7733 Views
હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા – જુના જમાનામાં ખેતીનું મોટાભાગનું કામ બળદ દ્વારા થતુ. ત્યારે ખેડુતો બળદોને પોતાના સગા દીકરાની જેમ લાડ લડાવતા. ચોમાસાની શરુઆતમાં માંગ્યા મે વરસે છે. ખેડુતો વાવણી ની તૈયારી કરે છે. અને બળદો સાથે વ્હાલથી સંવાદ કરે છે. વરસાદ ની કવિતા, વાવણી ગીત, બળદનાં ફોટા, બળદની જોડ. ગુજરાતી કવિતા સંગ્રહ
હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા
હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા
હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા !
આકાશે આવ્યો પેલો મેહુલો, જી
તારા તે રંગ કેરો મેહુલો છે શામળા !
ને તારા તે રંગ કેરી વીજ, અલ્યા ધોળીયા !
હાલો……..
બાંકી છટાએ આવ્યો ડુંગરની ધારે એ તો.
ઘેરી ઘટાએ આવ્યો ખેતરને આરે મારેઃ
ગઢને તે કાંગરેથી બોલાવે મોરલા ને
માટીની સોડમ દેતી સાદ અલ્યા શામળા
હાલો…….. અમરકથાઓ
સુકી આ ધરતી માથે, જૈને ત્રણે સંગાથે,
કરવી છે લીલમવરણી ભાત.
મારા આ આયખાની સુલી ને લીલીમા છે
ધરતી ને ધોરીનો સંગાથ,અલ્યા ધોળીયા
હાલો….
✍ પ્રહ્લાદ પારેખ – અમર કથાઓ
👉 નીચેની અન્ય પોસ્ટ પણ વાંચો… ફોટા કે નામ પર ક્લીક કરો.
અહીથી ☝ આપ પોસ્ટ share કરી શકો છો. – અમરકથાઓ . www.amarkathao.in
Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO
ગુજરાતના આઝાદી પછીનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોની (1 થી 12 ધોરણ )કવિતાઓ ,દુહાઓ અને અન્ય રચનાઓ આ વેબસાઈટ અને વિકિપેડિયા પર મુકો અને ગુજરાતની શિક્ષણ વિભાગમાંથી ભુંસાતી ગુજરાતની કાવ્ય સંસ્કૃતિ જાળવવા સતત પ્રયત્ન કરો.
ગુજરાતે ભારતને કવિઓ, લેખકો, મહાન રાજકીય નેતાઓ અને વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિઓ સાથે સાથે સરળ લિપિ પણ આપી છે. ગુજરાતીઓ ધંધાકીય વલણ ધરાવે છે પરંતુ ભાષાના પ્રચારમાં ધીમા છે. શા માટે? ગુજરાતના કેટલા આધુનિક કવિઓ ગાઈ શકાય તેવી રાજકીય કે સામાજિક કવિતાઓ રચી શકે છે? ગુજરાતમાંથી કેટલા હિન્દી કલાકારો ગુજરાતીમાં સારી ફિલ્મો બનાવી શકે છે, ગુજરાતમાં કેટલા પરપ્રાંતિય કામદારોને ગુજરાતી શીખવવામાં આવે છે અને ગુજરાતની કેટલી સેન્ટ્રલ હિન્દી વિશ્વવિદ્યાલયો એક વિષય તરીકે રાજ્ય ભાષા ગુજરાતી શીખવે છે? આ ઇન્ટરનેટ યુગમાં, કોઈપણ ભારતીય ભાષા લિપિ રૂપાંતરિત કરીને ગુજનાગરી લિપિમાં માં વાંચી તેમજ શીખી શકાય છે. અન્ય ભાષાનું ગુજરાતી ભાષામાં ભાષાંતર પણ કરી શકાય છે.
નીચેની કવિતાઓ મૂકો.. . મને શું શું ગમે……….કવિ સુન્દરમ્ હોળી દિવાળી સંવાદ……. રા. વિ. પાઠક