Skip to content

ચેતન ભગતની નવલકથા હાફ ગર્લફ્રેન્ડ | Half Girlfriend book review

Half Girlfriend book
2665 Views

half girlfriend book in gujarati, half girlfriend chetan bhagat, Half Girlfriend book review, હાફ ગર્લફ્રેન્ડ ચેતન ભગત, હાફ ગર્લફ્રેન્ડ નવલકથા રીવ્યુ. હાફ ગર્લફ્રેન્ડ એ ભારતીય લેખક ચેતન ભગતની યુવાનો માટેની રોમાન્સ નવલકથા છે.

હાફ ગર્લફ્રેન્ડ એ ભારતીય લેખક ચેતન ભગતની યુવાનો માટેની રોમાન્સ નવલકથા છે. જેને આધુનિકતાનો ટચ આપવામાં આવ્યો છે. આ નવલકથાનાં મુખ્ય સ્થળો, ગ્રામીણ બિહાર, નવી દિલ્હી, પટના અને ન્યૂયોર્ક છે,

હાફ ગર્લફ્રેન્ડ નવલકથામાં બિહારી છોકરા માધવની વાત છે જે રિયા નામની અમીર ઘરની છોકરીને પ્રેમ કરે છે પણ રિયા માત્ર તેને બેસ્ટ ફ્રેન્ડ માને છે.

આ ચેતન ભગતની છઠ્ઠી નવલકથા છે, જે રૂપા પબ્લિકેશન્સ દ્વારા 1 ઓક્ટોબર 2014 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. (જે મૂળ અંગ્રેજી ભાષામાં લખાયેલી છે.) આ નવલકથા હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ પ્રકાશિત થઈ છે.

જેમ કે ચેતન ભગતે લખ્યું છે, પુસ્તક બિહારના એક પછાત, ગ્રામીણ ભોજપુરી ભાષાના હિન્દી-ભાષી છોકરાની લાગણીઓ અને ભાષાકીય સંઘર્ષોને દર્શ‍ાવે છે કારણ કે તે ખુબ જ પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની સેન્ટ સ્ટીફન કોલેજમાં પ્રવેશ મેળવે છે. નવી દિલ્હીમાં, અને તે જ શહેરની મોર્ડન સ્કૂલમાં ભણેલી “ઉચ્ચ વર્ગની અંગ્રેજી બોલતી સમૃદ્ધ દિલ્હીની છોકરી “રિયા” સાથે પ્રેમમાં પડે છે. રીયા ખુલ્લેઆમ સંબંધનો દાવો કરતી નથી પરંતુ તેની “હાફ ગર્લફ્રેન્ડ” બનવા માટે સંમત થાય છે.

ચેતન ભગત જણાવે છે ‘હાફ-ગર્લફ્રેન્ડ’, મારા માટે, એક અનોખી ઘટના છે જ્યાં છોકરા-છોકરીઓ એકબીજા સાથેના તેમના સંબંધની સ્થિતિ વિશે સ્પષ્ટ નથી હોતા. એક છોકરો વિચારી શકે છે કે તે છોકરી સાથે મિત્ર કરતાં વધારે છે, પરંતુ છોકરી હજુ પણ તેની ગર્લફ્રેન્ડ નથી. તેથી, મને લાગ્યું ‘હાફ ગર્લફ્રેન્ડ’ શિર્ષક યોગ્ય છે.

હાફ ગર્લફ્રેન્ડ કથાવસ્તુ (Half Girlfriend story)

Half Girlfriend ની શરુઆત લેખક ચેતન ભગતની ઓફિસથી શરુ થાય છે. (હા… લેખક પોતે પણ આ નવલકથાનું એક પાત્ર છે.)
માધવ ઝા, બિહારના એક ગામ, ડુમરાઉંનો એક છોકરો, લેખકને (ચેતન ભગતને) મળવા આવે છે, અને તેની પાસે રહેલી તેની ગર્લફ્રેન્ડની ડાયરી લેખકને વાંચવા છોડી જાય છે, કેમ કે રિયા હવે આ દુનિયામાં રહી નથી…

ચેતન ભગતને થાકનાં કારણે આ બાબતમાં રસ ન હોવાથી માધવને વિદાય કરે છે, અને ડાયરીને કચરાપેટીમાં ફેકી દે છે. પણ અચાનક ડાયરીનું એક પેજ વાંચે છે, તેનુ કુતુહલ વધતુ જાય છે… ત્યારબાદ એક પછી એક પેજ વંચાતા જાય છે… અને એવી ઘટનાઓ, રહસ્યો સામે આવતા જાય છે કે ફરીથી તે ફોન કરીને માધવને મળવા બોલાવે છે….

બીજા દિવસે માધવ ચેતન ભગત પાસે આવીને પોતાના જીવનની વ્યથા જણાવે છે… અહીથી નવલકથાની રોચક શરુઆત થાય છે.

માધવને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં પ્રવેશવામાં તેની મુશ્કેલીનું વર્ણન કરીને શરૂઆત કરે છે, કારણ કે તેનું અંગ્રેજી સારું ન હતું. એક સારો બાસ્કેટબોલ ખેલાડી હોવાને કારણે, માધવને સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા કોલેજમાં પ્રવેશ મળે છે.

શ્રીમંત અને ખુબ જ સુંદર રિયા સોમાણી દિલ્હીની એક છોકરી છે, જે સ્પોર્ટ્સ ક્વોટામા પસંદ કરવામાં આવે છે. અને બાસ્કેટબોલ રમતના લીધે માધવ અને રિયા ગાઢ ‘મિત્ર’ બની જાય છે. બન્ને પરસ્પર હળે મળે છે, ફરે છે… પણ રિયા એકદમ સ્વતંત્ર વિચારોવાળી છોકરી છે, જે પોતાનું આખુ જીવન પોતાની પસંદગીથી વિતાવવા માંગે છે… કરોડપતિ બાપની છોકરી હોવા છતા એ વાતાવરણમાં ગુંગળામણ અનુભવે છે અને તે કારણે જ તે કોલેજમાં એડમિશન લે છે.

માધવ તેને પ્રેમ કરે છે, તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માંગે છે, પરંતુ રિયા કહે છે કે હુ ફક્ત તારી બેસ્ટ ફ્રેન્ડ છુ તેનાથી વિશેષ કશુ નહી… અને જો તુ પણ મારો સાચો મિત્ર હોય તો આનાથી આગળ કશુ ન વિચારતો… આપણી દોસ્તી માટે…

આ બાજુ માધવ ગડમથલ અનુભવે છે. તે રિયા સામે પોતાનાં પ્રેમનો પ્રસ્તાવ મુકે છે… પણ રિયા કહે છે કે તુ મારા માટે ફ્રેન્ડ કરતા પણ વિશેષ છે પણ હુ તારી ગર્લફ્રેન્ડ નહી બની શકુ.. પણ હુ તારી હાફ ગર્લફ્રેન્ડ બનીશ…

માધવનાં મિત્રો તેને અલગ અલગ સલાહ સુચન આપે છે.. અને કહે છે કે રિયા તારો use કરી રહી છે, કરોડપતિ બાપની છોકરીઓ તારા જેવાનો ઉપયોગ કરીને ફેંકી દે છે…

મિત્રોનાં ઉકસાવવાથી માધવ રિયાને પોતાનાં રૂમ પર બોલાવીને બળજબરીથી શારીરિક સબંધો બનાવવાનો પ્રયત્ન કરે છે… પરિણામે રિયા માધવ પર ખુબ જ ગુસ્સે થાય છે.. અને આ દોસ્તીને કાયમ માટે તોડીને જતી રહે છે…

માધવને પોતાની ભુલ સમજાય છે, અને પસ્તાવો થાય છે, ત્યારબાદ તે રિયાને સમજાવવાનાં અને મળવાના ખુબ જ પ્રયત્નો કરે છે.. પણ રિયા ફરી તેને ક્યારેય મળતી નથી અને કાયમ માટે તેનાથી દૂરી બનાવી લે છે..

એક દિવસ અચાનક રિયા માધવને મળવા બોલાવે છે અને તેને પોતાના લગ્નની કંકોત્રી આપે છે.. અને લગ્નમાં આવવા માટેનુ આમંત્રણ આપે છે. રિયા પોતાના બાળપણના મિત્ર રોહન સાથે લગ્ન કરવા જઇ રહી છે.. અને ત્યારપછી તે કાયમ માટે કોલેજ છોડીને જતી રહે છે.

આ તરફ માધવ રિયાને ભુલી શકતો નથી… કોલેજ પુરી કરીને દીલ્હીમાં જ એક સારા પગારવાળી નોકરીની ઓફર મળે છે… પરંતુ માધવ એ ઓફર ઠુકરાવીને પોતાના ગામ ડુંમરાઉ જતો રહે છે…

એક વર્ષ પછી, રિયા તેના બાળપણના મિત્ર રોહન સાથે લગ્ન કરે છે અને લંડનમાં સ્થાયી થાય છે, જ્યાં રોહનનો મોટો બિઝનેસ છે. રિયાને ગુમાવવાના કારણે દિલ્હીને અસહ્ય લાગે છે, માધવ તેના વતન ડુમરાઉમાં સ્થાયી થવાનું નક્કી કરે છે અને તેની માતા, રાની સાહિબાને મદદ કરે છે, જે તેની શાળા ચલાવે છે.

શાળાની હાલત જોઈને – યોગ્ય વર્ગો કે શૌચાલય નથી – માધવે નાણાકીય મદદ માટે સ્થાનિક ધારાસભ્ય ઓઝાને મળવાનું નક્કી કર્યું, પરંતુ ધારાસભ્યએ મદદ કરવાનો ઈન્કાર કર્યો. ત્યારે એક તક આવે છે જ્યારે ઓઝા માધવને બિલ ગેટ્સની બિહારની કેટલીક શાળાઓની મુલાકાત વિશે જાણ કરે છે. માધવ ગેટ્સને તેની શાળાને ભંડોળ આપવા માટે મનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે, પરંતુ આમ કરવા માટે તેણે એક ભાષણ તૈયાર કરવું પડશે, પરંતુ આ ભાષણ અંગ્રેજીમાં આપવુ પડે તેમ છે.

માધવને આ કાર્યક્રમ માટે બિલ ગેટ્સ ફાઉન્ડેશ તરફથી સામન્થા નામની છોકરી મળે છે, અને કાર્યક્રમની તૈયારી રૂપે વારંવાર બન્ને વચ્ચે મુલાકાતો થાય છે.

માધવનાં આ સંઘર્ષ દરમિયાન, અચાનક જ તેને પટનામાં તેને રિયા દેખાય છે, પણ તે રિયાને મળી શકતો નથી, તે અચાનક જ ગાયબ થઇ જાય છે. માધવ રિયાની આખો દિવસ એક જગ્યાએ બેસીને રાહ જુવે છે…

અને ફરીથી રિયા તેને મળે છે, બન્ને ખુબ જ ખુશ થઇ જાય છે, બન્ને વચ્ચે ફરીથી દોસ્તી થાય છે. અને એમા શરત રાખે છે કે કોઇએ એકબીજાનાં ભુતકાળ વિશે કોઇ પ્રશ્નો કરવાનાં રહેશે નહી…

આ મુલાકાતો આગળ વધે છે.. રિયા જરાય બદલાઇ નથી.. રિયાની તબિયત ઘણા દિવસથી ખરાબ થતી જાય છે… અને તેની કાળજી રાખવા માટે માધવ રિયાની ઘરે એક અંતિમ રાત બન્ને સાથે વિતાવે છે…

રિયાની મદદથી માધવ તેમની શાળા માટે ભંડોળ એકત્ર કરવામાં સફળ થાય છે, પરંતુ કાર્યક્રમ પુરો થયા પછી રિયા ક્યાંય દેખાતી નથી રિયા માધવ માટે એક પત્ર છોડીને જાય છે જેમાં જણાવાયું હતું કે તે ફેફસાના કેન્સરના છેલ્લા તબક્કામાં છે અને તેની પાસે જીંદગી જીવવા માટે માત્ર 3 મહિના બાકી છે. અને હવે તે કોઇને દુ:ખી કરવા માંગતી નથી, પત્રનાં અંતમાં તે માધવ સાથે પ્રેમની કબુલાત કરે છે.. પણ માધવને દુ:ખી ન કરવા માટે તેની જીંદગીના આ છેલ્લા ત્રણ મહિના કોઇ અજ્ઞાત સ્થળે જતી રહે છે…

રિયાનો પત્ર માધવ પ્રત્યેના તેના પ્રેમની કબૂલાત કરે છે, તેમ છતાં તેની પાસે વધુ સમય બાકી નથી. જ્યારે માધવ તેને શોધવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને ખબર પડે છે કે તેણે ભારતમાં તમામ સંબંધો કાપી નાખ્યા છે અને ગાયબ થઈ ગઈ છે. તેનો ફોન પણ બંધ આવે છે.

આમ ત્રણ વર્ષ પસાર થઈ જાય છે. ત્રણ વર્ષ પછી માધવને રિયાની ડાયરી મળે છે. આ ડાયરી માધવ વાંચી નથી શકતો તેથી આ ડાયરી લઇને ચેતન ભગત પાસે પહોચીને આ ડાયરી તેને સોંપીને જતો રહે છે…

લેખક આ ડાયરી વાંચે છે, ફરી ફરીને વાંચે છે.. એમા અમુક રહસ્ય એવા દેખાય છે કે એ ફરીથી માધવને બોલાવે છે…. અને ડાયરી વાંચવા આગ્રહ કરે છે.
ડાયરી વાંચવાથી માધવ અને લેખકને એવી શક્યતા લાગે છે કે કદાચ રિયા મૃત્યુ નથી પામી… પણ જીવે છે.

અને પછી શરુ થાય છે રિયાને શોધવા માટેનું ઇમ્પોસીબલ મિશન….

શુ રિયા સોમાણી ખરેખર મૃત્યુ પામી છે ?
શુ રિયા જીવે છે ? જીવે છે તો ક્યા અને કઇ હાલતમા ?
અને જીવે છે તો અચાનક માધવને મળ્યા સિવાય ક્યા ગુમ થઇ જાય છે ? એવા શુ રહસ્ય છે રિયાની ડાયરીમા ?, શુ માધવ રિયાને શોધી શકશે ?

આવા અનેક પ્રશ્નો તમને નજર સમક્ષ તરવરશે… પણ એ બધુ જાણવા માટે હાફ ગર્લફ્રેન્ડ નવલકથા વાંચવી જ રહી…

આ નવલકથામાં Love story છે, સસ્પેન્સ છે, રોમાંચ છે, સામાજિક વિકાસની એષણા છે, સાચી દોસ્તી છે અને દોસ્તીની કસોટી છે.. એક વખત Half girlfriend novel હાથમાં લીધા પછી પુરી વાંચ્યા વગર તમે રહી નહી શકો એની ગેરંટી…

ચેતન ભગત દ્વારા દરેક પ્રસંગોનું એટલું સુક્ષ્મ વર્ણન કરેલુ છે કે આખી ઘટના ચિત્ર રુપે આપણી નજર સમક્ષ ખડી થઇ જાય છે. અને ક્યાંકને ક્યાંક તમે પોતે જ આ નવલકથાનાં નાયક કે નાયિકા હોય એવુ પ્રતિત થાય છે, એવુ પણ લાગશે કે આ તો મારા જ જીવનની કહાની છે.
તેથી આધુનિક નવલકથાનાં શોખીન મિત્રોએ ચેતન ભગતની નવલકથા હાફ ગર્લફ્રેન્ડ વાંચવી જ રહી…

મિત્રો આ લેખ અથવા તો આ પુસ્તક વાંચ્યા પછીનાં તમારા અનુભવો કે સુચનો અમને જરુર મોકલજો.
આવી સુંદર નવલકથાનાં કોઇ પણ બુક રીવ્યુ ગુજરાતી ભાષામાં મળ્યા નહોતા તેથી આ રીવ્યુ લખવા માટેની પ્રેરણા થઇ…

✍ અમરકથાઓ ગ્રુપ

Half Girlfriend novel chetan bhagat book આ બુક તમને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષામાં મળી રહેશે. ચેતન ભગતની આ નવલકથા પરથી Half Girlfriend ફિલ્મ પણ બની છે, જેમા શ્રધ્ધા કપુર, અને અર્જુન કપુરે રિયા અને માધવની ભુમિકા ભજવી છે, આ ફિલ્મના ડાયરેક્ટર મોહિત સૂરી છે.

📚 માનવીની ભવાઈ ભાગ 1 – પન્નાલાલ પટેલ

પીળા રૂમાલની ગાંઠ
પીળા રૂમાલની ગાંઠ

હાફ ગર્લફ્રેન્ડ નવલકથાના મુખ્ય પાત્રો

માધવ ઝા – બિહારનો એક છોકરો

રિયા સોમાણી – દિલ્હીની એક અમીર છોકરી

રાણી સાહિબા – માધવની માતા

શૈલેષ – માધવનો કૉલેજ મિત્ર

રોહન ચાંડક – રિયાનો પૂર્વ પતિ અને બાળપણનો મિત્ર

ચેતન ભગત – પોતે

ધારાસભ્ય ઓઝા – બિહારથી

એરિકા – ન્યૂયોર્કમાં બાર સિંગર

સામન્થા માયર્સ – બિલ ગેટ્સ ફાઉન્ડેશન તરફથી

શ્યામ – માધવનો પુત્ર

ઘનશ્યામ – આશુ, દરભંગા બિહારના માધવના મિત્ર

બિલ ગેટ્સ – પોતે

મળેલા જીવ નવલકથા - પન્નાલાલ પટેલ

મળેલા જીવ નવલકથા – પન્નાલાલ પટેલ | Malela Jiv 1941

ચેતન ભગતના પુસ્તકો

chetan bhagat books list

Five Point Someone 2004

Half Girlfriend 2014

2 States: The Story of My Marriage 2009

One Indian girl 2016

The 3 Mistakes of My Life 2008

Girl in Room 105 (2018)

400 Days 2021

Revolution 2020

One Arranged Murder 2020

One Night at the Call Center: A Novel 2005

Two States 2012

What Young India Wants 2012

Making India Awesome: New Essays and Columns 2015

India Positive: New Essays and Selected Column 2019

Revolution 2020: Love, Corruption, Ambition 2011

Half Girlfriend book review

Half Girlfriend is an Indian English coming of age, young adult romance novel by Indian author Chetan Bhagat. The novel, set in rural Bihar, New Delhi, Patna, and New York, is the story of a Bihari boy on a quest of winning over the girl he loves. This is Bhagat’s sixth novel, which was released on 1 October 2014 by Rupa Publications.

Half Girlfriend novel story

Madhav Jha, a rural boy from Dumraon, a village in Bihar, comes to meet the author, who is actually Chetan Bhagat, and leaves behind a few journals from his half-girlfriend, who he believes has died. Chetan Bhagat calls him up the next morning to hear his story.

He starts by describing his trouble entering St. Stephens, as his English wasn’t good enough. Being a good basketball player, Madhav gets accepted through the sports program.

The rich and beautiful Riya Somani is a girl from Delhi, who is also selected through the sports program. Madhav and Riya become close ‘friends’ due to their association with basketball. Madhav wants to make her his girlfriend, but she refuses. He demands that they get physical. Offended by his obscene ultimatum, Riya parts company with him and tells him not to talk to her anymore.

A year later, Riya marries her childhood friend Rohan and settles in London, where Rohan has a big business. Finding Delhi unbearable on the grounds of losing Riya, Madhav decides to settle in his hometown Dumraon and helps his mother, Rani Sahiba, who runs her school.

Seeing the condition of the school – no proper classes or toilets – Madhav decides to meet local MLA Ojha for financial help, but the MLA refuses to help. An opportunity comes when Ojha informs Madhav about Bill Gates’ visit to some schools in Bihar. Madhav tries his best to convince Gates to fund his school, but to do so he has to prepare a speech, preferably in English.

In the course of his struggle, he comes across Riya, who is now a divorcee. Riya helps him prepare the speech. The two are successful in their fundraising, but after the speech, Riya leaves a letter for him which states that she is in the last stage of lung cancer and has only 3 months left to survive.

Riya’s letter confesses her love for Madhav even though she doesn’t have much time left. When Madhav attempts to track her down, he finds that she has cut all ties in India and has disappeared.

After three years, it is revealed from Riya’s journals that she is alive and that she had faked her cancer. Madhav goes search of her in New York.

Half Girlfriend Main characters

Madhav Jha, a guy from Bihar

Riya Somani, a rich girl from Delhi

Rani Sahiba, Madhav’s mother

Shailesh, Madhav’s college friend

Rohan Chandak, Riya’s ex-husband and childhood friend

Chetan Bhagat, as himself

MLA Ojha, from Bihar

Erica, a bar singer in New York

Samantha Myers, from the Bill Gates Foundation

Shyam, Madhav’s son

Ghanshyam Ashu, Madhav’s friend from Darbhanga Bihar

Bill Gates, as himself

📚 દરિયાલાલ નવલકથા – ગુણવંતરાય આચાર્ય

📚 અઘોર નગારા વાગે ભાગ 1 – અદ્ભુત સંતોનાં દર્શન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *