Warning: Undefined variable $wp_con in /home/u795398644/domains/amarkathao.in/public_html/wp-config.php on line 27
વાદળ ફાટવું એટલે શુ ? જાણો સૌથી વધુ વાદળ ક્યાં ફાટે છે ? - AMARKATHAO
Skip to content

વાદળ ફાટવું એટલે શુ ? જાણો સૌથી વધુ વાદળ ક્યાં ફાટે છે ?

વાદળ ફાટવું એટલે શુ ?
7669 Views

વાદળ ફાટવું એટલે જેને અંગ્રેજીમાં cloud burst કહેવામાં આવે છે, વાદળ કેવી રીતે ફાટે છે ?, સૌથી વધુ વાદળ ક્યાં ફાટે છે ?, વાદળનાં પ્રકાર, તમામ પ્રશ્ન નાં જવાબો મેળવો. cloud burst reason, વાદળ ફાટવું translation in english

મિત્રો તાજેતરમાં અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવા (ક્લાઉડ બર્સ્ટ) ની દુર્ઘટના નોંધાઈ છે. અને કેટલાક યાત્રાળુના મૃત્યુ પણ થયા છે. ભારતના પહાડી રાજ્યોમાં લગભગ દર વર્ષે આ રીતે વાદળ ફાટવાની ઘટના બનતી હોય છે. 2013 માં કેદારનાથમાં પણ આવી દુર્ઘટના બની હતી.. તો ઘણા મિત્રોનાં મનમાં પ્રશ્ન થાય છે કે વાદળ ફાટવું એટલે શુ ? તો ચાલો જાણીએ.

વાદળ ફાટવું એટલે શુ ?

વાદળ ફાટવાનો મતલબ એ નથી થતો કે વાદળના ટુકડા થઈ ગયા હોય. હવામાન વિજ્ઞાન અનુસાર, જ્યારે એક જગ્યા પર અચાનક એકસાથે ભારે વરસાદ પડે તેને વાદળ ફાટવુ કહે છે.

જેવી રીતે પાણીથી ભરેલા ફૂગ્ગાને ફોડવામાં આવે તો બધુ જ પાણી એક જગ્યાએ જ પડવા લાગે છે. તેવી જ રીતે વાદળ ફાટવાથી પાણી અચાનકથી જમીન પર પડવા લાગે છે. વાદળ ફાટવાને “ફ્લેશ ફ્લડ” અથવા તો “ક્લાઉડ બર્સ્ટ” પણ કહેવાય છે. અચાનકથી ઝડપથી ફાટીને વરસાદ કરતા વાદળોને પ્રેગ્નેન્ટ ક્લાઉડ પણ કહે છે. 

અચાનક પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાનાં કારણે જળપ્રવાહોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થાય છે.

ભારતીય હવામાન વિભાગે આ અંગે વ્યાખ્યા આપી છે, તે મુજબ જો 20-30 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કલાકમાં 100 મીમી કે તેથી વધારે વરસાદ પડે તો તેને વાદળ ફાટ્યું કહેવાય. વાદળ ફાટવાની ઘટના સામાન્યત રીતે સમુદ્રની સપાટીથી 1000 – 2500 મીટર ઉપર આવેલા વિસ્તારમાં થાય છે.

કેમ અચાનકથી ફાટી જાય છે વાદળ ?

જ્યારે પણ વાદળ ફાટવાની ઘટના બને છે ત્યારે વધારે ભેજવાળા વાદળો એકસાથે રોકાઇ જાય છે. આ વાદળોમાં રહેલુ પાણી એકબીજા સાથે મળી જાય છે. પાણીના ભારથી વાદળની ઘનતા વધી જાય છે અને પછી અચાનકથી વરસાદ વધી જાય છે. વાદળ ફાટવા પર 100 મિમી પ્રતિ કલાકની ઝડપથી વરસાદ વરસે છે. 

આપણા દેશમાં સામાન્ય રીતે પાણીથી ભરેલા વાદળ ઉત્તર દિશા તરફ ગતિ કરતા હોય છે, આ માટે હિમાલય પર્વત વાદળો માટે અવરોધરૂપ બનતો હોય છે. આ સંજોગોમાં વાદળ ફાટવાની મોટાભાગની ઘટના આ વિસ્તારોમાંથી થતી હોય છે.

જ્યારે ભેજવાળા વાદળ એક જગ્યા પર સ્થિર થઈ જાય છે. તેમા રહેલું પાણી પરસ્પર ભળવા લાગે છે. એક જગ્યાએ સ્થિર થવાથી પાણીના ભારને લીધે વાદળની ડેન્સિટી (density)એટલે કે ઘનતા ખૂબ વધી જાય છે. ત્યારબાદ ગર્જના સાથે ભારે વરસાદ એક સાથે તૂટી પડે છે.

મેદાની વિસ્તારોમાં વાદળ ફાટવાની સ્થિતિ અંગે વાત કરીએ તો વાદળ બિલકુલ ગરમી સહન કરી શકતા નથી. જો ગરમ હવા વાદળને સ્પર્શી લે તો પણ વાદળ ફાટી જવાની શક્યતા રહેલી હોય છે.

વર્ષ 2005માં 26 જુલાઈના રોજ મુંબઈમાં વાદળ કોઈ વસ્તુના અવરોધને લીધે નહીં પણ ગરમ હવાને લીધે ફાટ્યા હતા. મુંબઈમાં 10 કલાકમાં લગભગ 57 ઈંચ વરસાદ થયો હતો.

વાદળ કેવી રીતે ફાટે છે ? photo
વાદળ કેવી રીતે ફાટે છે ? photo

કેમ મોટાભાગે વાદળ પહાડો પર ફાટે છે ?

પાણીથી ભરેલા વાદળો પહાડી વિસ્તારમાં ફસાઇ જાય છે. પહોડીની ઉંચાઇના કારણે વાદળ આગળ નથી વધી શકતા. પછી અચાનકથી એક જ સ્થાન પર ભારે વરસાદ થવા લાગે છે. ગણતરીની સેકન્ડમાં 2 સેન્ટીમીટરથી વધારે વરસાદ થઇ જાય છે.

પહાડો પર સામાન્ય રીતે 15 કિમીની ઉંચાઇથી વાદળ ફાટવા લાગે છે. જોકે, વાદળ ફાટવાથી મોટે ભાગે એક વર્ગ કિમીથી વધારેનો રેકોર્ડ નથી થયો. પહાડો પર વાદળો ફાટવાથી ઝડપથી વરસાદ પડે છે અને પૂરની સ્થિતિ થાય છે. પહાડો પર પાણી રોકાતુ નથી એટલે ઝડપથી પાણી નીચે આવી જાય છે. નીચે આવનારું પાણી માટી, કિચડ અને પથ્થરના ટુકડાને સાથે લઇને આવે છે. આજ કારણે તેની ગતિ એટલી ઝડપી બની જાય છે કે સામે આવનારી તમામ વસ્તુ કે વ્યકિત તણાઇ જાય છે. 

મેદાની વિસ્તારમાં પણ ફાટે છે વાદળો

પહેલા એવી ધારણા હતી કે વાદળો ફાટવાની દુર્ઘટના પહાડો પર જ થાય છે. પરંતુ મુંબઇ 26 જૂલાઇ 2005એ વાદળ ફાટવાની આ ઘટના પછી ધારણા બદલાઇ ગઇ. હવે માનવામાં આવે છે કે, વાદળો કેટલીક ખાસ સ્થિતિમાં ફાટે છે. આ સ્થિતિ જ્યાં પણ બને ત્યાં વાદળ ફાટે છે. ઘણી વખત વાદળના માર્ગમાં અચાનકથી ગરમ હવા આવી જાય તો વાદળ ફાટી શકે છે. મુંબઇમા આ ઘટના આજ સ્થિતિમાં સર્જાઇ હતી. 

૬ ઓગસ્ટ, ૨૦૧૦ના રોજ ભારતીય રાજ્ય જમ્મૂ અને કશ્મીરમાં આવેલા લદ્દાખ ક્ષેત્રના મુખ્ય શહેર લેહમાં ઉપરાઉપરી ઢંગથી ફાટેલાં કેટલાંય વાદળોએ લગભગ આખા પુરાણા લેહ શહેરને તબાહ કરી દિધું. આ ઘટનામાં ૧૧૫ લોકોનાં મૃત્યુ થયાં તેમ જ ૩૦૦થી પણ અધિક લોકો ઘાયલ થયા હતા

વરસાદની રીતે જોઈએ તો વાદળ ફાટવાની સૌથી મોટી વૈશ્વિક ઘટનાનો રેકોર્ડ ભારતના નામે નોંધાયેલો છે. 1966ની 8મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં ગંગાના મેદાની પ્રદેશમાં 20 કલાકમાં 92 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

વાદળ ફાટવાનાં ફોટા
વાદળ ફાટવાનાં ફોટા

વાદળોના કેટલાક પ્રકાર

વાદળોના આકાર અને ધરતીથી ઉંચાઈના આધારે તેને કેટલીક કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે. પ્રથમ કેટેગરીમાં લો ક્લાઉડ્સ એટલે કે પૃથ્વીથી વધારે નજીક હોય છે. તેની ઉંચાઈ આશરે અઢી કિલોમીટર સુધી હોય છે. આ વાદળ દેખાવમાં રંગની દ્રષ્ટિએ ભૂરા રંગના વાદળ, કપાસના ઢગલા જેવા કપાસી (cumulus clouds),કાળા રંગની રુઈ વાદળ (cumulonimbus clouds), ભૂરા-કાળા રંગના સ્ટ્રેટ ક્લાઉડ અને ભૂરા-સફેદ રંગના વાદળનો સમાવેશ થાય છે.

વાંચો 👉 🔹 વિશ્વનાં અજબ ગજબ પશુપક્ષીઓ.

👉 🔹 સોનાની ધરતીનું રહસ્ય

બીજી કેટેગરીમાં મધ્યમ ઉંચાઈવાળા વાદળો આવે છે. તેની ઉંચાઈ અઢીથી સાડા ચાર કિમી સુધી હોય છે. આ વર્ગમાં બે પ્રકારના વાદળ હોય છે, એક અલ્ટોસ્ટ્રાટસ (Altostratus)અને અલ્ટોક્યુમુલસનો સમાવેશ થાય છે.

ત્રીજી કેટેગરીમાં સમાવેશ ધરાવતા વાદળ 4.5 કિમીથી વધારે ઉંચાઈ પર આવેલા હોય છે. તેમાં રેસાદાર એટલે કે Cirrostratus વાદળ આવે છે.

આ પૈકી ક્યુમુલોનિમ્બસ (cumulonimbus clouds)વાદળ ફાટવાની ઘટના માટે જવાબદાર માનવામાં આવે છે. આ વાદળ દેખાવમાં ખુબ જ સુંદર હોય છે. આ વાદળની લંબાઈ 14 કિલોમીટર સુધી હોય છે. જ્યારે આ પ્રકારના વાદળોમાં ભેજની સ્થિતિ ઓચિંતા જ પહોંચવાનું બંધ થઈ જાય અથવા તો પવન આ વાદળમાં પ્રવેશી લે તો સફેદ વાદળનો રંગ બદલાઈને કાળા રંગમાં પરિવર્તિત થઈ જાય છે. જેને લીધે ભારે ગર્જના સાથે ભારે વરસાદનું કારણ બને છે.

આ વાદળમાંથી વરસાદનું એટલું વ્યાપક પ્રમાણ હોય છે કે જાણે આકાશમાંથી એક નદીની ધાર વહેવા લાગી હોય.

વાદળ ફાટવાનો વિડીયો ( cloud brust video ) 👇👇

આ પણ વાંચો 👇

મીંઢોળનું વૃક્ષ, મીંઢળનાં ઉપયોગો
મીંઢોળનું વૃક્ષ, મીંઢળનાં ઉપયોગો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *