8264 Views
amarkathao માં ક્રાંતિકારી શહિદોની સિરીઝ મુકી રહ્યા છીએ. આજે વાંચો ક્રાંતિકારી શહિદ વીર સાવરકરની સંપુર્ણ માહિતી. જેમણે ભારતની આઝાદી માટે પોતાનું સંપુર્ણ જીવન સમર્પિત કરી દીધુ હતુ.
क्रांतिकारी शहीद वीर सावरकर की पूरी जानकारी। (नीचे हिंदी में दिया गया है)
વીર સાવરકર જન્મ અને બાળપણ
દેશભકત વિનાયક સાવરકરનો (Vinayak Damodar Savarkar) જન્મ તા. 28 મી મેં 1883 ના રોજ નાસિક જિલ્લાના દેવલાલી કસ્બાના ભગુર ગામમાં થયો હતો. તેના પિતા પંત દઢનિશ્ચયી, ધાર્મિક વૃતિના અને સરળ સ્વભાવના સગૃહસ્થ હતા. તેમનાં માતા રાધાબાઈ સ્વમાની અને કુટુંબ વત્સલ હતાં. તેમને ફળ ફૂલનો ખૂબ શોખ હતો. શ્રી સાવરકરે લખેલાં ‘ ગોમાંતક ‘ નામના કાવ્યમાં તેનું વર્ણન કરેલું છે. માતાપિતાનો સંસાર આનંદમય હતો, એમ પણ તેમાં જણાવ્યું છે. article-of-krantikari-shahid-veer-savarkar-gujarati
છઠ્ઠે વર્ષે વિનાયકને નિશાળે ભણવા બેસાડ્યો. તેની સ્મરણશક્તિ અને બુદ્ધિ પ્રતિભા નાનપણથી જ તેજ હતી. નવ વર્ષની ઉંમરે માતા રાધાબાઈનું અવસાન થયું. એટલે વિનાયક સ્વપુરૂષાર્થથી જ અભ્યાસમાં અને જીવન ઘડતરમાં આગળ વધ્યા.
વીર સાવરકર કઇ રીતે ક્રાંતિકારી બન્યા ?
સને 1898 માં વિનાયક સાવરકરની તબિયત સારી રહેતી ન હતી, તેથી તેઓ નાસિકથી ભગુર પોતાના વતનમાં આવ્યા. તે વખતે વીર શહીદ દામોદરરાવ ચાફેકર માતૃભૂમિની આઝાદી કાજે ફાંસીએ ચડયા.
તેમણે કોર્ટ સમક્ષ કરેલા ક્રાંતિકારી નિવેદને વિનાયકના કિશોર મન ઉપર ભારે અસર કરી. દામોદરરાવ ચાકેકરે રેન્ડના ખૂનની જવાબદારી પોતાના માથે લીધી . અને એક હાથમાં ગીતા અને બીજા હાથે ફાંસીનું દોરડું …… એ રીતે શહીદ થયા.
ચૌદ – પંદર વર્ષના કિશોર વિનાયકરાવે ‘ કેસરી ‘માં એ શહાદતનું વર્ણન વાંચીને માતૃભુમિને ચરણે પોતાનું જીવન અર્પણ કરવાનો નિશ્ચય કર્યો. અને ‘ દેશનું સ્વાતંત્ર્ય મેળવવામાં હું મારું બલિદાન આપીશ ‘ એવી પ્રતિજ્ઞા કરી. શહીદ ચાફેકર વિષે કાવ્યો પણ લખ્યાં.
અંગ્રેજી પાંચમાં ધોરણમાં વિનાયકરાવ અભ્યાસ કરતા હતા તે વખતે દામોદરરાવ ચાફેકરના બે ભાઈઓ બાલકૃષ્ણ તથા વાસુદેવરાવને પણ ફાંસી દેવામાં આવી. એની ભારે અસર વિનાયક સાવરકર ઉપર થઈ અને તેઓ દેશદાઝથી ઉકળી ઉઠ્યા. તેમણે ગુપ્ત મંડળોની સ્થાપના કરી. નાસિકની આસપાસ યુવાનોને એકત્રિત કર્યા.
નાસિકમાં હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી સને ૧૯૦૨ માં સાવરકર પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા. ફર્ગ્યુસન કોલેજ પણ રાષ્ટ્રભક્તિથી રંગાયેલી હતી. લોકમાન્ય તિલકની પ્રખર દેશભક્તિનો રંગ યુવાનોને લાગ્યો હતો. નવયુવાન વિનાયકરાવનાં વ્યાખ્યાનો સાંભળીને યુવાનોમાં દેશભક્તિ બળવતર બની.
સને 1906 માં શ્રી વિનાયકરાવ સાવરકર બેરિસ્ટરના અભ્યાસ માટે ઈંગ્લાંડ ગયા. અને લંડનમાં મહાન દેશભકત શ્યામજી કૃષ્ણ વર્મા અને બીજા મિત્રો સાથે મળીને ગુપ્ત ક્રાંતિકારી મંડળની સ્થાપના કરી.
1857 નાં વિપ્લવની વીર સાવરકરના જીવનમાં શુ અસર થઇ ?
દેશભકત વિનાયક સાવરકર લંડનમાં બેરિસ્ટર થવા માટેનો અભ્યાસ કરતા હતા, તે વખતે ઈ. સ. 1907 માં બ્રિટનવાસીઓએ સને 1857 માં થયેલા સિપાહીઓના બળવાને બ્રિટીશ કંપનીએ કચડી નાખ્યો તેની સુવર્ણજયંતિનો મહોત્સવ ઉજવ્યો.
સને 1857 ના વિપ્લવને અંગ્રેજો માત્ર ‘ સિપાહીઓનો બળવો ‘ ગણતા અને ભારે પાશવી અત્યાચારો ગુજારીને પ્રજાના પ્રાણને કચડી નાખ્યો તેનો આનંદ માણતા હતા. તે દિવસે નાટકો પણ કર્યાં, તેમાં મહારાણી લક્ષ્મીબાઈ, નાનાસાહેબ અને તાત્યા ટોપે જેવા મહાન સ્વાતંત્ર્યવીરોને અંગ્રેજોના હત્યારા તરીકે રજૂ કરવામાં આવ્યા.
દેશભકત સાવરકર અને તેમના મિત્રો આથી એકદમ ઉકળી ઉઠ્યા. તેમણે 1857 ના સ્વાતંત્ર્ય યુદ્ધની સુવર્ણ જયંતિ ઉજવવાનું આયોજન કર્યુ.
ઈન્ડિયા હાઉસમાં ભારે ધામધૂમથી મહોત્સવ ઉજવવામાં આવ્યો. અનેક સભાઓ થઈ, ભાષણો થયાં. સને 1857 માં માતૃભુમિને માટે બલિદાન આપનારને ‘ શહીદ’નું બિરૂદ આપીને શ્રદ્ધાંજલીઓ અર્પણ કરવામાં આવી.
વ્રત અને ઉપવાસ કરવામાં આવ્યાં. ભારતમાતાની મુક્તિ માટે પ્રાણાર્પણ કરવાની પ્રતિજ્ઞાઓ લેવામાં આવી.
ક્રાંતિકારી કાર્યો અને આઝાદીની લડતમા જીવન સમર્પિત
ભારતવાસી દેશભકતોના આ મહોત્સવ અને તેમાં થયેલ તેમનાં રોમાંચક ભાષણો અને પ્રતિજ્ઞાઓથી બ્રિટનવાસીઓ ચોંકી ઉઠ્યા. શ્રી સાવરકરે ‘ સન 1857 નું સ્વાતંત્ર્યયુદ્ધ ‘ નામનું પ્રસિદ્ધ પુસ્તક લખ્યું, અને મરાઠીમાં લખાયેલા આ પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર હોલાંડમાં છપાવી પ્રસિદ્ધ કર્યું.
બ્રિટીશ સરકારે તે જપ્ત કર્યું. ભારતમાં પણ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તેમ છતાં તેની નકલો દેશભકત યુવકોના હાથમાં પહોંચી ગઈ. નેતાજી સુભાષચંદ્ર બોઝે તેને ગુપ્ત રીતે છપાવીને ક્રાંતિકારીઓના હાથમાં પહોંચાડી હતી. એ પુસ્તક સાવરકરે પચીશ વર્ષની વયે લંડનના મ્યુઝિયમમાં બેસીને લખ્યું હતું.
એ સમયમાં હિંદુસ્તાનમાં ક્રાંતિકારી યુવાનો હસતે મોઢે ફાંસીએ ચડતા હતા. અને અનેક યુવાનો તેમના પગલે ચાલવા તપ્પર બન્યા હતા. સામી બાજુ બ્રિટીશ સલ્તનતનું દમન ક્રાંતિની ભાવનાને કચડી નાખવા માટે પુરજોશથી ચાલી રહ્યું હતું. એ દિવસોમાં સર કર્ઝન વાયલી નામના અંગ્રેજ અફસર લંડનમાં રહેતા હતા.
સરકારી દમનના મૂળમાં એ જુલ્મી અધિકારી મુખ્ય હતા. શ્રી મદનલાલ ધીંગડાએ લંડનના ઈમ્પીરીયલ ઈન્સ્ટિટયૂટ ભવનમાં સર કર્ઝનને ગોળીથી ઠાર કર્યા અને મદનલાલ ફાંસીએ ચડયા. માત્ર લંડનમાં જ નહિ, પણ સમગ્ર ઈંગ્લાંડમાં હાહાકાર મચી ગયો.
બ્રિટીશ સમાચાર પત્રોએ એ ષડયંત્રના મૂળમાં વીર સાવરકર છે એવો ખુલ્લી રીતે આરોપ મૂક્યો. પરિણામે તેમને બેરિસ્ટરની સનદ આપવાનો પ્રસંગ આવ્યો ત્યારે તેની વિશિષ્ઠ સમિતિ નીમવામાં આવી અને તેણે એવી શરત કરી કે, સાવરકર રાજકારણમાં ભાગ ન લે તો જ સનદ આપવામાં આવે. શ્રી સાવરકરે એ શરતનો અસ્વીકાર કર્યો. પરિણામે તેમને બેરિસ્ટરીની સનદ ન મળી.
તા. 18 ઓગસ્ટ 1909 ના રોજ મદનલાલ ધીંગડાને લંડનમાં ફાંસી આપવામાં આવી અને એ જ વર્ષે નાસિક જિલ્લા કલેકટર મિ. જેકસનને એક થિયેટર હોલમાં ગોળી મારવામાં આવી અને તેને માટે શ્રી કાન્હડે, શ્રી દેશપાંડે અને શ્રી કર્વે એ ત્રણેય નવયુવાનોને મૃત્યુદંડ આપવામાં આવ્યો. અમદાવાદમાં એ વખતના વાઈસરોય લોર્ડ મિન્ટો ઉપર બોંબ ફેંકવામાં આવ્યો.
પરંતુ સંજોગોવશાત્ તે બચી ગયા. ( આગળ જતાં લોર્ડ મિન્ટો આંદામાનની મુલાકાતે ગયેલા, ત્યારે છરો હુલાવીને તેમની હત્યા કરવામાં આવી. )
વાઈસરોય લોર્ડ મિન્ટો ઉપર બોંબ ફેંકવાના ગુનામાં શ્રી સાવરકરના નાના ભાઈ નારાયણ સાવરકરને પકડવામાં આવ્યા અને મુંબઈ સરકારના વોરન્ટથી લંડનમાં શ્રી વિનાયક સાવરકરની ધરપકડ કરવામાં આવી.
શ્રી વિનાયકરાવ ઉપરનું વોરન્ટ લંડન તાર દ્વારા મોકલવામાં આવ્યું હતું. તારીખ 8 મી જુલાઈ 1910 ના રોજ શ્રી વિનાયકરાવ સાવરકરને કડક પોલીસ પહેરા નીચે એક સ્ટીમરમાં હિંદુસ્તાન રવાના કરવામાં આવ્યા.
દેશભકત શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય ( શ્રી સરોજિની નાયડુના ભાઈ ), બાબા હરદયાલ તથા મેડમ કામા વગેરેએ મળીને શ્રી સાવરકરને ભારત પહોંચ્યા પહેલાં છોડાવવાની યોજના ઘડી કાઢી. એ યોજનાની પાછળ સાવરકરનું પોતાનું જ આયોજન હતું.
જ્યારે મોતની પરવા કર્યા વગર સ્ટીમરમાથી નાસી છુટ્યા સાવરકર
સ્ટીમર બ્રિટીશ સાગરમાંથી બહાર નીકળી અને ફ્રાંસના માર્સેલ્સ બંદર પાસે પહોંચી ત્યારે શ્રી સાવરકર શૌચ જવાને બહાને પાયખાનામાં ગયા અને મૃત્યુની પરવા કર્યા વિના સમુદ્રમાં કૂદી પડ્યા.
સાવરકરના આ બહાદુરીભર્યા સાહસથી સ્ટીમરના યાત્રાળુઓ સ્તબ્ધ બની ગયા. સાવરકરને પકડવા માટે સ્ટીમરમાંથી નૌકાઓ છૂટી અને પોલીસોએ ગોળીનો વરસાદ વરસાવ્યો. પરંતુ એ બધાની કશી દરકાર કર્યા વિના વીર સાવરકર પાંચ માઈલ તરીને સમુદ્રકિનારે પહોંચી ગયા, અને ત્યાં જઈને ફ્રાંસની સરકારનું શરણ માગ્યું.
પોતાની જાતને ફ્રાંસની પોલીસને હવાલે કર્યાનું જાહેર કર્યુ. પરંતુ એ પોલીસો તેમની ભાષા સમજી ન શક્યા અને તેમણે સાવરકરને કિનારે આવેલી બ્રિટીશ પોલીસને હવાલે કરી દીધા.
દુનિયાભરમાં વર્તમાનપત્રોએ દેશભકત સાવરકરના આ સાહસપૂર્ણ કાર્યની ભારે પ્રશંસા કરી અને ફ્રાંસની ભૂમિ ઉપર બ્રિટિશ પોલીસે કરેલી તેમની ગિરફતારી આંતરરાષ્ટ્રીય કાયદાનો છડેચોક ભંગ છે એમ લખ્યું.
વીર સાવરકરને કાળાપાણી ની સજા (આંદામાન જેલ)
શ્રી શ્યામજી કૃષ્ણ વર્માએ હેગની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ દાખલ કર્યો. પરંતુ બ્રિટીશ સરકારે પોતાની વગ વાપરીને કેસ જીતવા ન દીધો.
શ્રી ગણેશ સાવરકર ઉપર નાસિકની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો અને તેમને કાળાપાણીની સજા ફરમાવવામાં આવી.
શ્રી ગણેશ સાવરકર તથા બીજા ક્રાંતિકારીઓને હથિયાર મોકલવાનું કામ શ્રી વિનાયક સાવરકર કરતા હતા, તેવો આરોપ તેમના ઉપર મૂકવામાં આવ્યો.
શ્રી ગણેશ સાવરકરને સજા કરનાર નાસિક જિલ્લાધીશ મિ. જેકસનને ગોળી મારનાર અનંત લક્ષ્મણ કાન્હડેએ જે પિસ્તોલ વાપરી હતી તે વિનાયક સાવરકરે મોકલેલી એવો આરોપ પણ મૂકવામાં આવ્યો.
નાસિકની કોર્ટમાં બીજો એક મુકદમો આડત્રીસ યુવાનો ઉપર ચલાવવામાં આવેલો. તેમાં સત્યાવીશ યુવાનોને સજા થઈ હતી. એમને પણ વિનાયક સાવરકરે લંડનથી પિસ્તોલ મોકલી હતી એવું સરકારી વકીલે સાબિત કર્યુ.
ઉપરાંત સતારા, કોલ્હાપુર વગેરે સ્થળે અનેક ક્રાંતિકારી યુવાનોની ધરપકડ કરી તેમની પાસેથી હથિયારો અને સાહિત્ય મળ્યું તેની પાછળ પણ શ્રી સાવરકરનું ષડ્યત્ર હતું એવો સરકારે આરોપ મૂક્યો. પરિણામે દેશભકત સાવરકરને કાળાપાણીની આજીવન સજા કરવામાં આવી.
સને 1911 થી 1924 સુધી તેઓ આંદામાન કારાવાસમાં રહ્યા. ત્યાં પણ તેમનુ ક્રાંતિનું કાર્ય ચાલુ રહ્યું. તેમનો ‘ મારી જન્મટીપ ‘ મરાઠી ભાષામાં એક અનોખો સાહિત્યગ્રંથ ગણાય છે.
આંદામાનમાં ક્રાંતિકારી કેદીઓને તેઓ ઈતિહાસ, સાહિત્ય, ધર્મ અને મહાપુરૂષોનાં જીવનચરિત્રો એક અધ્યાપકની કુશળતાથી ભણાવતા.
સને 1924 થી 1937 સુધી રત્નાગિરિમાં તેમને નજર કેદ રાખવામાં આવ્યા. તેમણે સને 1938 થી 1948 સુધી હિંદુ – સંગઠનનું કાર્ય કર્યુ.
દેશભકત વિનાયક સાવરકર ભારતમાતાની મુક્તિના આ જન્મ યોદ્ધા હતા. તેમના સહવાસમાં આવનારને તેઓ પોતાના રંગે રંગી નાખવાની અપૂર્વ શક્તિ ધરાવતા હતા.
સ્વાતંત્ર્યયપ્રેમી વીર દેશભકત હતા. ભારતની આઝાદીના ઈતિહાસમાં તેમનું નામ સદાય પ્રથમ હરોળમાં અંક્તિ થયેલું રહેશે.
સિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ , વીર સાવરકર નું જીવનચરિત્ર, વીર સાવરકર વિશે માહિતી, વીર સાવરકર : એક ક્રાંતિકારી મશાલ , ભારતના ક્રાંતિકારી નિબંધ, વીર સાવરકર વિશે માહિતી ગુજરાતી મા, વીર સાવરકર નિબંધ,
वीर सावरकर जन्म और बचपन
देशभक्त विनायक सावरकर का जन्म 28 मई 1883 को नासिक जिले के देवलाली कस्बे के भागूर गांव में जन्म। उनके पिता पंत एक दृढ़ निश्चयी, पवित्र और सरल स्वभाव के व्यक्ति थे। उनकी माता राधाबाई स्वामी थीं और परिवार वत्सल था। उन्हें फलों और फूलों का बहुत शौक था। इसका वर्णन श्री सावरकर द्वारा लिखित ‘गोमांतक’ नामक कविता में किया गया है। माता-पिता की दुनिया खुशहाल थी, उन्होंने कहा।
छठे वर्ष में विनायक को स्कूल भेजा गया। उनकी याददाश्त और बुद्धि बचपन से ही तेज थी। नौ साल की उम्र में मां राधाबाई का देहांत हो गया। इसलिए विनायक पढ़ाई में और जीवन को आकार देने में आगे बढ़े।
क्रांतिकारी शहीद वीर सावरकर की पूरी जानकारी।
वीर सावरकर क्रांतिकारी कैसे बने?
वर्ष 1898 में विनायक सावरकर की तबीयत ठीक नहीं थी, इसलिए वे नासिक से अपने गृहनगर भगूर आ गए। उस समय मातृभूमि की आजादी के लिए वीर शहीद दामोदरराव चाफेकर को फांसी पर लटका दिया गया था।
उसने अदालत के सामने जो क्रांतिकारी बयान दिया, उसका विनायक के किशोर मन पर गहरा प्रभाव पड़ा। दामोदरराव चाकेकर ने रैंड की हत्या की जिम्मेदारी ली थी। एक हाथ में गीता और दूसरे हाथ में फाँसी।
चौदह-पंद्रह वर्षीय विनायकरावे ने ‘केसरी’ में उस शहादत का वर्णन पढ़ा और मातृभूमि के लिए अपना जीवन समर्पित करने का फैसला किया। और संकल्प लिया “मैं देश की आजादी के लिए अपने प्राणों की आहुति दूंगा।” उन्होंने शहीद चाफेकर के बारे में कविताएँ भी लिखीं।
जब विनायकराव कक्षा पांच में अंग्रेजी पढ़ रहा था, दामोदरराव चाफेकर के दो भाइयों, बालकृष्ण और वासुदेवराव को भी फांसी पर लटका दिया गया था। विनायक सावरकर पर इसका बहुत बड़ा प्रभाव पड़ा और वे देशदाज़ से नाराज़ हो गए। उन्होंने गुप्त समाजों की स्थापना की। युवाओं को नासिक के आसपास इकट्ठा किया।
नासिक में अपनी हाई स्कूल की शिक्षा पूरी करने के बाद, सावरकर ने 1905 में फर्ग्यूसन कॉलेज, पूना में प्रवेश लिया। फर्ग्यूसन कॉलेज भी देशभक्ति से सराबोर था। लोकमान्य तिलक की जोशीली देशभक्ति को युवाओं ने महसूस किया। युवा विनायकराव के व्याख्यानों को सुनकर युवाओं में देशभक्ति की भावना प्रबल हो गई।
1906 में, श्री विनायकराव सावरकर बैरिस्टर की पढ़ाई के लिए इंग्लैंड गए। और लंदन में महान देशभक्त श्यामजी कृष्ण वर्मा और अन्य मित्रों के साथ मिलकर गुप्त क्रांतिकारी मंडल की स्थापना की।
1857 के विद्रोह का वीर सावरकर के जीवन पर क्या प्रभाव पड़ा?
देशभक्त विनायक सावरकर लंदन में बैरिस्टर बनने के लिए पढ़ाई कर रहे थे। क्यू। 1907 में, अंग्रेजों ने ब्रिटिश कंपनी द्वारा 1857 के सिपाही विद्रोह को कुचलने की स्वर्ण जयंती मनाई।
अंग्रेजों ने 1857 के विद्रोह को केवल “सिपाहियों का विद्रोह” माना और इस बात से प्रसन्न थे कि लोगों को क्रूर अत्याचारों से कुचल दिया गया था। उस दिन नाटक भी किया गया था, जिसमें महारानी लक्ष्मीबाई, नानासाहेब और तात्या टोपे जैसे महान स्वतंत्रता सेनानियों को अंग्रेजों के हत्यारों के रूप में चित्रित किया गया था।
देशभक्त सावरकर और उनके दोस्त नाराज हो गए। उन्होंने 1857 के स्वतंत्रता संग्राम की स्वर्ण जयंती मनाने की योजना बनाई।
इंडिया हाउस में पर्व धूमधाम से मनाया गया। कई बैठकें हुईं, भाषण दिए गए। 1857 में मातृभूमि के लिए बलिदान देने वालों को “शहीद” की उपाधि देकर श्रद्धांजलि दी गई।
उपवास और उपवास किया गया। भारत माता की मुक्ति के लिए बलिदान देने का संकल्प लिया।
क्रांतिकारी कार्यों और स्वतंत्रता संग्राम को समर्पित जीवन
भारतीय देशभक्तों के इस त्योहार और उनके वाक्पटु भाषणों और प्रतिज्ञाओं से अंग्रेज हैरान थे। श्री सावरकर ने प्रसिद्ध पुस्तक ‘1857 का स्वतंत्रता संग्राम’ लिखा और मराठी में लिखी इस पुस्तक का अंग्रेजी अनुवाद हॉलैंड में प्रकाशित किया।
ब्रिटिश सरकार ने इसे जब्त कर लिया। भारत में भी इसे बैन कर दिया गया था। फिर भी इसकी प्रतियां देशभक्त युवाओं के हाथों में पहुंच गईं। नेताजी सुभाष चंद्र बोस ने गुप्त रूप से इसे छापा और क्रांतिकारियों को सौंप दिया। किताब को सावरकर ने पच्चीस साल की उम्र में लंदन के एक संग्रहालय में बैठकर लिखा था।
उस समय हिन्दुस्तान के क्रांतिकारी युवा चेहरों पर मुस्कान लिए लटके हुए थे। और बहुत से युवा उनके पदचिन्हों पर चलने को आतुर थे। सामी पक्ष में, ब्रिटिश सल्तनत का दमन क्रांति की भावना को कुचलने के लिए बड़े पैमाने पर था। उन दिनों सर कर्जन वायली नाम का एक अंग्रेज अधिकारी लंदन में रहता था।
सरकारी दमन के मूल में अत्याचारी अधिकारी प्रमुख था। श्री मदनलाल ढींगडा ने लंदन में इंपीरियल इंस्टीट्यूट की इमारत में सर कर्जन की गोली मारकर हत्या कर दी और मदनलाल को फांसी दे दी गई। न केवल लंदन में बल्कि पूरे इंग्लैंड में हाहाकार मच गया।
ब्रिटिश अखबारों ने खुले तौर पर वीर सावरकर पर साजिश की जड़ में होने का आरोप लगाया। नतीजतन, जब उन्हें बैरिस्टर चार्टर दिए जाने का समय आया, तो एक विशेष समिति नियुक्त की गई और उन्होंने यह शर्त रखी कि चार्टर तभी दिया जाएगा जब सावरकर राजनीति में भाग नहीं लेंगे। श्री सावरकर ने इस शर्त को खारिज कर दिया। नतीजतन, उन्हें बैरिस्टर का प्रमाण पत्र नहीं मिला।
टा. मदनलाल ढींगदा को 18 अगस्त 1909 को लंदन में फांसी दी गई और उसी वर्ष नासिक के जिला कलेक्टर श्री. जैक्सन को एक थिएटर हॉल में गोली मार दी गई थी और तीनों युवकों, मिस्टर कान्हाडे, मिस्टर देशपांडे और मिस्टर कर्वे को मार डाला गया था। अहमदाबाद में तत्कालीन वायसराय लॉर्ड मिंटो पर बम फेंका गया था।
लेकिन संयोग से वह बच गया। (लॉर्ड मिंटो अंडमान की यात्रा के लिए जा रहे थे, जब उनकी गोली मारकर हत्या कर दी गई।)
श्री सावरकर के छोटे भाई नारायण सावरकर को वाइसराय लॉर्ड मिंटो पर बमबारी करने के आरोप में गिरफ्तार किया गया था और श्री विनायक सावरकर को मुंबई सरकार के वारंट पर लंदन में गिरफ्तार किया गया था।
श्री विनायकराव पर वारंट लंदन टेलीग्राफ द्वारा भेजा गया था। 8 जुलाई 1910 को श्री विनायकराव सावरकर को कड़े पुलिस पहरे में स्टीमर में हिन्दुस्तान भेजा गया।
देशभक्त श्री श्यामजी कृष्ण वर्मा, वीरेंद्र चट्टोपाध्याय (श्री सरोजिनी नायडू के भाई), बाबा हरदयाल और मैडम कामा आदि श्री सावरकर के भारत पहुंचने से पहले उन्हें रिहा करने की योजना लेकर आए। उस योजना के पीछे सावरकर की अपनी योजना थी।
जब मौत की परवाह किए बिना स्टीमर से भाग निकले सावरकर
जब स्टीमर ब्रिटिश सागर को छोड़कर मार्सिले के फ्रांसीसी बंदरगाह पर पहुंचा, तो श्री सावरकर शौच के बहाने शौचालय गए और मौत की परवाह किए बिना समुद्र में कूद गए।
सावरकर के इस साहसिक साहसिक कार्य से स्टीमर के यात्री दंग रह गए। सावरकर को पकड़ने के लिए स्टीमर से नावें छोड़ी गईं और पुलिस ने गोलियों की बौछार कर दी। लेकिन इस सब की परवाह किए बिना, वीर सावरकर समुद्र तट पर पांच मील तैर कर आए, और फ्रांसीसी सरकार के पास शरण मांगी।
उसने खुद को फ्रांसीसी पुलिस के हवाले कर दिया। लेकिन पुलिस को उनकी भाषा समझ में नहीं आई और उन्होंने सावरकर को किनारे पर ब्रिटिश पुलिस के हवाले कर दिया.
दुनिया भर के अखबारों ने देशभक्त सावरकर के साहसी काम की सराहना की और लिखा कि फ्रांसीसी धरती पर अंग्रेजों द्वारा उनकी गिरफ्तारी अंतरराष्ट्रीय कानून का घोर उल्लंघन है।
वीर सावरकर को काला पानी (अंडमान जेल) की सजा
श्री श्यामजी कृष्ण वर्मा ने हेग में अंतर्राष्ट्रीय न्यायालय में मामला दायर किया। लेकिन ब्रिटिश सरकार ने केस जीतने के लिए अपनी शक्ति का इस्तेमाल नहीं किया।
श्री गणेश सावरकर पर नासिक की अदालत में मुकदमा चलाया गया और उन्हें काले पानी की सजा सुनाई गई।
श्री विनायक सावरकर पर श्री गणेश सावरकर और अन्य क्रांतिकारियों को हथियार भेजने का आरोप था।
श्री गणेश सावरकर को दंडित करने वाले नासिक के जिला कलेक्टर श्री. आरोप यह भी था कि जैक्सन को गोली मारने वाले अनंत लक्ष्मण कान्हाडे ने जिस पिस्तौल का इस्तेमाल किया था, उसे विनायक सावरकर ने भेजा था.
38 युवकों के खिलाफ नासिक की एक अदालत में एक और मुकदमा दायर किया गया था। सत्ताईस युवकों को सजा सुनाई गई। अभियोजकों ने यह भी साबित किया कि विनायक सावरकर ने उन्हें लंदन से पिस्तौल भेजी थी।
सरकार ने यह भी आरोप लगाया कि सतारा, कोल्हापुर और अन्य स्थानों पर कई क्रांतिकारी युवाओं को गिरफ्तार करने और उनसे हथियार और साहित्य प्राप्त करने के पीछे श्री सावरकर की साजिश थी। परिणामस्वरूप, देशभक्त सावरकर को आजीवन कारावास की सजा सुनाई गई।
1911 से 1924 तक वह अंडमान में कैद रहे। उनका क्रांतिकारी कार्य वहां भी जारी रहा। उनकी ‘मारी जन्मतिप’ मराठी भाषा में एक अद्वितीय साहित्यिक कृति मानी जाती है।
उन्होंने अंडमान में क्रांतिकारी कैदियों को एक प्रोफेसर के कौशल के साथ इतिहास, साहित्य, धर्म और महापुरुषों की जीवनी सिखाई।
उन्हें 1924 से 1937 तक रत्नागिरी में नजरबंद रखा गया था। उन्होंने 1938 से 1948 तक हिंदू संगठन के लिए काम किया।
देशभक्त विनायक सावरकर भारत माता की मुक्ति के जन्म योद्धा थे। अपने साथियों को अपने रंग में रंगने की उनमें अद्वितीय शक्ति थी।
स्वतंत्रता प्रेमी वीर देशभक्त थे। उनका नाम भारतीय स्वतंत्रता के इतिहास में हमेशा सबसे आगे रहेगा।
મિત્રો લેખ પસંદ આવે તો જરુરથી share કરો. 👇 copy કરીને ઉપયોગ કરશો નહી 🙏
Veer Savarkar Hindi, veer savarkar history, Kalapani saja, swatantrata veer savarkar
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની શૌર્યતાની ગાથા
મહારાણા પ્રતાપ અને દાનવીર ભામાશા.
Pingback: Desh bhakti Song with Hindi Gujarati lyrics - AMARKATHAO
વિર સાવરકરને કોટી કોટી વંદન
Pingback: ચંદ્રશેખર આઝાદ સંપુર્ણ જીવન પરિચય - AMARKATHAO
Pingback: ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ : બ્રિટીશ સલ્તનતની ઉંધ ઉડાડી દેનાર ભારતનો સપુત - AMARKATHAO
Pingback: બાળ ભગત - ક્રાંતિકારી ભગતસિંહનું દેશભક્તિ નાટક - AMARKATHAO
Pingback: 50+ Best Desh Bhakti Shayari | देश भक्ति शायरी सुविचार, Desh Bhakti Song - AMARKATHAO