Skip to content

અઘોર નગારા વાગે (ભાગ -1) અમેરીકન યુવતી અઘોરીની જાળમા

અઘોર નગારા વાગે ભાગ 1
13630 Views

અઘોરીની દુનિયા રહસ્યમય છે. મોહનલાલ અગ્રવાલે Aghor Nagara vage – Book માં આ વિષય પર ખુબ જ ઉંડાણથી પ્રકાશ પાડેલ છે. aghor nagara vage book pdf, aghor nagara vage pdf, aghor nagara vage free pdf, aghor nagara vage book in hindi, aghor nagara vage wikipedia, aghor nagara vage read online

અઘોર નગારા વાગે – પૂર્વભૂમિકા :-

નોંધ🔹 આ કથા ‘અઘોર નગારા વાગે’ પુસ્તક માથી લેવામા આવી છે. જે આપને મંત્ર-તંત્ર, ચમત્કાર, અને અઘોરીઓની દુનિયામા લઇ જશે. સૌને ખાસ વિનંતી કે આ પોષ્ટ પુસ્તક પરિચયના હેતુથી મુકેલી છે. માટે પુરુ પુસ્તક વાંચ્યા સિવાય કોઇ પણ ધારણા કે નિર્ણય રજુ ન કરવો. કે આ લેખનો copy કરીને અન્ય જગ્યાએ ઉપયોગ ન કરવો.

અમેરિકન યુવતી અકસ્માત કે ચમત્કાર ? (અધોરીની જાળમાં)

મૂળ કથા લાંબી થતી હોવાથી મુખ્ય પ્રસંગ રજુ કરવાના હેતુથી શરુઆતની પૂર્વભૂમિકા ટુંકાવીને રજુ કરેલી છે.

▪ઇ.સ. ૧૯૭૦ ના ઓગષ્ટ માસમા લેખકના માઉન્ટ આબુ પ્રવાસની ઘટના છે.
આબુના અનેક યોગીઓ-સંતો સાથે તેઓનો આત્મિયતાપુર્વકનો સંપર્ક અને પ્રેમભાવ રહેલો.
▪સનસેટ પોઇન્ટ (સુર્યાસ્ત દર્શન) સમયે આકસ્મિક રીતે એક અમેરિકન યુવતી (ક્રિસ) સાથે મુલાકાત થાય છે.
▪ ક્રિસ ભારતિય સાધુઓ-યોગીઓ અને સંસ્કૃતિ પર અભ્યાસાર્થે તેના અંકલ-આંટી સાથે ભારત આવેલ હોય છે. અને એ હેતુથી જ લેખક સાથે મિત્રતા બંધાય છે.
ખરેખર ભારતિય યોગીઓ ચમત્કાર કરી શકે છે ? એ વાતે લેખક તેને આવો ચમત્કાર બતાવવાનુ વચન આપે છે.
▪ અને તે માટે બિજા દિવસે ક્રિસને લઇને આવી વિદ્યા જાણનાર દિનાનાથજી પાસે લઇ જાય છે.

હવે આગળ…….લેખક નાં શબ્દોમાં

હું ક્રિસને આબુની ભૌગોલિક , ધાર્મિક બાબતો સમજાવી રહ્યો હતો. તેણીમાં પ્રબળ જિજ્ઞાસાવૃત્તિ જણાતી હતી. અસંખ્ય પ્રશ્નો તેણીએ મહાત્માઓ માટે , ધર્મના મૂળભૂત સિદ્ધાંતો , મંદિરોની રચના , અનેક સંપ્રદાયનાં કારણો , સાધુઓ સાથે સંપર્ક રાખવાનાં મારાં કારણો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી.

તેની વાતોને ક્યારેક નહી ? સમજી શકતાં મારે બે – ત્રણ વાર તેનું વાક્ય પૂછવું પડતું. એ જ રીત અમુક સાધુશાહી પદ્ધતિના શબ્દો સમજાવવા માટે બે – ત્રણ વાર ઉદાહરણ , પ્રતીક આપીને સમજાવવું પડતું.
અમુક વાતો તે પોતાની ડાયરીમાં ટપકાવી લેતી હતી.

આ રીતે વાતોમાં અર્ધો – પોણો કલાક પસાર થયો. દીનાનાથજી ઝૂંપડીની બહાર આવી મને સંબોધીને બોલ્યા : ” થોડાં ખાખરાનાં પાન જઈને લઈ આવો , જેથી પતરાવળી બનાવી શકાય . “

હું તરત ઊઠીને સામે જ ખાખરાંનાં ઝાડ હતાં ત્યાંથી મોટાં મોટાં પચીસ – ત્રીસ પાન તોડીને લઈ આવ્યો.
સળિયો દ્વારા તેની ત્રણ – ચાર પતરાવળી બનાવી નાખી. ક્રિસને આ બધી પદ્ધતિથી ખૂબ આનંદ આવતો હતો. દીનાનાથજીએ રસોઈ લાવીને બહાર મૂકી. અમને બંનેને દાળ , બાટી તથા જંગલી ટીંડસનું શાક પીરસી દીધું. તાડનો ગોળ અને ઘી મિશ્ર કરીને આપ્યું.
તેઓ પોતે પણ જમવા બેઠા.

અમે ત્રણે જણ જમી – પરવારી સિગારેટો સળગાવી વાતો કરતાં બેઠાં. ક્રિસે મને ગઈ કાલની વાતની યાદી આપીને ચમત્કાર જોવા માટે કહ્યું.
હું મૂંઝવણમાં હતો જ કે ક્રિસને વાયદો તો આપ્યો છે , પણ દીનાનાથજીને કઈ રીતે કહેવું કે તમે ચમત્કાર બતાવો.

અલબત્ત , તેઓ મંત્રક્રિયા , વનસ્પતિ તંત્રક્રિયા સારી રીતે જાણતા હતા , પણ કદી તેનો ઉપયોગ પોતાની અંગત જરૂરિયાત માટે કરતા નહી. ચમત્કારોને મદારીના ખેલ તરીકે જ ઓળખાવતા. જુતિ – મુક્તિના સાધન પૂરતું જ તંત્રક્રિયાને મહત્ત્વ આપતા.

મારી મૂંઝવણ તેઓ પામી ગયા. છતાં રમૂજ માટે કહેવા લાગ્યા : ” તમે બંને અરસપરસ શું છાની ગુસપુસ કરી રહ્યાં છો ? આ છોકરી શું કહેવા ઇચ્છે છે ? “

મેં તેમને સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું કે ક્રિસને ચમત્કાર અંગે પ્રમાણ જોઈએ છે. પણ હું તમોને કહી નથી શકતો. બસ આ જ ગડમથલ છે.
દીનાનાથજીને મારા માટે ખૂબ પ્રેમભાવ હતો કારણ કે એમણે અગાઉ લીધેલી મારી પરીક્ષામાં સારા ગુણો દ્વારા હું પસાર થયો હતો.

સહેજ હસીને તેઓ બોલ્યા : “ જાણો છો ને સીતાજીએ સુવર્ણમૃગના મોહમાં આવીને કેટલી મોટી આપત્તિ ઊભી કરી હતી . ”

દીનાનાથજીની દ્વિઅર્થી સાંકેતિક ભાષા મને સમજાઈ નહીં. હું ચૂપ રહ્યો.

દીનાનાથજી ઝૂંપડીમાં જઈને એક ખપ્પર અને એક મોટો કાળો રૂમાલ લઈ આવ્યા , મારી પાસે બેસીને કહેવા લાગ્યા : ” તમારા મહેમાનને પૂછો શું ચમત્કાર જોવા ઇચ્છે છે ? “

મેં ક્રિસને કહ્યું : ‘‘ બોલ , શું જોવાની ઇચ્છા છે ? ભૂત – પ્રેત જોવાં છે કે કાંઈ ખાવાપીવાની , ઓઢવા પહેરવાની , મોજશોખની ઇચ્છિત ચીજો મંગાવવાની ઇચ્છા છે ? ”

ક્રિસે થોડી વાર વિચાર કરીને શિકાગોમાં મળતી તેની મનગમતી કંપનીની ચૉકલેટ , સિગારેટ અને પર્ફ્યુમની માગણી કરી.

દીનાનાથજી તેની ક્ષુદ્ર માગણી પર હસ્યા અને આકાશ તરફ મીટ માંડી. કાંઈક સંકેત કરીને ખપ્પર ઉપર કાળું કપડું ઢાંક્યુ. એકાદ મિનિટ બાદ ખપ્પર ઉપરથી કપડું હટાવી લીધું. તેમાં ઘણીબધી મિકસ ચોકલેટો , બે મેબિલ સિગારેટનાં પેકેટ , એક પર્ફયૂમની બૉટલ મોજૂદ હતાં.

ખપ્પરમાંથી આ સામાન તેમણે ક્રિસને આપ્યો. તે દિગ્મૂઢ જેવી બનીને જોઈ રહી. બે – પાંચ ક્ષણ આશ્ચર્યમગ્ન રહ્યા બાદ તે આનંદ , આદર , જિજ્ઞાસા અને દાસત્વના મિશ્રભાવોથી દીનાનાથને કહેવા . લાગી : “ આ વિદ્યા મને શીખવશો ? કેટલા સમયમાં હું આ રીતે ચમત્કાર કરી શકીશ ? “

હું દુભાષિયા તરીકે ક્રિસ અને દીનાનાથજી વચ્ચેની ચર્ચા એકબીજાને સમજાવી રહ્યો હતો . દીનાનાથજીએ હસીને વાત બદલાવતાં મારી તરફ આંગળી ચીંધીને કહ્યું : “તમારા આ મિત્ર તમને દરેક વિદ્યા શિખવાડશે. તેઓ બધી વિદ્યાથી સારી રીતે માહિતગાર છે. “

દીનાનાથજીનો વાત ટાળવાનો પ્રયત્ન હું સમજી ગયો .. ક્રિસને પણ અષ્ટંપષ્ટં સમજાવી દીધું . ક્રિસ પ્રભાવિત થઈ હતી.

બપોરનો સમય લગભગ પસાર થઈ જતાં દીનાનાથજીએ ચા બનાવી , અમે ત્રણેએ ચા પીધી. ત્યારે દીનાનાથજીને સુરેન્દ્રનગર આવવાનું આમંત્રણ આપીને જવા માટે ૨જા માગી.
તેમણે પણ ખોટો આગ્રહ ન કરતાં જવાની અનુમતિ આપી.

આશીર્વાદરૂપે ઝોળી માંથી ભસ્મ કાઢીને અમને બન્નેને તિલક કર્યું. મેં ખિસ્સામાંથી થોડી નોટો કાઢીને તેમના આસન નીચે મૂકી. ક્રિસે પણ અનુકરણ કર્યું. દીનાનાથજીને નમસ્કાર કરી અમે બન્નેએ વિદાય લીધી.

માઉન્ટઆબુ ઉપરસૂર્યાસ્ત વહેલો થતો હોય તેવું વાતાવરણ ચાર વાગ્યા પછી થવા લાગે છે. ચોમાસાના દિવસો હોવાથી આકાશ વાદળોથી ઘેરાયેલું હતું.

ક્રિસને મેં સૂચના આપી કે આપણે પાછા ફરવામાં ઉતાવળ રાખવી જરૂરી છે. જો વરસાદ શરૂ થશે તો મુશ્કેલી થશે. અમે બન્ને ઉતાવળાં પગલે મુખ્ય રસ્તા તરફ જવા લાગ્યાં.

સાંજ થવાની તૈયારી હતી. કેડી લગભગ સૂમસામ પડી હતી. બન્ને તરફ જંગલમાંથી ગળાઈને આવતો ઠંડો પવન શરીરને ધ્રુજારી આપી રહ્યો હતો. મારું મન અકારણે કાંઈક ચિંતા અનુભવી રહ્યું હતું. ઝડપભેર રસ્તો કાપવાની મારી ઇચ્છા હતી કારણ કે મુખ્ય રસ્તા ઉપર આવ્યા પછી કાંઈ ને કાંઈ સાધન મળી જ રહે.

ક્રિસ પણ ઝડપથી મારી સાથે ચાલી રહી હતી. દસેક મિનિટ ચાલ્યા બાદ ક્રિસે મને રોકીને કહ્યું : ” મારે લઘુશંકા માટે જવું છે.”
મેં તેને બહુ દૂર નહીં જવાની સૂચના આપી. તેના તરફ પીઠ ફેરવીને ઊભો રહ્યો. થોડી વારે તે આવી. ફરી ચાલવાની શરૂઆત કરી.

હજુ માંડ દસેક ડગલાં ચાલ્યાં હતાં કે ડાબી તરફની ઝાડીમાંથી એકાએક કોણ જાણે ક્યાંથી એક ભયાનક પહેરવેશવાળો , ક્રૂર ચહેરાવાળો , ઘાતકી આંખો તેમ જ પાતળો સશક્ત દેહધારી મહાત્મા બહાર નીકળ્યો.
અમારી સામે આવીને તે ઊભો રહ્યો. દેખાવ ઉપરથી તે અઘોરી હોય તેમ લાગતું હતું. મેં ભેખ – મર્યાદાને જાળવવા ‘ ઓમ્ નમોનારાયણ ‘ કર્યા.

તેનો જવાબ નહીં આપતાં તેણે પ્રશ્ન કર્યો : ” કહાં જા રહે હો ?”

મેં જવાબ આપ્યોઃ ” અચલગઢ હો કર રઘુનાથજી મંદિર જાના હૈ. ”

મારા જવાબને પૂરો સાંભળવા ની દરકાર નહીં કરતાં તે ક્રિસ સામે સ્થિર દૃષ્ટિએ જોઈ રહ્યો હતો.

મને જાતજાતની અમંગળ શંકાકુશંકાઓ થવા લાગી. તેનો દેખાવ નરપિશાચ જેવો દેખાતો હતો.

હજુ માંડ દસેક ડગલાં ચાલ્યાં હતાં કે ડાબી તરફની ઝાડીમાંથી એકાએક કોણ જાણે ક્યાંથી એક ભયાનક પહેરવેશવાળો , ક્રૂર ચહેરાવાળો , ઘાતકી આંખો તેમ જ પાતળો સશક્ત દેહધારી મહાત્મા બહાર નીકળ્યો.
અમારી સામે આવીને તે ઊભો રહ્યો. દેખાવ ઉપરથી તે અઘોરી હોય તેમ લાગતું હતું. મેં ભેખ – મર્યાદાને જાળવવા ‘ ઓમ્ નમોનારાયણ ‘ કર્યા. તેનો જવાબ નહીં આપતાં તેણે પ્રશ્ન કર્યો : ” કહાં જા રહે હો ? “

મેં જવાબ આપ્યોઃ ” અચલગઢ હો કર રઘુનાથજી મંદિર જાના હૈ . ” મારા જવાબને પૂરો સાંભળવા ની દરકાર નહીં કરતાં તે ક્રિસ સામે સ્થિર દૃષ્ટિએ જોઈ રહ્યો હતો. – અઘોર નગારા વાગે

મને જાતજાતની અમંગળ શંકાકુશંકાઓ થવા લાગી . તેનો દેખાવ નરપિશાચ જેવો દેખાતો હતો. સાડા છ ફૂટની પાતળી સશક્ત કાયા , લાલ લંગોટી ઉપર કાળું કપડું બાંધ્યું હતું. અવ્યવસ્થિત રુક્ષ જટા , મેલ અને ચીકાશને કારણે એકબીજા સાથે ચોંટી ગયેલ દાઢી – મૂછ , હિંસક પ્રાણી જેવી પીંગળી અાંખો , કોહવાઈ ગયેલા મોટા દાંત , ગળામાં ભૈરવ કંઠી , જુદાં જુદાં પશુપક્ષીઓનાં હાડકાંની માળા , એક ખભે કપડુ પહેરાવીને લટકાવેલ માનવખોપરી , બીજા ખભે ટૂંકી ઝોળી અને માથા ઉપર ખપ્પર ઊંધુ ઢાંકેલું.

આ દૃશ્ય સ્મશાનના કાપાલિક જેવું દેખાતું હતું. તેની આંખોમાં ક્રૂરતા સિવાય કાંઈ જ જણાતું ન હતું. તે સ્થિર દ્રષ્ટિએ મને તથા ક્રિસને જોઈ રહ્યો હતો. તેની આ ચેષ્ટા મને અકળાવી રહી હતી.

તેની સામેથી નીકળી જવા ક્રિસનો હાથ પકડી ચાલવાની તૈયારી કરતો હતો ત્યા તેણે પોતાની ઝોળીમાંથી ચલમ કાઢીને પીવા માટે આગ્રહ કર્યો. મેં હાથ જોડીને ક્ષમાયાચના સાથે અનિચ્છા દર્શાવી.

તેણે ચલમ મોઢે માંડીને દમ ખેંચ્યો. હું વિચારી રહ્યો કે ચલમ તેણે સળગાવી નથી તો શું સળગેલી જ ઝોળીમાં મૂકી. હશે કે પછી આપોઆપ સળગી ગઈ હશે ?

તેણે ક્રિસ તરફ હાથ લંબાવ્યો. ક્રિસ તેની તરફ જોઈ રહી અને તેણે લંબાવેલા હાથમાંથી ચલમ લઈ લીધી.
મેં તરત ક્રિસને અટકાવતાં કહ્યું કે , ‘ચલમ પીશ નહીં ‘ . મને આ નવાગંતુક બાવા ઉપર નફફટાઈના કારણે ખૂબ ગુસ્સો ચડ્યો હતો. Amarkathao

ક્રિસે મારી વાત ઉપર ધ્યાન નહી આપતાં ચલમનો દમ ખેંચ્યો. મને થયું કે હમણાં બેહોશ થઈને પડી જશે પણ એમ બન્યું નહીં. તેની પાસેથી પેલા અઘોરીએ ચલમ લઈને ઝોળીમાં મૂકી દીધી.

ક્રિસને સંબોધીને તે બોલ્યો : ” ચલ મેરે સાથ. ” આટલું બોલી તે પીઠ ફેરવીને જંગલ તરફ ચાલતો થયો.
ક્રિસે બે ડગલાં ભર્યા કે તરત મેં તેનો હાથ પકડી તેને ઊભી રાખી. હું તેની આંખોમાં ઊપસેલા ભાવ વાંચવા મથી રહ્યો.

ક્રિસે મને સંબોધીને કહ્યું : ” ચાલો મારી સાથે. ” તેના આ ફેરફાર થી મારા શરીરમાં ભયની આછી ધ્રુજારી વ્યાપી ગઈ. હું આસપાસ કોઈ માણસની અવરજવર હોય તો મદદ માટે નજર દોડાવવા લાગ્યો. કમનસીબે કેડી અને જંગલ સિવાય કોઈ જ ન હતું. અઘોરી જંગલ તરફ જતી કેડી પાસે ક્રિસની વાટ જોઈને ઊભો હતો.

ફરીથી તેણે ક્રિસને સાથે ચાલવા કહ્યું. ક્રિસ તેની આજ્ઞાને અનુસરતી હોય તેમ મારો હાથ છોડાવીને તેની પાસે જવા લાગી. હું નિઃસહાય બની ક્ષણભર જોઈ રહ્યો. સેંકડો શંકાકુશંકા મગજમાં ઘેરાવા લાગી. શું કરવું તે સૂજતું ન હતું. અઘોરીને મારી જાણે કાંઈ પરવા જ ન હતી. ક્રિસ તેની પાછળ દોરાવા લાગી.

મારે ફરજિયાત ક્રિસ પાછળ જવાની અનિવાર્યતા ઊભી થઈ. હું ઝડપી પગલે ક્રિસની સાથે ચાલવા લાગ્યો મેં ચાલતાં ચાલતાં તેને કહ્યું : “ તારા અંકલ તારી રાહ જોતા હશે. સાંજ થઈ ગઈ છે. તું વિચાર કર ! અત્યારે જંગલ તરફ શા માટે જઈ રહી છે ? “

ક્રિસે મારી વાતનો કાંઇ પણ જવાબ ન આપ્યો. અઘોરી નિશ્ચિંતપણે આગળ વધી રહ્યો હતો , ક્યારેક પાછળ નજર કરી લેતો હતો. હું પરિસ્થિતિને પામી ગયો હતો. હવે આવનાર આપત્તિનો સામનો કરવો જ રહ્યો. એ સિવાય કાંઈ જ છૂટકો ન હતો. ચાલતાં ચાલતાં આજુબાજુ નજર કરીને હું ભૌગોલિક ચિહનો પ્રયત્નપૂર્વક યાદ રાખવા કોશિશ કરી રહ્યો હતો. અઘોર નગારા વાગે

સાંજ ઢળી ચૂકી હતી. અંધારું જાણે અમારા અંધારા ભાવિનું પ્રતીક હોય તેમ ઘેરાતું જતું હતું. હું ક્રિસની સાથોસાથ ઢસડાયે જતો હતો. ક્રિસ અઘોરીની તંત્રજાળમાં ફસાઈ ચૂકી હતી. હવે શું થશે એ વિચાર મને વારંવાર કંપાવી મૂકતો હતો. એકસામટા અનેક વિચારો પુરઝડપે મગજમાં પસાર થઈ રહ્યા હતા.

ક્રિસને હું વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરતો જતો હતો. મારી જવાબદારી તેણીના આ વર્તનથી ઉપસ્થિત થનાર ઉપાધિ , અજાણી ભૂમિ , અજાણ અઘોરી , આ બધાં ભયસ્થાનો તેને કહી સંભળાવ્યાં પણ તેને કાંઈ અસર થતી ન હતી. તે પરવશ બની ચૂકી હતી. તે કાંઈ જ વિચારી શકતી ન હતી. તેના શરીરમાં જાણે કોઈ બીજા આત્માએ પ્રવેશ કરી તેનો કબજો મેળવી તેને પોતાની ઇચ્છા પ્રમાણે અનુસરવા માટે વિવશ બનાવી નાખી હોય તેમ સ્પષ્ટ જણાતું હતું.

ક્રિસ હિન્દી ભાષાને સારી રીતે નહી સમજવા છતાં શા માટે અઘોરીની આજ્ઞાનું પાલન કરી રહી હતી તે મારા માટે મૂંઝવણનો પ્રશ્ન થઈ ગયો હતો.

આશરે દસ – પંદર મિનિટ ચાલ્યા પછી એક મોટો પથ્થર જે પહાડ સાથે જોડાયેલો હતો તેને અડીને તેના જ ટેકાથી એક શિલા ત્રાંસી પડી હતી તે કારણે તે બન્ને પથ્થરો વચ્ચે ગલી જેવી નવેળી જેવો રસ્તો પસાર થતો હતો. તેમાંથી નીકળી આગળ જમણી બાજુ ઢાળ ઊતરવા લાગ્યા. અહીં ઝાડપાન કરતાં પથ્થરો વિશેષ પ્રમાણમાં હતા. આશરે પચાસેક ફૂટ નીચે ઊતર્યા બાદ થોડો સપાટ ખુલ્લો ભાગ જણાતો હતો.

ચારે તરફ નાનાંમોટાં પર્વતશિખરો દેખાતાં હતાં. એક નાનકડું ઝરણું કયાંકથી આવી એક કુદરતી પથ્થરોના બનેલા પોલાણમાં પડતું હતું. તે કુંડમાંથી ઊભરાઈને ચાર – પાંચ ધારાઓ ઢોળાવ તરફ જતી હતી. એક સપાટ શિલા ઉપર ઝાડી , પાન , વેલા , ડાળીઓ વડે બનાવેલી ઝૂંપડી દેખાતી હતી . અઘોરી એ ઝૂંપડી નજીક જઈને ઊભો રહ્યો. ક્રિસ તેનાથી છેટે ઊભી રહી ગઈ. હું પણ યંત્રવત્ ઊભો રહ્યો. હવે મારું અને ક્રિસનું ભાવિ અઘોરીના હાથમાં નક્કી થઈ ચૂક્યું હતું. અમર કથાઓ

અઘોરી ઝૂંપડીમાં દાખલ થયો. ક્રિસને પાછળ આવવા સંજ્ઞા કરી. ક્રિસ પણ ઝૂંપડીમાં દાખલ થઈ. મારા હ્રદયના ધબકારા અવ્યવસ્થિત થવા લાગ્યા. ક્રિસની સાથે હું પણ ઝૂંપડીમાં દાખલ થયો. ઝૂંપડી પ્રમાણમાં સહેજ મોટી હતી. ઝૂંપડી તો ફક્ત કહેવા પૂરતી જ હતી. પરંતુ તેની વચ્ચેથી આશરે ચાર ફૂટ પહોળો પગથિયાંવાળો રસ્તો નીચે ઊતરતો હતો. મોટા પથ્થરો ગોઠવીને પગથિયાં બનાવેલાં જણાતાં હતાં , ત્યાંથી અગ્નિનો પ્રકાશ આવતો હતો. પહેલાં અઘોરી , પાછળ ક્રિસ , તેની પાછળ હું. આ રીતે ઝૂંપડીની મધ્યમાં નીચે આવેલા ભોંયરામાં અમે ઊતર્યા.અઘોર નગારા વાગે

આ ભોંયરું ત્રણ ચાર મોટી શિલાઓ ભૂતકાળમાં ક્યારેક તૂટી પડતાં બખોલ જેમ ગોઠવાઈ ગઈ હતી. તે કુદરતી પથ્થરોની બની ગયેલી મોટી ગુફા જેવી બખોલનો આ અઘોરીએ ગુપ્ત આવાસ પોતાના આશ્રય માટે બનાવી લીધેલો. સ્મશાનવત્ શાંતિ છવાયેલી હતી. ભોંયરામાં એક મોટી ધૂણી હતી. તેની સામે કોઈ જંગલી જાનવરના ચામડાનું આસન બિછાવેલું હતું. એક જાડી ડાળખી સામેની શિલાને ટેકો દેવા માટે રાખી હોય તેમ રાખવામાં આવી હતી .

તેની જુદી જુદી શાખાઓને કાપીને ખીંટી જેવો આકાર કરી તેમાં એક મોટી ઝોળી , બે – ત્રણ માનવ – ખોપરી , એક નાનું ખડગ ટાંગેલાં હતાં. ધૂણીમાં લાકડાં સળગી રહ્યાં હતાં. તેના ધુમાડાના કારણે ચોતરફથી શિલાઓ વધુ કાળી બનેલી દેખાતી હતી. એક પ્રકારની વિચિત્ર વાસ આવી રહી હતી જાણે કશી ચીજનો કોહવાટ થતો હોય તેવી આછી વાસ વાતાવરણમાં ફેલાયેલી હતી. ધૂણીના અગ્નિની જવાળાઓના પ્રકાશમાં અઘોરી , તેની ધૂણીમાં ખોડેલું ત્રિશૂળ , ચોતરફનું દૃશ્ય જોઈ મારાં ગાત્રો શિથિલ થઈ ગયાં હતાં.

ક્રિસ ચાવી દિધેલા પૂતળા જેવુ વર્તન કરી રહી હતી.
અઘોરીએ બનાવટી સહાનુભૂતિ દર્શાવવા અમને બન્નેને બેસવા માટે જણાવ્યું. મેં બેસવા માટે જમીન તરફ નજર કરી , ત્યાં સુકાયેલાં પાંદડાં , કચરો , નાનાંમોટાં પશુપક્ષીઓનાં હાડકાં , રાખ , એવું છૂટુંછવાયું પડેલું જણાતું હતું. અઘોરીએ સામે પડેલું એક રીંછનું ચામડું તથા એક ફાટેલું ગોદડું લઈને પાથરવા આજ્ઞાવાહી અવાજમાં જણાવ્યું.

હુ સ્વસ્થતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા લાગ્યો. ‘ લૂંટાયા પછી ભો શો ? આગે આગે ગોરખ જાગે ‘ એવા બધા વિચારોથી મનને આશ્વાસન આપવા લાગ્યો.
મેં રીંછનું વજનદાર ચામડું પાથર્યું. તેના ઉપર ફાટેલા ગોદડાને ખંખેરીને પાથર્યું , હું અને ક્રિસ બન્ને પાસે પાસે તેના ઉપર બેઠાં. ક્રિસ જાણે કોઈ સંગ્રહસ્થાન અથવા ખજૂરાહોની ગુફા જોવા આવી હોય તેમ ચારે તરફ જોઈ રહી હતી. અમર કથાઓ

અઘોરીએ પોતાના આસન ઉપર બેસી સામે ટાંગેલી મોટી ઝોળીમાંથી ખપ્પર બહાર કાઢ્યું. તેણે માથા ઉપર એક ખપ્પર ઢાંક્યું હતું તે ઉતારીને બાજુમાં મૂક્યું. એક લાલ રંગની પામરી જેવી ઓઢણી તેણે માથા ઉપર બાંધી. તેનો એક છેડો લટકતો રાખ્યો. ઝોળીમાંથી કાઢેલા ખપ્પરને હાથમાં લઈ કાંઈક હોઠ ફફડાવીને ફૂંક મારીને ઓઢણીનો છેડો ખપ્પર ઉપર ઢાંકી તરત ખસેડી લીધો.
આ કામગીરી એકાદ મિનિટમાં જ તેણે કરી લીધી.
ખપ્પર તેણે ક્રિસ સામે મૂક્યુ, તેમાં બેત્રણ પડિયા હતા જેમાં પૂરી , પેંડા , દહીં ભરેલાં હતાં.
ક્રિસને તેણે ખાઈ લેવા જણાવ્યું. ક્રિસ કાંઈ પણ ક્ષોભ વિના , મારા વિશે વિચાર્યા વિના , ખપ્પરમાંથી વસ્તુઓ લઈને ખાવા લાગી.

મારાં ભૂખ – તરસ અદૃશ્ય થઈ ગયાં હતાં. ગળું સુકાતું હતું. મેં બેઠાં બેઠાં જ આજુબાજુમાં નજર ફેરવી. મારી પાછળ બે નાની હાંડી અને એક કાંઠો તૂટેલી માટલી પડી હતી. હાંડી ઉપર માટીનાં શકોરાં ઊંધાં ઢાંકેલાં હતાં. બાજુમાં સૂકાં લાકડાં પડ્યાં હતાં. તેની પાસે એક મોટો તબલ પડ્યો હતો. ( તબલ એટલે ફરસીના ઘાટનો મોટો ફરસો , જેના બને ખૂણા ગોળાકાર હોય છે. લાકડાં કાપવાના કામમાં મોટે ભાગે સાધુ લોકો વાપરતા હોય છે. ) મેં મનોમન આ તબલને આત્મરક્ષાના સાધન તરીકે વિચારી લીધું.

યોનિપૂજા – અઘોર નગારા વાગે

ક્રિસે જમી લીધું. એ દરમ્યાન અઘોરી તેના આસન પાસે પડેલા ડબલામાંથી તથા મોટી ઝોળીમાંથી તેલ , સિંદૂર , અડદ , કાળા તલ , કશાક પદાર્થનો ભૂકો – એવો સામાન ધૂણી પાસે મૂકવા લાગ્યો. બધું બરાબર ગોઠવી તેની ચકાસણી કરી લીધી. મારા મનમાં ભય અને શંકાઓ ઉત્પન્ન થવા લાગી. અઘોરીની આ તૈયારી જાણે બલિ આપવાની તૈયારી હોય તેમ મને જણાયું.
તેણે ક્રિસને બધાં વસ્ત્રો દૂર કરી સામે બેસવા આજ્ઞા કરી. ક્રિસ પોતાના બેડરૂમમાં વસ્ત્રો ઉતારતી હોય તેમ પેન્ટ – શર્ટ ઉતારી બાજુમાં મૂકી દીધા અને નગ્નાવસ્થામાં અઘોરીએ દશવિલ જગ્યા ઉપર બેસી ગઈ.

અઘોર નગારા વાગે - અઘોરીની ગુફા
અઘોર નગારા વાગે – અઘોરીની ગુફા

અઘોરીનો ચહેરો ગંભીર જણાતો હતો. તે ક્રિસની આંખોમાં આંખો પરોવી કશુંક મંત્રોચ્ચાર જેવું બોલી રહ્યો હતો. તેને જોઈ હું ભય, તિરસ્કારની તીવ્ર લાગણી સાથે શૂન્યમસ્તકે વિચારતો હતો કે, હમણાં આ અઘોરી ભયાનક રૂપ ધારણ કરી ક્રિસને તથા મને ખાઈ જશે અગર તો ખડગ લઈને બલિદાન ચડાવી દેશે. તેના ભયથી મારા અવયવો શિથિલ થઈ ઠંડા પડી ગયા હતા. જંગલની સ્મશાનવત્ શાંતિમાં પશુપક્ષીઓના અવાજો આ વાતાવરણને વધારે ભયાનક બનાવી રહ્યા હતા.

અઘોરીએ એક મૂઠીમાં હવિષ્યદ્રવ્ય રાખી ડાબા હાથમાં ખોપરી પકડી કાંઈક મંત્રો બોલી મોઢેથી જોરદાર શ્વાસ ખેંચી આહુતિ આપી. આહુતિ આપતાંની સાથે જ લીલા રંગની મોટી જવાળા પ્રકાશિત થઈ. ગુફામાં ક્ષણભર માટે લીલો પ્રકાશ પથરાઈને ધૂણીમાં જ સમાઈ ગયો.
હવે તેણે ક્રિસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે એક ઝીણા સફેદ દાણાની લાંબી માળા બે – ત્રણ આંટી કરીને પહેરી લીધી. અને ઊભા થઈને લંગોટી તથા લંગોટી ઉપર બાંધેલ કાળા કપડાની ભેટ છોડીને બાજુ પર મૂકી દીધી. પોતે દિગંબર (નિર્વસ્ત્ર) થઈને ધૂણી પાસે પોતાના આસન ઉપર ઊભા પગે ઉભડક બેઠો. અમરકથાઓ

મારી સહનશક્તિની સીમા આવી ગઈ હતી. ભય ક્રોધમાં ફેરવાઈ ગયો હતો. મેં પાછળ પડેલ તબલને સરકાવી મારી બાજુમાં ખેંચી લીધો. મેં મનોમન નક્કી કર્યું કે બાવો ક્રિસ સાથે અયોગ્ય વર્તન કરે તો ભલે જે કાંઈ પરિણામ આવવું હોય તે આવે .. પણ તેને પહેલા ઘાએ પોંખી લેવો.
આ દ્રઢ નિશ્ચયથી મારું મનોબળ એકાગ્ર થયું. હુમલાની સંપૂર્ણ તૈયારી સાથે હવે શું થાય છે તે જોવા લાગ્યો.

અઘોરીએ ડાબા હાથ માંહેની ખોપરીમાંથી મંત્રોચ્ચાર કરી ક્રિસ ઉપર છંટકાવ કર્યો. ક્રિસનું શરીર આછી ધ્રુજારીથી ફરકવા લાગ્યું. અઘોરી સ્થિર નજરે ક્રિસને જોઈ રહ્યો હતો. ક્રિસ બંને હાથ ઊંચા કરી જુદી જુદી રીતે બે – ત્રણ વાર હલાવી પૂર્વવત્ બેસી ગઈ. આ પ્રમાણે કરવાનું કારણ , ક્રિસના શરીરમાં દાખલ કરેલ માધ્યમ દ્વારા અપાયેલો સંકેત હશે એમ જણાતું હતું. અઘોર નગારા વાગે

અઘોરીએ પોતાની પાસે પડેલી સામગ્રી દ્વારા ક્રિસનું પૂજન કર્યું. ત્યાર બાદ ધૂણીમાં કાંઈક સુગંધી પદાર્થ નાખીને કાંઈક મિશ્ર પદાર્થ હાથમાં લઈને ક્રિસની યોનિ તરફ આહુતિમુદ્રાથી ત્રણ આહુતિ આપી. પોતાના બન્ને હાથ જોડી માથું જમીન પર ટેકવી પ્રણામ કર્યા. ફરી હવન- દ્રવ્ય હાથમાં લઈ ધૂણીમાં નાખતાં લીલો પ્રકાશ ફેલાઈને અદૃશ્ય થઈ ગયો. તેણે ક્રિસને ઊભા થઈ જવાની આજ્ઞા આપી.
ક્રિસ ઊભી થઈને પોતાના કપડાં પહેરી મારી પાસે આવીને બેઠી. મને હવે ક્રિસથી પણ ભય લાગવા માંડ્યો હતો.

અઘોરી ઊભો થઈ ઝોળી તથા ખોપરી બન્ને ખભા પર ટાંગી , લંગોટી બાંધીને બહાર ચાલ્યો ગયો. થોડી વાર તેની રાહ જોયા બાદ મેં ક્રિસ તરફ જોઈ તેને કહ્યું ” તને શું થાય છે ? કેમ તું મને ઓળખતી નથી ? તું શું કરે છે ? શા માટે કરે છે ? એનું કાંઈ ભાન છે ? ” મેં મારું લગભગ બધું મનોબળ એકત્ર કરી વ્યગ્રતાથી તેને પ્રશ્નો પૂછી નાખ્યા.

તે ઘડીભર શાંત બેસી રહી. તેની ચુપકીદી મારા માટે કોયડો બની ગઈ હતી. થોડી વારે તેણે મારી સામે જોયું. હું તેની આંખોમાં મારા પ્રશ્નોના ઉત્તર શોધી રહ્યો હતો. જાણે અર્ધમૂર્છાવસ્થામાં જ તેણે જવાબ આપ્યો : “ કાંઈ યાદ નથી. ઊંઘ આવે છે . ” આટલું બોલીને જાણે તૂટી પડતી હોય તેમ બેઠી હતી ત્યાં જ નિદ્રાવશ થઈ ગઈ.

એકાએક આવી પડેલા સંકટમાંથી શો માર્ગ કાઢવો તે સૂઝતું ન હતું. ક્ષણવાર માટે કુટુંબીઓ, બાળકો , મિત્રો , સૌનું સ્મરણ થતાં આંખો ભીની બની ગઈ. શું જીવનનો આ રીતે કરુણ અંત આવશે ? અહીં કોણ મદદે આવશે ? આ રીતે જોત જોતામાં જીવન – મૃત્યુનો વળાંક આવી જશે એવી કલ્પના પણ ન હતી.
અઘોરી કઈ ઘડીએ શું કરશે તે સમજી શકાય તેમ ન હતું. ગાઢ જંગલ , ચોમાસાનું ભયાનક વાતાવરણ , જુદાં જુદાં પ્રાણીઓના અવાજ , ભયાનક એકાંત , ક્રિસની માનસિક બેહોશી , આ બધાં કારણોથી મારી દયાજનક પરિસ્થિતિનો હું જ સાક્ષી હતો.

મેં ક્રિસ તરફ નજર કરી તે નિર્ભયતાથી શાંતપણે ઊંઘી રહી હતી. મેં ઊભા થઈને બે – ત્રણ લાકડાં ધૂણીમાં ગોઠવ્યાં. પ્રકાશ તથા ગરમી જળવાઈ રહે તે માટે સળગતાં લાકડાં સાથે નવાં લાકડાં વ્યવસ્થિત ગોઠવી જવાળા નીકળે તે જોતો રહ્યો. ક્રિસના પર્સમાંથી સિગારેટ કાઢીને સળગાવી. ઊંઘ આવતી હતી છતાં ભયના કારણે ઊંઘી શકાતું નહોતું. મેં ઘડિયાળ તરફ જોયું. અઢી વાગ્યા હતા. #અમર_કથાઓ

એકાએક ક્રિસ કાંઈક બબડવા લાગી અને ચીસ પાડીને બેઠી થઈ ગઈ. ભયથી મારાં રૂવાં બેઠાં થઈ ગયાં. તે શું કરે છે તે જોવા માટે શાંત રહ્યો. તેણે આંખો ખોલી મારી સામે જોયું , આજુબાજુ જોયું. કાંઈક ક્ષોભ અને સંકોચના કારણે તે ઊભી થવા પ્રયત્ન કરતી હતી. પણ મેં ઊઠીને તરત તેને આશ્વાસન આપવાના વિચારે બેસી રહેવા જણાવ્યું. હું તેની પાસે બેઠો. તેની માનસિક અવસ્થા જાણવા તેને કુશળતાના સામાન્ય પ્રશ્નો પૂછવા લાગ્યો. મારા હાથમાંની સળગતી સિગારેટ પીવા જણાવ્યું.

તેણે સિગારેટ લઈને પીવા માંડી , મેં અનુમાન કર્યું : “કદાચ માનસ ઉપરની અસર ઓછી થઈ ગઈ લાગે છે. ”

તેણીએ કહ્યું : “ હું જે કરું છું તે મને કાંઈ યાદ નથી આવતું પણ ઘણાં વર્ષો પહેલાં તમે કહો છો તેવું જોયું હોય એમ લાગે છે.

મેં તેની સ્મૃતિના અરીસાને વધુ સ્પષ્ટ કરવા કહ્યું : “અત્યારે તું જે વાતાવરણમાં છે તે વિશે વિચાર ! વર્ષોની વાત જવા દે. ” મારા શબ્દો તેને વધુ અકળાવતા હોય તેમ લાગ્યું. તે વ્યાકુળ ભાવે બધું જોઈ રહી હતી. મને એમ લાગતું હતું કે તે જાણે માનસિક સમતુલા જાળવવા મથી રહી હતી. પણ કોઈ અગમ્ય એવી શક્તિ તેને તેમ કરતાં રોકી રહી હતી.

હું ખૂબ જ ક્ષીણ થઈ ગયો હોઉં તેમ મને જણાતું હતું . માનસિક રીતે તાણ ભોગવીને થાકી ગયો હતો. ભૂખ , તરસ નિ:સહાય પણે સહન કર્યા સિવાય છૂટકો ને હતો. ક્રિસના હાવભાવ પરથી જણાતું હતું કે કાંઈક અંશે તે સ્વસ્થ થઈ છે. આ પ્રમાણે ભયગ્રસ્ત વાતાવરણમાંથી બચાવવા માટે આર્તનાદથી મનોમન ઈષ્ટદેવને પોકારી રહ્યો હતો.
આપત્તિ , કષ્ટ , ભયની પરાકાષ્ઠાનો અનુભવ થાય ત્યારે જ શરણાગતિ દ્વારા ઈશ્વરનું સ્મરણ સાચી રીતે થાય છે એ અનુભવસિદ્ધ હકીકત છે. અઘોર નગારા વાગે

મેં અને ક્રિસે આ પ્રમાણે જ જાગતાં – ઊંઘતાં સવારના પાંચ વગાડ્યા. આખી રાત કોઈ પણ જાતના હાનિકારક પ્રસંગ વિના પસાર થઈ હોવાથી મનને કાંઈક અંશે સાંત્વન મળ્યું. સવારમાં આકાશની કિનારી પ્રકાશમય થવા લાગી. Aghor Nagara vage Book Pdf Download

અઘોરી આવતો હોય તેમ જણાયું. તેની ભુજામાં પહેરેલ તાંબાના કડા સાથે ખોપરી ભટકાવાથી આવતો અવાજ તેના આગમનનું સૂચન કરતો હતો. તેના આગમનનો વિચાર આવતાં જ શરીરમાં ભયની ધ્રુજારી ફરી વળી. ક્ષણે ક્ષણે હવે શું થશે ? – એ પ્રશ્ન પર્વતની કાળમીંઢ શિલા સમાન બનીને વિચારોની ગતિને અટકાવી દેતો હતો.

અઘોરીએ ઝૂંપડીમાં આવીને અમારી તરફ નજર કરી. એની નજર જાણે સળગાવી મૂકતી હોય તેમ મને જણાતી હતી. તે થોડી વાર ઊભો રહી ફરી બહાર ચાલ્યો ગયો. ધીમે ધીમે સૂર્યોદય થઈ રહ્યો હતો. પ્રકાશ ઝૂંપડીમાં આવતો હોવાથી ગુફામાં પણ અજવાળું થઈ રહ્યું હતું.
બે – ત્રણ ચાંદરડાં ઠેઠ ગુફાની અંદર પડતાં હતાં , જે આશાનાં કિરણ સમાં જાણે પ્રતીકરૂપ હતાં. ફક્ત કાલ્પનિક આશ્વાસન સિવાય નક્કર બચાવ કાંઈ જ જણાતો ન હતો. #અમરકથાઓ

સારું એવું અજવાળું થતાં હું ઊભો થયો. ક્રિસ પણ મારી સાથે ઊઠી. બહારની તરફ ધીમી અને સાવચેત ગતિથી મેં ડગલાં માંડ્યાં. હું અને ક્રિસ ઉપર આવીને ઝૂંપડી બહાર નીકળ્યાં. મેં ચારે તરફ નજર ફેરવીને જોયું. વાતાવરણ સ્વચ્છ અને શાંત હતું. આકાશમાં થોડાંઘણાં વાદળો હતાં. ભય જાણે હંમેશને માટે મનમાં સ્થિર થઈ ગયેલો હોય તેમ લાગ્યા કરતું હતું. અઘોર નગારા વાગે

અઘોરી આસપાસ છે કે નહી તે જોવા માટે મેં લાંબે સુધી નજર દોડાવી. તેની હાજરી નહીં જણાતાં મનને થોડી રાહત થઈ. સાથે અહીં થી ભાગી છૂટવા માટેનો વિચાર પણ જાગ્રત થયો. કઈ દિશામાંથી આવ્યા હતા તે જોવા માટે મેં ચારે તરફ નજર ફેરવી , ઝૂંપડીથી ડાબી બાજુ ખુલ્લા મેદાન તરફથી અમે આવ્યાં હતાં તેમ જણાયું. અઘોર નગારા વાગે

ક્રિસની માનસિક અવસ્થા કાંઈક પ્રમાણમાં સ્વસ્થ જણાતી હતી. મેં મારા મનને આશ્વાસન આપવા માટે કલ્પના કરી કે , દિવસે કદાચ અઘોરીની ક્રિયાકર્મની અસર ઓછી થઈ જતી હશે. આ વિચારે ક્રિસને મારી પાછળ આવવા જણાવ્યું. તે મારી સાથે ચાલવા લાગી. મને આશા બંધાઈ કે , હવે આ યાતનાગારમાંથી છૂટી શકાશે. મારો ઉત્સાહ વધ્યો.
મેં સમયનો અને અઘોરીની ગેરહાજરીનો લાભ લઈ ભાગી છૂટવા માટે ક્રિસનો હાથ પકડી ઝડપથી ચાલવા માંડ્યું.

હજુ માંડ થોડાંક ડગલાં ચાલ્યો હોઈશ કે એકાએક મને પેડુમાં સખત દુખાવો ઊપડ્યો. મારે ત્યાં જ ફરજિયાત બેસી જવું પડ્યું. તે દુખાવાના કારણે મને પસીનો વળી ગયો. બન્ને બાજુ દુખાવો એટલો જણાતો હતો જાણે હમણાં પ્રાણ નીકળી જશે. ક્રિસ મારી પાસે આવતાં તે પણ મારી જેમ જ બન્ને હાથ પેડુ પર દબાવીને બેસી ગઈ. દુખાવાના કારણે તેનાથી ચીસ પડાઈ ગઈ. ક્રિસની આ હાલત જોઈને તરત જ મને શંકા ગઈ કે આ અઘોરીની જ બાંધેલી હદ હોવી જોઈએ , જેથી અમે છટકી ન શકીએ.

હું મહામુસીબતે બે ડગલાં પાછો હટ્યો. તરત જાણે કાંઈ જ ન હોય તેમ દુખાવો બંધ થઈ ગયો. મેં ક્રિસનો હાથ પકડી મારી તરફ ખેંચી લીધી. તેણે પણ તરત જ રાહત અનુભવી. આ પ્રસંગથી હું ખૂબ હતાશ થઈ ગયો. બાવાની ક્રૂરતા ઉપર ખૂબ ગુસ્સો ચડ્યો. પણ શું થાય ? નિઃસહાય હતો.

લથડતે પગલે પાછો ઝૂંપડી પાસે આવ્યો. ઝૂંપડીની બહાર પથ્થર ઉપર બેસી મારી નિઃસહાય પરિસ્થિતિ ઉપર વિચાર કરતાં કરતાં ગળગળો થઈ ગયો. આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. મને જોઈ ક્રિસ પણ ઉદાસ થઈ ગઈ. આમ ઘણી વાર સુધી સૂનમૂન બેસી રહ્યો. હવે જીવનનો અંત નજીકના ભવિષ્યમાં છે. કયારે કઈ આપત્તિ ઊભી થશે તેની કલ્પના થઈ શકે તેમ ન હતું. ઘડીભર એવો વિચાર આવતો કે આ રીતે મોતને ઘાટ ઉતરવું તેના કરતાં બાવાને જ પૂરો કરવો શું ખોટું છે ?

અનેક વિચારોથી માથું ભમી ગયું. કશોક ખડખડાટ થતાં મેં તે તરફ નજર કરી તો ત્રણ – ચાર નાનામોટા કાળા મોઢાવાળા વાંદરા કૂદાકૂદ કરી રહ્યા હતા. એક – બે વાંદરાનું ધ્યાન અમારા તરફ જતાં તેઓ નજીક આવવા લાગ્યા. ક્રિસ ભયથી એકદમ મારી બાજુમાં બેસી ગઈ. પણ મને એવો ભાસ થયો કે તેઓ મને ખબરઅંતર પૂછવા અને મદદ કરવા આવી રહ્યા છે.

થોડે દૂર અટકી જઈને તેઓ મારી સામે જોઈ રહ્યા. હું વિચારોની તંદ્રામાંથી જાગ્યો. થોડે જ દૂર બન્ને વાંદરા બેસીને અમારું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ એકાંત અને નિઃસહાય વાતાવરણમાં વાંદરાઓ પણ મને આશ્વાસનરુપ જણાતા હતા. તેઓ જાણે મારા મનના ભાવ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હું પણ મનોમન તેમને મદદ કરવા માટે જાણે વિનંતી કરી રહ્યો હતો. કોણ જાણે કેમ પણ એ વાનરોની હાજરીથી આશ્વાસન મળી રહ્યું હતું. અઘોર નગારા વાગે

વાતાવરણ વારંવાર બદલાયા કરતું હતું. વાદળાંઓની ઘટા છવાઈ જતાં થોડા છાંટા આવવા લાગ્યા તેથી હું અને ક્રિસ બન્ને ઝૂંપડીમાં ચાલ્યાં ગયાં. દિવસે પણ આ જગ્યા પહાડી , વૃક્ષો , વાતાવરણ વગેરેના કારણે બિહામણી જણાતી હતી , બાવાનો ભય જાણે સર્વત્ર છવાઈ ગયેલો જણાતો હતો. #અમરકથાઓ

આ પ્રમાણે બપોરનો સમય થઈ ગયો. એ દરમ્યાન બાવો પથ્થરોની પાછળના રસ્તા તરફથી આવતો જણાયો. હું સાવચેત થઈ તેની તરફ જોઈ રહ્યો. તે બેપરવાહીથી ઝૂંપડી તરફ આવી રહ્યો હતો. તેની સાથે મધ્યમ કદનો એક બકરો પણ હતો , જે તેની સાથે દોરાઈને આવી રહ્યો હતો. તેણે આવીને ઘડીભર મારી સામે જોયું. એકાદ – બે ક્ષણ જોયા પછી તે ખંધું અને લખ્યું હસ્યો. તેનું હાસ્ય જાણે કહેવા માગતું હતું કે અહીં થી જવા માટેનો એક જ રસ્તો છે અને તે છે મૃત્યુ. એ સિવાય તમે છટકીને નહીં જઈ શકો.

તેની સામે તિરસ્કારભરી એક દૃષ્ટિ કરી હું બહારની તરફ ચાલ્યો ગયો. ક્રિસ પણ મારી પાછળ બહાર આવી ગઈ. બાવો તેની સાથે બકરાને લઈ ઝૂંપડીમાં દાખલ થઈ નીચેની ગુફામાં જતો રહ્યો. હું પરિસ્થિતિ વિશે ગંભીરતાથી વિચારી રહ્યો હતો. ક્રિસ વિશે તેમ જ મારા અંગત જોખમ અને જવાબદારીના વિચારો અકળાવી મૂકતા હતા. અઘોર નગારા વાગે

ક્રિસ માનસિક રીતે સંપૂર્ણ અસ્વસ્થ હતી કારણ કે એક વખત પણ તેણે પોતાનાં સગાંવહાલાંને યાદ કર્યા ન હતાં. એક પણ પ્રશ્ન પોતાની સલામતી વિશે ઉચ્ચાર્યો ન હતો. વરસાદના છાંટા ઘણા જ ઓછા પ્રમાણમાં આવી રહ્યા હતા. થોડી ભૂખ લાગી હોવાથી ગૂલરના ઝાડ પરથી થોડાં ગૂલર ઉતારી લાવ્યો. થોડાં ગૂલર ક્રિસને આપ્યા.
તેણે ખાવા માટે શરૂઆત કરી ત્યાં બાવો ઝૂંપડીમાંથી બહાર આવ્યો. તેણે અમને બન્નેને નજીક આવવા ઇશારાથી જણાવ્યું.

મને ફરી મનમાં ભયની આશંકાઓ ઊઠવા લાગી. અમને બન્નેને ગુફામાં જઈને બેસવા કહ્યું. અમે બન્ને રીંછના ચામડા પર બેઠાં. ઘડીભર ક્રુર દૃષ્ટિથી તે અમને બન્નેને જોઈ રહ્યો. તેની દરેક ચેષ્ટાને હું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. ગાંજાની ચલમ અગાઉથી તેણે તૈયાર કરીને રાખી હતી તે તેણે સળગાવી. બે – ત્રણ દમ ખેંચ્યા બાદ અર્ધ ખુલ્લી આંખોથી મારી સામે જોઈને તે બોલ્યો : ” લો , દમ લગાઓ . ”

જાણે કોઈ પિશાચ કર્કશ અવાજે કૂવાના ઊંડાણમાંથી બોલતો હોય તેવો અવાજ સાંભળીને ભયની આછી ધ્રુજારી આખા શરીરમાં ફરી વળી.
મેં વિનયપૂક ના પાડી. સાથોસાથ દીનસ્વરે અહીં થી રજા આપવા માટે યાચના કરી. બીજો કોઈ ઉપાય હતો નહીં તેથી નમ્રતાનો આશરો લીધા સિવાય છુટકારો મળે એવું ન હતું.

ઘડીભર બાવાએ વિચાર કર્યો. પછી ઉગ્ર સ્વરથી ગુસ્સામાં બોલ્યો : “આ છોકરી અહીંથી નહીં જઈ શકે. તારે જવું હોય તો તું જઈ શકે છે. મારે તારું કાંઈ કામ નથી. “
તેનો જવાબ સાંભળીને પહેલી ક્ષણે મારા અવયવો જાણે થીજી ગયા. બાવાને શો પ્રત્યુત્તર આપવો તે સમજાયું નહી. થોડી વાર શાંત રહી ફરીથી તેને આજીજી કરતાં જણાવ્યું કે , ” ક્રિસના અહીં રહેવાથી હું આપત્તિમાં મુકાઈ જઈશ. ક્રિસને જીવનમૃત્યુના સંજોગોમાં છોડીને મારાથી જઈ શકાય નહીં એ વાત મારા સ્વભાવ વિરુદ્ધ છે. માટે તમે દયા કરીને અમને બંનેને મુક્ત કરો. અમે તમારો કઈ ગુનો નથી કર્યો. પછી શા માટે અમને આવી યાતના આપો છો ? “

પણ તેને કાંઈ અસર ન થઈ. તેણે ગર્જના કરતાં કહ્યું : “ હું તમને બંનેને સદાને માટે મુક્ત કરી દઈશ. હજુ એકાદ દિવસ થોભી જાઓ. પછી તમે હંમેશને માટે મુક્ત થઈ જશો. તમને કોઈ નહીં રોકે , અત્યારે તો ચુપચાપ આ જમવાનું છે તે જમી લો ” એમ કહી એણે પાસે પડેલું ખપ્પર ક્રિસની સામે મૂક્યુ. તેમાં શાક , પૂરી , મીઠાઈ , ભજિયાં વગેરે ખાઘ સામગ્રી હતી. ક્રિસને ભૂખ લાગી હોવાથી તેણે જમવાનું શરૂ કરી દીધું. હું ચુપચાપ બેસી રહયો અઘોર નગારા વાગે

હવે જીવનની મુદત પણ નક્કી થઈ ગઈ હતી. નિઃસહાય અવસ્થામાં વિચારોનો જબરો વંટોળ ચડવા લાગ્યો. ભય , ચિંતા , થાકના કારણે અર્ધબેભાન અવસ્થામાં જ ઊંઘી ગયો. એકાદ કલાક પસાર થયો હશે કે ક્રિસે મને જગાડીને બહાર જવા કહ્યું. મેં ચારે તરફ નજર ફેરવીને જોયું તો બાવો ન હતો. હું મહામુસીબતે ઊઠી શક્યો હું અને ક્રિસ બન્ને ગુફાની બહાર આવ્યાં.

સાંજનો સમય નજીક હતો. સૂર્યનો રંગ ફિક્કો સોનેરી જણાતો હતો. તે ડૂબવાની તૈયારી કરી રહ્યો હતો. સૂર્યને જોતાં જોતાં હું ગળગળો થઈ ગયો. શું આ ડૂબતો સૂર્ય મારા ડૂબતા જીવનનો સંકેત છે ? શું કાલે સવારે સૂર્યદર્શન નહીં થાય ? ક્રિસ શૂન્યભાવે મને જોઈ રહી હતી. ધીમે ધીમે સાંજનું વાતાવરણ છવાઈ ગયું. રહ્યાસહ્યા કિરણો પણ ચાલ્યાં ગયાં. ઠંડી પણ લાગવા માંડી હું અને ક્રિસ ગુફામાં ચાલ્યા ગયાં. ધૂણી સળગી રહી હતી તેમાના લાકડા સંકેલીને સરખાં મૂકીને તેની પાસે જ બેઠો. ક્રિસ થોડે દૂર બેઠી હતી. ક્ષણે ક્ષણે ભય વધતો જતો હતો. કયારે અઘોરી આવશે અને શું થશે. તે સિવાય કોઈ વિચાર મગજમાં આવતો ન હતો.

મેં ગુફામાં ચારે તરફ ઝીણવટથી નજર કરી. સામેની શિલા પાસે પડેલાં બે – ત્રણ હાંડલાં તરફ મારું ધ્યાન ગયું. મેં નજીક જઈને તેને ખોલવા માટે હાથ લંબાવ્યો. એક ક્ષણ માટે વિચાર આવ્યો – કાંઈ આપત્તિ સર્જાશે તો ? વળી બીજી ક્ષણે વિચાર્યું કે આથી વધારે આપત્તિ બીજી શું આવી શકવાની હતી ? ધીરેથી માટલું ખોલ્યું .

તેમાં વીસપચીસ જેટલા પગના નળા ગોઠવીને મૂક્યા હતા. તે બધાનો ઉપરનો પોલો ભાગ માટીથી છાંદી દઈને બંધ કરેલો હતો. તે હાડકાંના પોલાણમાં કાંઈક ભર્યું હશે એવું મેં અનુમાન કર્યું. બીજા હાંડલામાં જોયું તો તેમાં બળેલાં હાડકાં , તૂટેલી – બળેલી માનવ ખોપરીની નાનીમોટી કરચો , રાખ અને નાનામોટા માનવ દાંત પડેલા હતા. આ દૃશ્ય જોઈ મારા શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ. વિચાર આવ્યો કે આ બધા મારા પહેલાં અહીં આવેલા કમનસીબ માણસોના જ અવશેષો હોવા જોઈએ. બાવાની ક્રૂરતા – નિર્દયતા ઉપર મને ખૂબ ઉગ્ર ગુસ્સો ચડ્યો.

ત્રીજું માટલું ખોલવા આગળ વધું છું ત્યાં ગુફાની ઉપર ઝૂંપડીમાં બાંધેલો બકરો જોરશોરથી બેં – બેં કરવા લાગ્યો અને બંધનમાંથી છૂટવા માટે ધમપછાડા કરવા લાગ્યો. ક્રિસ ઊભી થઈને એકદમ મારી પાસે આવી. એકાએક આ પ્રસંગ કયા ભયનું સૂચન કરી રહ્યો છે તે ઝડપથી વિચારી રહ્યો હતો. આજુબાજુ જોઈને પેલા તબલને હાથમાં લઈ લીધો. ત્યાં બહારની બાજુએ ભારે વજનદાર પગલાં નજીક આવતા હોય તેમ જણાયું. ક્ષણવાર હું સ્તબ્ધ થઈને ગુફાના દ્વાર તરફ નજર માંડીને એકધ્યાનથી જોઈ રહ્યો હતો. વિચારો પુરઝડપે આવજા કરી રહ્યા હતા. અમરકથાઓ

શું કોઈ જંગલી જાનવર હશે ? શું બાવો કોઈ નવી આપત્તિનું સર્જન કરી રહ્યો છે ? કે કોઈ માયાવી દ્રશ્ય હાજર થવાનું છે ? બકરો વધુ જોરથી છૂટવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. જે પ્રયત્નમાં તે સફળ થયો અને ગુફા તરફથી પ્રકાશ આવતો હોઈને બકરાએ ગુફામાં જ પડતું મૂક્યું. તેની પાછળ જ એક જોરદાર છીકોટો સંભળાયો. મેં અનુમાન કરી લીધું કે આ રીંછ જ હોવું જોઈએ.

મેં સ્વરક્ષા માટે ધૂણીમાંથી સળગતું લાકડું ઉપાડી લીધું. ક્રિસ મારી પાસે ઊભી હતી તેને પણ એક લાકડું ઉપાડી લેવા કહ્યું. પણ ભયથી તે વ્યાકુળ હતી. તે કાંઈ કરી શકી નહીં. એ દરમ્યાન મેં એક હાથમાં તબલ , બીજા હાથમાં સળગતું લાકડું રાખીને ગુફાના દ્વાર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડા થોડા ગુરગુરાટ અને છીકોટા સહિત એક મોટું ખખડધજ રીછ ગુફાના ઉપરના દ્વાર પાસે આવીને રોકાયું. તે અંદર આવવા માટે જાણે વિચારી રહ્યું હતું.

અંદર આવવા માટે તેનું ભારેખમ શરીર નડતરરૂપ હતું. સાથે ધૂણીનો પ્રજવલિત અગ્નિ રીંછ માટે ભયરૂપ હતો. મેં ગણતરી કરી લીધી કે જો આ રીંછ જ હશે તો અંદર નહીં આવી શકે. બન્યું પણ એમ જ.
તેણે આગળના બે પંજા પગથિયા ઉપર મૂકીને પ્રયત્ન કરી જોયો પણ પોતે ફસાઈ જશે એ વાત એના ધ્યાનમાં આવી જતાં તેણે પોતાની ડોક લાંબી કરીને અંદર જોવા માટે પ્રયત્ન કર્યો.

જ્યારે મને બરોબર અંદાજ આવી ગયો કે તે અંદર નહીં જ આવી શકે એટલે રાહત અનુભવી. સળગતું લાકડું લઈ આગળ વધ્યો અને તેની લાંબી કરેલી ડોકથી દૂર રહી તેના મોઢા સાથે સળગતો ભાગ દબાણપૂર્વક ભટકાડ્યો.
મારી શકાય એવી જગ્યા જ ન હતી. સળગતું લાકડું ભટકાવાથી તેના મોઢાનો તથા નાકનો ભાગ દાઝયો હોવાથી તે ઝડપથી પાછું હટી ગયું અને ઝૂંપડીની બહારની તરફ ચાલ્યું ગયું. તેના ગયા પછી થોડી રાહત અનુભવી. પણ ભય તો દૂર ન જ થયો.

આ પ્રસંગથી થોડી હિંમત જાણે એકઠી થઈ. પણ બાવાએ ઉચ્ચારેલ શબ્દો સતત ભયગ્રસ્ત બનાવી રહ્યા હતા. મેં ક્રિસને સમય અંગે પૂછ્યું. તેણે જણાવ્યું : સાડા આઠ થયા છે. મેં નિસાસો મૂકતાં વિચાર્યું : હવે સમય નજીક આવતો જાય છે.

થોડી વાર થઈ ત્યાં બાવાના આવવાનો પરિચિત અવાજ સંભળાયો. મેં તબલને સાવચેતી પૂર્વક શિલા સાથે ટેકવીને મૂકી દીધો. બાવો ઝૂંપડીમાં દાખલ થઈને ગુફામાં આવ્યો. તેની સાથે પાંદડાંના બનાવેલા બે – ત્રણ પડિયા હતા. થોડાં બીજાં પડિકાં હતાં. તે બધી સામગ્રી તેણે પોતાના આસન પાસે મૂકી. ચારે બાજુ નજર ફેરવી લીધા બાદ મારી સામે જોઈને કાંઈક બબડ્યો પણ હું સમજી શક્યો નહીં. તેણે ધૂણીમાં બે – ત્રણ મોટાં લાકડાં ગોઠવ્યાં અને કાંઈક તૈલી વનસ્પતિ નાખી , જેથી અગ્નિજવાળા ઝડપથી લાકડાંને સળગાવવા લાગી.

અગ્નિના પ્રકાશમાં બાવાનું સ્વરૂપ ભયાનક જણાતું હતું. તે ધ્યાનપૂર્વક આસન ઉપર બેસીને દરેક ચીજો વ્યવસ્થિત ગોઠવીને મૂકી રહ્યો હતો. ધૂણીની સામે એક શણગારેલું રેશમી આસન ગોઠવ્યું. જુદા જુદા હળદર , ચૂના તથા કંકુના આકારો બનાવ્યા. અડદ , તલ , સરસવનાં કૂંડાં ગોઠવીને મૂક્યાં. પીળા કરેણનાં ફૂલ , તેની માળા , બધું ગોઠવવા લાગ્યો. આ બધી તૈયારી જાણે બલિદાનની હોય તેવું મને જણાતું હતું. તેની બધી ક્રિયાઓ હું વિસ્મયથી જોઈ રહ્યો હતો. સંપૂર્ણ તૈયારી થઈ ગયા પછી તે પોતાના આસન ઉપર બેઠો.

સૌ પ્રથમ તેણે પોતાની ઝોળીમાંથી કાંઈક દ્રવ્ય કાઢીને મંત્રોચ્ચાર કરીને ધૂણીમાં હોમ્યું. એક ઘેરા લીલા રંગનો પ્રકાશ ચારે બાજુ ક્ષણવાર ફેલાઈ ગયો . બાવો વધુ ગંભીર બન્યો . તેણે બકરા તરફ જોઈને હાથના ઇશારાથી નજીક આવવા કહ્યું. જાણે ઇશારાથી સમજી ગયો હોય તેમ બકરો નજીક આવીને ઊભો રહ્યો.
મને ખૂબ આશ્ચર્ય થયું. બાવાએ એક પીળા કરેણનાં ફૂલની , માળા બકરાને પહેરાવીને ચાંદલો કર્યો. તેનાં શીંગડાં ઉપર એક દોરા જેવું કાંઈક બાંધ્યું.
પછી થોડી વાર અમુક મંત્રો બબડતો રહ્યો. મંત્રો બોલતાં પોતે કાંઈક અકળામણનો અનુભવ કરી રહ્યો હતો એમ જણાયું. અઘોર નગારા વાગે

તેણે બકરા સામે દૃષ્ટિ સ્થિર કરી. બકરો ધ્રુજવા લાગ્યો. તેના શરીરનાં બધાં જ રૂંવાડાં સોયની જેમ ઊભાં થઈ ગયાં. બાવાએ જુદાં જુદાં દ્રવ્યોની એક આહુતિ આપી અને મોટેથી ત્રાડ પાડીને બોલ્યો : ” કાલી બજાદે તાલી , ભેજ મુર્દા હૈ ખાલી. ” તેના આ શબ્દો મને આજે પણ સારી રીતે યાદ છે. આ ત્રાડ મારી છાતીમાં ઘૂસી ગઈ હોય એવું મને જણાયું.

આ પ્રમાણે ત્રાડ મારતાંની સાથે જ તેણે નાનું ખડ્ગ ઉપાડીને બકરાની ડોક ઉપર માર્યું. એક જ ઘા એ તેનું માથું જુદું થઈને ધૂણીમાં પડ્યું. ધડમાંથી લોહી વેગપૂર્વક વહેવા લાગ્યું. તે લોહીને બાવાએ ખપ્પરમાં ભરી લીધું. લોહીનો સ્રાવ બંધ થતાં સુધી તે ખપ્પર લગભગ ભરાઈ જવા આવ્યું. બકરાના ધડને સહેજ ધક્કો મારીને તેણે પાડી દીધું અને ખેંચીને આસનથી દૂર મૂક્યું. બકરાના સળગતા માથામાંથી માંસ , વાળની દુર્ગધ આવી રહી હતી. લોહી ભરેલા ખપ્પર ઉપર બે હાથ રાખી અમુક મંત્રો બોલી પોતાની ઝોળી માંથી એક ખોપરી કાઢીને ધૂણી પાસે મૂકી અને જમણા હાથનો પંજો લોહીમાં બોળી ખોપરી ઉપર તે લોહીભીનો પંજો છાપીને ફરી કંઈક મંત્રો બોલ્યો.

બન્ને હાથ વડે ખપ્પરને ઉપાડી વીરાસને બેસી તેણે ખપ્પર મોઢે માંડી દીધું. એક જ શ્વાસે તે બધું લોહી પી ગયો. જ્યારે તેણે ખપ્પર મોઢાથી દૂર ખસેડ્યું ત્યારે લોહીથી ખરડાયેલી તેની દાઢી – મૂછવાળો ચહેરો હિંસક પશુ જેવો ભયંકર દેખાતો હતો.

અધોર નગારા વાગે – મોહનલાલ અગ્રવાલ (Aghor Nagara vage book part-1)

❎ copy કરવાની સખત મનાઇ છે. માત્ર share કરી શકો છો 👇

ક્રમશઃ -અઘોર નગારા વાગે આગળની વાર્તા વાંચવા માટે અહી ક્લીક કરો 👇

અઘોર નગારા વાગે (ભાગ -1) અમેરીકન યુવતી અઘોરીની જાળમા

🍁 યોનિપૂજા – અઘોર નગારા વાગે (અમેરીકન યુવતીનો ભાગ 2)

અર્બુદાચલ કલ્પ – Aghor Nagara Vage

Aghor Nagara Vage Book 2 – હિમાલયના સિદ્ધ્ યોગી સરયુદાસ