9175 Views
Garba Lyrics Gujarati, Prachin Garba Lyrics pdf, Prachin Garba list, Khelaiya Garba Lyrics in Gujarati, Ambe Maa Na Garba Lyrics in Gujarati, Gujarati prachin garba, Prachin Garba, MP3 download, Traditional Garba songs, Garba list Gujarati, Navratri Garba date 2023, ગુજરાતી ગરબા lyrics, ગુજરાતી ગરબા pdf, પ્રાચીન ગરબા બુક, પ્રાચીન ગરબા લખાણ સાથે, ગુજરાતી ગરબા mp3 downland, ગુજરાતી ગરબા વિડીયો, નવરાત્રી ગરબા pdf, ગરબા ગુજરાતી, અંબેમાના ગરબા, માતાજીના ગરબા, જુના ગરબા, ગરબા સોંગ, નોન સ્ટોપ ગરબા, નવા ગરબા, માતાજીના ગરબા lyrics
ત્રણ તાળીના ગરબા lyrics
પ્રાચીન ગરબા (Prachin Garba Lyrics)
કુમકુમના પગલાં પડ્યાં lyrics (ગરબો)
Kumkum na pagla padya lyrics
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
માડી તું જો પધાર, સજી સોળે શણગાર
આવી મારે તું દ્વાર, કરજે પાવન પગથાર
એ એવો દીપે દરબાર, તેજ રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
થાયે સાકાર, થાયે સાકાર
ચાચરના ચોકે હાલ્યા, દીવડાઓ જ્યોતે ઝગ્યાં
ચાચરના ચોકે હાલ્યા, દીવડાઓ જ્યોતે ઝગ્યાં
મનડાનાં હાર હાલ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોકો ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર
ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર
થોડી લગાર, થોડી લગાર
સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં
સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં
તારલિયા ટમ ટમ્યાં રે
માડી તારા આવવાના એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોકો ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
તારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસ
તારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસ
કરજે દૈત્યોનો નાશ, કરજે સૌને સહાય
માડી હું છું તારો દાસ, તારા ગુણલા હું ગાત
ગુણલા હું ગાત, ગુણલા હું ગાત
માડી તારા નામ ગણા, પરચાં તારા અનેક ગણા
માડી તારા નામ ગણા, પરચાં તારા અનેક ગણા
દર્શનથી પાવન થયાં રે
માડી તારા આવવાના એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોકો ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
એક તારો આધાર, તારો દિવ્ય અવતાર
સહુ માનવ તણા માડી ભવ તું સુધાર
તારા ગુણલાં અપાર, તું છો સૌની તારણહાર
કરીશ સૌનું કલ્યાણ થાશે સૌનો બેડો પાર
સૌનો બેડો પાર, સૌનો બેડો પાર
માડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું
માડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું
નમી નમી પાય પડું રે
માડી તારા આવવાના એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોકો ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
માડી તારા આવવાના એંધાણા થયાં
માડી તારા આવવાના એંધાણ થયાં
અમરકથાઓ
==============================
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે lyrics
Rude garbe rame chhe devi Ambika re lyrics
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ
હે ગરબો જોવાને ગજાનન આવિયા રે લોલ
સાથે રિધ્ધિ સિધ્ધિને તેડી લાવિઆ રે લોલ
હે ગરબો જોવાને ઇન્દ્ર આવિયા રે લોલ
સાથે રાણી ઇન્દ્રાણીને લાવિઆ રે લોલ
હે ગરબો જોવાને ચંદ્રમા આવિયા રે લોલ
સાથે રાણી રોહિણીને લાવિઆ રે લોલ
હે ગરબો જોવાને બ્ર્હમાજી આવિયા રે લોલ
સાથે રાણી બ્ર્હમાણીને લાવિઆ રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ
=============================
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો lyrics
Chapati bhari chokha ne ghee no chhe Divado lyrics
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (2)
માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો….
માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો…
માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો….
માને મંદિરીયે માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો….
માને મંદિરીયે ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો….
====================================
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે lyrics
Maa pava te gadh thi utarya mahakali re lyrics
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે
મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે
મારી મા અંબેમાને કાજ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા માળી તે આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા કુંભારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા સુથારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા ગાય શીખે ને જે સાંભળે, મા કાળી રે
તેની અંબામા પૂરજો આશ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
===================================
Dholida dhol dhimo dhimo vagad lyrics
અંબા અભય પદ દાયિની રે lyrics
Amba abhay pad dayani re lyrics
અંબા અભય પદ દાયિની રે…
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
હેમ હિંડોળે હિંચકે રે,
હીંચે આરાસુરી માત ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
સંખીઓ સંગાથે કરે ગોઠડી,
આવે આઠમ ની રાત ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
સર્વે આરાસુર ચોક માં રે,
આવો તો રમીએ રાસ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
એવે સમે આકાશ થી રે,
આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
કોણે બોલાવી મુજને રે,
કોણે કર્યો મને સાદ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
મધ દરિયો તોફાન માં,
માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
વાયુ ભયંકર ફૂંકતો રે,
વેરી થયો વરસાદ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
પાણી ભરાણા વહાણ માં રે,
એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
આશા ભર્યો હું આવીયો રે,
વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
હૈયું રહે નહિ હાથ માં રે,
દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
મારે તમારો આશરો રે,
ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
અંબા હિંડોળે થી ઉઠયા રે,
ઉઠયા આરાસુરી માત ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
સખીઓ તે લાગી પુછવા રે,
ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
વાત વધુ પછી પુછજો રે,
બાળ મારો ગભરાય ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
ભક્ત મારો ભીડે પડ્યો રે,
હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
એમ કહી નારાયાણી રે,
સિંહે થયા અસ્વાર ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
ત્રિશુલ લીધું હાથ માં રે,
તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
ધન્ય જનેતા આપને રે,
ધન્ય દયાના નિધાન ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
પ્રગટ પરચો આપનો રે,
દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
બધી તેની ભાંગજો રે,
સમયે કરજો સહાય ભીડ ભંજની,
અંબા અભય પદ દાયિની રે…
અંબા અભય પદ દાયિની રે…
==============================
Ek vanzari zoolan zoolati ti lyrics
આ તો મારી માડીના રથનો રણકાર lyrics
Aa to mara madi na rath no rankar lyrics
રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો
રણઝણતી ઘુઘરીનો ઘેરો ઘમકાર, ઘેરો ઘમકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર
ચાચરમાં જાગતો ને ગબ્બરમાં જાગતો
દિવ્ય દૈવી તેજનો જ્યોતિ ઝબકાર, જ્યોતિ ઝબકાર
આવો ઝબકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર
દર્શનમાં મસ્ત આજ મા નો કલાપી કરે
કલરવ કરતાલમાં માનો ટહુકાર, માનો ટહુકાર
આવો ટહુકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આ તો મારી માડીના રથનો રણકાર, રથનો રણકાર
અમરકથાઓ
==================================
તાતણીયા ધરાવાળી ખોડીયાર મા lyrics
Tataniya dharavali khodal maa lyrics
તાતણીયા ધરાવાળી ખોડીયાર મા બોલાવે તમારા બાળ
ખોડીયાર મુકો અબોલડા
બાલુડા આપના પાયે પડીને વિનવે વારંવાર
ખોડીયાર મુકો અબોલડા
અવગુણ સામુ જોશો ના માવડી, માતા કુમાતા થાશો ના માવડી
છોરૂ કછોરૂ કહેવાય ખોડીયાર મુકો અબોલડા
દેવો ઉગાર્યા ને દૈત્યો સંહાર્યા, ભક્તજનોના સંકટ સૌ કાપ્યા
ઋષિ મુનિઓ જશ ગાય ખોડીયાર મુકો અબોલડા
ધીરજ ખુટીને મારૂ મનડુ મુઝાય છે, મધ દરીયે મારી નાવ અથડાય છે
બાળકની વારે તું આવ ખોડીયાર મુકો અબોલડા
વાટલડી જોતા થાકી છે આંખડી , વિતે છે રાતડીને ડુબે છે નાવડી
દોડી આવ્યો તારે દ્વાર ખોડીયાર મુકો અબોલડા
ઘેરાણા વાદળ વિપતના જયારે , સિંધમા જાહલ ઘેરાણી જયારે
નવઘણની કીધી સહાય ખોડીયાર મુકો અબોલડા
વિનંતી સુણીને માજી પધાર્યા , ભક્તજનોના સંકટ સૌ કાપ્યા
ભટ્ટ વલ્લભ ગુણ ગાય ખોડીયાર મુકો અબોલડા.
અમરકથાઓ
આ સુંદર પોસ્ટ પણ વાંચો 👇
👉 શંકર ભગવાન નાં ભજનો લખાણ સાથે
👉 હર હર શંભુ શિવ મહાદેવા (નવુ)
👉 રામદેવપીરની આરતી / અલખધણી ની આરતી
Asmani rang ni chundadi re lyrics
👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )
👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)
👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)
👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)
👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)
Top 10 Best Gujarati Garbas
Tara Vina Shyam lyrics pdf
તારા વિના શ્યામ એકલડુ લાગે
Kukda Tari Boli mane lyrics pdf
કુકડા તારી બોલી મને
Dholida Dhol Dheemo dheemo lyrics pdf
ઢોલીડા ઢોલ ધીમો ધીમો
Pankhida Tu Udi Jaje lyrics pdf
પંખીડા તુ ઉડી જાજે
Ramto Bhamto Jay lyrics pdf
રમતો ભમતો જાય
Nadi kinare naliyeri lyrics pdf
નદી કિનારે નાળિયેરી રે
Avo To Ramvane lyrics pdf
આવો તો રમવાને ગરબે ઘુમવાને
Asmani Rang ni chundadi re lyrics pdf
આસમાની રંગની ચુંદડી રે
Kesariyo Rang tane lyrics pdf
કેસરીયો રંગ તને લાગ્યો
Pethal pur ma pavo vagyo ne lyrics pdf
પેથલ પુરમાં પાવો વાગ્યો ને
Best Garba List
Padve Thi Pelu Maa Nu Nortu Ji Re lyrics pdf
Tu Kali Ne Kalyani Re Maa lyrics pdf
Rude Garbe Rame Che Devi Ambika lyrics pdf
Amba Abhay Pad Daayni lyrics pdf
Maa Paava Te Gadh Thi Utarya lyrics pdf
Pratham Samru Saraswati Ne lyrics pdf
Maa No Garbo Re Rame Raj Ne Darbar lyrics pdf
Aasma Na Rang Ni Chundadi lyrics pdf
Khodiyar Che Jogmaya lyrics pdf
Range Rame Anande Rame Aaj lyrics pdf
Kesariyo rang tane lagyo ela garba lyrics pdf
kum kum na pagla padya lyrics pdf
chapti bhari chokha ne lyrics pdf
sonal garbo shire ambe ma lyrics pdf
Tara vina shyam Ekldu lage lyrics pdf
Dholida dhol re vagad lyrics pdf
★ બાળપણ ની યાદ તાજી કરતો નવરાત્રી વિશેષ લેખ ★ 👈
ભારતીય પરંપરા અને સંસ્કૃતિના મુળિયા આમ તો ઘણા ઊંડા હોય, આજે પણ પ્રાચીન પરંપરાઓ ચાલતી આવે છે છતાં પણ અનેક સંસ્કૃતિ લુપ્ત થવાને આરે પહોંચી હોય તેમ કહી સકાય છે. પ્રાચીન પરંપરાની જાળવણી સૌરાષ્ટ્રના ગામડાઓ અને નાના શહેરોમાં જોવા મળે છે
Prachin Garba competition, Ambe maa na prachin garba, Navratri Garba Wikipedia, Navratri Garba dance, Garba Lyrics in Hindi, Garba Lyrics in English, Prachin Garba competition, Gujarati Garba Lyrics Book, Gujarati Garba lakhela, Kesariyo rang tane lagyo na garba lyrics, Randal Maa Na Garba Lyrics in Gujarati, માતાજીના ગરબા lyrics,
Mataji Na Garba Lyrics in Gujarati pdf
Ambe Maa Na Garba Lyrics in Gujarati
Khelaiya Garba Lyrics in Gujarati
Gujarati Garba lakhela
Kesariyo rang tane lagyo na garba lyrics
Randal Maa Na Garba Lyrics in Gujarati
Pingback: 'ગરબો' - 'ગરબી' અને રાસ રાસડા આ બધુ એક જ ? જાણો રસપ્રદ માહિતી અને ઈતિહાસ - AMARKATHAO
Pingback: બાળપણની નવરાત્રીની યાદ તાજી કરતો વિશેષ લેખ 1 - AMARKATHAO
Pingback: Best New Nonstop Navratri Garba collection 2022 Mp3, lyrics, video - AMARKATHAO
Pingback: Best 100 Hindi gujarati garba list with lyrics - AMARKATHAO
Pingback: Sharad Poonam Ni Raat Lyrics, song, Garba, video, mp3 collection - AMARKATHAO
Pingback: વળાવી બા આવી કવિતા, Valavi ba avi std 8 poem - AMARKATHAO
Pingback: રસિયો રૂપાળો લિરિક્સ ગુજરાતીમાં | Rasiyo Rupalo Lyrics in Gujarati - AMARKATHAO
Pingback: 101 Best Gujarati Lagna Geet lyrics, mp3 | ગુજરાતી લગ્ન ગીત ફટાણા સંગ્રહ - AMARKATHAO
Pingback: 101 લગ્ન ગીત સંગ્રહ | Lagna geet collection pdf - AMARKATHAO
Pingback: લગ્ન ગીતો ભાગ 4 - AMARKATHAO
Pingback: રે કાન્હા હું તને ચાહું Gujarati song lyrics, mp3, video - AMARKATHAO
Pingback: સાયબો રે ગોવાળીયો મારો | Saybo re govaliyo lyrics in gujarati - AMARKATHAO
Pingback: Dholida Dhol dhimo vagad ma lyrics | ઢોલીડા ઢોલ ધીમો વગાડ મા - AMARKATHAO
Pingback: સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ કવિતા - AMARKATHAO
Pingback: મહામૃત્યુંજય મંત્ર તેનો અર્થ, જાપ કેવી રીતે કરવો ? શુ ફળ મળે ? રચના કોણે કરી તેની કથા જાણો. - AMARKATHAO