Skip to content

Best 100 Gujarati Lagna Geet Fatana collection

Gujarati Lagna Geet, Fatana
10433 Views

Best Gujarati Lagna Geet pdf, Fatana lyrics, gujarati lagna geet lyrics, gujarati fatana pdf, gujarati fatana lyrics, fatana gujarati lyrics, lagna geet gujarati lyrics, gujarati lagna geet lyrics fatana, gujarati lagna geet, lagna geet lyrics, gujarati lagna geet fatana lyrics, lagna geet gujarati, best Gujarati lagna geet List.

આ પોસ્ટની અનુક્રમણિકા

Gujarati Lagna Geet lyrics

મિત્રો ગુજરાતી લગ્નગીતોનો આ પાંચમો ભાગ છે, આ ભાગમાં ફટાણાં અને વિદાયનાં ગીત મુકવામાં આવ્યા છે. અહી લગ્નની વિધી અનુસાર આવતા લગ્નગીતો ક્રમ મુજબ મુકવામાં આવ્યા છે. આ પહેલાનાં બધા ભાગો જોઈ લેવા વિનંતી.

માયરામાં ચાલે મલપતા મલપતા

Mayrama chale malapta
(કન્યા પધરામણી)

ઓઢી નવરંગ ચુંદડી
પાયે ઝાંઝરનો ઝમકાર
પાયે ઝાંઝરનો ઝમકાર
માયરામાં ચાલે મલપતા
મલપતા મલપતા

ઓઢી નવરંગ ચુંદડી
પાયે ઝાંઝરનો ઝમકાર
પાયે ઝાંઝરનો ઝમકાર
માયરામાં ચાલે મલપતા
મલપતા મલપતા

બેનીએ સાડી પહેરી છે સવા લાખની
બેનીએ સેલું પહેર્યું છે સવા લાખનું

તો ય બહેનીને પાનેતરનો શોખ
પાનેતરનો શોખ માયરામાં

ચાલે મલપતી
મલપતી મલપતી

ઓઢી નવરંગ ચુંદડી
પાયે ઝાંઝરનો ઝમકાર
પાયે ઝાંઝરનો ઝમકાર
માયરામાં ચાલે મલપતા
મલપતા મલપતા

બેનીએ પહોંચો પહેર્યો છે સવા લાખનો
બેનીએ બંગડી પહેરી છે સવા લાખની

તો ય બેનીને મીંઢળનો શોખ
બેનીને મીંઢળનો શોખ

માયરામાં ચાલે મલપતી
મલપતી મલપતી

ઓઢી નવરંગ ચુંદડી
પાયે ઝાંઝરનો ઝમકાર
પાયે ઝાંઝરનો ઝમકાર
માયરામાં ચાલે મલપતા
મલપતા મલપતા

બેનીએ દામણી પહેરી છે વા લાખની
બેનીએ દામણી પહેરી છે સવા લાખની

તો ય બેનીને મોડીયાનો શોખ
બેનીને મોડીયાનો શોખ

માયરામાં ચાલે મલપતી
મલપતી મલપતી
ઓઢી નવરંગ ચુંદડી
પાયે ઝાંઝરનો ઝમકાર
પાયે ઝાંઝરનો ઝમકાર
માયરામાં ચાલે મલપતા
મલપતા મલપતા

બેનીએ નથડી પહેરી છે સવા લાખની
બેનીએ હારલો પહેર્યો છે સવા લાખનો

તો ય બેનીને વરમાળાનો શોખ
બેનીને વરમાળાનો શોખ

માયરામાં ચાલે મલપતી
મલપતી મલપતી
ઓઢી નવરંગ ચુંદડી
પાયે ઝાંઝરનો ઝમકાર
પાયે ઝાંઝરનો ઝમકાર
માયરામાં ચાલે મલપતા
મલપતા મલપતા

Oddhi Navarang chundadi – Aishvariya majmudar


==============================

તમે કે’દુના કાલાવાલા કરતા’તાં

(માંડવામાં ગાવાનું ફટાણું)

તમે કે’દુના કાલાવાલા કરતા’તાં

તમે મુંબઈથી મહેસાણા ફરતા’તાં
તમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ
તમે કે’દુના કાલાવાલા કરતા’તાં

તમે સંગીતાબેનને જોઈ ગયા
મારા નવલા જમાઈ મોહી ગયા
તમે કે’દુના કાલાવાલા કરતા’તાં

તમે રામજીભાઈને ભોળવી ગયા
તમે લીલાબેનને ભોળવી ગયા
તમે કે’દુના કાલાવાલા કરતા’તાં

તમે વરતેજથી વાંકાનેર ફરતા’તાં
તમે ફેશનની ફીશિયારી મેલો મારા વેવાઈ
તમે કે’દુના કાલાવાલા કરતા’તાં
==============================

ઘરમાં નો’તી ખાંડ (ફટાણું)

(માંડવામાં ગાવાનું ફટાણું)

ઘરમાં નો’તી ખાંડ
ત્યારે શીદ તેડી’તી જાન?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી ખારેક
ત્યારે શીદ તેડ્યા’તાં પારેખ?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી ગાગર
ત્યારે શીદ તેડ્યા’તાં નાગર?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી જાજમ
ત્યારે શીદને તેડ્યું’તું મા’જન?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી સોપારી
ત્યારે શીદ તેડ્યા’તાં વેપારી?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા લોટા
ત્યારે શીદ તેડ્યા’તાં મોટા?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા લાડવા
ત્યારે શીદ તેડ્યા’તાં જમવા?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા દીવા
ત્યારે શીદ માંડ્યા’તાં વીવા?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તું મીઠું
ત્યારે શીદ બોલ્યા’તાં જુઠું?
મારા નવલા વેવાઈ
==============================

રેલગાડી આવી મુંબઈનો માલ લાવી

Relgadi avi mumbai no maal lavi
(માંડવામાં ગાવાનું ફટાણું)

રેલગાડી આવી મુંબઈનો માલ લાવી
મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલમાં ભર્યાં રીંગણા, જાનૈયા બધાં ઠીંગણાં
મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલગાડી આવી મુંબઈનો માલ લાવી
મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલમાં ભર્યાં લોટા, જાનૈયા સાવ ખોટાં
મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલમાં ભર્યાં ચોખા, જાનૈયા બધાં બોખાં
મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલમાં ભર્યાં લાકડાં, જાનૈયા બધાં માંકડા
મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલગાડી આવી મુંબઈનો માલ લાવી
મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી
==============================

રેલગાડી આવી મુંબઈનો માલ લાવી – લગ્ન ફટાણા

મારી બેનીની વાત ન પૂછો (ફટાણું)

મારી બેનીની વાત ન પૂછો
મારી બેની બહુ શાણી રે

એના ગોરા મુખડા આગળ
ચંદરમા પણ કાળા રે

તારી બેનીની શું વાત કરું હું
કહેવામાં કંઈ માલ નથી
બાંધી મૂઠી લાખની વેવાણ
ખોલવામાં કંઈ સાર નથી

મારા વીરાની વાત ન પૂછો
મારો વીરો બહુ શાણો છે

ભણેલ ગણેલ ઠરેલ બેની
ઉજાળે ઘરનું નામ જી

તારી બેનીના ઉપલા માળે
નહિ અકલનું નામ જી

મારી બેનીની વાત ન પૂછો
મારો બેની બહુ શાણી છે

મારા વીરાની વાત ન પૂછો
મારો વીરો બહુ શાણો છે

મારા વીરાનો કંઠ બુલંદી
સૂણતાં ભાન ભૂલાવે જી

તારા વીરાનો સૂર સાંભળતા
ભેંસ ભડકીને ભાગે જી

મારા વીરાની વાત ન પૂછો
મારો વીરો બહુ શાણો રે

મારી બેનીની વાત ન પૂછો
મારો બેની બહુ શાણી રે

મારી બેનીના ફોટા જાણે
ગુલાબ કેરા ગોટા જી

તારી બેનીના ફોટા જાણે
ધુમાડાના ગોટા જી

મારી બેનીની વાત ન પૂછો
મારો બેની બહુ શાણી છે

મારા વીરાની વાત ન પૂછો
મારો વીરો બહુ શાણો રે
==============================

એકડો આવડ્યો, બગડો આવડ્યો (ફટાણા)

Ekdo avdyo, Bagdo avdyo
(માંડવામાં ગાવાનું ફટાણું)

એકડો આવડ્યો
બગડો આવડ્યો
ત્રગડો આવડ્યો સહી
ભણી ગણીને ખૂબ ભણ્યા
પણ પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !

એકડો આવડ્યો
બગડો આવડ્યો
ત્રગડો આવડ્યો સહી
ભણી ગણીને ખૂબ ભણ્યા
પણ પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !

લંડન ફર્યા, પેરિસ ફર્યા, દુબઈ ફર્યા સહી
ફરી ફરીને ખૂબ ફર્યા પણ ફરતાં આવડ્યું નહિ !
જમાઈ તને ફરતા આવડ્યું નહિ !
જમાઈ તને ફરતા આવડ્યું નહિ !

ચાઈનીઝ ખાધું, પંજાબી ખાધું, દેશી ખાધું સહી
ખાઈ ખાઈને ખૂબ ખાધું પણ ખાતાં આવડ્યું નહિ
જમાઈ તને ખાતાં આવડ્યું નહિ !
જમાઈ તને ખાતાં આવડ્યું નહિ !

બૂટ પહેર્યા, ચંપલ પહેર્યા, સેન્ડલ પહેર્યા સહી
પહેરી પહેરીને ખૂબ પહેર્યા પણ ચાલતાં આવડ્યું નહિ
જમાઈ તને ચાલતાં આવડ્યું નહિ !
જમાઈ તને ચાલતાં આવડ્યું નહિ !

એકડો આવડ્યો
બગડો આવડ્યો
ત્રગડો આવડ્યો સહી
ભણી ગણીને ખૂબ ભણ્યા
પણ પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !
==============================

અણવર લજામણો રે (ફટાણું)

(માંડવામાં ગાવાનું ફટાણું)

એ વર તારા અણવરમાં નહિ દમ
કે અણવર લજામણો રે

એના ખિસ્સા ખાલીખમ
કે અણવર લજામણો રે

એ વર તારા અણવરમાં નહિ દમ
કે અણવર લજામણો રે

એના ખિસ્સા ખાલીખમ
કે અણવર લજામણો રે

હાથ પગ દોરડી ને પેટ છે ગાગરડી
આંખોમાં આંજણ ને કાનોમાં છે કડી

હાથ પગ દોરડી ને પેટ છે ગાગરડી
આંખોમાં આંજણ ને કાનોમાં છે કડી

એ તો હસતો હરદમ
કે અણવર લજામણો રે

એ વર તારા અણવરમાં નહિ દમ
કે અણવર લજામણો રે

એના ખિસ્સા ખાલીખમ
કે અણવર લજામણો રે

જાતે ભવાયો થઈ થન થન નાચતો
જાનને નચાવતો ને વરને નચાવતો

જાતે ભવાયો થઈ થન થન નાચતો
જાનને નચાવતો ને વરને નચાવતો

એ તો ફોગટનો મારતો દમ
કે અણવર લજામણો રે

એ વર તારા અણવરમાં નહિ દમ
કે અણવર લજામણો રે

એના ખિસ્સા ખાલીખમ
કે અણવર લજામણો રે
==============================

અણવર અવગતિયા (ફટાણું)

(માંડવામાં ગાવાનું ફટાણું)

તું થોડું થોડું જમજે રે

અણવર અવગતિયા

તારા પેટડાંમાં દુખશે

રે અણવર અવગતિયા

તને ઓસડ ચીંધાડે

રે કનુભાઈ પાતળિયા

સાત લસણની કળી

માંહે હીંગની કણી

અજમો મેલજે જરી

ઉપર આદુની ચીરી

તું ઝટપટ ખાજે

રે અણવર અવગતિયા
==============================

ગોર લટપટિયા (માંડવામાં ગવાતું ફટાણું)

Gor Latpatiya (Fatana)

ગોર કરોને ઉકેલ
ગોર લટપટિયા

મારે છેટાંની છે જાન
ગોર લટપટિયા

મારે થાય છે અહૂર
ગોર લટપટિયા

ગોરને હાંડા જેવડું માથું
ગોર લટપટિયા

ગોરને નળિયા જેવડું નાક
ગોર લટપટિયા

ગોરને કોડાં જેવડી આંખ્યું
ગોર લટપટિયા

ગોરને કોડિયાં જેવડા કાન
ગોર લટપટિયા

ગોરને સૂપડાં જેવા હોઠ
ગોર લટપટિયા

ગોરને ફળિયા જેવડી ફાંદ
ગોર લટપટિયા
==============================

Gujarati lagna geet Fatana

ઢોલ ઢમક્યાં ને (હસ્તમેળાપ)

Dhol Dhamkya ne lyrics
(હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત)

ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા
વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા

હૈયાં હરખ્યા ને વરવહુના હાથ મળ્યા
પ્રેમે નીરખ્યા ને વરવહુના હાથ મળ્યા

જાણે ઈશ્વર ને પારવતી સાથ મળ્યા
ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા

જેમ નદી ને સરવરના જળ મળ્યા
એમ વર ને કન્યાના હાથ મળ્યા

જેમ દૂધમાં જાય સાકર ભળી
એમ વર ને કન્યાની જોડ મળી

જેમ શોભે લહેરો સાગરમાં
એમ શોભે વર-કન્યા માયરામાં

જેમ ઈન્દ્ર – ઈન્દ્રાણીની જોડ ઠરી
એમ વર ને કન્યાની જોડ મળી

ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા
વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા
==============================

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

(હસ્તમેળાપ સમયે કન્યાપક્ષે ગવાતું ગીત)

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા
ઉત્તમ કુળની છે કન્યા વરરાજા

ઈશવર પારવતીની જોડ વરરાજા
અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા
એ શોભાથી તમ ઘર દીપશે વરરાજા
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

રામ સીતાની જોડ વરરાજા
અમારું રતન તમને સોંપ્યું વરરાજા
તેનું કરજો જતન વરરાજા
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

ઈન્દ્ર-ઈન્દ્રાણીની જોડ વરરાજા
પ્રીતે જોડો હાથ પંચ સામે વરરાજા
અમારી બેની તમને સોંપ્યા વરરાજા
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

કૃષ્ણ-રૂખમણીની જોડ વરરાજા
જુગ જુગ જીવો તમારી જોડ વરરાજા
માડીના હેત તમને સોંપ્યા વરરાજા
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

આશિષ દઈએ અમે આજ વરરાજા
પૂરા થાઓ તમારા સૌ કોડ વરરાજા
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા
ઉત્તમ કુળની છે કન્યા વરરાજા
==============================

પહેલું પહેલું મંગળિયું વરતાય રે lyrics

Pelu Pelu Mangaliyu vartay lyrics
(ફેરા ફરતી વખતે ગવાતું ગીત)

પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે,
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે,
સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે.

બીજું બીજું મંગળિયું વરતાય રે,
બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે,
શુભદિન આજે શુકનનો કહેવાય રે.

અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે
સૌને હૈયે આનંદ અતિ ઊભરાય રે

ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,
ત્રીજે મંગળ સોનાંનાં દાન દેવાય રે,
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે,
બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે.

ચોથું ચોથું મંગળિયું વરતાય રે,
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે…
==============================

Pelu Pelu Mangaliyu vartay mp3

લાડો લાડી જમે રે કંસાર lyrics

Lado Ladi Jame Re Kansar lyrics

લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

નાખે મહીં ઘી કેરી ધાર, સંસાર પાયો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

સાસુજી શુભ સજી શણગાર, પીરસવાને આવિયાં રે
ભીની વડી સાકર તૈયાર, ઝારી ભરીને લાવિયાં રે

પીરસતાં મન મલકાય, આનંદ અંગ અંગમાં રે
ભેગા બેસી જમે વરકન્યાય અધિક ઊંચા રંગમાં રે

પાસે બેઠી સૈયરો બે-ચાર તપાસ રાખે તે તણી રે
રત્ને જડ્યો બાજોઠ વિશાળ મૂકે છે મુખ આગળ રે

લાડો લાડી જમે રે કંસાર, આનંદ આજ અતિઘણો રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
==============================

આ વર-કન્યાનું સુંદર જોડું

Aa Var Kanya ju sundar jodu
(આશીર્વાદ – કન્યાપક્ષે)

આ વર-કન્યાનું સુંદર જોડું
અહો પ્રભુજી અમર રહો !

આ વર-કન્યાનું સુંદર જોડું
અહો પ્રભુજી અમર રહો !

જ્યારે પારવતીએ તપ ધરિયા
ત્યારે શંકર સરખા સ્વામી મળ્યા

જ્યારે બેનીબાએ તપ ધરિયા
ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યા

આ વર-કન્યાનું સુંદર જોડું
અહો પ્રભુજી અમર રહો !

જ્યારે સીતાજીએ તપ ધરિયા
ત્યારે રામજી સરખા સ્વામી મળ્યા

જ્યારે લાડકડીએ તપ ધરિયા
ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યા

આ વર-કન્યાનું સુંદર જોડું
અહો પ્રભુજી અમર રહો !
અહો પ્રભુજી અમર રહો !
==============================

પરણ્યાં એટલે પ્યારા લાડી

Paranya Etle pyara Ladi lyrics
(નવવધુને આવકાર)

પરણ્યા એટલે પ્યારા લાડી
ચાલો આપણા ઘેર રે

ઊભા રહો તો માંગુ મારા
દાદા પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી
હવે કેવા બોલ રે

પરણ્યા એટલે પ્યારા લાડી
ચાલો આપણા ઘેર રે

ઊભા રહો તો માંગુ મારી
માડી પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી
હવે કેવા બોલ રે

પરણ્યા એટલે પ્યારા લાડી
ચાલો આપણા ઘેર રે

ઊભા રહો તો માંગુ મારા
વીરા પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી
હવે કેવા બોલ રે

ચાલો આપણા ઘેર રે
ઢોલીડાં ઢબુક્યા રે લાડી
ચડી બેસો ગાડે રે
==============================

Lagna Geet Lyrics, Lagna Geet Gujarati PDF, Prachin Lagna Geet lyrics, Lagna Geet Gujarati Lyrics, Lagna Geet pdf, Lagna geet video, Lagna Geet Gujarati list, Nava lagna geet, Lagna Geet Gujarati mp3, vidai geet, Lagna Gujarati Geet List

આલા લીલા વનની વાંસલડી (વિદાય ગીત)

(કન્યાપક્ષે વિદાય)

આલા તે લીલા વનની વાંસલડી
એ તો શેરી-શેરીએ વાજંતી જાય

દાદાને અતિ વહાલાં રાધાબેન રે
એ તો પરણીને સાસરિયે જાય
એક દિ રોકાઓ મારી દિકરી રે
તમને આપું હું કાલે વિદાય
હવે કેમ રોકાઉં મારા દાદા રે
સાથ મારો સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી
એ તો શેરી-શેરીએ વાજંતી જાય

માતાને અતિ વહાલાં રાધાબેન રે
એ તો પરણીને સાસરિયે જાય
એક દિ રોકાઓ મારી કુંવરી રે
તમને આપું હું કાલે વિદાય
હવે કેમ રોકાઉં મારી માડી રે
સાથ મારો સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી
એ તો શેરી-શેરીએ વાજંતી જાય

વીરાને અતિ વહાલાં રાધાબેન રે
એ તો પરણીને સાસરિયે જાય
એક દિ રોકાઓ મારી બેની રે
તમને આપું હું કાલે વિદાય
હવે કેમ રોકાઉં મારા વીરા રે
સાથ મારો સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી
એ તો શેરી-શેરીએ વાજંતી જાય
==============================

આ દશ પીપળો – કન્યા વિદાય ગીત

Aa Dash Pipalo – Kanya vidai

આ દશ આ દશ પીપળો
આ દશ દાદાનાં ખેતર
દાદા રામજીભાઈ વળામણે
દિકરી ડાહ્યાં થઈને રહેજો

ભૂલજો અમ કેરી માયા
મનડાં વાળીને રહેજો
સસરાના લાંબા ઘૂંઘટા
સાસુને પાહોલે પડજો

જેઠ દેખીને ઝીણાં બોલજો
જેઠાણીના વાદ ન વદજો
નાનો દેરીડો લાડકો
એનાં તે હસવાં ખમજો

નાની નણંદ જાશે સાસરે
એનાં માથાં રે ગૂંથજો
માથાં ગૂંથીને સેંથાં પૂરજો
એને સાસરે વળાવજો

આ દશ આ દશ પીપળો
આ દશ દાદાનાં ખેતર
માતા મંજુબેન વળામણે
દિકરી ડાહ્યાં થઈને રહેજો
==============================

ચાલો આપણે ઘેર રે

Chalo Apne Gher re lyrics
(વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત)

ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે
ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે

મહિયરની મમતા મૂકોને
મહિયરની મમતા મૂકોને

ચાલોને આપણે ઘેર રે
ચાલોને આપણે ઘેર રે

બાપુની માયા તો તમે મૂકોને
બાપુની માયા તો તમે મૂકોને

સસરાની હવેલી બતાવું રે
સસરાની હવેલી બતાવું રે

ચાલોને આપણે ઘેર રે
ચાલોને આપણે ઘેર રે

માડીની માયા તો તમે મૂકોને
માડીની માયા તો તમે મૂકોને

સાસુજીના હેત બતાવું રે
સાસુજીના હેત બતાવું રે

ચાલોને આપણે ઘેર રે
ચાલોને આપણે ઘેર રે

ભાંડુની માયા તો તમે મૂકોને
ભાંડુની માયા તો તમે મૂકોને

બતાવું દીયર ને નણંદને
બતાવું દીયર ને નઁદને

ચાલોને આપણે ઘેર રે
ચાલોને આપણે ઘેર રે

સૈયરનો સ્નેહ તો તમે મૂકોને
સૈયરનો સ્નેહ તો તમે મૂકોને

દેખાડું હું પ્રીત તારા કંથની
દેખાડું હું પ્રીત તારા કંથની

ચાલોને આપણે ઘેર રે
ચાલોને આપણે ઘેર રે

ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે
ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે
==============================

lagna geet, lagnageet, lagan geet, lagna geet in gujarati, gujarati lagna geet, lagna geet gujarati, lagna geet in gujarati lyrics, lagan geet gujarati

દાદાને આંગણ આંબલો – કન્યાવિદાય

Dada ne Aangan Ambalo – Kanya viday
(કન્યા પ્રયાણ)

દાદાને આંગણ આંબલો

આંબલો ઘેર ગંભીર જો

એક રે પાન મેં તો ચૂંટિયું

દાદા ન દેજો ગાળ જો

દાદાને આંગણ આંબલો

આંબલો ઘેર ગંભીર જો

એક રે પાન મેં તો ચૂંટિયું

દાદા ન દેજો ગાળ જો
દાદાને આંગણ આંબલો

અમે રે લીલુડા વનની ચરકલડી

ઊડી જાશું પરદેશ જો

આજ રે દાદાજીના દેશમાં

કાલ જાશું પરદેશ જો
દાદાને આંગણ આંબલો

દાદાને વહાલા દીકરા

અમને દીધા પરદેશ જો

દાદા દુખડા પડશે તો

પછી નવ બોલશું
દાદા રાખશું મૈયરાની લાજ જો
દાદાને આંગણ આંબલો

દાદા દિકરીને ગાય સરીખડાં

જેમ દોરે ત્યાં તો જાય જો

દાદાને આંગણ આંબલો

આંબલો ઘેર ગંભીર જો
દાદાને આંગણ આંબલો
==============================

દીકરી તો પારકી થાપણ કહેવાય lyrics

Dikri to Parki Thapan kahevay lyrics

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

✍ અવિનાશ વ્યાસ
==============================

Dikri To Parki Thapan Video

gujarati lagna geet book pdf, old gujarati lagna geet lyrics, gujarati lagna geet list, लग्न गीत, full gujarati lagna geet lyrics, famous gujarati lagna geet lyrics, gujarati lagan na geet, gujarati lagna geet lyrics pdf, gujarati lagan na geet lyrics

એક આવ્યો’તો પરદેશી પોપટો

Ek avyo to pardesi popto
(વિદાય પ્રસંગે સાહેલીઓનું દુઃખ)

એક આવ્યો’તો પરદેશી પોપટો
બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

એક આવ્યો’તો પરદેશી પોપટો
બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

બેને મેલ્યા ઢીંગલા ને મેલ્યા પોતિયાં
બેને મેલ્યો સૈયરુંનો સાથ કે ધુતારો ધૂતી ગયો

એક આવ્યો’તો પરદેશી પોપટો
બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

બેની જમતા’તા ને મેલ્યા કોળિયા
બેનીએ પકડી સાસરવાટ કે ધુતારો ધૂતી ગયો
બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

મારી સારી સૈયર ચાલી સાસરે
વાંસે રડતા મેલ્યા એના ભ્રાત રે
બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

એક આવ્યો’તો પરદેશી પોપટો
બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
==============================

લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી

Lal Motar Avi lyrics
(નવવધુને રાજી રાખવાની કોશીશ)

લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી
મારા બેની સાસરિયે લીલા લહેર છે

દશરથ જેવા સસરા તમને નહિ દે કાઢવા કચરા
મારા બેની સાસરિયે લીલા લહેર છે

કૌશલ્યા જેવા સાસુ તમને નહિ પડાવે આંસુ
મારા બેની સાસરિયે લીલા લહેર છે

રામચંદ્ર જેવા જેઠ તમને નહિ કરવા દે વેઠ
મારા બેની સાસરિયે લીલા લહેર છે

લક્ષ્મણ જેવા દિયર તમને નહિ જવાદે પિયર
મારા બેની સાસરિયે લીલા લહેર છે

સુભદ્રા જેવી નણદી તમને કામ કરાવશે જલદી
મારા બેની સાસરિયે લીલા લહેર છે.
==============================

Lal Motor Avi Gulabi Gajro Lavi mp3

દેશી લગ્ન ગીત, લગ્ન ગીત વિદાય, ગીતા રબારી ના લગ્ન ગીત, લગ્ન ગીત MP3, પ્રાચીન લગ્ન ગીત, લગ્ન ગીત લખેલા, લગ્ન ગીત pdf, લગ્ન ગીત ફટાણા, મામેરા ના લગ્ન ગીત, લગ્ન ગીત lyrics, લગ્ન ગીત જૂના, ગુજરાતી લગ્ન ગીત, ગુજરાતી લગ્ન ગીત lyrics, ગુજરાતી લગ્ન ગીત mp3, લગનનાં ગીત, લગ્ન ગીત MP3 downland, વિદાય ગીત

અમે ઈડરિયો ગઢ જીત્યાં

Ame Idariyo Gadh Jitya
(નવવધુનો ગૃહપ્રવેશ)

આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં
આજ મારે માડીના આર્યનભાઈ પરણ્યા રે આનંદભર્યાં..

આજ મારે પરણીને આર્યનભાઈ પધાર્યા રે આનંદભર્યાં
આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યા રે આનંદભર્યાં..

આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદભર્યાં
આજ અમે લાખેણી લાડી લઈ આવ્યા રે આનંદભર્યાં..

આજ અમારે હૈયે હરખ ન માય આવ્યા રે આનંદભર્યાં
આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં..
==============================

❤ મિત્રો આ પોસ્ટ આપને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો. અને આવી સુંદર પોસ્ટ માટે અમરકથાઓ website ને ફોલો કરવાનું ભુલશો નહી.

👉 Gujarati Lagna Geet part 1

👉 Gujarati Lagna Geet part 2

👉 Gujarati Lagna Geet part 3

👉 Gujarati Lagna Geet part 4

ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ વાંચવા અહી ક્લીક કરો👇

Best Gujarati stories collection
Best Gujarati stories collection

👉 Best Gujarati Kavita collection

Best Gujarati Kavita Pdf
Best Gujarati Kavita collection

Best Gujarati Lagna Geet List

૧. પરથમ ગણેશ બેસાડો રે   (ગણેશ સ્થાપના-૧)
૨ પરથમ ગણેશ બેસાડો રે   (ગણેશ સ્થાપના-૨)
૩ ગણેશ પાટ બેસાડીએ   (ગણેશ સ્થાપના-૩)
૪ વાગે છે વેણુ   (ગણેશમાટલીનું ગીત)
૫ કોયલ બેઠી આંબલિયાની ડાળ   (સાંજીનું ગીત)
૬ સાંઢણી ઝોકારો માણારાજ   (સાંજીનું ગીત)
૭ એક ઊંચો તે વર ના જોશો   (સાંજીનું ગીત)
૮ નવે નગરથી જોડ ચૂંદડી વાપરી   (સાંજીનું ગીત)
૯ લાડબાઈ કાગળ મોકલે   (સાંજીનું ગીત)
૧૦ તમે રાયવર વહેલાં આવો રે   (સાંજીનું ગીત)

૧૧ દાદા એને ડગલે ડગલે   (સાંજીનું ગીત)
૧૨ બાગમાં છંટાવો કાજુ કેવડો   (સાંજીનું ગીત)
૧૩ બે નાળિયેરી   (સાંજીનું ગીત)
૧૪ નદીને કિનારે રાયવર   (સાંજીનું ગીત)
૧૫ ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે   (સાંજીનું ફટાણું)
૧૬ ભાદર ગાજે છે   (સાંજીનું ફટાણું)
૧૭ વાણલાં ભલે વાયાં   (પ્રભાતિયું)
૧૮ લીલુડા વનનો પોપટો   (પ્રભાતિયું-ફટાણું)
૧૯ હેતે લખિયે કંકોતરી રે લોલ   (લગન લખતી વખતે કુળદેવીને નિમંત્રણ)
૨૦ સોના વાટકડીમાં કંકુ ઘોળાવો (લગન લખતી વખતે ગવાતું ગીત)

૨૧ કંકુ છાંટી કંકોતરી મોકલો-૧ (લગન લખતી વખતે ગવાતું ગીત)
૨૨ માણેકથંભ રોપિયો (માણેકથંભ રોપતી વખતે ગવાતું ગીત)
૨૩ મારો માંડવો રઢિયાળો (વરપક્ષે મંડપ મૂરત)
૨૪ મોટા માંડવડા રોપાવો (મંડપ મૂરત)
૨૫ લીલા માંડવા રોપાવો (મંડપ મૂરત)
૨૬ વધાવો રે આવિયો (ચાક વધાવવાનું ગીત)
૨૭ ઓઝો ઓઝો રે (ચાક વધાવવાનું ગીત)
૨૮ વરને પરવટ વાળો (ફુલેકાનું ગીત)
૨૯ વર છે વેવારિયો રે (કન્યાપક્ષે માળારોપણ)
૩૦ મોતી નીપજે રે (વરપક્ષે માળારોપણ)

૩૧ પીઠી ચોળોને પંચકલ્યાણી (પીઠીનું ગીત)
૩૨ પાવલાંની પાશેર (પીઠીનું ગીત)
૩૩ પીઠી ચોળો રે પીતરાણી (પીઠીનું ગીત)
૩૪ મોસાળાં આવિયાં (મોસાળું)
૩૫ લીલુડા વાંસની વાંસલડી (જાન પ્રસ્થાન)
૩૬ રાય કરમલડી રે (જાન પ્રસ્થાન)
૩૭ વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો (જાન પ્રસ્થાન)
૩૮ શુકન જોઈ ને સંચરજો રે (જાન પ્રસ્થાન)
૩૯ સાઈકલની સીટી વાગી વરરાજા (વરરાજાની હઠ)
૪૦ ધીમી ધીમી મોટર હાંકો વરરાજા (જાનમાં ગવાતું ગીત)

૪૧ વરરાજે સીમડી ઘેરી માણારાજ (જાનમાં ગવાતું ગીત)
૪૨ વર તો પાન સરીખા પાતળા (જાનનું આગમન)
૪૩ બારે પધારો સોળે હો સુંદરી (વરરાજાનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ)
૪૪ સીતાને તોરણ રામ પધાર્યાં (વરરાજાને પોંખતી વખતનું ગીત)
૪૫ હળવે હળવે પોંખજો (પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું)
૪૬ દૂધે તે ભરી રે તળાવડી (માયરાનું ગીત)
૪૭ મારા નખના પરવાળા જેવી ચૂંદડી (કન્યાને ચૂંદડી ઓઢાડતી વખતે)
૪૮ કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે (માંડવાનું ગીત)
૪૯ નાણાવટી રે સાજન બેઠું માંડવે (માંડવાનું ગીત)
૫૦ વીરો મારો ઝગમગ ઝગમગ થાય (માંડવાનું ગીત)

૫૧ માયરામાં ચાલે મલપતા (કન્યાની પધરામણી)
૫૨ તમે કે’દુના કાલાવાલા કરતા’તાં (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૩ ઘરમાં નો’તી ખાંડ (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૪ રેલગાડી આવી (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૫ મારી બેનીની વાત ન પૂછો (ફટાણું – ફિલ્મી સ્ટાઈલ)
૫૬ એકડો આવડ્યો (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૭ અણવર લજામણો રે (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૮ અણવર અવગતિયા (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૯ ગોર લટપટિયા (માંડવામાં ગાવાનું ફટાણું)
૬૦ ઢોલ ઢમક્યાં ને (હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત)

૬૧ હાથ કન્યાનો હેતે ઝાલો (હસ્તમેળાપ સમયે કન્યાપક્ષે ગવાતું ગીત)
૬૨ પહેલું પહેલું મંગળિયું (ફેરા ફરતી વખતે ગવાતું ગીત)
૬૩ લાડો લાડી જમે રે કંસાર (કંસાર)
૬૪ આ વર-કન્યાનું સુંદર જોડું (આશીર્વાદ – કન્યાપક્ષે)
૬૫ પરણ્યાં એટલે પ્યારા લાડી (નવવધુને આવકાર)
૬૬ આલા તે લીલા વનની વાંસલડી (કન્યાપક્ષે વિદાય)
૬૭ આ દશ આ દશ પીપળો (કન્યાપક્ષે વિદાય)
૬૮ ચાલોને આપણે ઘેર રે (વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત)
૬૯ દાદાને આંગણ આંબલો (કન્યા પ્રયાણ)
૭૦ એક આવ્યો’તો પરદેશી પોપટો (વિદાય પ્રસંગે સાહેલીઓનું દુઃખ)
૭૧ લાલ મોટર આવી (નવવધુને રાજી રાખવાની કોશીશ)
૭૨ અમે ઈડરિયો ગઢ જીત્યાં (નવવધુનો ગૃહપ્રવેશ)


14 thoughts on “Best 100 Gujarati Lagna Geet Fatana collection”

  1. Pingback: સીતાને તોરણ રામ પધાર્યા લગ્નગીત - Sita ne toran - AMARKATHAO

  2. Pingback: લગ્ન ગીતો ભાગ 4 - AMARKATHAO

  3. Pingback: તાતણીયા ધરાવાળી ખોડીયાર મા બોલાવે તમારા બાળ - AMARKATHAO

  4. Pingback: કેસુડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો આવ્યો ફાગણિયો

  5. Pingback: નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં આ ગીત પાછળ છુપાયેલી છે અદ્ભુત સ્ટોરી - AMARKATHAO

  6. Pingback: ગામડું ભાગ 2 : જુના જમાનાની જાન અને જાનૈયા થવાનો હરખ - AMARKATHAO

  7. Pingback: 101 Best Gujarati Lagna Geet lyrics, mp3 | ગુજરાતી લગ્ન ગીત ફટાણા સંગ્રહ - AMARKATHAO

  8. Pingback: 101 લગ્ન ગીત સંગ્રહ | Lagna geet collection pdf - AMARKATHAO

  9. Pingback: 11 સદાબહાર પ્રાચીન ગરબા સંગ્રહ | best Prachin Garba Lyrics pdf, mp3, video collection - AMARKATHAO

  10. Pingback: Sharad Poonam Ni Raat Lyrics, song, Garba, video, mp3 collection - AMARKATHAO

  11. Pingback: રસિયો રૂપાળો લિરિક્સ ગુજરાતીમાં | Rasiyo Rupalo Lyrics in Gujarati - AMARKATHAO

  12. Pingback: પ્રાચીન લગ્ન ગીત, કંકોતરી થી વિદાય સુધીના Lagna geet નો ખજાનો 3 - AMARKATHAO

  13. Pingback: Best 100+ Gujarati lagna geet lyrics pdf (A to Z Lagna geet collection) - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *