Skip to content

‘સમી સાંજનો ઢોલ ઢબુકતો’ કન્યાવિદાયનું આ ગીત સાંભળીને આંખો ભીની ન થાય તો જ નવાઈ

    સમી સાંજનો ઢોલ ઢબૂકતો
    2529 Views

    સમી સાંજનો ઢોલ ઢબૂકતો, કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !! લગ્નગીત, અનિલ જોષીનાં કાવ્યો, gujarati viday geet, kanya viday geet, kanya viday song gujarati, કન્યા વિદાય ગીત, કેસરિયાળો સાફો, ગુજરાતી વિદાય ગીત, ઘરચોળાની ભાત, દીવડો થરથર કંપે, વિદાય ગીત, sami sanj no dhol, Anil joshi, કન્યા વિદાય ગીત mp3, Lagngeet lyrics

    સમી સાંજનો ઢોલ ઢબૂકતો song lyrics

    સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
    જાન ઊઘલતી મ્હાલે,
    કેસરિયાળો સાફો
    ઘરનું ફળિયું લઈને ચાલે-

    પાદર બેસી ફફડી ઉઠતી
    ઘરચોળાની ભાત,
    ડૂસકે ડૂસકે હડસેલાતી
    બાળપણાની વાત;

    પૈડું સીંચતા રસ્તો આખો
    કોલાહલમાં ખૂંપે,
    શૈશવથી ચીતરેલી શેરી
    સૂનકારમાં ડૂબે.

    જાન વળાવી પાછો વળતો
    દીવડો થરથર કંપે;
    ખડકી પાસે ઊભો રહીને
    અજવાળાને ઝંખે.

    સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
    જાન ઊઘલતી મ્હાલે,
    કેસરિયાળો સાફો
    ઘરનું ફળિયું લઈને ચાલે.

    ✍ અનિલ જોષી
    #અમરકથાઓ

    👉 7 વિસરાઇ ગયેલા યાદગાર બાળગીતો

    સમી સાંજનો ઢોલ વિદાય ગીત
    સમી સાંજનો ઢોલ વિદાય ગીત

    અનિલ જોશીનું આ અમર ‘કન્યા વિદાય’ કાવ્ય. ગીતના શબ્દે-શબ્દે તો વ્હાલ અને કન્યા-વિદાયનું દર્દ નીતરે છે,

    સમી સાંજનો ઢોલ …ના શબ્દે-શબ્દમાં પણ ‘કન્યા વિદાય’ વખતની પિતાની વેદના આબાદ રીતે ઝીલાઇ છે.
    દીકરી પરણીને સાસરે જાય એ સાથે જ પિતાના ઘરમાં સુનકાર છવાઈ જાય છે, એ વેદના કવિએ “ખડકી પાસે ઊભો રહીને, અજવાળાને ઝંખે” પંક્તિ દ્વારા સુંદર રીતે રજૂ કરી છે. દીકરીના ગયા પછી પિતાના દિલનો અને ઘરનો એક ખૂણો હંમેશાં માટે ખાલી થઈ જાય છે.

    દીકરીની ઝાંઝરીનો રણકાર અને એનો મીઠો ટહુકો સાંભળવા માટે પિતાના કાન તરસી જાય છે. પિતાની મહામૂલી ‘મૂડી’ અચાનક ‘પારકી થાપણ’ બની જાય છે!

    કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે –

    એ કેવી ઉમદા અને અનોખી કલ્પના! દીકરીની વિદાય સાથે આખું ફળિયું જાણે ખાલીખમ થઈ જાય છે. ફળિયામાં રૂમઝૂમ રમતી લાડલી કેસરિયાળા સાફાની સાથે આખું ફળિયું ખાલી કરી દે છે. કવિની કાવ્યકલા આ એક વાક્યમાં સંપૂર્ણ ખીલી છે. કવિએ તેમની કલ્પનાશક્તિનો પરિચય બાપ અને દીકરીની વ્યથા બંને સ્વરૂપે આપ્યો છે.

    પાદર બેસી ફફડી ઉઠતી
    ઘરચોળાની ભાત,
    ડૂસકે ડૂસકે હડસેલાતી
    બાળપણાની વાત;

    સમી સાંજનો ઢોલ ઢબુકતો વિદાય ગીત



    પાદર બેસી માવતરને રડતી આંખે જોતી દીકરીની વાત, ફફડી ઉઠતી ઘરચોળાની ભાત તો અતિ સુંદર અને લાગણીભીનું સુંદર કલ્પન છે. તે રડે છે કારણ તેનાં સૌ પરિચિત પિયરિયાં હવે પરાયા થવાના છે અને નવા સાથી જોડે નવું જીવન જીવવાનું છે.

    આ પંક્તિઓમાં વેદના ચરમસીમાએ પહોંચે છે :

    જાન વળાવી પાછો વળતો
    દીવડો થરથર કંપે;
    ખડકી પાસે ઊભો રહીને
    અજવાળાને ઝંખે

    જાન વળાવી પાછા ફરેલા બાપનો ખાલીપો દીવડો થર થર કંપેનાં પ્રતીકથી બહુ જ બળૂકી રીતે અનિલ જોશી જેવા સમર્થ કવિ લખી શકે.
    ‘કન્યાવિદાય’ જેવા બહુ ખેડાયેલા વિષયમાં સંપૂર્ણ નવી તાજગી અને નવા કલ્પનો એ તેમને અને તેમની કૃતિને સાહિત્ય ક્ષેત્રે ઉચ્ચતમ કક્ષા અપાવી છે.

    કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!

    👉 દેશભક્તિ ગીતો

    👉 ગુજરાતી જુની કવિતા સંગ્રહ