Warning: Undefined variable $wp_con in /home/u795398644/domains/amarkathao.in/public_html/wp-config.php on line 27
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો - કન્યાવિદાય નું કરુણ ગીત - કવિ દાદ - AMARKATHAO
Skip to content

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો – કન્યાવિદાય નું કરુણ ગીત – કવિ દાદ

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો
8273 Views

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો, કન્યા વિદાય ગીત, કવિ દાદ, કવિ દાદ ની કવિતાઓ કન્યાવિદાયનું ગીત, કવિ દાદની કવિતા, કવિ દાદની રચના, સમી સાંજનો ઢોલ

કાળજા કેરો કટકો મારો lyrics

💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦

કાળજા કેરો કટકો મારો video

કાળજા કેરો કટકો મારો video

કવિ દાદ નો પરિચય 🌹

(દાદુદાન પ્રતાપદાન ગઢવી)

તેમનો જન્મ ૧૯૪૦માં ઇશ્વરીયા (ગીર) ખાતે થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપદાન ગઢવી હતું જેઓ જુનાગઢના રાજકવિ અને નવાબના સલાહકાર હતા. તેમની માતાનું નામ કરણીબા ગઢવી હતું.

કવિ દાદે માત્ર ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ જુનાગઢમાં રહેતા હતા.
તેમણે ૧૫ ગુજરાતી ચલચિત્રો માટે ગીતો લખ્યા હતા. તેમનુ સંપૂર્ણ સર્જન ટેરવા (૨૦૧૫) અને લચ્છનાયણ (૨૦૧૫) માં એકત્રિત કરવામાં આવ્યું છે. તેમની અન્ય કૃતિઓ ટેરવા (ચાર ભાગો), ચિત્તહરણનું ગીત, શ્રી કૃષ્ણ છંદાવલી અને રામનામ બારાક્ષરી છે.
તેમના ખુબ જ લોકપ્રિય ગીતોમાં….

“કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો”,
“કૈલાસ કે નિવાસી નમુ બારબાર હું”,
“ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું” અને
“નદી રુપાળી નખરાળી” છે.

તેમનું પુસ્તક બંગ બાવની કેન્દ્ર સરકારે પ્રકાશિત કર્યું હતું, જે તેમણે ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ દરમિયાન લખ્યું હતું. તેમણે પુસ્તકના વેચાણમાંથી થયેલો બધો નફો બાંગ્લાદેશ શરણાર્થીઓની રાહત માટે આપી દીધો હતો.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કવિ દાદની કવિતા કાળજા કેરો કટકો મારો થી પ્રભાવિત થઇને “કુંવરબાઈનું મામેરૂં યોજના” (ગુજરાત રાજ્યમાં કન્યાના માતા-પિતાને મદદ કરવા માટેની સરકારી યોજના) ની શરૂઆત કરી હતી.

૧૯૭૭ની કટોકટી દરમિયાન તેમણે એક કવિતા લખી હતી,

“બાપુ ગાંધી તમારે બારણે બેઠો,
આટલું આજ તું બતાવ,
આ દેશમાં કે દી હવે રામ રાજ આવે,
દાદ કે આઝાદી ફરે ઉઘાડી,
અને શર્મે મુખડા છુપાવે,
ઝાઝા ધણીની ધણિયારીને
પ્રભુ તું લુગડા પેરાવે.”

આ કવિતા પર કટોકટીના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર તેમજ ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર મળ્યો હતો. સાહિત્ય અને શિક્ષણમાં તેમના યોગદાન માટે ૨૦૨૧માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો.

૨૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ કવિ દાદબાપુ એ આપણી સૌ વચ્ચેથી વિદાય લીધી હતી.

……………………………………………………
ઘેઘૂર વડલો ધ્વસ્ત થયો
સાહિત્યનો આબાદ
સ્થાન થયું જે રિક્ત તે
પૂરશે કોણ ‘દાદ’
…………………………………………………….

કવિ દાદ
કવિ દાદ નો પરિચય

સમી સાંજનો ઢોલ ઢબુકતો – વિદાય ગીત

સીતાને તોરણ રામ પધાર્યા – લગ્ન ગીત

મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે – વિદાય ગીત

ગુજરાતી લગ્ન ગીતો 101

👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )

👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)

👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)

👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)

👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)



💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦

કાળજા કેરો કટકો મારો ગુજરાતી ગીત – અમરકથાઓ

1 thought on “કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો – કન્યાવિદાય નું કરુણ ગીત – કવિ દાદ”

  1. Pingback: ગામડું ભાગ 2 : જુના જમાનાની જાન અને જાનૈયા થવાનો હરખ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *