8967 Views
બાળ ભગત : આ નાટક ક્રાંતિકારી વીર ભગતસિંહ નાં બાળપણના પ્રસંગો તેમનામા રહેલી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરતુ સુંદર મઝાનું “દેશભક્તિ નાટક” છે, જે 15 મી ઓગષ્ટ કે 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારો વખતે વિદ્યાર્થીઓ સ્ટેજ પર ભજવી શકે તે રીતનાં સંવાદો લખીને તૈયાર કરેલુ છે – સાઈરામ દવે Bal Bhagat sinh Natak, Shahid bhagatsing natak
બાળ ભગત દેશભક્તિ નાટક
પાત્રો –
( 1 ) ભારત માતા
( 2 ) ભગતસિંહ
( 3 ) કિશનસિંહ
( 4 ) વિદ્યાવતી
ભારત માતા – વંદેમાતરમ્ સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભકામનાઓ આઝાદીનો અમૃત મહોત્સવ ઠેર ઠેર ઉજવાય રહ્યો છે. ત્યારે હું ભારતમાતા તમને એક બે વાત કહેવા આવી છું.
મેં હિન્દુસ્તાનને આઝાદ થતા જોયુ છે. વિકસતા જોયુ છે. આઝાદીના 75 વરસ પછી હું જોઇ રહી છું કે સ્વતંત્ર ભારતના કેટલાક બાળકો તો પુસ્તકો મુકી મોબાઇલમય થઇ ગયા છે. બહાદુરી અને વિરતાના સંસ્કાર કેળવવાની ઉંમરે કેટલાકે તો વ્યસન પાસે ઘુંટણો ટેકવી દીધા છે.
શું બાળકોએ દેશ માટે કશું કરવાનું ના હોય ? દેશભક્તિના સંસ્કાર મેળવવા કોઇ ચોક્કસ ચોઘડીયા કે ઉંમરની રાહ જોવાની ? જવાબ આપો ….. !
થઇ ગયાને મૌન … ! ભારતનો બાળક કેવો હોય જાણવું છે ?
એ સાલ હતી 1915 ની …
એ રાજ્ય હતું પંજાબ …
એ ગામનું નામ હતું બંગા …
પિતા કિશનસિંહ અને માતા વિદ્યાવતી કૌરની કૂંખે એક દીકરો જન્મ્યો જેનું નામ હતુ ભગત …
( ભારત માતા જાય છે. કિશનસિંહ ખેતરમાં કામ કરે છે અને ત્યા બાળ ભગત આવે છે )
ભગત – બાપુ તમે આ શું વાવો છો ?
કિશન – બેટા આપણું આખું પંજાબ ઘંઉ માટે વિશ્વવિખ્યાત છે …. !
ભગત – અચ્છા પણ બાપુ મને એ સમજાવો કે ઘંઉનો એક દાણો વાવીએ તો એમાંથી આખા ખેતરમાં કેવી રીતે ઉગી જાય ?
કિશન – અરે ઇશ્વર બહુ મહેરબાન છે ભગત, એકમાંથી હજાર ગણા દાણા એ કરી આપે છે
ભગત – બાપુ તમે ભગવાનને જોયા છે ?
કિશન – ના બેટા , મારૂ લાલન પાલન તો આ ધરતીએ કર્યું છે. મારા માટે તો આ ધરતી જ ભગવાન છે. આજથી તારા માટે પણ …. ! ચાલ ચાલ હવે ઘરે જા , નાની ઉંમરમાં બહુ મોટા મોટા સવાલો કરે છે તું …
ભગત – જી , બાપુ , સતશ્રીય કાલ … ( ધરતીની માટીનું કિશનસિંહ ભગતના કપાળે તિલક કરે છે )
( કિશનસિંહ જાય છે, બીજી બાજુ ભારતમાતા નો પ્રવેશ )
ભારતમાતા – ધરતીને ભગવાન માનવાની વાત નાનકડાં ભગતસિંહના હૈયામાં બરોબર ઠસાઇ ગઇ. અને બીજા દિવસની સવારે આ ઘરમાં એક ઘટના બની.
( વિદ્યાવતી – ભગતનો પ્રવેશ )
વિદ્યાવતી – આટલી વહેલી સવારે તું કયા ગયો હતો બેટા ?
ભગત – કયાંય નહી મા … મને કાંઇક જમવાનું દે ને !
( ભગત ખાતા ખાતા ઉધરસ ખાય છે )
વિદ્યાવતી – અરે … અરે … બેટા તને ખાંસી આવે છે ?
ભગત – મા મારી ગરદન ખાંસી માટે નહી ફાંસી માટે બની છે ?
વિદ્યાવતી – હજી તું બહુ નાનો છો , નાની ઉંમર મા આટલી મોટી મોટી વાતો કેમ કરે છે ?
( કિશનસિંહ નો પ્રવેશ )
કિશનસિંહ – અરે સાંભળ્યું ?
વિદ્યાવતી – હાંજી , બોલો
કિશન – મારી પિસ્તોલને તે જોઇ છે ?
વિદ્યાવતી – મારે શું કામ તમારી પિસ્તોલનું ?
કિશન – પિસ્તોલ જડતી નથી. કાલ સાંજે તો કબાટમાં રાખી’તી. બે’ય ભાયુને પૂછયુ તો એને પણ ખબર નથી …
ભગત – બાપુ , તમારી પિસ્તોલ મેં લીધી છે.
વિદ્યાવતી – અરે દિકરા, તારે શું કામ છે પિસ્તોલનું ?
કિશન – ભગત પિસ્તોલએ કોઇ રમકડુ નથી એ ભરેલી છે. આને તું સમજાવ
ભગત – ખબર છે બાપુ. વહેલી સવારે ખેતરમાં જઇને મેં એ પિસ્તોલ જમીનમાં વાવી દીધી છે.
કિશન – પણ આવું કરવાનું કારણ ?
ભગત – કારણ એટલું જ બાપુ … કે જો મને હજાર પિસ્તોલ મળી જાય તો હું અંગ્રેજોની છાતી ચીરી શકું .. ઢીસકાંગ ઢીસકાંગ ઢીસકાંગ … ( પિતા હસે છે )
કિશન – બેટા પિસ્તોલ ખેતરમાં ન ઉગે. તેને ચલાવવાની હિંમત હૈયામાં જરૂર ઉગે …
વિદ્યાવતી – મને ગૌરવ છે મારા ભગત ઉપર … ભારત માતા કી જય.
ભગત – ઇંકલાબ જીંદાબાદ
ભારતમાતા – જીંદાબાદ જીંદાબાદ આવો હતો મારો બાળ ભગત. જે મોટો થઇને મને આઝાદ કરવા માટે હસતા હસતા ફાંસી પર ચડી ગયો … ! બાળ દોસ્તો … શહિદોની કિંમત સમજજો..તેના જીવન ચરિત્રો વાંચજો … રાષ્ટ્રપ્રેમના ઝરણાને ખળખળ વહેતુ રાખજો …
ભગત દરેક ભારતીયને પોતાના ભાઇબેન ગણે એ દેશભક્ત છે.
વિદ્યાવતી – કયાંય કોઇ કચરો ન નાંખે એ પણ દેશભક્ત છે.
કિશન- પોતાના જીવનને વ્યસનથી દૂર રાખે એ દેશભક્ત છે.
બધા – શું તમે આવા દેશભક્ત બનશો ને ?
ભારત માતા – જવાબ આપો ?
બધા – હા ….
ભગત – કભી વો દિન ભી આયેગા જબ આઝાદ હોંગે હમ, યે અપની જમીં હોગી યે અપના આસમાં હોંગા …
શબ્દ રચના –શ્રી સાંઈરામ દવે
કોન્સેપ્ટ – શ્રી વિમલ મહેતા
ભારત માતા – મારા ભગતનું પ્રિય ગીત મેરા રંગ દે બસંતી ચોલા વંદેમાતરમ્ ભગત – ભારત માતા કી જય ….
«»«»»«»»«»«»«» અમરકથાઓ «»«»«»«»«»«»«»«»
આ પણ અવશ્ય વાંચો 👇
🇮🇳 ચંદ્રશેખર આઝાદનું બાળપણ અને જીવન
🇮🇳 મંગલ પાંડે
🇮🇳 ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ
🇮🇳 વીર સાવરકર
🌺 ગુજરાતી સાહિત્યની 101 યાદગાર વાર્તાઓ
मेरा रंग दे बसंती Mera Rang De Basanti Chola Old Song Lyrics
ओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे
ओ मेरा रंग दे बसंती चोला ओये
रंग दे बसंती चोला
माये रंग दे बसंती चोला
दम निकले इस देश की खातिर
बस इतना अरमान है
दम निकले इस देश की खातिर
बस इतना अरमान है
एक बार इस राह में मरना
सौ जन्मों के समान है
देख के वीरों की क़ुरबानी..
देख के वीरों की क़ुरबानी
अपना दिल भी बोला
मेरा रंग दे बसंती चोला
ओ मेरा रंग दे बसंती चोला
मेरा रंग दे
ओ मेरा रंग दे बसंती चोला ओये
रंग दे बसंती चोला
माये रंग दे बसंती चोला
जिस चोले को पहन शिवाजी, खेले अपनी जान पे
जिस चोले को पहन शिवाजी, खेले अपनी जान पे
जिसे पहन झाँसी की रानी, मिट गई अपनी आन पे
आज उसी को पहन के निकला, पहन के निकला आ.. आ..
आज उसी को पहन के निकला, हम मस्तों का टोला
मेरा रंग दे बसंती चोला
ओ मेरा रंग दे बसंती चोला
मेरा रंग दे ओ मेरा रंग दे बसंती चोला ओये
रंग दे बसंती चोला
माये रंग दे बसंती चोला
ભગતસિંહ વિશે નિબંધ ગુજરાતી, ભગતસિંહ નો જન્મ ક્યા થયો હતો ?, ભગતસિંહ સુત્રો, ભગતસિંહ જન્મ.
Pingback: સરદાર વલ્લભભાઈ પટેલની કવિતા - AMARKATHAO
Pingback: 25 Best Desh Bhakti Geet Gujarati Hindi Lyrics | Desh Bhakti Song mp3 Downloud
Pingback: 50+ Best Desh Bhakti Shayari | देश भक्ति शायरी सुविचार, Desh Bhakti Song - AMARKATHAO