Skip to content

Gujarati lagna geeto (A to Z Lagna geet collection)

Best Gujarati lagna geet
23019 Views

પરથમ ગણેશ બેસાડો રે, કોયલ બેઠી આંબલિયાની ડાળ, કંકુ છાંટી કંકોતરી મોકલો, નાણાવટી રે સાજન બેઠુ માંડવે, પીઠી ચોળોને પંચ કલ્યાણી, મારા નખના પરવાળા જેવી ચૂંદડી,

મિત્રો અહી Best 100+ Gujarati lagna geet લખાણ સાથે મુકવામા આવ્યા છે, આપને જે પણ ગીત જોઇતુ હોય તેના પર ક્લીક કરીને આપ સીધા તે ગીત સુધી પહોચી શકશો. Gujarati lagna geet lyrics pdf, Gujarati lagna geet lyrics in english, gujarati lagna geet lyrics fatana, લગ્ન ગીત જુના, લગ્ન ગીત ફટાણા, lagna geet lyrics hindi, લગ્ન ગીત વિદાય, નવા લગ્ન ગીત,

આ પોસ્ટની અનુક્રમણિકા

100+ Gujarati lagna geet (ગુજરાતી લગ્નગીત સંગ્રહ)

પરથમ ગણેશ બેસાડો (ગણેશ સ્થાપના ગીત – 1)

Mara Ganesh Dundala lagna geet lyrics

પરથમ ગણેશ બેસાડો રે
મારા ગણેશ દુંદાળા

ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ગણેશજી વરદાન દેજો રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં ઘોડલા શણગારો
ઘોડલે પિત્તળિયાં પલાણ રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં હાથીડા શણગારો
હાથીડે લાલ અંબાડી રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં જાનીડાં શણગારો
જાનડી લાલ ગુલાલ રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડાં ધોરીડાં શણગારો
ધોરીડે બબ્બે રાશું રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો
વેલડિયે દશ આંટા રે
મારા ગણેશ દુંદાળા

વાવલિયા વાવ્યાં ને મેહુલા ધડૂક્યાં
રણ રે વગડામાં રથ થંભ્યા રે
મારા ગણેશ દુંદાળા

તૂટ્યાં તળાવ ને તૂટી પીંજણિયું
ધોરીડે તૂટી બેવડ રાશું રે
મારા ગણેશ દુંદાળા

ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર
તમે આવ્યે રંગ રે’શે રે
મારા ગણેશ દુંદાળા

અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા
અમ આવ્યે તમે લાજો રે
મારા ગણેશ દુંદાળા

અમારે જોશે સવા મણનો રે લાડુ
અમે આવ્યે વેવાઈ ભડકે રે
મારા ગણેશ દુંદાળા

વીવા, અઘરણી ને જગવને જનોઈ
પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા

પરથમ ગણેશ બેસાડો (ગણેશ સ્થાપના ગીત – 2)

Partham Ganesh Besado, mara Ganesh sundhala geet lyrics

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા

તેત્રીસ કરોડ દેવતા સીમડીએ પધાર્યા
ગોવાળિયાનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યાં
હરખ્યાં માળીડાનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યાં
હરખ્યાં પાણિયારીઓનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યાં
હરખ્યાં પાડોશીઓનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યાં
હરખ્યાં સાજનિયાંનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યાં
હરખ્યાં માતાજીનાં મન રે મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યાં
હરખ્યાં વરકન્યાનાં મન રે મારા ગણેશ દુંદાળા

ગણેશ પાટ બેસાડીએ (ગણેશ સ્થાપના ગીત – 3)

Ganesh Pat Beasadiye lagna geet mp3 downland,

ગણેશ પાટ બેસાડીએ વા’લા નીપજે પકવાન
સગા સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર

જેને આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર

જેને આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે દોણું મળે જો પૂજ્યા હોય મોરાર

જેને તે પેટે દીકરી તેનો ધન્ય થયો અવતાર
સાચવેલ ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર

જેને તે પેટે દીકરો તેનો ધન્ય થયો અવતાર
વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર

રાતો ચૂડો તે રંગભર્યો ને કોરો તે કમખો હાર
ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર

કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર
ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર

ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન
સગા સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર

Lagna Geet Lyrics, Lagna Geet Gujarati PDF, Prachin Lagna Geet lyrics, Lagna Geet Gujarati Lyrics, Lagna Geet pdf, Lagna geet video, Lagna Geet Gujarati list, Nava lagna geet, Lagna Geet Gujarati mp3, vidai geet, Lagna Gujarati Geet List

વાગે છે વેણુ ને…… બેનીના વિવાહ આદર્યા

Vage chhe venu ne….. Beni na vivah adarya (કન્યા પક્ષે ગણેશમાટલીનું ગીત)

વાગે છે વેણુ ને વાગે વાંસલડી
રાધા બેનીના વિવાહ આદર્યા

કાકા વીનવીએ કિશોરભાઈ તમને
રૂડા માંડવડા બંધાવજો
amarkathao
માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો
રાધા બેનીના વિવાહ આદર્યા

માસી વીનવીએ હિનાબેન તમને
નવલા ઝવેરી તેડાવજો

ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો
રાધા બેનીના વિવાહ આદર્યા

વીરા વીનવીએ વિજયભાઈ તમને
મોંઘેરા મહેમાનો તેડાવજો

મોંઘેરા મહેમાનોએ શોભે માંડવડો
રાધા બેનીના વિવાહ આદર્યા

મામા વીનવીએ મનિષભાઈ તમને
નવલાં ચૂડો પાનેતર લાવજો

ચૂડો પાનેતર આપણી વ્હાલી બેનને સોહે
રાધા બેનીના વિવાહ આદર્યા

ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ વાંચવા અહી ક્લીક કરો

Best Gujarati stories collection
Best Gujarati stories collection
Best Gujarati Kavita Pdf
Best Gujarati Kavita collection

કોયલ બેઠી આંબલિયાની ડાળ (સાંજીનું ગીત)

Koyal Bethi Ambaliya ni daal gujarati lagna geet lyrics pdf mp4

કોયલ બેઠી આંબલિયાની ડાળ
મોરલિયો બેઠો રે ગઢને કાંગરે
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
amarkathao
કોયલ માંગે કડલાંની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે ચૂડલાંની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે ઝૂમખાંની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે નથડીની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે હારલાંની જોડ
મોરલિયો માંગે રે લાડણ લાડલી
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

gujarati lagna geet book pdf, old gujarati lagna geet lyrics, gujarati lagna geet list, लग्न गीत, full gujarati lagna geet lyrics, famous gujarati lagna geet lyrics, gujarati lagan na geet, gujarati lagna geet lyrics pdf, gujarati lagan na geet lyrics

સાંઢણી ઝોકારો માણારાજ (સાંજી)

sandhadi zokaro sanji na geet, Nagar Darvaje sandhani zokaro manaraj

નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ
amarkathao
મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

લાડલીની છાબ ભરાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

ઈ રે સાંઢણીએ મોતી મંગાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

મોતીએ વીરના શીરપેચ ઘડાવો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ
મારું દલ રિઝે માણારાજ

~~~~~~~~~~~~~~~~~~~

દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ રે સાંઢણીયે સોનુ મંગાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ રે સાંઢણીયે રૂપું મંગાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ રૂપાના બેનને ઝાંઝર ઘડાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ રે સાંઢણીયે હીરા મંગાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

ઈ રે હીરાની બેનને ચૂંક ઘડાવો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ
સાંઢણી ઝોકારો માણારાજ

એક ઊંચો તે વર ના જોશો (સાંજી ગીત)

ek Uncho te var na josho dadaji geet lyrics

એક તે રાજને દ્વારે રમંતા બેનીબા
દાદે તે હસીને બોલાવિયાં
amarkathao
કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી
આખંલડી રે જળે તે ભરી

નથી નથી દાદા મારી દેહ જ દુબળી
નથી રે આંખલડી જળે ભરી

એક ઊંચો તે વર ના જોશો રે દાદા
ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે

એક નીચો તે વર ના જોશો રે દાદા
નીચો તો નિત્ય ઠેબે આવશે

એક ધોળો તે વર ના જોશો રે દાદા
ધોળો તે આપ વખાણશે

એક કાળો તે વર ના જોશો રે દાદા
કાળો તે કુટુમ્બ લજાવશે

એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો
તે મારી સૈયરે વખાણિયો

એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો
ભલો તે વખાણ્યો મારી ભાભીએ

~~~~~~~~~~~~~~~

એક ભર રે જોબનીયામાં બેઠાં lyrics

ek bhar re jobaniya ma betha, Tejmal thakor rahdo lyrics

એક ભર રે જોબનીયામાં બેઠાં બેનાબેન
દાદા એ હસીને બોલાવિયાં (૨)

કેમ રે દીકરી તમારા દિલડાં દૂભાયા
કેમ રે આંખોમાં આસૂં આવીયા (૨)

એક ધોળો તે વર ના જોશો રે દાદા
ધોળાને નિત નજરૂ લાગશે. (૨)

એક કાળો તે વર ના જોશો રે કાકા
કાળો તે કુટુમ્બ લજાવશે (૨)

એક નીચો તે વર ના જોશો રે વીરા
નીચો તો નિત્ય ઠેબે આવશે (૨)

lagna geet, lagnageet, lagan geet, lagna geet in gujarati, gujarati lagna geet, lagna geet gujarati, lagna geet in gujarati lyrics, lagan geet gujarati, Gujarati Lagna Geet PDF free download, Old Gujarati Lagna Geet lyrics, Gujarati Lagna Geet for boy, Gujarati Lagna Geet Lyrics Fatana

નવે નગરથી જોડ ચુંદડી વાપરી

નવે નગરથી જોડ ચુંદડી વાપરી,
આવી રે અમારે દેશ રે,
વોરો રે દાદા ચુંદડી,

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી,
વચમાં તે ટાંકેલા ઝીણા મોર રે,
વોરો રે દાદા ચુંદડી,

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી,
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે,
વોરો રે દાદા ચુંદડી

અમદાવાદની જોડ ચુંદડી વાપરી,
આવી રે અમારે દેશ રે,
વોરો રે વીરા ચુંદડી

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી
ઉખેડું તો જગમોહનની ભાત રે
વોરો રે વીરા ચુંદડી

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે વીરા ચુંદડી

જુનાગઢથી જોડ ચુંદડી વાપરી
આવી રે અમારે દેશ રે
વોરો રે કાકા ચુંદડી

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી
વચમાં છે ચોખલીયાળી ભાત રે
વોરો રે કાકા ચુંદડી amarkathao

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે કાકા ચુંદડી

લાડબાઈ કાગળ મોકલે lyrics

Ladbai Kagal mokle lagnageet lyrics mp3 downland

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે
રાયવર વેલેરો આવ
સુંદરવર વેલેરો આવ
તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે

હું તો કચરાળી શેરીએ લાડવૈ નહિ હાલું
ઘડી ન વેલો પરણીશ
ઘડી ન મોડો પરણીશ
અબઘડીએ ફૂલવાળી શેરી નીપજે

વર તો વગડાનો વાસી
એના પગ ગયા છે ઘાસી
એ તો કેટલા દિ’નો ઉપવાસી
દીકરી દેતું’તું કોણ
જમાઈ કરતું’તું કોણ
તારા ઘડીયા લગન રાયવર વહી જશે

હું તો આંબાને તોરણ લાડવૈ નહિ અડું
ઘડી ન વેલો પરણીશ
ઘડી ન મોડો પરણીશ
અબઘડીએ મોતીના તોરણ નીપજે

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે
રાયવર વેલેરો આવ
સુંદરવર વેલેરો આવ
તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે

હું તો ઠીંકરાંની ચોરીએ લાડવૈ નહિ પરણું
ઘડી ન વેલો પરણીશ
ઘડી ન મોડો પરણીશ
અબઘડીએ તાંબાની ચોરી નીપજે

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે
રાયવર વેલેરો આવ
સુંદરવર વેલેરો આવ
તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે

તમે રાયવર વહેલાં આવો રે lyrics

Tame Rayvar vahela avo re lagna geet mp3

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારા દાદાજી રિસાણા રે,     
તમારા દાદાને પાઘડી પહેરામણી, 
તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારા પિતાજી રિસાણા રે,     
તમારા પિતાને ખેસની પહેરામણી, 
તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારાં માતાજી રિસાણા રે,     
તમારી માતાને સેલાની પહેરામણી, 
તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારા બેનીબા રિસાણા રે,     
તમારી બેનીને સોળે શણગાર, 
તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું? મારા વીરાજી રિસાણા રે,     
તમારા વીરાને સૂટની પહેરામણી, 
તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે

(સાંજીનું ગીત) Dada ene dagle dagle

દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે
દાતણ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે
નાવણ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે
ભોજન કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે તંબોળી બેસાડો રે
મુખવાસ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે ઢોલિયા ઢળાવો રે
પોઢણ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે મેડીઓ ચણાવો રે
ઉતારા કરશે બાળાવરની જાન રે

બાગમાં છંટાવો કાજુ કેવડો

(સાંજીનું ગીત) Bag ma chhantavo kaju kevdo

બાગમાં છંટાવો કાજુ કેવડો
વાડીમાં રોપાવો નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો

છગનભાઈનો કુંવર કાજુ કેવડો
મગનભાઈ વેવાઈની નમણી નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો
amarkathao
કેવડિયે તે લાગ્યાં ઝાઝાં ફૂલડાં
ફૂલ એટલાં જમાઈરાજનાં મૂલ રે
છંટાવો કાજુ કેવડો

કેવડિયે તે આવ્યાં નવલાં પાંદડાં
પાન એટલાં વહુરાણીનાં માન રે
છંટાવો કાજુ કેવડો

સવિતાબેનનો જન્મેલ કાજુ કેવડો
કવિતાબેન વેવાણની નમણી નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો

સીતાને તોરણ રામ પધાર્યા લગ્ન ગીત
સીતાને તોરણ રામ પધાર્યા લગ્ન ગીત

ગામને ગોંદરે બે નાળિયેરી

(સાંજીનું ગીત) Gaam ne Gondre be Naliyeri

માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી
ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી

શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી
ગોરા મારે સવિતાવહુને કાજ બે નાળિયેરી

ઓઢો સવિતાવહુ પાતળાં બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી

મારા મગનભાઈ સાડી સાટવે બે નાળિયેરી
ગોરા મારે કવિતાભાભીને કાજ બે નાળિયેરી

ઓઢો કવિતાભાભી પાતળાં બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી

નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે

(સાંજીનું ગીત) Nadi ne kinare rayvar

નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે,

આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો,

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,

નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.

દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે,

પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,

નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.

મણિયારાને હાટે વીરો ચૂડલો મૂલવે,

પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,

નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.

સોનીડાને હાટે વીરો હારલા મૂલવે,

પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,

નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.

કડી કેસરનો વીરો કડલો તે મૂલવે,

પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,

નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.

આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો,

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,

નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે. 

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે

(સાંજીનું ફટાણુ) Gulabvadi

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે

પહેલી કંકોતરી સૂરત શે’ર મોકલાવો રે
સવિતાબેન તમે વેગે વેલા આવો રે
નાના મોટાને સાથે તેડી લાવો રે
સવિતાબેન ચલાવે સુંદર મોટી ગાડી રે
મોહન જમાઈને પાડાની અસવારી રે

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે

બીજી કંકોતરી અમદાવાદ મોકલાવો રે
આનંદીકાકી તમે વેગે વેલા આવો રે
નાના મોટા સૌને સાથે તેડી લાવો રે
આનંદીકાકીને રેલગાડીની સવારી રે
કાકા સાઈકલ પેડલ મારતા આવે રે

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે

ત્રીજી કંકોતરી મુંબઈ શે’ર મોકલાવો રે
મીઠીમાસી તમે વેગે વેલા આવો રે
નાના મોટા સંધાયને તેડી લાવો રે
મીઠીમાસીને વિમાનની સવારી રે
માસા કરે ઊંટીયાની અસવારી રે

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે

ચોથી કંકોતરી સોનગઢ ગામ મોકલાવો રે
વેવાઈ-વેલા સૌ તમે વેગે વેલા આવો રે
કટમ્બ કબીલાને હારે તેડી લાવો રે
બાઈયું બેઠી ગાડે મલપતી આવે રે
મૂછાળા સૌ પાછળ દોડતા આવે રે

ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે

ભાદર ગાજે છે – ફટાણુ

(સાંજીમાં ગવાતું ફટાણું) Bhadar gaje – Fatanu

આવી આવી ભાદરવાની રેલ કે ભાદર ગાજે છે

એમાં મનુ તણાતો જાય કે ભાદર ગાજે છે

નાખો નાખો કનુભાઈ દોર કે ભાદર ગાજે છે

તાણો તાણો તો તૂટી જાય કે ભાદર ગાજે છે

આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને રમવા મેલોને

એને નાકે ઓલી નથડી પહેરાવો પછી મનુને રમવા મેલોને

એને ઘમઘમતો ઘાઘરો ઘાલો રે પછી મનુને રમવા મેલોને

એને તગતગતું કાપડું ચડાવો રે પછી મનુને રમવા મેલોને

આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને રમવા મેલોને

વાણલાં ભલે વાયાં રે – પ્રભાતીયુ

(પ્રભાતિયુ) Vanala vaya re – Prabhatiyu

સૂરજ ઊગ્યો રે કેવડિયાંની ફણસે
કે વાણલાં ભલે વાયાં રે

સૂતા જાગો રે વાસુદેવના નંદ
કે વાણલાં ભલે વાયાં રે

સૂતા જાગો રે સુભદ્રા બેનીના વીર
કે વાણલાં ભલે વાયાં રે

તમે જાગો રે જાગે સહુ દેવ
કે વાણલાં ભલે વાયાં રે

લેજો લેજો રે દાતણ ને ઝારી
કે વાણલાં ભલે વાયાં રે

બેસજો બેસજો તુલસીને ક્યારે
કે વાણલાં ભલે વાયાં રે
amarkathao
મુખ લૂજો રે પામરિયુંને છેડે
કે વાણલાં ભલે વાયાં રે

લેજો લેજો શરી રામનાં નામ
કે વાણલાં ભલે વાયાં રે

લીલુડા વનનો પોપટો

(પ્રભાતિયુ – ફટાણું ) Liluda van no popto

મારે તે આંગણે આંબો મ્હોરિયો,   

આંબલિયાના બહોળા તે પાન કે લીલુડા વનનો પોપટો.

ત્યાં બેસી પોપટ રાણો ટહુકિયા,   

જગાડ્યા ત્રણે ય વીર કે લીલુડા વનનો પોપટો.

મેડિયું માયલા મોટાભાઈ જાગિયા,    

અમારી મોટી તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો.

ઓરડા માયલા વચેટભાઈ જાગિયા,  

અમારી વચલી તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો.

ઓસરી માયલા નાનાભાઈ જાગિયા,  

અમારી નાની તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો.

ત્રણેએ તો જાગીને શું કરીયું ?   

રાખ્યો મારા માંડવડાનો રંગ કે લીલુડા વનનો પોપટો.

મારે તે આંગણે લીમડો ફાલિયો,    

લીમડાના પાંખેરાં પાન કે લીલુડા વનનો કાગડો !

ત્યાં બેસીને કાગો રાણો કળકળ્યા,   

ઓટલે સૂતા જમાઈ જાગિયા, લીલુડા વનનો કાગડો !

જાગીને જમાઈએ શું કરીયું ?   

જાગી ઠાલાં ફડાકા મારિયા, લીલુડા વનનો કાગડો !

હેતે લખીએ કંકોતરી રે

Hete Lakhie kankotari re (લગન લખતી વખતે કુળદેવીને નિમંત્રણ)

હેતે લખીએ કંકોતરી રે લોલ, હેતે લખીએ કંકોતરી રે લોલ,

લખીએ રૂડાં કુળદેવીનાં નામ કે કુળદેવી માત વેલા આવજો રે લોલ,

હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ.

અવસર આવ્યો છે રૂડો આંગણે રે લોલ

લગનના કંઈ વાગે રૂડા ઢોલ જો કુળદેવી માત વેલા આવજો રે લોલ,

હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ

સુખડના મંડપ રોપાવિયા રે લોલ,

બાંધ્યાં બાંધ્યાં લીલુડા તોરણ જો કુળદેવી માત વેલા આવજો રે લોલ,

હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ.

આવીને અવસર ઉજાળજો રે લોલ,

બાલુડાંને આપજો આશિષ કે કુળદેવી માત વેલા આવજો રે લોલ,

હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ.

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો

(લગન લખતી વખતે ગવાતુ ગીત) sona vatakdi

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે,

ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.

સજજો રે ઘરની મેનાને શણગાર રે,

ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે,

ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.

અક્ષર અક્ષર પરોવતા મંગળતા કોતરી,

કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી.

તેડાવો રે મંગલ ગીતો ગાતાં નર ને નારને,

ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.

કંકુને પગલે પગલે પ્રભુતા પગ માંડશે,

જીવનના સાથિયામાં ઇન્દ્રધનુ જાગશે.

રેલાવો રે રંગોળીમાં રંગ ધાર રે,

ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે,

ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.

કંકુ છાંટી કંકોતરી મોકલો-1

Kanku chhati kankotari moklo lyrics
(લગન લખતી વખતે ગવાતું ગીત)

કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો રાધાબેનનાં નામ રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના દાદા આવ્યા ને દાદી આવશે
બેનના માતાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના કાકા આવ્યા ને કાકી આવશે
બેનના ફૈબાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના મામા આવ્યા ને મામી આવશે
બેનના માસીબાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં

બેનના વીરા આવ્યા ને ભાભી આવશે
બેનની બેનીનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂંકડાં

કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો રાધાબેનનાં નામ રે
લગન આવ્યાં ઢૂંકડાં
==============================

કંકુ છાટી કંકોતરી મોકલી-2

Kanku chhati kankotari mokli mp3 downland
(માણેકથંભ રોપતી વખતે ગવાતું ગીત)

કંકુ છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડીનું નામ રે
માણેકથંભ રોપિયો

કેસર છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડાનું નામ રે
માણેકથંભ રોપિયો

પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી
કાકા હોંશે ભત્રિજી પરણાવો રે
માણેકથંભ રોપિયો

બીજી કંકોતરી મામા ઘેર મોકલી
મામા હોંશે મોસાળુ લઈ આવો રે
માણેકથંભ રોપિયો

કંકુ છાટી કંકોતરી મોકલી
કેસર છાટી કંકોતરી મોકલી
કંકુ છાટી કંકોતરી મોકલી

==============================

મારો માંડવો રઢિયાળો

maro mandvo radhiyalo lyrics
(વર પક્ષે મંડપ મૂર્હુત સમયે)

મારો માંડવો રઢિયાળો,
લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.

વીરને માતા જોઈએ તો
તેની માતા(માતાનું નામ)ને તેડાવો માણારાજ,
લાડેકોડે ભાઈ(વરનું નામ)ને પરણાવો માણારાજ.

મારો માંડવો રઢિયાળો,
લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.

વીરને બાપુ જોઈએ તો
બાપુ (પિતાનું નામ)ને તેડાવો માણારાજ,
લાડેકોડે દીકરો પરણાવો માણારાજ.

મારો માંડવો રઢિયાળો,
લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.

વીરને બેની જોઈએ તો
બેની(બહેનનું નામ)ને તેડાવો માણારાજ,
લાડેકોડે વીરાને પરણાવો માણારાજ.

મારો માંડવો રઢિયાળો,
લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.

વીરને બનેવી જોઈએ તો
બનેવી(બનેવીનું નામ)ને તેડાવો માણારાજ,
લાડેકોડે વીરા(વરનું નામ)ને પરણાવો માણારાજ.

મારો માંડવો રઢિયાળો,
લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ. 

==============================

મોટા માંડવડા રોપાવો

mota mandvda ropavo lagna geet pdf
(મંડપ મૂરત સમયે ગવાતું ગીત)

મોટા માંડવડા રોપાવો
ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ

વીરના દાદાને તેડાવો
વીરની માતાને તેડાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હોંશે મોભી પરણાવો માણારાજ

મોટા માંડવડા રોપાવો
ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ

વીરના વીરાને તેડાવો
વીરની ભાભીને તેડાવો માણારાજ
હોંશે બાંધવ પરણાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હરખે માંડવડો વધાવો માણારાજ

વીરના મામાને તેડાવો
વીરની મામીને તેડાવો માણારાજ
હોંશે ભાણેજ પરણાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હરખે માંડવડો વધાવો માણારાજ
==============================

લીલા માંડવા રોપાવો

Lila mandvada ropavo lyrics
(મંડપ મૂરત સમયે ગવાતું ગીત)

લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
લીલા વાંસ વઢાવો
રૂડાં માંડવા બંધાવો માણારાજ

લાડેકોડે રાધાબેન પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ

એમના કાકાને તેડાવો
એમની કાકીને તેડાવો માણારાજ
લાડેકોડે ભત્રીજી પરણાવો માણારાજ

લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
લીલા વાંસ વઢાવો
રૂડાં માંડવા બંધાવો માણારાજ

લાડેકોડે રાધાબેન પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ

એમના નાનાને તેડાવો
એમની નાનીને તેડાવો માણારાજ
લાડેકોડે દીકરી પરણાવો માણારાજ
લીલા માંડવા રોપાવો
લીલા ચોક સજાવો માણારાજ
==============================

વધાવો રે આવિયો

vadhavo re Aviyo lagna geet lyrics
(ચાક વધાવવાનું ગીત)

ધરતીમાં બલિહારી બે જણાં,
એક ધરતી બીજો આભ, વધાવો રે આવિયો
આભે મેહુલા વરસાવિયા
ધરતીએ ઝીલ્યાં છે ભાર, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક ઘોડી બીજી ગાય, વધાવો રે આવિયો
ગાયનો જાયો રે હળે જૂત્યો
ઘોડીનો જાયો પરદેશ, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક સાસુ ને બીજી માત, વધાવો રે આવિયો
માતાએ જનમ આપિયો
સાસુએ આપ્યો ભરથાર, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક સસરો બીજો બાપ, વધાવો રે આવિયો
બાપે તે લાડ લડાવિયા
સસરાએ આપી લાજ, વધાવો રે આવિયો
==============================

ઓઝો ઓઝો રે ઓઝી તણો

Ojo ojo re oji tano lagnageet
(ચાક વધાવવાનું ગીત)

ઓઝો ઓઝો રે ઓઝી તણો
ઓઝો વહુનો વીરો રે
ઓઝો લાવે ઘી તાવણી

લાપસી તે રાંધશું ફરતે ચાટવે
જમશે અમરતવહુનો વીરો રે
ઓઝો લાવે ઘી તાવણી

કાંઠા કોરું રે કરડી ગયો
બોઘેણ્યું મેલ્યું મૈયરની વાટ રે
ઓઝો લાવે ઘી તાવણી

ઓઝો ને ઓઝી ધસમશે
ઓઝા અકોટા ઘડાવ
અકોટાના બેસે દોકડાં રે
કાને કોડિયાં જડાવ રે

ઓઝો ને ઓઝી ધસમશે
ઓઝા કાંબિયું ઘડાવ
કાંબિયુંના બેસે દોકડાં રે
પગે કાંઠા જડાવ રે

ઓઝો ને ઓઝી ધસમશે
ઓઝા ચૂડલો કરાવ
ચૂડલાના બેસે દોકડાં રે
મને નળિયાં સરાવ રે
==============================

વરને પરવટ વાળો લગ્ન ગીત

var ne parvat valo lagna geet
(ફુલેકાનું ગીત)

મદભર્યો હાથી ને લાલ અંબાડી
ચડે માડીનો જાયો બારહજારી રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો

વરની પરવટડીમાં પાન સોપારી
ચાવે માડીનો જાયો બારહજારી રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો

વરના બાપુજી બાબુભાઈ ઓરેરા આવો
ઓરેરા આવી વરના મનડાં મનાવો રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો

પરથમી બધી વરના પગ હેઠળ બિરાજે
નવખંડ ધરતીમાં વરરાજો પોરસાઈ ચાલે રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો
==============================

વર છે વેવારિયો રે

Var chhe vevariyo re lyrics
(ફુલેકાનું ગીત)

કુંવરી ચડી રે કમાડ
સુંદર વરને નીરખવા રે
દાદા મોરા એ વર પરણાવ
એ વર છે વેવારિયો રે

ગગી મોરી ક્યાં તમે દીઠાં
ને ક્યાં તમારા મન મોહ્યાં રે
રમતો’તો બહોળી બજાર
દડૂલે મારાં મન મોહ્યાં રે

કુંવરી ચડી રે કમાડ
સુંદર વરને નીરખવા રે
વીરા મોરા એ વર જોશે
એ વર છે વેવારિયો રે

બેની મારી ક્યાં તમે દીઠાં
ને ક્યાં તમારા મન મોહ્યાં રે
ભણતો’તો ભટની નિશાળે
અક્ષરે મારાં મન મોહ્યાં રે

કુંવરી ચડી રે કમાડ
સુંદર વરને નીરખવા રે
કાકા મોરા એ વર જોજો
એ વર છે વેવારિયો રે

ભત્રિજી મોરી ક્યાં તમે દીઠાં
ને ક્યાં તમારા મન મોહ્યાં રે
જમતો’તો સોનાને થાળે
કોળીયે મારાં મન મોહ્યાં રે

કુંવરી ચડી રે કમાડ
સુંદર વરને નીરખવા રે
કાકા મોરા એ વર જોજો
એ વર છે વેવારિયો રે
==============================

મોતી નીપજે રે – ગુજરાતી લગ્ન ગીત

moti nipje re Lagna geet lyrics
(વરપક્ષે માળારોપણ)

લાંબી તે લાંબી સરોવરિયાની પાળ
આ-હે એ પાળે તે મોતી નીપજે રે

મોતી તે લાગ્યું નિલેશભાઈ વરને હાથ
આ-હે ઘેરે રે આવીને ઝગડો માંડિયો

દાદા તે મોરા મુજને પરણાવો
આ-હે મુજને પરણ્યાંની દાદા હોંશ

ઘણી ખરચું તો ખરચું લાખ શું બે લાખ
આ-હે મોભીને પરણાવું ઘણી હોંશથી
==============================

પીઠી ચોળોને પંચ કલ્યાણી

PITHI CHOLO NE KALYANI
(પીઠીનું ગીત)

પીઠી ચોળોને પંચ કલ્યાણી
પીઠી કિયા રે મુલકથી આણી

પીઠી સુરત શહેરથી આણી
પીઠી વડોદરામાં વખણાણી

પીઠી મુંબઈમાં રે ગવાણી
પીઠી પાવલાની પાશેર પીઠી અડધાની

અચ્છેર પીઠી પોણાની પોણો શેર
પીઠી રૂપૈયાની શેર
પીઠી રૂપલા વાટકડે ઘોળાય રે
પીઠી જીગરભાઈને અંગે ચોળાય રે

પીઠી મામા ને મામી રે લાવે
પીઠી જીગરભાઈ હોંશે ચોળાવે
પીઠી જોવાને સહુ રે આવે
==============================

પાવલાંની પાશેર

Pavla ni pasher (pithi nu geet)

પાવલાંની પાશેર લાડકડાંને હળદી ચડે છે
પાવલાંની પાશેર અમિતભાઈને પીઠી ચડે છે

અડધાની અધશેર લાડકડાંને હળદી ચડે છે
અડધાની અધશેર અમિતભાઈને પીઠી ચડે છે

રૂપૈયાની શેર રે જીયાવરને હળદી ચડે છે
રૂપૈયાની શેર રે જીયાવરને પીઠી ચડે છે

આણી અમારે ઘેર રે જીયાવરને હળદી ચડે છે
આણી અમારે ઘેર રે જીયાવરને પીઠી ચડે છે

વાટકડે ઘોળાય રે લાડકડાંને પીઠી ચડે છે
લાડકડાંને ચોળાય અમિતભાઈને પીઠી ચડે છે
==============================

પીઠી ચોળો રે પીતરાણી

Pithi cholo re Pitrani

પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે
હાથ પગ ચોળે રે વીરની ભાભી રે

મુખડાં નીહાળે રે વીરની માતા રે
પીઠી ચડશે રે જીયાવરને રે

કાકા તેલ ચોળશે રે મારા વીરને
કાચા તેલ ચડશે રે પેલી છોડીને
amarkathao
પાટેથી ઉતારશે વીરના મામા રે
કાજળ આંજશે રે વીરના મામી રે

પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે
==============================

https://www.youtube.com/embed/NW4qSSav2so?feature=oembedપીઠી ચોળો રે પીતરાણી mp3

દેશી લગ્ન ગીત, લગ્ન ગીત વિદાય, ગીતા રબારી ના લગ્ન ગીત, લગ્ન ગીત MP3, પ્રાચીન લગ્ન ગીત, લગ્ન ગીત લખેલા, લગ્ન ગીત pdf, લગ્ન ગીત ફટાણા, મામેરા ના લગ્ન ગીત, લગ્ન ગીત lyrics, લગ્ન ગીત જૂના, ગુજરાતી લગ્ન ગીત, ગુજરાતી લગ્ન ગીત lyrics, ગુજરાતી લગ્ન ગીત mp3, લગનનાં ગીત, લગ્ન ગીત MP3 downland, વિદાય ગીત,

મોસાળા આવિયાં

Mosala aviya

ઊંચી ચડે ને નીચી ઊતરે રે, બેની જુએ વીરાજીની વાટ
નણંદે તે દીધું મેણલું રે, ભાભી ન આવ્યો તમારલો વીર
કસરે છૂટે ને વેણ મોકળી રે, આંસુએ ભીંજવ્યા છે ચીર
દિયરે દીધી વધામણી રે, ભાભી આવ્યો તમારલો વીર

મોસાળાં આવિયાં

કસરે બાંધી ને વેણ ચોસરી રે,
હૈયૈ હરખ ન માય,
મોસાળાં આવિયાં

ઝબક્યાં તે વેલના કાંગરાં રે,
ઝબક્યા ધોરીડાંના શીંગ,
મોસાળાં આવિયાં

ઝબકી વીરાની પાઘડી રે,
ઝબક્યાં ભાભીના ચીર,
મોસાળાં આવિયાં

ઝબક્યો મોતીજડ્યો મોડિયો રે,
ઝળહળી મોસાળાંની છાબ,
મોસાળાં આવિયાં

ઘડ રે લુહાર, ઘડ દીવડો,
હું તો મેલીશ માંડવા હેઠ,
મોસાળાં આવિયાં

ઢાળો રે માંડવડે ઢોલિયા રે,
હું તો બેસીશ વીરાજીની જોડ
મોસાળાં આવિયાં
amarkathao
વીરો મોસાળાં લાવિયો રે,
વીરો વરસ્યો છે માંડવા હેઠ
મોસાળાં આવિયાં

ભાભીએ મોસાળાની છાબ ભરી,
બેની વધાવો તમે છાબ
મોસાળાં આવિયાં
==============================

Gujarati Lagna Geet Lyrics in English, Old Gujarati Wedding songs, Mandap Muhurat song in Gujarati Lyrics, Best Gujarati Wedding songs, Prachin Lagna Geet lyrics, Gujarati wedding songs for bride, Gujarati Lagna Vidhi List, Gujarati Wedding Songs Instrumental

લીલુડા વાંસની વાંસલડી

Liluda vaas ni vasaldi

(જાન પ્રસ્થાન)
લીલુડાં વાંસની વાંસલડી રે
આડા મારગે વાગતી જાય

નગરીના લોકે પૂછીયુ રે
આ ક્યાંનો રાણો પરણવા જાય

નથી રાણો નથી રાજવી
નથી દિલ્હીનો દરબાર

દાદાજીનો બેટડો રે મારો
લાડકડો પરણવા જાય

મારો લાડકડો પરણવા જાય
મારો લાડકડો પરણવા જાય
==============================

રાય કરમલડી રે (જાન પ્રસ્થાન)

Ray Karmaldi re

મારા ખેતરને શેઢડે
રાય કરમલડી રે
ફાલી છે લચકા લોળ
રાય કરમલડી રે
વાળો કિશનભાઈ ડાળખી
રાય કરમલડી રે
વીણો રાધાવહુ ફૂલડાં
રાય કરમલડી રે
વીણીચૂંટીને ગોરીએ છાબ ભરી
રાય કરમલડી રે
તેનો ગૂંથે માલણ મોડિયો
રાય કરમલડી રે
મોડિયો રાધાવહુને માથડે
રાય કરમલડી રે
તેનો ગૂંથે માલણ છોગલો
રાય કરમલડી રે
છોગલો દેખી રાણી રવે ચડ્યાં
રાય કરમલડી રે
પરણું તો કિશનભાઈ મોભીને
રાય કરમલડી રે
==============================

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

Ghode chadjo (જાન પ્રસ્થાન)

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
શકનિયો છે જોશીડાનો બેટો
ચોઘડિયા જોઈ જોઈ સામો જડિયો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
શકનિયો છે કસુંબીનો બેટો
ઘરચોળા લઈ લઈ સામો જડિયો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
શકનિયો છે મણિયારાનો બેટો
ઘરચોળા લઈ લઈ સામો જડિયો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
શકનિયો છે સોનીડાનો બેટો
હારલિયો લઈ લઈ સામો જડિયો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
==============================

શુકન જોઈને સંચરજો રે

Shukan Joine (જાન પ્રસ્થાન)

શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે જોશીડો રે
જોશ જોઈ પાછો વળીયો
શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે માળીડો રે
ફૂલગજરા આપી પાછો વળીયો રે
શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે દોશીડો રે
ચૂંદડી આપી પાછો વળીયો રે
શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે સોનીડો રે
કડલાં આપી પાછો વળીયો રે
શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે મણીયારો રે
ચુડલાં આપી પાછો વળીયો રે
શુકન જોઈ ને સંચરજો રે

જોઈશે લીલેરા શા વાના રે
જડશે ગોકુળમાના કાના રે
શુકન જોઈ ને સંચરજો રે
==============================

સાઈકલની સીટી વાગી વરરાજા

(વરરાજાની હઠ)

સાઈકલની સીટી વાગી વરરાજા
આટલી શી હઠ છોડો ને

તમે પહોંચી પર ઘડીયાળ માંગી વરરાજા
આટલી શી હઠ છોડો ને

તમે ચેન ઉપર ઉરમાળા માંગી વરરાજા
આટલી શી હઠ છોડો ને

સાઈકલની સીટી વાગી વરરાજા
આટલી શી હઠ છોડો ને

તમે સૂટ ઉપર ટાઈ માંગી વરરાજા
આટલી શી હઠ છોડો ને

તમે બૂટ ઉપર મોજડી માંગી વરરાજા
આટલી શી હઠ છોડો ને

સાઈકલની સીટી વાગી વરરાજા
આટલી શી હઠ છોડો ને
==============================

ધીમી ધીમી મોટર હાંકો વરરાજા

Dhime dhime motar hanko

(જાનમાં ગવાતું ગીત)

તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા
ધીમી ધીમી મોટર હાંકો રે

અમરેલી શહેરના ચાર દરવાજા
પહેલે દરવાજે ઊભી રાખો રે
પહેલે દરવાજે કસુંબીના હાટ છે
ઘરચોળા મોલવીને આવો ને
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા
ધીમી ધીમી મોટર હાંકો રે

અમરેલી શહેરના ચાર દરવાજા
બીજે દરવાજે ઊભી રાખો રે
બીજે દરવાજે મણિયારાના હાટ છે
ચૂડલો મોલવીને વેલા આવો રે
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા
ધીમી ધીમી મોટર હાંકો રે

અમરેલી શહેરના ચાર દરવાજા
ત્રીજે દરવાજે ઊભી રાખો રે
ત્રીજે દરવાજે સોનીડાના હાટ છે
પહોંચો મોલવીને વેલા આવો રે
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા
ધીમી ધીમી મોટર હાંકો રે

અમરેલી શહેરના ચાર દરવાજા
ચોથે દરવાજે ઊભી રાખો રે
ચોથે દરવાજે સસરાજી ઊભા
લાડી પરણીને વેલા આવોને
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા
ધીમી ધીમી મોટર હાંકો રે
==============================

મોર તારી સોનાની ચાંચ lyrics

Mor tari sona ni chach lyrics
(જાનમાં ગવાતુ ગીત)

મોર તારી સોનાની ચાંચ,
મોર તારી રૂપાની પાંખ,
સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય.

મોર જાજે ઊગમણે દેશ,
મોર જાજે આથમણે દેશ,
વળતો જાજે વેવાયુને માંડવે હો રાજ.

વેવાઈ મારા સૂતો છે કે જાગ,
વેવાઈ મારા સૂતો છે કે જાગ,
કિશનભાઇ વરરાજે સીમડી ઘેરી માણારાજ.

સીમડીએ કાંઈ ચમર ઢોળાવ,
સીમડીએ કાંઈ ચમર ઢોળાવ,
ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ.

વેવાઈ મારા સૂતો હોય તો જાગ,
વેવાઈ મારા સૂતો હોય તો જાગ,
કિશનભાઇ વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ.

ઝાંપે કાંઈ છાંટણાં છંટાવ,
ઝાંપે કાંઈ પાણીડાં છંટાવ,
ઠંડકુંનો હોંશી વીરો મારો આવે માણારાજ.

વેવાઈ મારા સૂતો હોય તો જાગ,
વેવાઈ મારા સૂતો હોય તો જાગ,
કિશનભાઇ વરરાજે શેરીયું ઘેરી માણારાજ.

શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ,
શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ,
સુગંધીનો હોંશી વીરો મારો આવે માણારાજ.

વેવાઈ મારા સૂતો હોય તો જાગ,
વેવાઈ મારા સૂતો હોય તો જાગ,
કિશનભાઇ વરરાજે માંડવો ઘેર્યો માણારાજ.

માંડવડે કાંઈ લાડકી પધરાવ,
માંડવડે કાંઈ લાડકી પધરાવ,
લાડકીનો હોંશી વીરો મારો આવે માણારાજ.

ગોત્રીજે કાંઈ રમતું મંડાવ,
ગોત્રીજે કાંઈ રમતું મંડાવ,
રમતુંનો હોંશી વીરો મારો આવે માણારાજ.

Gujarati Lagna Geet PDF free download, Old Gujarati Lagna Geet lyrics, Gujarati Lagna Geet for boy, Gujarati Lagna Geet Lyrics Fatana, Traditional Gujarati wedding songs list, Lagna Geet PDF download,
==============================

વર તો પાન સરીખા પાતળા

var to pan sarikha patla
(જાનનું આગમન)

વર તો પાન સરીખા પાતળા રે
વરના લવિંગ સરખા નેણ રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો સીમડીએ આવ્યા મલપતા રે
હરખ્યા હરખ્યા ગામડિયાનાં મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો સરોવરિયે આવ્યા મલપતા રે
હરખ્યા હરખ્યા પાણીયારિયુંનાં મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો શેરીએ આવ્યા મલપતા રે
હરખ્યા હરખ્યા પાડોશીનાં મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો માંડવે આવ્યા મલપતા રે
હરખ્યા હરખ્યા સાસુજીના મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો માયરે આવ્યા મલપતા રે
હરખ્યા હરખ્યા લાડલીના મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે
==============================

બારે પધારો સોળે હો સુંદરી

(વરરાજાનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ)

બારે પધારો સોળે હો સુંદરી

આંગણે અલબેલા ઊભા રહ્યાં
આંગણે અલબેલા ઊભા રહ્યાં

બારે નીકળતાં અમે હો લાજિયે

અમને અમારા દાદા દેખશે
અમને અમારા દાદા દેખશે

તમારા દાદાને તીરથ કરાવું
એક કાશી ને બીજી દ્વારિકા

બારે પધારો સોળે હો સુંદરી

આંગણે અલબેલા ઊભા રહ્યાં
આંગણે અલબેલા ઊભા રહ્યાં

બારે નીકળતાં અમે હો લાજિયે

અમને અમારા કાકા દેખશે
અમને અમારા કાકા દેખશે

તમારા કાકાને તીરથ કરાવું
એક કાશી ને બીજી દ્વારિકા

બારે પધારો સોળે હો સુંદરી

આંગણે અલબેલા ઊભા રહ્યાં
આંગણે અલબેલા ઊભા રહ્યાં

બારે નીકળતાં અમે હો લાજિયે

અમને અમારા વીરા દેખશે
અમને અમારા વીરા દેખશે

તમારા વીરાને તીરથ કરાવું
એક કાશી ને બીજી દ્વારિકા બારે

પધારો સોળે હો સુંદરી
આંગણે અલબેલા ઊભા રહ્યાં
આંગણે અલબેલા ઊભા રહ્યાં
==============================

સીતાને તોરણ રામ પધાર્યાં

સીતા ને તોરણ રામ પધાર્યા - લગ્નગીત
સીતા ને તોરણ રામ પધાર્યા – લગ્નગીત

SITA NE TORAN RAM PADHARY Lyrics
(વરરાજાને પોંખતી વખતનું ગીત)

સીતાને તોરણ રામ પધાર્યાં
લેજે પનોતી પહેલું પોંખણું

પોંખતાને વરની ભમર ફરકી
આંખલડી રતને જડી

રવાઈએ વર પોંખો પનોતા
રવાઈએ ગોરી સોહામણા

સીતાને તોરણ રામ પધાર્યાં
લેજે પનોતી બીજું પોખણું

ધોંસરિયે વર પોંખો પનોતા
ધોંસરિયે ગોરી સોહામણા

સીતાને તોરણ રામ પધાર્યાં
લેજે પનોતી ત્રીજું પોખણું

ત્રાંકે વર પોંખો પનોતા
ત્રાંકે રેટિયાં સોહામણા

સીતાને તોરણ રામ પધાર્યાં
લેજે પનોતી ચોથું પોખણું
amarkathao
પીંડીએ વર પોંખો પનોતા
પીંડીએ હાથ સોહામણા
==============================

હળવે હળવે પોંખજો – ફટાણું

Halve Halve pokhjo
(પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું)

હળવે હળવે પોંખજો રે લટકાળી
હળવે હળવે પોંખજો રે કામણધીંગી
એ વર છે વેવાઈનો લાડકડો

કોકનો ચૂડલો પહેરીને
જમાઈ પોંખવા ચાલી

જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો
લટકો ને મટકો ચડી જાશે ચટકો
હળવે હળવે પોંખજો રે લટકાળી

માંગ્યો સાડલો પહેરી
જમાઈ પોંખવા ચાલી

જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો
લટકો ને મટકો ચડી જાશે ચટકો
હળવે હળવે પોંખજો રે કામણધીંગી
==============================

દૂધે તે ભરી રે તળાવડી

Dudhe te bhari Talavdi lyrics
(માયરાનું ગીત)

દૂધે તે ભરી રે તળાવડી, મોતીડે બાંધી પાળ
ઈશવર ધોવે ધોતિયાં, પારવતી પાણીની હાર

હળવાં તે ધોજો ઈશવર ધોતિયાં, છંટાશે મારાં ચીર
અમ ઘર દાદોજી રિસાળવા, માતા મારી દેશે ગાળ

નહિ તારો દાદોજી રિસાળવા નહિ દેશે માતા તારી ગાળ
આપણ બેઉ મળી પરણશું વૈશાખ મહિના માંય
==============================

મારા નખના પરવાળા જેવી ચૂંદડી

gujarati lagna geet book pdf, old gujarati lagna geet lyrics, gujarati lagna geet list, लग्न गीत, full gujarati lagna geet lyrics, famous gujarati lagna geet lyrics, gujarati lagan na geet, gujarati lagna geet lyrics pdf, gujarati lagan na geet lyrics,
==============================

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે

Kesariyo Jaan Lavyo lagna geet lyrics
(માંડવાનું ગીત)

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…

જાનમાં તો આવ્યા મુનશી, માંડવે મૂકાવો ખુરશી,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા મોટા, જળ ભરી લાવો લોટા.
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનણીએ પે’ર્યા અમ્મર, માંડવામાં નથી ઝુમ્મર,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા પારસી, માંડવે મૂકાવો આરસી,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા સિધ્ધી, સિધ્ધી દેખી વેવણ બીધી,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા ગોરા, વેવણ તમે લાવો તોરા,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
==============================

નાણાવટી રે સાજન બેઠું માંડવે

NANAVATI RE SAAJAN BETHU MANDVE lyrics
(માંડવાનું ગીત)

નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ભરી સભાના રાજા
એવા આર્યનભાઈના દાદા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ગુલાબ કેરા ગોટા
એવા આર્યનભાઈના પિતા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વાડી
એવી આર્યનભાઈની માડી
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા અતલસના તાકા
એવા આર્યનભાઈના કાકા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા લીલુડાં વનના આંબા
એવા આર્યનભાઈના મામા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા હાર કેરા હીરા
એવા આર્યનભાઈના વીરા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વેલી
એવી આર્યનભાઈની બેની
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

Lagna Geet Lyrics, Lagna Geet Gujarati PDF, Prachin Lagna Geet lyrics, Lagna Geet Gujarati Lyrics, Lagna Geet pdf, Lagna geet video, Lagna Geet Gujarati list, Nava lagna geet, Lagna Geet Gujarati mp3, vidai geet,
==============================

વીરો મારો ઝગમગ ઝગમગ થાય

Viro maro jagmag jagmag thay lyrics
(માંડવાનું ગીત)

ઊંચા ઊંચા બંગલા બંધાવો
એમાં કાચની બારીઓ મેલાવો
કે વીરો મારો ઝગમગ થાય

કિશનભાઈ મારે મનડાંના મીઠા
એના દાદાને દરબારમાં દીઠા
કે વીરો મારો ઝગમગ થાય

કિશનભાઈ મારે મનડાંના મીઠાં
એના કાકાને કચેરીમાં દીઠા
કે વીરો મારો ઝગમગ થાય

કિશનભાઈ મારે મનડાનાં મીઠાં
એના મામાને મહોલાતુંમાં દીઠા
કે વીરો મારો ઝગમગ થાય

કિશનભાઈ મારે મનડાંના મીઠાં
એના વીરાને વાડિયુંમાં દીઠા
કે વીરો મારો ઝગમગ થાય
==============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *