Skip to content

ભીમ સાહેબ : ગુરુ પૂર્ણિમાએ વાંચો દાસી જીવણનાં ગુરુ સંતકવિ ભીમસાહેબનો ઈતિહાસ

દાસી જીવણનાં ગુરુ સંતકવિ ભીમ સાહેબ
2794 Views

ભીમ સાહેબ (જન્મ ૧૭૧૮, સમાધિ ૧૮૨૫) રવિ-ભાણ સંપ્રદાયના પ્રસિદ્ધ અને તેજસ્વી સંતકવિ છે. તેમના શિષ્યોમાંથી ઘોઘાવદરના દાસી જીવણ સાહેબ અને થાનગઢના અક્કલ સાહેબ સમર્થ સંતો પાક્યા છે. તેમના ગુરુ સંતશ્રી ત્રિકમ સાહેબ હતા. ગુરુ પૂર્ણિમા વિશે, Dasi Jivan, Bhim saheb no Itihas.

સંત શ્રી ભીમ સાહેબ

🌸🥀🌸સંત શ્રી ભીમ સાહેબ🌸🥀🌸
❥══━━◇━━✥❉✥━━◇━━══❥

આજે આપણે રવિ ભાણ સંપ્રદાય ના મહાન સંતશ્રી ભીમ સાહેબ ના જીવન ઝરમરની ઝાંખી કરીએ તો,,,
વઢીયારમાં આવેલું સમી-મુંજ એ ભીમ સાહેબનું મૂળ વતન હતું ભીમ સાહેબના વડવાઓ સમય જતાં સૌરાષ્ટ્ર–વાગડ ના મોરબી જિલ્લાના આમરણ ગામે વસવાટ કર્યો, જ્યાં પિતાશ્રી દેવજીબાપા બાવળફાડ ના ઘેરે વિ.સં. ૧૭૭૪ ચૈત્ર સુદ નોમ અને બુધવાર ના પાવન દિવસે માતા વીરબાઈના કુંખે સંતશ્રી ભીમસાહેબનો જન્મ થયો હતો..

એક મેઘવાળ સમાજના ગરોળા બ્રાહ્મણ તરીકે અવતરેલા પરંતું, જ્ઞાન ભજન સત્સંગ અને ઉત્તમ શિષ્યો થકી અમર બનેલા ભીમસાહેબને નાનપણથી જ ભજનની લહેર લાગી હતી છેક બચપણમાં જ તેઓ જ્ઞાન-સત્સંગમાં લીન રહેતા થોડો સમય વીત્યો ત્યાં ભીમ સાહેબના લગ્ન મોરબી પાસેના કુતાસી ગામે મોંઘીબાઈ સાથે કરવામાં આવ્યા પરંતુ, ભજન જેનો આહાર બન્યો હતો એવા ભીમ સાહેબે સતગૂરૂ શ્રી ત્રિકમ સાહેબ પાસેથી નામદાન લઈ પગપાળા એમના શિષ્યવૃંદ સાથે સંઘ લઈને યાત્રાએ નીકળી પડ્યા

રસ્તામાં જામનગર શહેર આવ્યું જયાં નાગાજણ સાગઠિયાએ ભીમસાહેબને ખૂબ આગ્રહ કરી રાત્રીના ચાર પહોર ભજન-સત્સંગ માટે રોક્યા બીજી બાજુ એજ રાત્રે દાસી જીવણ સાહેબ પણ જામનગર ગયા હતા એમના કાને ભીમ સાહેબના ભજન સંભળાયા જીવણ સાહેબ જેના ઘેરે રોકાયા હતા એમને પૂછ્યું કે આ બૂમ બરાડા કોણ પાડે છે.?

મેકરણ દાદા નો ઇતિહાસ
મેકરણ દાદા નો ઇતિહાસ વાંચો

ત્યારે ઘર-ઘણી કહે છે કે, આમરણના તેજસ્વી સંત ભીમ સાહેબ વિશે આવું ન બોલો તમે એકવાર એમને સાંભળશો તો એના દિવાના બની જાશો.!! દાસી જીવણ પોતે ભીમસાહેબ કેવા છે એ જોવા નાગાજણને ત્યાં જાય છે ભીમ સાહેબની દ્રષ્ટિ જીવણ ઉપર ઠરી ગઈ… જીવણ પણ એમનો સત્સંગ સાંભળી ભાવ વિભોર બની જાય છે..

