Skip to content

કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા – બાળપણની યાદો

કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા ગુજરાતી કવિતા
5202 Views

ઝવેરચંદ મેઘાણીની કવિતા કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા બાળપણમાં આ કવિતા ગાવાની ખુબ જ મજા આવતી ચાલો ફરીવાર બાળપણની યાદો તાજી કરીએ, યાદગાર કવિતાઓ, ગુજરાતી કવિતા સંગ્રહ, જુની કવિતાઓ, Kaludi kutrine avya Galudiya, old textbook

કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા

કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા
ચાર કાબરાં ને ચાર ભુરિયાં જી રે
હાલો ગલુડિયા રમાડવા જી રે

માડીને પેટ પડી ચસ ચસ ધાવે
વેલે ચોટયાં જેમ તુરિયા રે
હાલો ગલુડિયાં રમાડવા જી જી

રાતાં માતાં ને રોમે રોમે સુવાળા
હોય મીઠા ગાલ મસુરિયા રે
હાલો ગલુડિયાં રમાડવા જી રે

બા ને વા’લા છે જેમ વીરો ને બેની
કાળવીને વા’લા કુરકુરિયા જી રે
હાલો ગલુડિયાં રમાડવા જી રે

મોટા થાશે ને મારી શેરી સાસવશે
જાગશે રાતે બહાદુરીયાં જી રે
હાલો ગલુડિયાં રમાડવા જી રે

ટીપુડો ને દીપુડો ડુંગરડે દોડશે
ગોધેન ભેળા વોળાવિયાં રે
હાલો ગલુડિયાં રમાડવા જી રે

મોતિયો ને લાલીયો ઝોકે રોકાશે
વાસરૂં ને પાડરૂં ભળાવિયાં રે
હાલો ગલુડિયાં રમાડવા જી રે

ડાઘિયો ને ડુઘિયો ખેતરમા જાશે
વાંહે રહેશે બે રખોલિયા રે
હાલો ગલુડિયાં રમાડવા જી રે

કાળિયો ને લાળિયો પાદર પસાયતા
બાઉ બાઉ આલબેલ બોલિયા રે
હાલો ગલુડિયાં રમાડવા જી રે

ગોળ-ઘી-લોટના શીરા બનાવિયાં
કાળવીના પેટડા ભરિયાં જી રે
હાલો ગલુડિયાં રમાડવા જી રે

પેટ ભરીને માડી બાળક ધવડાવે
ધાવીને પોઢે ટીપુડીયાં જી રે
હાલો ગલુડિયાં રમાડવા જી રે

✍ ઝવેરચંદ મેઘાણી

શેરીમા કૂતરી વિંયાણી હોઈ તો, ‘મા’ રાબ બનાવીને આપણને આપતી ….
આપણે બાળપણમા ઝવેરચંદ મેઘાણી સાહેબની ‘કાળવી કુતરીને આવ્યા ગલૂડિયાં, હાલો રમાડવા જઈએ રે’ કવિતા ખૂબ ગાતા. આપણા બાળપણમા આપણને કૂતરીના ગલૂડિયાં રમાડવાની બહુ મજા આવતી. ઉકરડામાં બખોલ કરીને, ઓઘામા, છાણાનુ મોઢવુ હોય તો તેમા વિગેરે જગ્યાએ કુતરી વિંયાય. આપણને ખબર પડે કે, ફલાણી જગ્યાએ કૂતરી વિંયાણી તો આપણે તો મોજમા આવીને ભાઈબંધો સાથે ત્યા પહોંચી જતા.

બીજી બાજુ ગલૂડિયા પાસે કુતરી હોઈ એટલે આપણને બીક પણ લાગે, ઘણીવાર તો કુતરી પાછળ પણ દોડતી. જેમ જેમ સમય જાય એમ કૂતરી આપણને ઓળખતી થઈ જાય એટલે પછી એના ગલૂડિયાંને રમાડવા દેતી.
સૌથી મોટી અને મહત્વની વાત, આ વાત ગામડાની સભ્યતા, સંસ્કાર અને ખાનદાનીના દર્શન કરાવે છે. જ્યા કૂતરી વિંયાણી હોય તે શેરીના લોકો ઘઉંના લોટમા દેશી ઘી નાખીને રાબ બનાવીને એ કૂતરીને ખવરાવતા.

તમને પણ યાદ હશે કે, આપણી શેરીમા કુતરી વિંયાણી હોઈ તો, ‘મા’ રાબ બનાવીને આપણને આપતી અને આપણે કૂતરીને ખવરાવતા. આ ખુમારી છે ગામડાની.
મને યાદ છે કે, આપણે ગલૂડિયાને ધોળિયો, બાવળો, રાતડો, કાળ્યો વિગેરે નામથી ઓળખતા. ગલૂડિયાં મોટા થાય એટલે આપણને જે ગમે એને આપણે આપણા ઘરે લઈ આવતા અને સ્નેહથી ઉછેરતા. અરે! ગલૂડિયાં માટે આપણે પથ્થર/ઈંટો મૂકિને, તાપડુ બાંધીને ઘર પણ બનાવી નાખતા.

હાલની જનરેશનને આ વાત કદાચ મજાક જેવી લાગે પરંતુ આજથી વર્ષો પહેલા રાષ્ટ્રીય શાયર આદરણીય ઝવેરચંદ મેઘાણી જી કુતરીના ગલૂડિયાંની કવિતા લખતા હોઈ તો એટલુ અવશ્ય વિચારવુ પડે કે, ગામડાનાં બાળકોના શૈશવ સ્મરણને યાદ કરીએ અને જો ગલૂડિયાની વાત યાદ ન કરીએ તો એ શૈશવનું સ્મરણ અધૂરુ ગણાય. ગામડાના ધબકતા લોકજીવન સાથે, ગામડામાં ઉછરેલ બાળપણ સાથે ગલૂડિયા રમાડવાની વાત એ એક અધ્યાય છે.

હવેના બાળકોને આ ગલૂડિયાં જોઈને સૂગ પણ ચડતી હશે. જોવા પણ નહિ ગમતા હોઈ પરંતુ આપણને તો એને તેડીને ફરતા, ખોળામા બેસાડતા હતા.
મને લાગે છે કે, આ વાત આજના બાળકો પાસે પહોંચવી જોઈએ, માટે લાગે કે શેર કરવા જેવી વાત છે તો અવશ્ય શેર કરી શકો.

– બી. એન. આહીર

આ પણ વાંચો 👇

🌺 કાશીમાં ની કૂતરી

🌺 મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય આવત્સથી – Mithi mathe bhat kavita

🌺 નાની મારી આંખ અને ધો. 1 નાં 25 પગલાં – Nani mari aankh balgeet

🌺 ચાંદો સુરજ રમતા તા – chando suraj Ramta ta kavita

🌺 ઘેલી ડોશીનું માંકડુ – Gheli Doshi nu makdu kavita

🌺 વા વા વંટોળીયા રે – va va vantoliya re kavita

અમરકથાઓનાં વાંચકો માટે અહી Best Gujarati Kavita pdf, lyrics અને Gujarati Kavita mp3, kavita video મુકીએ છીએ. rhymes for nursery, kids songs, gujarati kavita collection, gujarati poem collection, Maa par gujarati kavita, ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *