Skip to content

“મોસમ આવી મહેનતની” ધોરણ 6 ગુજરાતી કવિતા lyrics

મોસમ આવી મહેનતની
4517 Views

મોસમ આવી મહેનતની – નાથાલાલ દવે, મહેનતની મોસમ ધોરણ 6 નાં અભ્યાસક્રમ માં આ કવિતા આવે છે. સોનાવરણી સીમ બની મેહુલિયે કીધી મ્હેર રે ધોરણ 6 પાઠ 5, મહેનતની મોસમ, mosam avi mahenat ni std 6,Nathalal Dave

મોસમ આવી મહેનતની કવિતા

સોનાવરણી સીમ બની
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઈ! મોસમ આવી મહેનતની

નદિયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે
ભાઈ! મોસમ આવી મહેનતની

લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ રે
ભાઈ! મોસમ આવી મહેનતની

જુવાર લોથે લૂમેઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે
ભાઈ! મોસમ આવી મહેનતની

ઉપર ઊજળાં આભમાં
કુંજડિયુંના કિલ્લોલ રે
ભાઈ! મોસમ આવી મહેનતની

વાતા મીઠાં વાયરા
ને લેતા મોલ હિલોળ રે
ભાઈ! મોસમ આવી મહેનતની

લિયો પછેડી દાતરડાં
આજ સીમ કરે છે સાદ રે
ભાઈ! મોસમ આવી મહેનતની

રંગેસંગે કામ કરીએ
થાય મલક આબાદ રે
ભાઈ! મોસમ આવી મહેનતની

લીંપીગૂંપી ખળાં કરો
લાવો ઢગલેઢગલા ધાન રે
ભાઈ! મોસમ આવી મહેનતની

રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે
ભાઈ! મોસમ આવી મહેનતની

✍નાથાલાલ દવે

મોસમ આવી મહેનતની કવિતા video

🌶🍆🌽🍅🍑🌾🌽🍆🍅🌶🌾🌳🍈🍅🍆🌶🍆🌽🍅🍑🌾🌽🍆🍅

પ્રશ્ન-1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક- બે વાક્યમાં આપો

(1) ધરતી પર કોણે મહેર કરી છે?
જવાબ- ધરતી પર મેહુલે મહેર કરી છે.

(2) સીમ કોને સાદ કરે છે?
જવાબ- સીમ ખેડૂતોને સાદ કરે છે.

(3) સીમમાં સાથે શું શું લઈ જવા કહ્યું છે?
જવાબ- સીમમાં દાતરડાં અને અનાજ બાંધવા પછેડી લઈ જવા કહ્યું છે.

(3) લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે?
જવાબ- વરસાદની મહેર થયા પછી પાક સોળે કળાએ ખીલ્યો છે.એ લહેરાતો પાક જોઇને લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે.

પ્રશ્ન-2. નીચેના પ્રશ્નોના જવાબ લખો

(1) ‘સીમ સાદ કરે’ એટલે શું કરે? શા માટે સાદ કરે?
જવાબ- સીમ સાદ કરે એટલે સીમ (ખેડૂતોને) બોલાવે છે. વરસાદ વરસ્યા પછી કુદરતની મહેર થઈ ગઈ છે. પાક તૈયાર થઇ ગયો છે, તો એ પાકને લણવા માટે જાણે સીમ ખેડૂતોને પછેડી અને દાતરડાં લઈને બોલાવી રહી છે.

(2) લીંપીગૂંપીને ખળા શા માટે કરવા પડે?
જવાબ- ખેતરમાં પાક લણ્યાં પછી ખેડૂતો તૈયાર થયેલા પાકને ખળામાં એકઠું કરે છે અને પછી પાક ના દાણા છૂટા પાડે છે. તેમજ બજારમાં વેચવા માટે ખળામાં દાણા ચોખ્ખાં કરે છે. તેથી લીંપી-ગૂંપી ને ખળા તૈયાર કરવા પડે.

(3) મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે?
જવાબ- પાક તૈયાર થઇ ગયો છે. લણવાની ઋતુ આવી છે.કવિ દાતરડાં-પછેડી લઇને ખેડૂતોને મહેનત કરવા કહે છે. સૌ સાથે મળીને ઉત્સાહ અને ઉમંગથી મહેનત કરે તો મલક આબાદ થાય એમ કવિ સૂચવે છે.

🌺 મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય આવત્સથી – Mithi mathe bhat kavita

🌺 નાની મારી આંખ અને ધો. 1 નાં 25 પગલાં – Nani mari aankh balgeet

🌺 ચાંદો સુરજ રમતા તા – chando suraj Ramta ta kavita

1 thought on ““મોસમ આવી મહેનતની” ધોરણ 6 ગુજરાતી કવિતા lyrics”

  1. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *