9138 Views
મામેરા ના લગ્નગીત, માંડવાનાં ગીત, ફટાણાં, કન્યા વિદાય ગીત, દેશી લગ્ન ગીત, લગ્ન ગીત વિદાય, પ્રાચીન લગ્ન ગીત, લગ્ન ગીત લખેલા, લગ્ન ગીત pdf, લગ્ન ગીત ફટાણા, મામેરા ના લગ્ન ગીત, લગ્ન ગીત lyrics, લગ્ન ગીત જૂના
👉 ગણેશ સ્થાપના ના ગીત 1 થી 10 નંબરનાં ગીત આગળનાં ભાગમાં મુક્યા છે. જે વાંચવા માટે અહી ક્લીક કરો. આ ભાગ 2 છે. – ગણેશ સ્થાપના ગીત ભાગ ભાગ 1
લગ્ન ગીત સંગ્રહ ભાગ 2
દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે
(સાંજીનું ગીત) Dada ene dagle dagle
દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે
દાતણ કરશે બાળાવરની જાન રે
દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે
નાવણ કરશે બાળાવરની જાન રે
દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે
ભોજન કરશે બાળાવરની જાન રે
દાદા એને ડગલે ડગલે તંબોળી બેસાડો રે
મુખવાસ કરશે બાળાવરની જાન રે
દાદા એને ડગલે ડગલે ઢોલિયા ઢળાવો રે
પોઢણ કરશે બાળાવરની જાન રે
દાદા એને ડગલે ડગલે મેડીઓ ચણાવો રે
ઉતારા કરશે બાળાવરની જાન રે
બાગમાં છંટાવો કાજુ કેવડો
(સાંજીનું ગીત) Bag ma chhantavo kaju kevdo
બાગમાં છંટાવો કાજુ કેવડો
વાડીમાં રોપાવો નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો
છગનભાઈનો કુંવર કાજુ કેવડો
મગનભાઈ વેવાઈની નમણી નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો
amarkathao
કેવડિયે તે લાગ્યાં ઝાઝાં ફૂલડાં
ફૂલ એટલાં જમાઈરાજનાં મૂલ રે
છંટાવો કાજુ કેવડો
કેવડિયે તે આવ્યાં નવલાં પાંદડાં
પાન એટલાં વહુરાણીનાં માન રે
છંટાવો કાજુ કેવડો
સવિતાબેનનો જન્મેલ કાજુ કેવડો
કવિતાબેન વેવાણની નમણી નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો
ગામને ગોંદરે બે નાળિયેરી
(સાંજીનું ગીત) Gaam ne Gondre be Naliyeri
માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી
ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી
શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી
ગોરા મારે સવિતાવહુને કાજ બે નાળિયેરી
ઓઢો સવિતાવહુ પાતળાં બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી
મારા મગનભાઈ સાડી સાટવે બે નાળિયેરી
ગોરા મારે કવિતાભાભીને કાજ બે નાળિયેરી
ઓઢો કવિતાભાભી પાતળાં બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે
(સાંજીનું ગીત) Nadi ne kinare rayvar
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે,
આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
મણિયારાને હાટે વીરો ચૂડલો મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
સોનીડાને હાટે વીરો હારલા મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
કડી કેસરનો વીરો કડલો તે મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
(સાંજીનું ફટાણુ) Gulabvadi
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે
પહેલી કંકોતરી સૂરત શે’ર મોકલાવો રે
સવિતાબેન તમે વેગે વેલા આવો રે
નાના મોટાને સાથે તેડી લાવો રે
સવિતાબેન ચલાવે સુંદર મોટી ગાડી રે
મોહન જમાઈને પાડાની અસવારી રે
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે
બીજી કંકોતરી અમદાવાદ મોકલાવો રે
આનંદીકાકી તમે વેગે વેલા આવો રે
નાના મોટા સૌને સાથે તેડી લાવો રે
આનંદીકાકીને રેલગાડીની સવારી રે
કાકા સાઈકલ પેડલ મારતા આવે રે
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે
ત્રીજી કંકોતરી મુંબઈ શે’ર મોકલાવો રે
મીઠીમાસી તમે વેગે વેલા આવો રે
નાના મોટા સંધાયને તેડી લાવો રે
મીઠીમાસીને વિમાનની સવારી રે
માસા કરે ઊંટીયાની અસવારી રે
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે
ચોથી કંકોતરી સોનગઢ ગામ મોકલાવો રે
વેવાઈ-વેલા સૌ તમે વેગે વેલા આવો રે
કટમ્બ કબીલાને હારે તેડી લાવો રે
બાઈયું બેઠી ગાડે મલપતી આવે રે
મૂછાળા સૌ પાછળ દોડતા આવે રે
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે
ભાદર ગાજે છે – ફટાણુ
(સાંજીમાં ગવાતું ફટાણું) Bhadar gaje – Fatanu
આવી આવી ભાદરવાની રેલ કે ભાદર ગાજે છે
એમાં મનુ તણાતો જાય કે ભાદર ગાજે છે
નાખો નાખો કનુભાઈ દોર કે ભાદર ગાજે છે
તાણો તાણો તો તૂટી જાય કે ભાદર ગાજે છે
આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને રમવા મેલોને
એને નાકે ઓલી નથડી પહેરાવો પછી મનુને રમવા મેલોને
એને ઘમઘમતો ઘાઘરો ઘાલો રે પછી મનુને રમવા મેલોને
એને તગતગતું કાપડું ચડાવો રે પછી મનુને રમવા મેલોને
આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને રમવા મેલોને
વાણલાં ભલે વાયાં રે – પ્રભાતીયુ
(પ્રભાતિયુ) Vanala vaya re – Prabhatiyu
સૂરજ ઊગ્યો રે કેવડિયાંની ફણસે
કે વાણલાં ભલે વાયાં રે
સૂતા જાગો રે વાસુદેવના નંદ
કે વાણલાં ભલે વાયાં રે
સૂતા જાગો રે સુભદ્રા બેનીના વીર
કે વાણલાં ભલે વાયાં રે
તમે જાગો રે જાગે સહુ દેવ
કે વાણલાં ભલે વાયાં રે
લેજો લેજો રે દાતણ ને ઝારી
કે વાણલાં ભલે વાયાં રે
બેસજો બેસજો તુલસીને ક્યારે
કે વાણલાં ભલે વાયાં રે
amarkathao
મુખ લૂજો રે પામરિયુંને છેડે
કે વાણલાં ભલે વાયાં રે
લેજો લેજો શરી રામનાં નામ
કે વાણલાં ભલે વાયાં રે
લીલુડા વનનો પોપટો
(પ્રભાતિયુ – ફટાણું ) Liluda van no popto
મારે તે આંગણે આંબો મ્હોરિયો,
આંબલિયાના બહોળા તે પાન કે લીલુડા વનનો પોપટો.
ત્યાં બેસી પોપટ રાણો ટહુકિયા,
જગાડ્યા ત્રણે ય વીર કે લીલુડા વનનો પોપટો.
મેડિયું માયલા મોટાભાઈ જાગિયા,
અમારી મોટી તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો.
ઓરડા માયલા વચેટભાઈ જાગિયા,
અમારી વચલી તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો.
ઓસરી માયલા નાનાભાઈ જાગિયા,
અમારી નાની તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો.
ત્રણેએ તો જાગીને શું કરીયું ?
રાખ્યો મારા માંડવડાનો રંગ કે લીલુડા વનનો પોપટો.
મારે તે આંગણે લીમડો ફાલિયો,
લીમડાના પાંખેરાં પાન કે લીલુડા વનનો કાગડો !
ત્યાં બેસીને કાગો રાણો કળકળ્યા,
ઓટલે સૂતા જમાઈ જાગિયા, લીલુડા વનનો કાગડો !
જાગીને જમાઈએ શું કરીયું ?
જાગી ઠાલાં ફડાકા મારિયા, લીલુડા વનનો કાગડો !
હેતે લખીએ કંકોતરી રે
Hete Lakhie kankotari re (લગન લખતી વખતે કુળદેવીને નિમંત્રણ)
હેતે લખીએ કંકોતરી રે લોલ, હેતે લખીએ કંકોતરી રે લોલ,
લખીએ રૂડાં કુળદેવીનાં નામ કે કુળદેવી માત વેલા આવજો રે લોલ,
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ.
અવસર આવ્યો છે રૂડો આંગણે રે લોલ
લગનના કંઈ વાગે રૂડા ઢોલ જો કુળદેવી માત વેલા આવજો રે લોલ,
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ
સુખડના મંડપ રોપાવિયા રે લોલ,
બાંધ્યાં બાંધ્યાં લીલુડા તોરણ જો કુળદેવી માત વેલા આવજો રે લોલ,
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ.
આવીને અવસર ઉજાળજો રે લોલ,
બાલુડાંને આપજો આશિષ કે કુળદેવી માત વેલા આવજો રે લોલ,
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ.
સોના વાટકડીમાં કંકુ ઘોળાવો
(લગન લખતી વખતે ગવાતુ ગીત) sona vatakdi
સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે,
ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.
સજજો રે ઘરની મેનાને શણગાર રે,
ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.
સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે,
ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.
અક્ષર અક્ષર પરોવતા મંગળતા કોતરી,
કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી.
તેડાવો રે મંગલ ગીતો ગાતાં નર ને નારને,
ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.
કંકુને પગલે પગલે પ્રભુતા પગ માંડશે,
જીવનના સાથિયામાં ઇન્દ્રધનુ જાગશે.
રેલાવો રે રંગોળીમાં રંગ ધાર રે,
ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.
સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે,
ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.
👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )
👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)
👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)
👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)
👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)
👉 બેસ્ટ ગુજરાતી પ્રાચીન ગરબા કલેક્શન
👉 Best New Non stop garba 2022
🌺 નીચેનાં ગીતો આગળના ભાગમાં મુકવામાં આવશે…
Pingback: લગ્ન ગીતો ભાગ 4 - AMARKATHAO
Pingback: 101 Best Gujarati Lagna Geet lyrics, mp3 | ગુજરાતી લગ્ન ગીત ફટાણા સંગ્રહ - AMARKATHAO
Pingback: પ્રાચીન લગ્ન ગીત, કંકોતરી થી વિદાય સુધીના Lagna geet નો ખજાનો 3 - AMARKATHAO
Pingback: Best Gujarati Lagna Geet, Fatana lyrics, mp3 | 101 ગુજરાતી લગ્ન ગીત pdf - AMARKATHAO
Pingback: 'સમી સાંજનો ઢોલ ઢબુકતો' કન્યાવિદાયનું આ ગીત સાંભળીને આંખો ભીની ન થાય તો જ નવાઈ - AMARKATHAO
Pingback: કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો - કન્યાવિદાય નું કરુણ ગીત - કવિ દાદ - AMARKATHAO
Pingback: વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં lyrics of song - AMARKATHAO
Pingback: 11 સદાબહાર પ્રાચીન ગરબા સંગ્રહ | best Prachin Garba Lyrics pdf, mp3, video collection - AMARKATHAO
Pingback: ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના - મણિલાલ દેસાઈ : ગામડાનું ગીત - AMARKATHAO
Pingback: Sharad Poonam Ni Raat Lyrics, song, Garba, video, mp3 collection - AMARKATHAO
Pingback: રે કાન્હા હું તને ચાહું Gujarati song lyrics, mp3, video - AMARKATHAO
Pingback: Best New Nonstop Navratri Garba collection 2023 Mp3, lyrics, video - AMARKATHAO
Pingback: રસિયો રૂપાળો લિરિક્સ ગુજરાતીમાં | Rasiyo Rupalo Lyrics in Gujarati - AMARKATHAO
Pingback: Best 100+ Gujarati lagna geet lyrics pdf (A to Z Lagna geet collection) - AMARKATHAO
Pingback: પ્રાચીન લગ્ન ગીત, કંકોતરી થી કન્યાવિદાય સુધીના લગ્નગીતો - AMARKATHAO
Pingback: કેસુડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો આવ્યો ફાગણિયો
Pingback: લીંબુડા ઝૂલે તારા બાગમાં - લોકગીત - AMARKATHAO
Pingback: અલખ ધણી ની આરતી | રામદેવપીર ની આરતી lyrics - AMARKATHAO