Skip to content

Amazing article about lions | સિંહ વિશે અદ્ભુત લેખ

Amazing article about lions
5004 Views

આ લેખ Englis માં- ‘ Amazing article about lions ‘ અને ગુજરાતીમાં ‘ સિંહ વિશે અદ્ભુત લેખ’ બન્ને ભાષામાં મુકેલ છે. પ્રથમ ગુજરાતી અને પછી અંગ્રેજીમાં (The article below is in English.)

વનરાજોનું ( સિંહ ) નષ્ટ થતું સામ્રાજ્ય

સિંહ એટલે ઉમદાપણું, તાકાત અને હિંમતનું જીવંત પ્રતીક, કુદરતનું અભૂતપૂર્વ ભવ્ય સર્જન.

વિશ્વનું સૌથી વધુ ખ્યાતનામ પ્રાણી ………

એની એક જ ત્રાડ સમગ્ર જંગલને ભયત્રસ્ત કરી નાખવા પૂરતી છે. એની આંખોમાં સમ્રાટની ખુમારી છે. એના મુખારવિન્દ ઉપર અગ્નિને ઘોળીને પી જનાર યોગીની ધીરગંભીરતા છે.

જંગલનો એ સર્વસત્તાધીશ છે. બીજાં પ્રાણીઓ એની સત્તા માનવા જ સર્જાયાં હોય એવું લાગે છે. ધર્મોમાં, પુરાણોમાં, વાર્તાઓમાં, શિલ્પોમાં, ચિત્રોમાં, દંતકથાઓમાં જ્યાં – જુઓ ત્યાં સિંહનાં વર્ણનો મળી આવે છે.

એક જમાનો હતો જ્યારે આ સમ્રાટોનું વિસ્તૃત સામ્રાજ્ય આ વિશ્વ પર પથરાઈને પડ્યું હતું : સમગ્ર ભારતવર્ષ, આફ્રિકા, પર્સિયા, સિરિયા, પૅલેસ્ટાઈન, ગ્રીસ, બાલ્કન અને બ્રિટિશ ટાપુઓ.

પરંતુ કાળક્રમે આ સામ્રાજ્ય ભાંગતું ગયું અને ધીરેધીરે કરતાં જગતમાં સિંહોનું સ્થાન માત્ર આફ્રિકા અને ગીરના જંગલમાં જ રહ્યું છે.

પોતાની જાતિના સંહારનું આ મહાદુઃખ સિંહોએ મર્દની અદાથી સહન કર્યું છે અને છતાં એ જ અદા, એ જ શાનોશોકત અને ગૌરવથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સિંહો જાણે તેમનાં છેલ્લાં સ્થાનો આફ્રિકા અને ભારતમાં ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

માનવીએ પોતાનાં સુખસગવડ ખાતર, મનોરંજન ખાતર, ઘણી વાર વિનાકારણે કુદરતનાં કેટલાંય ભવ્ય સર્જનોને વિનાશની ગર્તામાં ધકેલી દીધાં છે. કંઈક જંગલોનો તેણે નાશ કર્યો છે. કેટલાંય પંખીઓની રંગબેરંગી જાતોને માત્ર શિકારના શોખને ખાતર નષ્ટ કરી નાખી છે. કેટલાંય નિર્દોષ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારવામાં માનવીએ અનેરો આનંદ માણ્યો છે.

માનવીના આ સિતમનો સૌથી વધુ ભોગ બન્યા હોય તો સિંહો. સિંહ – જાતિનો સૌથી ખતરનાક દુશ્મન હોય તો માનવી છે.

ઈજિપ્શિયન, પર્શિઅન અને અસિરિયન સમ્રાટો સિંહના શિકારી તરીકે ઇતિહાસમાં જાણીતા છે. રોમનો 40 વર્ષમાં 50,000 સિંહોને પકડી રોમ લાવ્યા હતા. 17 મી સદીના મોગલ બાદશાહે 100000 ના લશ્કર સાથે સિંહોના શિકાર કર્યાના ઉલ્લેખો મળી આવે છે. સિંહોનો નાશ કરનાર આરબ કબીલાઓને તુર્કો ભેટસોગાદથી નવાજતા.

20 મી સદીના અંતભાગમાં તો આફ્રિકાના થોડા પ્રદેશો પર જ સિંહની વસ્તી રહી છે અને ત્યાં પણ તેમને મારવાનું, પકડવાનું કે ઝેર આપવાનું ચાલુ જ રહ્યું છે.

1909 માં પ્રેસિડન્ટ થિયોડૉર રૂઝવેલ્ટના શિકાર – વ્યવસ્થાપકોએ સિંહોના શિકાર માટે 300 ટુકડીઓ મોકલી હતી. કેટલાક ગોરા શિકારીઓ 200 સિંહો માર્યાનો દાવો કરે છે. કેટલાકે માત્ર સેરેજંટી મેદાનમાં જ 60 કે તેથી વધુ સિંહોનો શિકાર કર્યો હતો. 12 વર્ષમાં એકલા સોમાલીલૅન્ડમાં 1000 સિંહોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. હવે તેમના માટે અંતિમ સ્થાન દક્ષિણ આફ્રિકામાં નૅશનલ પાર્ક, કોંગો, યુગાન્ડા, ટાંગાનિકા અને કેન્યામાં રહ્યું છે અને ભારતમાં ગીરના જંગલમાં રહ્યું છે.

વાઇલ્ડ લાઇફના શોખીનો શિકાર કરતા સિંહને જોવા, એ જિંદગીનો મોટો લહાવો માને છે ! ખાસ કરીને શિકાર મોટે ભાગે સિંહણ જ કરે છે. સિંહ તો પોતાની શાહી ફોજને લડાઈની મહત્ત્વની સૂચનાઓ આપ્યા પછી કોઈ સુલતાન મુકાબલો નિહાળે તેમ માત્ર નિરીક્ષણ જ કરે છે. હા, ક્યારેક જ્યારે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હોય, તાકાત અને શૌર્યને પડકારવા કોઈ સમર્થ શત્રુ મેદાને પડ્યો હોય ત્યારે મહારાજાધિરાજની અદાથી સિંહ ખુદ મેદાને જંગમાં આવે છે.

જ્યારે તે શિકાર તરફ ધસે છે ત્યારે કેશવાળી ઢંઢોળી, માથું સહેજ નમાવી, પૂંછડીને વળ દે છે અને પછી ટટ્ટાર ઊભો રહી ગર્જના કરે છે અને તેજસ્વી આંખોમાંથી અગ્નિશિખાઓ વહે છે અને પછી તો ગર્જનાની પરંપરા ચાલે છે. પશુપંખી ભયભીત બની ભાગવા માંડે છે. સામે ઊભેલા શત્રુને મોતની પ્રતીતિ થઈ જાય છે. આખા શરીરને સંકોચી, છેવટે ધનુષ્યમાંથી તીર છૂટે તેમ સિંહ પોતાની પૂરી તાકાતથી શત્રુ ૫૨ ત્રાટકે છે અને એક જ ક્ષત્રમાં પોતાની પ્રચંડ તાકાતનો પરિચય આપી દે છે.

થોડી જ વારમાં લોહીના ખાબોચિયામાં શિકાર પડ્યો હોય છે અને પછી શાહી કુટુંબ જ્યાફત ઉડાવવામાં પડી જાય છે. ખાણું પૂરું થયા પછી જે સ્થાન તેને અનુકૂળ આવે તે કરમદાનો ઢૂવો હોય કે ઓપન સેવૅના હોય, વનરાજ ત્યાં આરામ કરે છે. ક્યારેક સત્તરથી એકવીસ કલાક સુધી નિદ્રા ચાલે છે. જંગલના કોઈ પણ પ્રાણીની મજાલ નથી કે ત્યાંથી પસાર થઈ સમ્રાટના આરામમાં જરા સરખી પણ ખલેલ પહોંચાડે.

અન્ય હિંસક પશુની જેમ સિંહ એ ક્રૂર શિકારી નથી. જેઇમ્સ સ્ટીવન્સન હેમિલ્ટનના જણાવ્યા મુજબ સરાસરી છ સિંહો અઠવાડિયાનાં બે મોટાં પ્રાણીઓનો શિકાર કરે છે. એક સિંહને માત્ર દસથી બાર પ્રાણીઓ વર્ષમાં જોઈએ. ગમે ત્યારે શિકાર કરી હિંસા આચરવાનો સિંહનો સ્વભાવ નથી. છતાં ક્યાંક અપવાદ મળી આવે છે.

એક સિંહણ હંમેશાં મરઘાં અને બકરાંનો શિકાર કર્યા કરતી. જ્યારે તે સિંહણને મારી નાખવામાં આવી ત્યારે જણાયું કે તેના મોઢામાં એક પણ દાંત હતો નહિ.

વૃદ્ધાવસ્થામાં ખોરાકના અભાવે સિંહો માણસખાઉ બની જાય છે. બે સિંહોએ કેન્યામાં યુગાન્ડા રેલવેનું કામ ખોરવી નાખ્યું હતું. તેમણે 28 હિન્દી મજૂરો અને કેટલાય આફ્રિકનોને મારી નાખ્યા હતા. જ્યારે બંનેનો શિકાર કરવામાં આવ્યો ત્યારે આ ભીષણ સંહાર બંધ થયો. બીજો આવો જ કિસ્સો મિકીન્દની, ટાંગાનિકાનો છે, જેમાં સિંહે 380 માણસોના જાન લીધા હતા. આવા અપવાદો બાદ કરતાં વનરાજને જો છંછેડવામાં ન આવે તો શાંતિભર્યું કૌટુંબિક જીવન તેને પસંદ છે.

નિર્માલ્ય કદી પણ સત્તાસ્થાને રહી શકે નહિ. સિંહ પોતાના ‘વનરાજ’ના સ્થાનને યોગ્ય શક્તિ ધરાવે છે. ગમે તે પ્રાણી સાથે બાથ ભીડવા તે હંમેશાં તૈયાર હોય છે. સંગ્રામમાં મરી ફીટવું, પણ પાછી પાની કરવી નહિ એ તેની નેમ હોય છે.

ભયંક૨ શક્તિ અને હિંમત ધરાવતા, માંસની ટાંકી જેવા હિપોપૉટેમસ ઉપર તે હુમલો કરે છે. યુગાન્ડામાં ખતરનાક મગરો પર હુમલો કરી તેમને મારી નાખતા સિંહોના દાખલા નોંધાયા છે. 400 થી 500 પાઉંડ વજન ધરાવતો સિંહ ખૂબ જ સહેલાઈથી તરી શકે છે ( મોટા ભાગના સિંહો 400 થી 500 પાઉંડની વચ્ચે હોય છે ) અને છલાંગ મારી, માન્યામાં ન આવે એટલું કૂદી શકે છે. ‘ લાસ્ટ સ્ટેન્ડ ઑફ ધ લાયન ’ નામના લેખમાં જેક ડેન્ટન સ્કૉટે સિંહની તાકાતનાં ઘણાં ઉદાહરણો આપ્યાં છે.

એક શિકારીએ સિંહની છલાંગનું માપ કાઢતાં 40 ફૂટ જણાયું હતું, જ્યારે સિંહના પ્રખર અભ્યાસી એફ. વાન કર્બીએ એક જ છલાંગમાં 12 ફીટ ઊંચા બંધ પર ચડી જતી સિંહણને જોઈ હતી. વનસ્પતિશાસ્ત્રી એમિલ ગ્રોમિયરે એક વાર બે સિંહોને એક ઘોડાને પહાડ પર ઢસડી જતા જોયા હતા. તેણે સહેજે અંદાજ કાઢ્યો કે આ કામ માટે ઓછામાં ઓછા વીસ માણસોની જરૂર પડે.

સિંહનું પ્રધાન શસ્ત્ર પોતાની શક્તિ છે. આખલાનું કદ સિંહથી બમણું હોય છે, પરંતુ સિંહ પંજા અને રાક્ષસી દાંતોની સહાયથી આખલાની ભારે ડોકને ભાંગી નાખી સહેલાઈથી તેને મારી શકે છે. કુદરતનું આવું ભવ્ય સર્જન જો માનવીની મૂર્ખાઈથી નાશ પામશે તો તેની માત્ર વાતો જ રહેશે.

– અથવા ભાઈ શ્રી સુલેમાન પટેલ જેવા આંતરરાષ્ટ્રીય – ખ્યાતિ – પ્રાપ્ત વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરના અણમોલ ફોટોગ્રાફ્સમાં જ સિંહો જોવાના રહેશે.

પાણી પીતા નવ સિંહોનો શ્રી સુલેમાન પટેલનો ફોટો ‘ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના’ના પહેલા પાના પર છપાયો હતો.

✍ શાહબુદ્દીન રાઠોડ. – Typing – Amarkathao

જો કે આનંદની વાત એ છે કે લોકજાગૃતિ અને સરકારોનાં પ્રયત્નથી છેલ્લા ઘણા સમયથી સિંહોની વસ્તી વધી છે. 2020 ની ગણતરી પ્રમાણે ગીરનાં જંગલમાં આશરે 674 જેટલા સિંહો હોવાના આંકડા પ્રાપ્ત થયા છે. about lion in gujarati

સિંહ વિશે અદ્ભુત લેખ
સિંહ વિશે અદ્ભુત લેખ

Destroying kingdom (Lions) of forests

The lion is a living symbol of nobility, strength and courage, an unprecedented creation of nature.

World’s Most Famous Animals

One trace of it is enough to frighten the whole forest. In her eyes is the emperor’s drunkenness. It has the seriousness of a yogi who drinks by melting fire on his mukharvind.

He is the sovereign of the forest. Other animals seem to have been created to believe in its power. Descriptions of lions are found everywhere in religions, myths, stories, sculptures, paintings, legends.

There was a time when the vast empire of these emperors spread over the world: the whole of India, Africa, Persia, Syria, Palestine, Greece, the Balkans and the British Isles.

But over time, the empire crumbled, and slowly the lions’ place in the world remained only in the jungles of Africa and Gir.

The lions have suffered the brunt of the genocide of their species and yet the lions are trying their best to survive in the last places in Africa and India with the same dignity, dignity and pride.

Mankind, for the sake of their own comfort, for the sake of entertainment, has often for no reason pushed many of nature’s glorious creations into the abyss of destruction. He has destroyed some forests. Many colorful species of birds have been destroyed just for the sake of hunting. Human beings have enjoyed killing many innocent animals.

Lions have been the biggest victims of this human oppression. The most dangerous enemy of the lion race is man.

The Egyptian, Persian and Assyrian emperors are known throughout history as lion hunters. The Romans captured 50,000 lions in 40 years and brought them to Rome. There are references to the 17th century Mughal emperor hunting lions with an army of 100,000. The Turks rewarded the Arab tribes who destroyed the lions.

In the latter part of the 20th century, lions have inhabited only a handful of regions in Africa, and even there they continue to be killed, captured, or poisoned.

In 1909, President Theodore Roosevelt’s hunting-managers sent 300 troops to hunt lions. Some white hunters claim to have killed 200 lions. Some hunted 60 or more lions in the Seregenta field alone. In 12 years, 1000 lions were killed in Somaliland alone. Now their final destination has been in National Parks in South Africa, Congo, Uganda, Tanganyika and Kenya and in the Gir forest in India.

Seeing a lion hunting for wildlife enthusiasts is a great privilege! Lions in particular are mostly preyed upon. The lion only observes a sultan’s confrontation after giving important instructions to his royal army to fight. Yes, sometimes when the situation has become uncontrollable, when an enemy capable of challenging strength and valor has fallen on the field, Maharajathi Adathi Singh himself comes to the battle field.

As he rushes towards the prey, the hairy dholi, the head slightly tilted, the tail twisted and then standing upright roars and flames flow from the bright eyes and then the tradition of roaring continues. The animals become frightened and start running away. The enemy standing in front is convinced of death. Squeezing the whole body, the lion finally strikes the enemy with all his might as the arrow comes out of the bow and introduces his tremendous strength in a single field.

In a short time, the prey is caught in a puddle of blood and then the royal family falls into the abyss. After finishing the meal, Vanraj rests in a place that suits him, whether it is Karmadana Dhoo or Open Seva. Sometimes sleep lasts from seventeen to twenty-one hours. There is no fear of any animal in the forest passing by and disturbing the rest of the emperor in the slightest.

Unlike other predators, the lion is not a ferocious predator. According to James Stevenson Hamilton, an average of six lions hunt two large animals a week. A lion needs only ten to twelve animals a year. It is not the lion’s nature to hunt and commit violence at any time. Yet there are exceptions.

Happily, the lion population has grown over the years, thanks to public awareness and the efforts of governments. As per 2020 census, there are about 674 lions in Gir forest. about lion in English.

સિંહ વિશે માહિતી, સિંહ વિશે જાણકારી, Gir forest, સિંહનાં ફોટા, Lions photo.

Destroying kingdom (Lions) of forests
Destroying kingdom (Lions) of forests

મિત્રો આ લેખને આપ અહીથી 👇 share કરી શકો છો. copy કરવા માટે અમારી પરવાનગી જરુરી છે.

આ પણ વાંચો 👇

બર્મ્યુડા ટ્રાયેંગલ નાં રહસ્યો.

સોનાની ધરતીનાં રહસ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *