Skip to content

બાળગીત 7 વિસરાઇ ગયેલા બાળગીતો

વિસરાઇ ગયેલા બાળગીત
15847 Views

બાળગીત એ તો બાળપણનો ખજાનો. આજે એવા જ યાદગાર ગુજરાતી બાળગીતો આપની સમક્ષ રજુ કરુ છુ. જે તમને બાળપણની યાદોમાં લઇ જશે. મામાનું ઘર કેટલે, અડકો દડકો, હાથીભાઇ તો જાડા , વારતા રે વારતા, એક બિલાડી જાડી વગેરે… બાળગીત Pdf, Gujarati bal geet mp3, Gujarati balgit pdf

મામાનું ઘર કેટલે બાળગીત

મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ

Mama nu ghar ketle
Diva bale etle
diva to me ditha
mama lage mitha
mami mari bholi
mithai lave moli
moli mithai bhave nahi
ramakda to lave nahi.
—————————————————-

અડકો દડકો બાલગીત

અડકો દડકો દહીં દડૂકો,

શ્રાવણ ગાજે, પીલૂ પાકે

ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ,

સાકર શેરડી ખજૂર,

બાઈ તમારા છૈયા છોકરા,

જાગે છે કે ઊંઘે છે,

અસ મસ ને ઢસ!!!!

Adko dadko, Dahi daduko
sravan gaje pilu pake
Ul mul dhatura nu ful
sakar sherdi khjur
bai tamara chhaiya chhokra
Jage chhe ke unghe chhe,
As mas ne dhasss

—————————————————-

હાથીભાઈ તો જાડા બાળગીત

હાથીભાઈ તો જાડા

લાગે મોટા પાડા

આગળ ઝૂલે લાંબી સૂંઢ

પાછળ ઝૂલે ટૂંકી પૂંછ

—————————————————-

બાળગીત lyrics
બાળગીત lyrics

વારતા રે વારતા બાળગીત lyrics

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોર લાવતા
છોકરાઓને સમજાવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી

—————————————————–

મેં એક બિલાડી પાળી છે બાળગીત lyrics

મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય , દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે


—————————————————-

એક બિલાડી જાડી બાળગીત lyrics

એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો

—————————————————-

આ પણ વાંચો 👇

👉 કેસુંડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો

👉 11 સુંદર રાધા કૃષ્ણ ગીત

👉 શંકર ભગવાન નાં ભજન

👉 દેશભક્તિ ગીત

👉 ગુજરાતી ગઝલ

ટીડા જોશીની વાર્તા – વિસરાતી જતી વાર્તાઓ

અટપટા મજેદાર ઉખાણા

👉 રામદેવપીરની આરતી માટે ક્લીક 👈

👉 ધૂપને રે ધૂમાડે વેલા આવજો.

👉 હે કોઈ રોકી લ્યો રામાપીરને.. સમાધી ગીત.

👉 હેલો મારો સાંભળોને.. રામાપીર નો હેલો

👉 ખમ્મા ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા

ગુજરાતી બાળગીતો, Gujarati child poems , Balgit pdf, ગુજરાતી બાલગીત lyrics, ગુજરાતી બાળગીત સંગ્રહ, બાળગીતોનો ખજાનો. બાળગીત mp3, Balgit video, ગુજરાતી બચપન સોંગ, ગુજરાતી ઉખાણા