6075 Views
“સાદ કરે છે દિલ હરે છે” મને એ સાદ કરે છે, પ્રહલાદ પારેખની આ યાદગાર કવિતા માણો અને વિડીયો સાથે જુઓ. ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf, sad kare chhe kavita lyrics, ગામડાની કવિતા, ગામડાનું જીવન, મારું ગામ કવિતા, ગામડા વિશે નિબંધ, ગ્રામ્ય જીવન નિબંધ
મને એ સાદ કરે છે કવિતા
(મને ખૂબ ગમતી કવિતા..)
સાદ કરે છે, દિલ હરે છે રે
મને એ સાદ કરે છે રે
ગામને પાદર રોજ બપોરે
ઝાડવા કેરી ડાળ,
સાદ કરે છે સાંજને ટાણે
દૂરનું ડુંગરમાળ….. મને એ…
ભણવા ટાણે સાદ કરે છે
નાનકડું એક તળાવ,
કામની વેળા રોજ બોલાવે,
એક એવો છે ઢાળ. મને એ….
નદીઓ કેરી ભેખડો પેલી
ખેતરો કેરી હાર,
સાદ કરે છે જંગલ-કેડી,
કેમ કરું હું વાર ? મને એ….
આભ અડે જ્યાં દૂર જમીને
કોણ છુપાયું ત્યાં ?
રોજ ઈશારે એય બોલાવે :
આવ, અલ્યા ! અહિયાં !
✍ પ્રહલાદ પારેખ. (અમરકથાઓ)
આ સુંદર કવિતાને વિડીયો સ્વરૂપે જુઓ 👇
👉 આ વાંચવાનું પણ ચુકશો નહી
❄ બાળપણ ની યાદો… કવિતા, વાર્તા, જોડકણા
📚 101 ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ
Pingback: ઘેલી ડોશીનું માંકડું - AMARKATHAO
Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO
Pingback: દલપતરામ ના શ્રેષ્ઠ કાવ્યો 7 - શરણાઈવાળો અને શેઠ & બીજી કવિતા
Pingback: હું ને ચંદુ છાનામાના કાતરિયામા - કવિતા સંગ્રહ 8 - AMARKATHAO