અરધી રાત્રી થઈ ત્યાં નાગાજણ સાગઠિયાએ ભીમ સાહેબને કહ્યું કે, બાપુ તમે સંઘ લઈને ભલે યાત્રાએ જાઓ પણ, માગશર શુદ બીજ ના દિવસે મારા ઘેરે પાટ રાખ્યો છે આપ પધારજો ભીમ સાહેબે વાયક સ્વીકાર્યું ત્યાં તો જામનગરની બાજુમાં આવેલું જાબુંડા ગામ ના બે માણસોએ પણ માગશર શુદ બીજનું વાયક આપ્યું…

બાણુગઢ ગામના એક વ્યક્તિએ કહ્યું કે અમે પંચભાઈઓ એ પણ માગશર બીજનો પાટ રાખ્યો છે… ધ્રાંવ ગામમાંથી આવેલા લોકોએ કહ્યું માગશર સુદ બીજના દિવસે તો અમે પણ પાટ રાખ્યો છે… ભજનનો દોર ચાલુ છે ત્યાં વીજરખી ગામનો ભજન પ્રેમી વ્યક્તિ ઉભો થયો કે, બાપુ માગશર મહિનાની બીજનો અમારેય પાઠ છે આપ જરૂર પધારજો પધારજો…

હવે વહેલી સવારે ભીમ સાહેબે પ્રભાતિયાં શરૂ કર્યા ત્યાં બાજુના ખીજડિયા ના વતની કહ્યું કે, અમે વાડી-વસ્તી ના લોકો મળીને માગશર બીજનો પાટ કરીએ છીએ તમે હાજર રહેજો ભીમ સાહેબે એનું વાયક પણ સ્વીકારી લીધું…

દાસી જીવણ ફાટી આંખે જોઈ રહ્યા કે, એ વિચાર કરે છે કે, પાંચ-પાંચ ગામના એકજ રાતના વાયક સ્વીકારી તો લીધા છે પણ આ એકલો સાધુડો જુદા જુદા ગામે હાજર કેવી રીતે રહી શકે.?? ભીમસાહેબને ખબર હતી કે જીવણ પરાપાર નો જીવ છે એને બસ ટકોરની જ જરૂર છે એટલે તેઓ જીવણ ના મનની વાત જાણી ગયા હોય એમ એની પાસે આવીને કહેવા લાગ્યા કે, તું જે વિચારે તે… પણ હાજર તો મારો ગુરુ મહારાજ રેશે તું ભરોસો રાખ ભાઈ…

સંતશ્રી ભીમ સાહેબનો ફોટો
સંતશ્રી ભીમ સાહેબનો ફોટો

વાત તો ઘણી લાંબી છે અને સૌ કોઈ જાણે છે એટલે ટૂંકમાં જ કહું તો,, જીવણ સાહેબ માગશર સુદ બીજના દિવસે ફરી જામનગર આવે છે અને નક્કી કરે છે કે જો ભીમ સાહેબ આ પાંચ ગામ માં હાજર ન હોય તો એની માળા કપડાં અને પોતડી પણ ખેંચી લેવી છે…! જીવણ પાંચેય ગામમાં ઘોડી લઈને તપાસ કરે છે બધી જગ્યાએ ભીમસાહેબની હાજરી જોઈ જીવણ સાહેબ પગમાં પડી પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા સદગુરુ ભીમસાહેબને અરજ કરે છે

ભીમ સાહેબે ઘોઘાવદર આવી ઉપદેશ આપવાનું વચન આપ્યું અને શરત કરી કે તું પાટનું આયોજન કર જ્યારે પળ આવશે ત્યારેજ તને બોધ આપીશ… આમ ખોબા જેવડા ઘોઘાવદર ગામમાં સાગર જેવા સંતશ્રી ભીમ સાહેબ પોતાના શિષ્ય સમુદાય સહિત પધારે છે આજુ-બાજુ ના ગામ લોકો પણ ભજન સાંભળવા આવી જાય છે..

"નાત આવે નૂર ઉપજે સંત મળે સંગા,
જય બોલો જીવણા ની ઘર બેઠા ગત ગંગા"

સવાર પડતા ભીમસાહેબ કહે છે કે, પળ નથી આવી જીવણ તું આવતા મહિને બીજો પાટ રાખજે…. આમ દરેક પાટે પળનું બહાનું કરી ભીમસાહેબ જીવણની ધીરજની કસોટી કરતા રહ્યા.. જીવણ સાહેબ કહે હજુ કેટલી વાર.?? એ પળ- વેળા ક્યારે આવશે.?? ત્યારે ભીમ સાહેબે કહ્યું કે, તારા મફતના,વ્યાજ અને ભામ ના તમામ પૈસા વપરાય જાય પછી તું અને તારી પત્ની ખેતરમાં સાંઠીયું ખેંચી મજૂરી કરી પૈસા કમાવ ત્યારે જ વેળા આવશે જીવણ…

જીવણ સાહેબ અને જાલું માં કાળી મજૂરીના પૈસા માંથી પાટ કરે છે.. એક સમય તો એવો આવે છે કે, ઘરના વાસણો પણ વહેંચાઈ જાય છે આટઆટલી કસોટી પછી ભીમસાહેબ દાસી જીવણ સાહેબને વચનનો ઉપદેશ આપે છે..

જીવણબાપા નું મન સખળ-ડખળ થાય છે ત્યારે ભીમ સાહેબ સંદેશો મોકલે છે કે,,
જીવણ જીવને જ્યા રાખીએ, જ્યાં વાગે અનહદ તૂરા રે,,
આમ દાસી જીવણ અને અક્કલદાસ જેવા પ્રખર શિષ્યોને મહાનતા અપાવનાર સંત શ્રી ભીમ સાહેબે જ્ઞાનની જીવણ જ્યોત પ્રગટાવી પોતાના નિજ અનુભવથી સ્વ રચિત અનેક ગુરુમુખી ભજનોની રચના કરી..

"સુન લે સૂક્ષ્મણા નારી, મે તો અજબ નામ પર વારી"
જીવણ જીવને જ્યા રાખીએ વાગે અનહદ તૂરા..

આ ઉપરાંત…

ઉઠત રણુકાર, અખંડ આરતી બાજે ઝણુકાર..

જેવી અમર વાણી-રચનાઓ રજૂ કરી છે..પ્રભુ
ખરેખર, ભાણ સાહેબની પરંપરામાં ભાણ સાહેબ ના શિષ્ય ખીમ સાહેબ એના ત્રિકમ સાહેબ અને એના શિષ્ય એટલે ભીમસાહેબ કે જેણે સાચેજ રવિભાણ સંપ્રદાયને અનેક ઉચાઈઓ પ્રદાન કરી!

અંતે, તા:- 17-માર્ચ-1825 ને બુધવાર એટલેકે, વિ.સં. 1881 ચૈત્રવદ તેરસના દિવસે આમરણ ની પાવન ભૂમિમાં સમાધિસ્થ થયા…👏

સંકલન કરી આપસૌ સમક્ષ રજુ કરનાર
રામજી રાઠોડ ના જય ગુરુ મહારાજ..પ્રભુ🙏🏻
❥══━━◇━━✥❉✥━━◇━━══❥

આ પણ વાંચો 👇

👉 ભગવાન દત્તાત્રેય અને તેમનાં ૨૪ ગુરૂ

👉 સંત ભોજલરામ – ભોજા ભગત

👉 સંત મૂળદાસજી – અમરેલી

👉 સંત શ્રી દેશળ ભગત

2 thoughts on “ભીમ સાહેબ : ગુરુ પૂર્ણિમાએ વાંચો દાસી જીવણનાં ગુરુ સંતકવિ ભીમસાહેબનો ઈતિહાસ”

  1. Pingback: જલારામ બાપાના પરચા 1 : બાપાએ આખા લશ્કરને જમાડ્યુ - AMARKATHAO

  2. Pingback: સંત દાસી જીવણનો ઈતિહાસ, પરચા અને ભજનો - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *