kunj ma koyal bolti kavita, Dhoran 6 kavita, sherie aave sad, Rajendra shah, ગુજરાતી કવિતા સંગ્રહ pdf, Best gujarati kavita collection
શેરીએ આવે સાદ lyrics
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ,
હાલ્યને આંબાવાડીએ, હજી પોરની તાજી યાદ.
પાંદડુંયે નહિ પેખીએ એવો
ઝૂલતો એનો મોર.
કોઈને મોટા મરવા અને
કોઈને છે અંકોર
ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ.
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ,
ઘર નું નાનું અંગણું,
ગમે મોકળું મોટુ વન:
કોઇનોયે રંજાડ નહિ ને
ખેલવા મળે દન.
હાલીયે ભેરુ, કાયર જે કોઈ હોય તે રહે બાદ;
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ.
✍ કવિ રાજેન્દ્ર શાહ. – અમરકથાઓ
પરોઢિયે પંખી જાગીને કવિતા વિડીયો સાથે 👈
રાજેન્દ્ર શાહ
જન્મ : 28-1-1913
અવસાન : 02-01-2010
કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. ‘ આંબે આવ્યા મોર ’ , ‘ રૂમઝૂમ ’ અને ‘મોરપીંછ ‘ એ તેમના બાળકાવ્યોના સંગ્રહો છે. તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે.
આ કાવ્યમાં બાળકમાં રહેલાં કુતૂહલ અને સાહસના ભાવો નિરુપાયા છે. બાળકો દરેક ઋતુનો, કુદરતમાં થતા ફેરફારોનો કેવો તો રોમાંચ અનુભવે છે ને ઉમળકાથી એનું સ્વાગત કરે છે તેની વાત આ ગીતમાં આલેખાઈ છે. ઉપરાંત, વડીલો એમની ટેવ મુજબ સૂચનાઓ આપે તે માટે નહીં પણ મુક્ત મને રમવા મળે, તે માટે બધાંથી દૂર આંબાવાડીએ જવા ઇચ્છે છે. જેથી તેઓને આખો દિવસ રમવા મળે.
sherie ave sad lyrics English
Kunj ma koyal bolti eno sherie ave sad,
Haly ne amba vadie haji por ni taji yaad.
Pandaduy nahi pekhiye
evo zulto eno mor
koi ne mota marva ane
koi ne chhe ankor.
Dolti dale Ghumie aapan gajavi ghero naad,
Kunj ma koyal bolti eno sherie ave sad,
Ghar nu Nanu Aanganu
game mokalu motu van
Koi no ye Ranjad nahi ne
khelva male dan
Halie bheru kayar je koi hoy te rahe baad,
Kunj ma koyal bolti eno sherie ave sad.
Rajendra Shah
Born: 28-1-1913
Died: 02-01-2010
Rajendra Shah was born in Kapdwanj of Kheda district. ‘Ambe Avya Mor’, ‘Roomzoom’ and ‘Morpinch’ are his collections of children’s poems.
He has been honored with the Gyanpith award. This poem expresses the spirit of curiosity and adventure in a child. This song depicts how children feel the thrill of every season and the changes in nature and welcome it with enthusiasm. Also, the elders want to go to Ambawadi away from everyone so that I can play freely, not to give instructions as per their custom.
પ્રાચીન ઉખાણાં જવાબો સાથે ગુજરાતીમાં 🤔
Pingback: મારો છે મોર, મારો છે મોર | songs for kids 2 - AMARKATHAO
Pingback: મને કહોને પરમેશ્વર કેવા હશે | songs with lyrics - AMARKATHAO
Pingback: કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ - મીન પિયાસી | કવિતા સંગ્રહ - AMARKATHAO
Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO
Pingback: આલાલીલા વાંસડિયા રે વઢાવું લોકગીત | Alalila vasadiya kavita