ખમણ ઢોકળા 

ખમણ ઢોકળા ગુજરાતની બધી વાનગીઓમાં ટોપ પર આવે છે. આ ગુજરાતીઓ સાથે ભારતના તમામ લોકોની આ પહેલી પસંદગી છે. તે દેખાવમાં સામાન્ય ઢોકળા જેવા દેખાય છે પણ તે ખાવામાં નરમ અને સ્વાદિષ્ટ હોય છે.

આગળ જુઓ

ખાંડવી

ખાંડવીને માત્ર ગુજરાતમાં જ નહીં પણ દિલ્હીમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જે લોકો નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે તે લોકોનું બેસ્ટ ફૂડ છે, જે ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. 

 હાંડવો

જ્યારે ગુજરાતના પ્રખ્યાત વાનગીની વાત આવે છે અને તેમાં હાંડવો ના હોય એવું થોડું ચાલે. તમને જણાવી દઈએ કે હાંડવો ગુજરાતની એક નમકીન માં આવે છે, જેને તમે નમકીન કેક પણ કહી શકો છો.

ગાંઠીયા

ગાંઠિયા … એ ચણાના લોટમાં …. વણેલી કવિતા છે, ગાંઠિયા સૌરાષ્ટ્રની મહાન પારિવારીક વાનગી છે …folk food એટલે કે લોકખાણું છે. ગાંઠિયાનું વૈવિધ્ય અપાર છે. એ પછી વણેલા, તીખા, લસણિયા ગાંઠિયા બનાવાય છે.

ઢેબરાં - Thepla

ઢેબરાં ગુજરાતનો ફેમસ ખોરાક છે, જે ચા સાથે ખૂબ જ પસંદ કરવામાં આવે છે કારણ કે તે દેખાવમાં પકોડા જેવો લાગે છે. ચા સાથે કંઈક અલગ ટેસ્ટ કરવા માંગતા હોય તો તમારા માટે ઢેબરાં બેસ્ટ વિકલ્પ છે.

ઊંધિયું ગુજરાતની એક પરંપરાગત વાનગી છે, જે મુખ્ય રોટલી, પરાઠા વગેરે સાથે ખાવામાં આવે છે. ઊંધિયું ઘણા શાકભાજીને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ઊંધિયુંનું શાક પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે.

ઊંધિયું

ફાફડા - જલેબી

ફાફડા સવારે ખવાય અને રાત્રે વણેલા ગાંઠિયા જ મળે. રાત્રે સાડા બાર કે દોઢ વાગ્યે લારી પર ઊભા રહી કહો કે, 200 ફાફડા.. ગાંઠિયાનું વૈવિધ્ય અપાર છે. ફાફડા એ તેનું મૂળ સ્વરૂપ છે.

ખીચડી કઢી

ખીચડી એ એક ભારતીય વાનગી છે જે ચોખા અને દાળ વાપરીને બનાવવામાં આવે છે. ખીચડી સાથે કઢીનુ કોમ્બીનેશન અદ્ભુત સ્વાદ લાવે છે. ખીચડી એ પચવામાં હલકો અને રાંધવામાં સરળ ખોરાક છે.

બાજરાનો રોટલો

બાજરાનો રોટલો એ ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રમા ખુબ જ મોજથી ખવાય છે, બાજરાના રોટલા સાથે ઊંધિયુ ખાવાનો પણ એક અલગ આનંદ આવે છે. બાજરો પચવામા પણ હળવો હોય છે.

આભાર

આપને જો પોસ્ટ પસંદ આવી હોય તો અમને ફોલો કરવાનુ ભુલશો નહી.. વધુ વાચવા માટે નીચે ક્લીક કરો

Click Here