12949 Views
શંકર ભગવાન ના ભજન, ધૂન, મહાદેવનાં ભજન, ભોળાનાથના ભજન, મહાદેવજી ના ભજન lyrics, શંકર ભગવાનની આરતી, ધૂન કલેક્શન, ભજન with lyrics, Bhajan lyrics, Mahadev bhajan, નગર મે જોગી આયા, છે મંત્ર મહા મંગલકારી, શંકર ભગવાનના ફોટા, ભોળાનાથ ના ભજન lyrics, શિવ ભજન pdf, શિવ ભજન lyrics, મહાદેવજી ના ભજન lyrics, ભોળાનાથ ના ભજન, શંકર ભગવાન ના ભજન, ભજન લખેલા ફોટા, શિવજી ના ભજન lyrics, bholenath bhajan gujarati lyrics, લખેલી ધૂન
ગુજરાતી મહાદેવ ભજન કલેક્શન
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી lyrics
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Shambhu charne padi lyrics
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો ..
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો … દયા કરી
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી,
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો … દયા કરી
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે,
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો … દયા કરી
હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી,
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો … દયા કરી
આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું,
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો … દયા કરી
ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો,
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો … દયા કરી
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
છે મંત્ર મહા મંગલકારી ૐ નમઃ શિવાય lyrics
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
chhe mantr maha mangalkari om namh shivay lyrics
છે મંત્ર મહા મંગલકારી ૐ નમઃ શિવાય (૨)
એ જાપ જપો સહુ નરનારી ૐ નમઃ શિવાય (૨)
એ મંત્રથી રામ વિજયને વર્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા
કરી પૂજાને શિવ પ્રસન્ન થયા, ૐ નમઃ શિવાય (૨)
ગંધર્વો જેનું ગાન કરે, સનકાદિક એ રસપાન કરે,
શ્રીવ્યાસ સદા મુખથી ઉચરે, ૐ નમઃ શિવાય (૨)
યમ,કુબેર,ઇન્દ્રાદિક દેવો, કહે મંત્ર સદા જપવા જેવો,
શ્રદ્ધા રાખી શિવને સેવો, ૐ નમઃ શિવાય (૨)
એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે, વળી તન મનનાં સો તાપ ટળે,
છેવટે મુક્તિનું ધામ મળે, ૐ નમઃ શિવાય (૨)
એ મંત્ર સદા છે સુખકારી, ભવસાગરથી લેશે તારી,
પ્રેમે બોલો સૌ નરનારી, ૐ નમઃ શિવાય (૨)
શિવ શંકરનું સૌ ધ્યાન ધરો, મનવાંચ્છિત ફળને પ્રાપ્ત કરો,
વળી પરમાનંદનો આનંદ પ્રાપ્ત કરો, ૐ નમઃ શિવાય (૨)
છે મંત્ર મહા મંગલકારી ૐ નમઃ શિવાય (૨)
એ જાપ જપો સહુ નરનારી ૐ નમઃ શિવાય (૨)
ૐ નમઃ શિવાય….ૐ નમઃ શિવાય….ૐ નમઃ શિવાય
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બમ બમ લહેરી શિવ શિવ લહેરી lyrics
bam bam laheri shiv shiv laheri Bhajan lyrics
બમ બમ લહેરી શિવ શિવ લહેરી
બમ બમ લહેરી શિવ શિવ લહેરી (કોરસ)
કોઈ ગાયે
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી. (કોરસ)
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી. (કોરસ)
ગંગાજીની ધારા બોલે, ઘટોઘટ માંહી બોલે,
શિવ લહેરી રે ભાઈ શિવ લહેરી
બમ બમ લહેરી શિવ શિવ લહેરી
બમ બમ લહેરી શિવ શિવ લહેરી (કોરસ)
કોઈ ગાયે
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી. (કોરસ)
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી. (કોરસ)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અગડ બમ ડાક વાગે ડમરૂ lyrics
Agad bam agad bam daak vage damru bhajan
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
ભાંગ વાવી ભોળા નાથે નિંદે છે ગણેશ
ભાંગવાવી….
ભાંગ વાવી ભોળા નાથે નિંદે છે ગણેશ
પાર્વતીજી પાણી વાળે છુટા મેલી કેશ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક
ભાંગ કેરા….
ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક
પીરસે મૈયા પાર્વતી ને જમે ભોળો નાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
હાથ લીધી ભભૂતિ ને ચોળે છે અંગ
હાથ લીધી
હાથ લીધી ભભૂતિ ને ચોળે છે અંગ
દેખો મૈયા પાર્વતી જી કેશો ભયૉ રંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર
નાગ કેરા…
નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર
નાગણ ના સિંગાર સોહાવે ભોળા નાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
કોઈ પૂજાવે અંગ બાબા કોઈ પૂજાવે પગ
કોઈ પૂજાવે અંગ બાબા કોઈ પૂજાવે પગ
નરશી મેહતા પૂજે અપૂજ લિંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નગર મેં જોગી આયા lyrics
Nagar me jogi aya lyrics
શિવ સમાન કોઈ દાતા નહિ બિપત બીદારન હાર
અબ લજજા મોરી રાખીઓ શિવ નંદી કે સવાર…
ઊંચે ઊંચે મંદિર તેરે ઊંચા હૈ તેરા ધામ
ઓ કૈલાશ વાલે ભોલેનાથ બાબા હમ કરતે હૈ તુજે પ્રણામ…
નગર મેં જોગી આયા
યશોદા કે ઘર આયા
સબસે બડા હૈ તેરા નામ…તેરા નામ
ભોલેનાથ… ભોલેનાથ… ભોલેનાથ…
અંગ વિભૂતિ ગળે રુદ્ર માલા, શેષનાગ લિપટાયો;
બાંકો તિલક ભાલ ચન્દ્ર મા,નંદ ઘર અલખ જગાયો
નગર મેં જોગી આયા…
લે ભિક્ષા નીકલી નંદરાણી, કંચન થાળ ધરાયો;
લ્યો ભિક્ષા જોગી જાવ જંગલ મેં, મેરો લાલ ડરાયો
નગર મેં જોગી આયા…
ના ચાહિયે તેરી દોલત દુનિયા, ઔર ન કંચન માયા;
તેરે લાલ કા દર્શ કરાદે, મૈ કૈલાશ સે આયા
નગર મેં જોગી આયા…
પંચ ભેર પરિક્રમા કરકે, શ્રુંગી નાદ બજાયો;
સુરદાસ બલિહારી કનૈયા, જુગ જુગ જીયે તેરો જાયો
નગર મેં જોગી આયા…
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી lyrics
Har har shambhu bhola tamari dhoon lagi lyrics
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી.
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી.
પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી.
ગણપતિના પિતા તમારી ધૂન લાગી.
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી.
ગળે સર્પમાળા તમારી ધૂન લાગી.
શીરે ગંગાધારા તમારી ધૂન લાગી.
ડાક ડમરૂવાળા તમારી ધૂન લાગી.
દેવ મહાદેવા તમારી ધૂન લાગી.
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
છોટે છોટે શિવજી lyrics
Chhote chhote shivaji chhote chhote Ram lyrics
છોટે છોટે શિવજી ઔર છોટે છોટે રામ
છોટો સો મેરો મદન ગોપાલ ( ૨ )
કહાં રહે શિવજીને કહાં રહે રામ ,
કહાં રહે રે મેરો મદન ગોપાલ ..
કૈલાસ રહે શિવજી , અવધ રહે રામ ,
વ્રજ મેં રહે મેરો મદન ગોપાલ ૦ છોટે છોટે …..
ક્યા પીવે શિવજીને ક્યા પીવે રામ ,
ક્યા પીવે રે મેરો મદન ગોપાલ ..
ભાંગ પીવે શિવજીને દૂધ પીવે રામ ,
દહીં પીવે રે મેરો મદન ગોપાલ ૦ છોટે છોટે …..
ક્યા કરે શિવજીને , ક્યા કરે રામ ,
ક્યા કરે હા મેરો મદન ગોપાલ ..
ધ્યાન ધરે શિવજી ઔર રાજ કરે રામ ,
રાસ રચાવે મેરો મદન ગોપાલ ૦ છોટે છોટે …..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
👉 હર હર શંભુ શંભુ શિવ મહાદેવા ગીત અને વિડીયો
તમારા મનપસંદ ભજન ધૂન કોમેન્ટમા લખો.
👉 7 મઝાના યાદગાર બાળગીતો – જોડકણા
👉 ચાંદો સૂરજ રમતા તા, રમતા રમતા કોડી જડી
👉 ગણપતિ ની આરતી – જય ગણેશ જય ગણેશ દેવા
👉 અટપટા મજેદાર ઉખાણાં જવાબો સાથે
Pingback: અલખ ધણી ની આરતી | રામદેવપીર ની આરતી lyrics - AMARKATHAO
Pingback: દિવાળીબેન ભીલ : વાસણ ધોવાનું કામ કરતી સ્ત્રી બની ગઇ ગુજરાતની સર્વશ્રેષ્ઠ લોકગાયિકા - AMARKATHAO
Pingback: નાનું રૂપાળું મારું ગામડું ધોરણ 6 કવિતા સંગ્રહ - AMARKATHAO
Pingback: હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા - કવિતા 5 - AMARKATHAO
Pingback: અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics - વર્ષાગીત 1 - AMARKATHAO
Pingback: 11 રાધા કૃષ્ણ ગીત | Radha Krishna song 11 - AMARKATHAO
Pingback: દિવાસો એટલે શુ ? સો દિવસનાં તહેવારની શરુઆત એટલે દિવાસો ક્લીક કરીને વાંચો. - AMARKATHAO
Pingback: હર હર શંભુ શિવ મહાદેવા lyrics | HAR HAR SHAMBHU SHIV MAHADEV LYRICS - AMARKATHAO
Pingback: ગણેશજીની આરતી : "જય ગણેશ જય ગણેશ દેવા" લખાણ અને વિડીયો - AMARKATHAO
Pingback: 11 સદાબહાર પ્રાચીન ગરબા સંગ્રહ | best Prachin Garba Lyrics pdf, mp3, video collection - AMARKATHAO
Pingback: 'ગરબો' - 'ગરબી' અને રાસ રાસડા આ બધુ એક જ ? જાણો રસપ્રદ માહિતી અને ઈતિહાસ - AMARKATHAO
Pingback: Best New Nonstop Navratri Garba collection 2022 Mp3, lyrics, video - AMARKATHAO
Pingback: Best 100 Hindi gujarati garba list with lyrics - AMARKATHAO
Pingback: મહામૃત્યુંજય મંત્ર તેનો અર્થ, જાપ કેવી રીતે કરવો ? શુ ફળ મળે ? રચના કોણે કરી તેની કથા જાણો. - AMARKATHAO
Pingback: રસિયો રૂપાળો લિરિક્સ ગુજરાતીમાં | Rasiyo Rupalo Lyrics in Gujarati - AMARKATHAO
Pingback: મહાશિવરાત્રી (MahaShivaratri) ઇતિહાસ અને રહસ્ય - AMARKATHAO
Pingback: બટુક બળિયો છે બ્રહ્મચારી | હનુમાનદાદાની ધૂન - AMARKATHAO
Pingback: Ram aayenge to angana lyrics in gujarati, Hindi - AMARKATHAO