3375 Views
Batris Putli All stories in gujarati, Batris putli ni varta pdf, Sinhasan battisi full stories, batris putli pdf book, સિંહાસન બત્રીસી વાર્તા pdf, બત્રીસ પૂતળીની તમામ વાર્તાઓ ભાગ 1 થી 32 સુધી.
મિત્રો અહી આપના માટે બત્રીસ પૂતળી એટલે એ સિંહાસન બત્રીસીના તમામ ભાગો આપેલા છે, આપ જે વાર્તા વાચવા માગો તેના પર ક્લીક કરીને વાંચી શકશો.
સિંહાસન બત્રીસી | બત્રીસ પૂતળીની વાર્તા ભાગ 1
ધારા નગરીને માથે પરદુ:ખભંજન રાજા ભોજનાં રાજ ચાલે છે. ભેરવોનાં માથાં ભાંગે એવો ચોગરદમ ફરતો ગઢ છે. ચાર દિશાએ ચાર દરવાજા : ચોરાશી બજાર : ચોપન ચૌટાં : લખપતિઓની હવેલીઓનાં ઈંડાં આભમાં અડે છે. ચારે પહોર ચોઘડિયાં વાગે છે. સાંજરે મશાલો થાય છે. અને ઉજેણીમાં તો કોઈ દુ:ખિયું ન જડે. (વધુ વાંચો)
સિંહાસન બત્રીસી પ્રથમ પૂતળીની વાર્તા : વિધાતાના લેખ
ઉજેણીનાં સુખદુઃખ તપાસવા રાજા વિક્રમ ગુપ્ત વેશે ફરે છે. ફરતા ફરતા એક ગામમાં કોઈક બ્રાહ્મણને ઘેર રાતવાસો રહેલ છે. બ્રાહ્મણીને દીકરો અવતર્યો છે. આજ છઠ્ઠા દિવસની રાત છે.
થાકીને લોથપોથ થઈ ગયેલો રાજા વિક્રમ ઓશીકે હથિયાર મેલીને જંપી ગયો છે. બાયડીને માટે જે શેરો કર્યો હતો તે ખાઈ જઈને પેટે હાથ દઈ બ્રાહ્મણ પણ ઘોંટી ગયો છે. લુહારની ધમણ ધમતી હોય એવાં એનાં નાખોરાં બોલે છે. અને ભૂખ્યે પેટે પડેલી સુવાવડી… (વધુ વાંચો)
“સિંહાસન બત્રીસી” બીજી પૂતળીની વાર્તા ભાગ 3
બિજે દિવસે રાજા ભોજ ફરીથી સિંહાસન પર બેસવા જાય છે, ત્યા ખડખડાટ અને ઝણઝણાટ કરતી બિજી પૂતળી જીવિત થાય છે… અને કહે છે, હે રાજન.. થોભી જા… વિક્રમરાજા જેવા પરદુ:ખભંજક રાજા હોય તે જ આ સિંહાસન પર બેસી શકે છે…..
એમ કહીને બિજી પૂતળી વિક્રમરાજાની કથા કહે છે…
એક સવારે વિક્રમરાજા મહાદેવનાં દર્શન કરીને પાછા ફરતા હતા…. (વધુ વાચો)
ત્રીજી પૂતળી નંદાની વાર્તા
પૂતળીએ વાર્તા શરૂ કરી :
ઉજેણીનગરી. એમાં એક શિકારી રહે.
એક દિવસ એ શિકારી જંગલમાં ગયો. આખો દિવસ ભટક્યો, ૨ખડી રખડીને થાક્યો. પણ એકેય શિકાર મળ્યો નહી.
શિકારની શોધમાં ને શોધમાં એ ગાઢ વનમાં ખૂબ દૂર નીકળી ગયેલો. (વધુ વાચો)
“સિંહાસન બત્રીસી” ચોથી અને પાંચમી પૂતળીની વાર્તા ભાગ 5
પૂતળી બોલી : “આ સિંહાસન પ૨ વિક્રમ જેવા પરાક્રમી અને બુદ્ધિશાળી ૨ાજા જ બેસી શકશે.
ભોજે પૂછ્યું : “કેવા હતા એ વિક્રમરાજા એની કોઈ વાત કરશો ?”
પૂતળીએ વાત શરૂ કરી :
એક વાર વિક્રમરાજાએ ભર્યા દ૨બા૨માં સવાલ કર્યો : “સૌથી વધુ સુખ શેના થકી મળે ? “
બધાએ અલગ અલગ જવાબ આપ્યા.
કોઈએ કહ્યું : ” સારાં કર્મોથી . “
કોઈએ કહ્યું : “શ્રમથી. ” ….. (વધુ વાચો)
“સિંહાસન બત્રીસી” છઠ્ઠી પૂતળી : અબોલા રાણીની વાર્તા ભાગ 6
છઠ્ઠે દિવસે છઠ્ઠી પૂતળી રાજા ભોજને ‘ ચિત્રાંગના’એ સિંહાસન ઉપર બેસવા જતાં અટકાવી, વિક્રમ રાજાની નવી વાર્તા કહેવી શરૂ કરી :
ઉજ્જયિની નગરમાં એક પાનવાળાની દુકાને દરરોજ સાંજના એક સ્ત્રી પાન લેવા આવે. પાનનો ભાવ પૂછ્યા વગર પાનનાં બીડાં લઈ તે સ્ત્રી દુકાનદારને એક સોનામહોર આપે. આમ ઘણા દિવસ ચાલ્યું. પાનવાળાને આથી કુતૂહલ થયું અને તેણે પોતાના ગોરને આ સ્ત્રીની તપાસનું કામ સોંપ્યું. (વધુ વાચો)
વીર વિક્રમ અને સિંહાસન બત્રીસી સાતમી અને 8 મી પૂતળીની વાર્તા
વિક્રમ રાજાનાં દરબારમાં એક સિદ્ધપુરુષ આવ્યા હતા.
વિક્રમ રાજા સિદ્ઘપુરુષની સારી સેવા – ચાકરી કરતા.
તેથી તેમણે સંતુષ્ટ થઈ રાજાને કંઈક આપ ઇચ્છા દર્શાવી.
રાજાનો હજામ ( નાયી ) તે વખતે રાજાન પગચંપી કરતો હતો, તેથી સિદ્ધપુરુષે તે બહાર જાય પછી જણાવવાનું કહ્યું. જેથી વિક્રમ રાજાએ તે હજામ બહાર મોકલ્યો.
પછી સિદ્ધપુરુષે વિક્રમ રાજાને ‘ પરકાયાપ્રવેશ ’ નો મંત્ર આપ્યો અને પછી … (વધુ વાચો)
વીર વિક્રમ રાજા અને સિંહાસન બત્રીસી : નવમી પૂતળીની વાર્તા
એક દિવસ વિક્રમ રાજા નગરમાં પાછા ફરતી વખતે તેમની નજર એક ખેતર પર પડી. તેમણે એ ખેતરમાં એક ખેડૂતને ગોફણ વડે પક્ષીઓ ઉડાડતો જોયો. પક્ષીઓ ભયને કારણે આમતેમ ઊડતાં હતાં. રાજાને આ મૂંગાં પશુ – પક્ષીઓ પર દયા આવી તેમણે પ્રધાનને હુકમ કરીને ઠેર ઠેર પાણીની વધુ પરબો, ચબૂતરાઓ અને પાંજરાપોળો બનાવવા કહ્યું… (વધુ વાચો)
32 પૂતળી ની વાર્તા – “સિંહાસન બત્રીસી” દસમી પૂતળીની વાર્તા
દસમે દિવસે પૂતળી ‘વૃંદા’એ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતાં અટકાવી, વિક્રમ રાજાના પરાક્રમની ને તેમનાં જનહિતનાં કાર્યોની નવી વાર્તા કહેવી શરૂ કરી.
એક દિવસ વિક્રમ રાજા જંગલમાં શિકાર કરવા નીકળ્યા. શિકારની શોધમાં ખૂબ જ આગળ નીકળી ગયા. રસ્તામાં તેમણે એક ઝાડ ઉપર મેના – પોપટને ઝઘડતાં જોયાં.
તેઓ પોતાની ચાંચો એકબીજાને મારતા હતા.
તેઓ પોતાની ભાષામાં જોર જોરથી બોલતા હતા.
વિક્રમ રાજા પક્ષીઓની ભાષા જાણતા હતા. તે પણ .. (વધુ વાચો)
વીર વિક્રમ અને સિંહાસન બત્રીસી 11 મી પૂતળીની વાર્તા
ઉજ્જયિની નગરીમાં થોડા દિવસથી ચોરીની બૂમો વધતી જતી હતી. આથી એક દિવસ વિક્રમ રાજા છૂપાવેશે નગરમાં ફરવા નીકળ્યા. તેમણે નગરના દરવાજા બહાર એક ઝાડ નીચે ચાર ચોરને કંઈ વાતો કરતા સાંભળ્યા.
રાજા પોતાની વિદ્યાના પ્રતાપે અદૃશ્ય થઈ ચોરોની નજીક ગયા. ચારે ચોર અંદરોઅંદર એક મોટી ચોરી કરવાની વાતો કરતા હતા, જેનાથી તેઓની કાયમી ગરીબી દૂર થઈ જાય.
દરેક જણ પોતપોતાની વિદ્યા વિશે કહેતા હતા.
એક ચોર કહે : “ હું દાટેલું ધન જોઈ શકું છું. ”
તો બીજો કહે : “ હું પશુ – પંખીની ભાષા જાણું છું. ”
ત્રીજો કહે : ગમે તેવી જમીન સહેલાઈથી ખોદી શકું છું અને દીવાલ પણ તોડી શકું છું. ”
ચોથો કહે : “ હું એવી વિદ્યા જાણું છું કે … (વધુ વાચો)
Batris Putli – 12 મી પૂતળીની વાર્તા
એક દિવસ રાજા વિક્રમ સભા ભરીને બેઠા હતા. ત્યાં કેટલાક જાત્રાળુઓનું ટોળું ફરતું ફરતું ઉજ્જયિનીમાં આવ્યું. જાત્રાળુઓ કાશીથી ગંગાજળની કાવડો ભરીને વૈજનાથ મહાદેવને ચડાવવા જતા હતા. રસ્તામાં ઉજ્જયિની નગર આવતું હતું. જાત્રાળુઓએ વિક્રમ રાજાનાં ખૂબ જ વખાણ સાંભળ્યા હતા, એટલે તેઓ રાજાનાં દર્શન કરવાની ઇચ્છાથી રાજદરબારમાં આવ્યા. રાજાએ તેઓનો ભારે આદરસત્કાર કર્યો. રાજાની સરભરાથી જાત્રાળુઓ આનંદ પામ્યા. રાજાએ તેમની પાસેથી તીર્થસ્થાનો વિશે ઘણી વાતો સાંભળી.
થોડો સમય રોકાઈ જાત્રાળુઓએ રાજાની વિદાય લીધી. તેમના ગયા પછી રાજાએ વિચાર કર્યો કે, હું (વધુ વાંચવા માટે અહી કલીક કરો)
Batris Putli – 13 મી પૂતળીની વાર્તા
એક દિવસની વાત છે. રાજા દરબાર ભરીને બેઠા છે. તેમાં મોટા મોટા જ્ઞાનીઓ, પ્રધાનો, પંડિતો, શૂરવીરો અને રાજના ચતુર પુરષો હાજર હતા. ત્યાં વિક્રમ રાજાએ કહ્યું: માનવીને શું કરવાથી સુખ મળે?
બધા અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. એક પંડિતે કહ્યું: “સત્ય બોલવાથી સુખ મળે.” બીજાએ કહ્યું: સુપાત્રને દાન કરવાથી સુખ મળે” ત્રીજાએ કહ્યું: ઉદ્યમ કરવાથી સુખ મળે” ચોથાએ કહ્યું ઈશ્વરની ભક્તિ કરવાથી સુખ મળે તો વળી પાંચમા પંડિતે કહ્યું “લક્ષ્મી હોય તો સર્વ સુખ મળે.” (વધુ વાંચવા માટે અહી કલીક કરો)
Batris Putli – 14 મી પૂતળીની વાર્તા
ચૌદમે દિવસે ચૌદમી પૂતળી ‘ મૃગનયની’એ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતા અટકાવી , પછી વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી :
વિક્રમ રાજાના પ્રધાનનો પુત્ર સેતુબંધ રામેશ્વરની જાત્રાએ ગયો. તેને રામેશ્વર ખૂબ જ ગમી ગયું અને તેણે છ મહિના ત્યાં રહેવાનું નક્કી કર્યુ. તેઓ આખો દિવ મંદિરોમાં દર્શન કરે અને ભગવાનનું નામ લે.
આ બાજુ પ્રધાનની પત્ની પુત્રની ચિંતા કરવા લાગી. તે એક દિવસ વિક્રમ રાજાના દરબારમાં આવી રડવા લાગી અને બોલી : “ રાજન ! મારો પુત્ર રામેશ્વર ગયાને ઘણા દિવસો થઈ ગયા, પરંતુ તે હજુ સુધી પાછો ફર્યો નથી. ”
(વધુ વાંચવા માટે અહી કલીક કરો)
Batris Putli – 15 મી પૂતળીની વાર્તા
પંદરમે દિવસે પૂતળી ‘વૃંદા’એ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતાં અટકાવી, વિક્રમ રાજાના પરાક્રમની ને તેમનાં જનહિતનાં કાર્યોની નવી વાર્તા કહેવી શરૂ કરી.
એક દિવસ વિક્રમ રાજા જંગલમાં શિકાર કરવા નીકળ્યા. શિકારની શોધમાં ખૂબ જ આગળ નીકળી ગયા. રસ્તામાં તેમણે એક ઝાડ ઉપર મેના – પોપટને ઝઘડતાં જોયાં.
તેઓ પોતાની ચાંચો એકબીજાને મારતા હતા.
તેઓ પોતાની ભાષામાં જોર જોરથી બોલતા હતા.
વિક્રમ રાજા પક્ષીઓની ભાષા જાણતા હતા. તે પણ ક્યારના (વધુ વાંચવા માટે અહી કલીક કરો)
Batris Putli ni varta – 16 મી પૂતળીની વાર્તા
સોળમે દિવસે ભોજ રાજા સારું મુહૂર્ત જોઈ સિંહાસન ઉપર જેવા બેસવા ગયા, ત્યાં પવિત્રા નામની પૂતળી ભોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતાં અટકાવી બોલી : “હે રાજન ! થોભો, આ સિંહાસન ઉપર બેસશો નહિ, આની ઉપર તો પરદુખભંજન વિક્રમ જેવાં પરાક્રમ કરનાર રાજા જ બેસી શકે. હું તેમના ચતુરાઈની ને પરોપકારની એક નવી વાર્તા કહું છું તે સાંભળો.
માગશર મહિનાની કડકડતી ટાઢમાં એક રાતે વિક્રમ રાજા નગરચર્ચા જોવા નીકળ્યા. તેઓ ફરતાં ફરતાં એક શિવાલયમાં આવી પહોંચ્યા. શિવાલયમાં જઈને જોયું તો એક બ્રાહ્મણ આત્મહત્યા કરવાની તૈયારી કરતો હતો. વિક્રમ રાજા તેની પાસે ગયા અને તેને આત્મહત્યા કરતા અટકાવ્યો અને બોલ્યા: “ભાઈ ! એવું તો તારે માથે શું દુખ આવી પડ્યું છે કે તારે આજે આત્મહત્યા કરવાનો વારો આવ્યો?”
પેલો બ્રાહ્મણ બોલ્યો : “અરે ભાઈ! તું જ્યાં જતો હોય ત્યાં જા ને ! મારુ દુ:ખ તને કહેવાથી શો ફાયદો ? તે તો માત્ર… (વધુ વાંચવા માટે અહી કલીક કરો)
Batris Putli ni varta – 17 મી પૂતળીની વાર્તા
સત્તરમે દિવસે ભોજ રાજા જેવા સિંહાસન પર બેસવા જાય છે, ત્યાં સિંહાસનમાંથી સત્તરમી પૂતળી ‘પંકજનયની’ એ તેમને સિંહાસન પર બેસવા જતાં અટકાવી બોલી : “હે રાજન ! આ સિંહાસન વિક્રમ રાજાનું છે અને તેના જેવો રાજવી જ આ સિંહાસન પર બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના દયાળુપણાની નવી વાર્તા કહેવી શરૂ કરી.
એક દિવસ વિક્રમ રાજા ઉજ્જયિની નગરીની બહાર આવેલા શિવાલયમાં પૂજન કરીને બહાર આવેલ વડ નીચે થોડી વાર બેઠા. તે વડ ઉપર… (વધુ વાંચવા માટે અહી કલીક કરો)
Batris Putli ni varta – 18 મી પૂતળીની વાર્તા
એક દિવસની વાત છે. વિક્રમ રાજા રાજદરબારમાં બેઠા હતા, તેમના દરબારમાં અઢારે વરણ બેઠી હતી. દરબારમાં બધા જ્ઞાન ચર્ચાની વાતો કરતા હતા. તેવામાં રાજાને સંગીત સાંભળવાની ઇચ્છા થઈ. તેમણે તરત જ નગરના નામાંકિત ગાંધર્વને બોલાવ્યો ને તેને સુંદર રાગરાગિણી ગાવાની આજ્ઞા આપી.
તે ગાંધર્વ રાજાનો હુકમ થતાં જ રાજદરબારમાં હાજર થઈ ગયો. તે પ્રણામ કરીને બોલ્યો : “મહારાજ તમારી આજ્ઞા થતાં હું તરત હાજર થયો છું, પરંતુ અત્યારે હું સુંદર રાગ નહિ ગાઈ શકું. કારણ અત્યારે… (વધુ વાંચવા માટે અહી કલીક કરો)
Batris Putli ni varta – 19 મી પૂતળીની વાર્તા
એક દિવસ વિક્રમ રાજા વેશપલટો કરી નગરચર્ચા જોવા નીકળ્યા. તેઓ સૌ પ્રથમ બ્રાહ્મણવાસમાં આવ્યા. તેમણે જોયું કે બ્રાહ્મણો નાહી-ધોઈને વેદમંત્રો ભણતા હતા. કેટલાક પૂજા-પાઠમાં તલ્લીન હતા. તેઓ યજમાનોની દક્ષિણા પર પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા. રાજાને તેઓ સર્વે વાતે સુખી દેખાયા.
ત્યાંથી રાજા વાણિયાઓના વાસમાં આવ્યા. મોટા પેટવાળા શેઠિયાઓ આ વાણિયાઓ પાસે ચોપડા ચીતરાવી રહ્યા હતા… (વધુ વાંચવા માટે અહી કલીક કરો)
20મી પૂતળીની વેતાળની વાર્તા
કનોજ દેશમાં ભીમ નામે એક ભાટ રહેતો હતો. તે ભલો અને પરગજુ હતો. તેને ઊમિયા નામે પત્ની હતી. તે પણ ધાર્મિક સ્વભાવવાળી હતી. આમ બંને પતિ-પત્ની ખૂબ જ ધર્મિષ્ઠ અને સદાચારી હતાં. તેઓ બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુખ હતું. તેમને એક પણ સંતાન ન હતું. તેઓ વાંઝિયા હતા. આ માટે ભીમે શંકર ભગવાનની આરાધના કરવાનું વિચાર્યું.
તે પત્નીની રજા લઈને શિવજીના મંદિરે ગયો. ત્યાં જઈ તેણે શંકર ભગવાનની આરાધના કરવા માંડી સતત ત્રણ મહિના સખત તપશ્ચર્યા કર્યા બાદ મહાદેવજી તેના પર પ્રસન્ન થયા અને તેની ઇચ્છા જાણી… (વધુ વાંચવા માટે અહી કલીક કરો)
બત્રીસ પૂતળી – 21મી પૂતળીની રાજકુંવરીની વાર્તા
એક દિવસ વિક્રમ રાજા દરબારમાં બેઠા હતા, એવામાં ત્યાં એક તંબોળી આવ્યો. તેના હાથમાં એક છાબ હતી. તેની ઉપર રેશમી વસ્ત્ર ઢાંકેલું હતું. તે છાબમાં કેટલાંક પાનનાં બીડાં હતાં. તેણે રાજાને પ્રણામ કર્યા અને પેલી છાબ રાજા સમક્ષ ધરી. રાજાએ ઉપરનું રેશમી વસ્ત્ર હટાવી લીધું કે છાબમાં શિંગોડા ઘાટનાં સોનેરી વરખવાળાં પાનબીડાં હતાં.
તંબોળીએ કહ્યું : મહારાજ! હું આપને માટે તથા દરબારીઓ માટે પાનનાં બીડાં લાવ્યો છું. તેનો ઉપયોગ કરો.”
રાજાએ પોતે એક બીડું લીધું અને બાકીનાં બીડાં બધા દરબારીઓને એક-એક વહેંચી દીધાં. પરંતુ પ્રધાને પોતાના ભાગનું બીડું લીધુ નહિ. તેણે રાજા આગળ શંકા વ્યક્ત કરતા કહ્યું : “મહારાજ ! કોઈપણ અજાણ્યા ફળ કે પાન ખાતાં વિચાર કરવો જોઈએ. મને આ પાન નાગરવેલના પાન કરતા જુદા લાગે છે.”… (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
32 પૂતળીની વાર્તા – 22 મી પૂતળીની વાર્તા
એક દિવસ વિક્રમ રાજા પોતાના દરબારમાં બેઠા હતા. ત્યાં એક વૃદ્ધ રાજગોર આવ્યા ને કહ્યું : “મહારાજ, મારે કાશીએ જવું છે.”
ઘણી ખુશીથી” કહી વિક્રમે તેને ખર્ચ માટે ઘણી સોનામહોરો આપી. રાજગોરે રાજાનો આભાર માની જતાં જતાં કહ્યું : “મહારાજ ! આપ તો દાતા અને ધર્મને જાણનારા છો, તો પણ ગાય, બ્રાહ્મણ, પીપળો અને તુલસીને કદી ભૂલશો નહિ તેમનું મહત્વ-મહિમા વધારજો.”
બ્રાહ્મણ, તુલસી, પીપળો, ગાય ને બીજી ગંગ
એથી અદકું બીજું નથી, તેનો કરજો સંગ.
રાજાએ આજ્ઞા માથે ચઢાવી. ગોર મહારાજ તો જાત્રાએ નીકળી પડ્યા… (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
23મી પૂતળીની જાદુઈ ગોટકાની વાર્તા
23 મે દિવસે ભોજ રાજા મુહૂર્ત જોઈ જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં પૂતળી ચંદ્રવદની એ તેમને સિંહાસન ઉપર બેસવા જતાં અટકાવી બોલી: “ઊભા રહો રાજન ! આ સિંહાસન ઉપર તે જ બેસી શકે કે જેણે વિક્રમ રાજા જેવાં પરાક્રમો કર્યા હોય.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમ ને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી
એક દિવસ વિક્મ રાજા અંધારપછેડો ઓઢી રાત્રિના સમયે નગરચર્ચા સાંભળવા નીકળ્યા. તેઓ ફરતાં ફરતાં પ્રધાનના આવાસ આગળ આવ્યા. તેમણે જોયું કે પ્રધાનની સોળ વર્ષની પુત્રી સોળે શણગાર સજીને છાનીમાની ઘરમાંથી નીકળી બહાર ચાલવા લાગી. અંધારી રાતે પ્રધાનપુત્રીને બહાર જતી જોઈ રાજા અચરજ પામ્યા. તેઓ પ્રધાનપુત્રી ક્યાં જાય છે તે જોવા માટે અદશ્ય સ્વરૂપે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. પ્રધાનપુત્રી સીધી નગરશેઠની હવેલીએ ગઈ અને બંધ બારણા પર સાત ટકોરા માર્યા એટલે બારણું ખૂલ્યું ને …. (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
ચોવીસમી પૂતળીની ચતુર ભદ્રા અને વેશ્યાની વાર્તા
ચોવીસમે દિવસે જેવા ભોજ રાજા મુહૂર્ત જોઈ સિંહાસન ઉપર બેસવા જાય છે, ત્યાં ચોવીસમી પૂતળી સંકટહરણાએ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતાં અટકાવી બોલી : “હે રાજન ! થોભો. આ સિંહાસન પર તો વિક્રમ રાજા જેવો પરાક્રમી અને પરદુઃખભજન રાજા જ બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી :
રંગપુર નગરમાં રતનચંદ નામે એક શ્રીમંત વણિક વૈભવથી રહેતો હતો. તેને હીરાલક્ષ્મી નામે સદગુણી અને સુશીલ પત્ની હતી. તેને એક પુત્ર અને પુત્રી હતાં. પુત્રનું નામ લાલચંદ અને પુત્રીનું નામ લક્ષ્મી હતું આ રતનચંદ શેઠ પાસે અઢળક સંપત્તિ હતી. તેના પુત્ર અને પુત્રી બંને ખૂબ જ સુખ-સાહ્યબીમાં ઉછર્યા. રતનચંદ શેઠે બંનેને ખૂબ ભણાવ્યાં-ગણાવ્યાં.
ધીરે ધીરે લાલચંદ અને લક્ષ્મી બંને ઉમરલાયક થઈ ગયાં, એટલે રતનચંદ શેઠે પહેલા લક્ષ્મી માટે સારો મુરતિયો શોધી પરણાવી દીધી, પછી તેમણે લાલચંદ માટે કન્યા શોધવા લાગ્યા, પરંતુ તે તો પરણવાની જ ના પાડતો હતો. તેણે કહ્યું: “સ્ત્રી જાતે બેવફા હોય છે. હું લગ્ન કરવા માગતો નથી.”…….. (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
25 મી પૂતળી જોગણની વાર્તા – સિંહાસન બત્રીસી
એક વખત ઉજ્જયિની નગરીમાં એક વિચિત્ર માણસ આવ્યો. તે દેખાવે મસ્ત અને પાનનો શોખીન હતો. તે આખો દિવસ મોઢામાં પાનનો ડુચો ચાવ્યા કરે, કશું કામધંધો કરે નહિ છતાં તે એવો નસીબદાર કે તેને બે ટંક આરામથી ખાવાનું મળી રહેતું. વળી તે કોઈની પાસે માગતો પણ નહિ. લોકો આ માણસને ગાંડો ગાંડો કહી ચીડવતા, છતાં તે કોઈને મારતો નહિ.
આ માણસની ચર્ચા આખા નગરમાં ચોરે, ચૌટે, વાવે અને તળાવે થવા લાગી. એક દિવસ આ માણસની વાત છેક વિક્રમ રાજાને કાને પણ પહોંચી. રાજાને આ માણસને મળવાનું મન થયું. આ માટે તેમણે વેશપલટો કરી તેની પાસે ગયા. તેને એક નજરે જોતાં રાજાને તે થોડો ગાંડો લાગ્યો, પણ તેની સાથે વાતચીત કરતા લાગ્યું કે તે ગાંડો નથી, પણ… (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
26 મી પૂતળીની વાર્તા
કાશીનગરીમાં રામદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે શિવનો પરમ ભક્ત હતો. પરંતુ તેને એક પણ સંતાન હતું નહિ. તેથી આ બ્રાહ્મણ ખૂબ જ ઉદાસીન રહેતો. લોકો તેમને વાંઝિયા કહેતા. આથી બ્રાહ્મણ કંટાળીને જંગલમાં ગયો અને તેણે ત્યાં શંકર ભગવાનનું ખૂબ જ આકરું તપ કર્યું. બ્રાહ્મણના તપથી શંકર ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને તેને પુત્રનું વરદાન દીધું. થોડા સમયમાં બ્રાહ્મણને ઘરે એક રૂપાળો દીકરો અવતર્યો. બ્રાહ્મણે તેનું નામ માધવાનળ પાડ્યું છે.
માધવાનળ મોટો થતાં ઘણાં શાસ્ત્રો ભણ્યો. તેને નાનપણથી સંગીતમાં ખૂબ જ રસ હતો, તેથી તેણે સંગીતનું સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે વાંસળી વગાડવામાં ખૂબ પાવરધો હતો. તેની વાંસળીના સૂરે… (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
સત્તાવીસમી પૂતળીની વાર્તા – બુદ્ધિમાન કોણ ?
મુગલદેશમાં ઉત્તમચંદ નામનો એક કરોડપતિ રહે. તેને ચાર દીકરા હતા. એકનું નામ શતબુદ્ધિ, બીજાનું નામ સહસબુદ્ધિ, ત્રીજાનું લક્ષબુદ્ધિ અને ચોથાનું નામ કરોડબુદ્ધિ. આ ચારે પુત્ર આજ્ઞાપાલક હતા.
એક દિવસ આ કરોડપતિ શેઠ માંદા પડ્યા, ને તેમને પોતાનો અંતકાળ જણાયો. એટલે તેમણે પોતાના ચારે પુત્રોને બોલાવ્યા ને કહ્યું : “દીકરાઓ! હવે હું બે-ત્રણ દિવસથી વધારે જીવવાનો નથી. તમે મારા મરણ પછી મારી બધી મિલકત દાનમાં વાપરજો. ઘરબાર, ખેતીવાડી કશું જ રહેવા દેશો નહિ, મેં તમારે માટે ચાર કીમતી રત્નો સાચવી રાખ્યાં છે. તે રત્નો પૂજાખંડમાં દાટ્યાં છે. મારા મૃત્યુ પછી તે રત્નો કાઢીને દરેક જણ એક-એક વહેંચી લેજો… (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
બત્રીસ પૂતળી – 28મી પૂતળી વિક્રમચરિત્રની વાર્તા
વિક્રમ રાજાને વિક્રમચરિત્ર નામનો બુદ્ધિશાળી અને પરાક્રમી પુત્ર હતો. તે રૂપે ગુણે પૂરો હતો. તે બુદ્ધિમાં વિક્રમ રાજા કરતાં પણ ચડિયાતો હતો.
એક દિવસ રાજદરબારમાં સ્ત્રીચરિત્ર વિશે વાત નીકળી. બધાએ કહ્યું “સ્ત્રીઓમાં પુરુષો કરતાં સવાઈ બુદ્ધિ હોય છે, માટે જ સ્ત્રીચરિત્ર એ સૌથી મોટું ચરિત્ર છે.” આ સાંભળી વિક્રમ રાજાને સ્ત્રીચરિત્ર વિશે પરીક્ષા કરવાનું વિચાર્યું. તેમણે આ કામ માટે પોતાના કરતાં ચડિયાતા પુત્ર વિક્રમચરિત્રને સોંપવાનું નક્કી કર્યું.
તેમણે પોતાના પુત્રને કહ્યું : “બેટા ! આપણા નગરમાં સ્ત્રીઓની ચતુરાઈની ખૂબ જ ચર્ચા થાય છે, પરંતુ મને પૂરેપૂરી ખાતરી છે કે તારી આગળ સ્ત્રીચરિત્રની કાંઈ વિસાત નથી. હું તારી હોશિયારી જાણવા માટે જ નગરમાં ઢંઢેરો પિટાવું છું કે … (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
29 મી પૂતળી ચંદ્રકલાની વાર્તા
ઓગણત્રીસમે દિવસે ઓગણત્રીસમી પૂતળી ચંદ્રકલાએ સિંહાસન ઉપર બેસવા જતા ભોજ રાજાને અટકાવી બોલી : “હે રાજન ! થોભો, આ સિંહાસન પર પગ મૂકશો નહિ. આ તો વીર વિક્રમ રાજાનું છે. વિક્રમ રાજા જેવા પરોપકારી રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરોપકાર અને દાનવીરતાની નવી વાર્તા કહેવી શરૂ કરી.
માધવપુર નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ-બ્રાહ્મણી રહેતાં હતાં. આ બ્રાહ્મણ-બ્રાહ્મણીને એક પણ સંતાન ન હતું. બંને આખો દિવસ પ્રભુભક્તિ કરીને સમય પસાર કરે. તેમને હંમેશ સંતાનની ખોટ ખૂબ સાલતી, પણ ભગવાનની મરજી આમ કહી તેઓ મન વાળી લેતા.
એક દિવસ આ બ્રાહ્મણ-બ્રાહ્મણી શિવમંદિરે દર્શન કરવા ગયાં. ઝૂંપડીમાં ભગવાનના મંદિરમાં દીવો પ્રગટતો હતો. કંઈક કારણોસર દીવાને કારણે મંદિરનો પડદો સળગી ઊઠ્યો. ધીરે ધીરે આ પડદાથી આખી ઝુંપડીને આગ લાગી, ને થોડી વારમાં તો … (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
ત્રીસમી પૂતળી રેણુકાની વાર્તા
ગુંદાવતી નામે નગરીના રાજા નરપતસિંહને રૂપાવતી નામે એક સુંદર કન્યા હતી. આ કન્યા નામ પ્રમાણે જ રૂપ રૂપનો અંબાર હતી. તેને અણિયાળી આંખો, કબૂતર જેવી ડોક, કમળ જેવા ગાલ, મૃગ જેવાં વિશાળ નેત્રો, ભમરાની પાંખ જેવી પાપણો હતી. જાણે સ્વર્ગની અપ્સરા.
રાજાએ કુંવરીને વિદ્યાભ્યાસ કરવા માટે એક પંડિતની પાઠશાળામાં મૂકી. કુંવરી રોજ પાઠશાળામાં ભણવા જતી. આ પંડિતને વિદ્યાનિધિ નામે એક યુવાન પુત્ર હતો. આ યુવાન પણ ખૂબ દેખાવડો હતો, તેથી રૂપાવતી આ યુવાન વિદ્યાનિધિ તરફ આકર્ષાઈ. આ બાજુ વિદ્યાનિધિ પણ તેને મનોમન પ્રેમ કરવા લાગ્યો. પરંતુ આ બંને … (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
રાજા ભરથરીની વાર્તા – 31 મી પુતળીની વાર્તા
એકત્રીસમે દિવસે એકત્રીસમી પૂતળી સરસ્વતીએ સિંહાસન પર બેસવા જતાં ભોજ રાજાને અટકાવી બોલી : “હે રાજન ! થોભો, આ સિંહાસન પર તમે બેસી નહિ શકો. વિક્રમ રાજા જેવો પરોપકારી અને પરદુખભંજન રાજા જ આ સિંહાસને બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમ ને ઉદારતાની નવી વાર્તા કહેવી શરૂ કરી.
ઉજ્જયિની નગરીમાં રાજા ભરથરી રાજ્ય કરતા હતા. તેમને વિક્રમ નામે એક નાનો ભાઈ હતો. વિક્રમ નાનપણથી જ ખૂબ હોશિયાર. તે નાનો હોવા છતાં પણ મોટાભાઈને રાજકાજમાં ખૂબ મદદ કરતા.
મહારાજા ભરથરીને અનંગસેના નામની એક રાણી હતી. તે રાણી ખૂબ રૂપાળી હતી. તેના રૂપનો ક્યાંય જોટો જડે તેમ ન હતો. ચંદ્રમા જેવું બદન, મૃગના જેવી આંખો, કમળ જેવા હાથ હતા. જાણે સ્વર્ગની અપ્સરા… (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
32 પૂતળીની અંતિમ વાર્તા
બત્રીસમે દિવસે બત્રીસમી પૂતળી ઇન્દ્રાણીએ સિંહાસન પર બેસવા જતાં ભોજ રાજાને અટકાવી બોલી : “હે રાજન! થોભો, આ સિંહાસન પર બેસશો નહિ. તેના પર તો પરોપકારી અને પરદુખભંજન વિક્રમ રાજા જ બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાની વચનબદ્ધતા ને ઉદારતાની નવી વાર્તા કહેવી શરૂ કરી.
એક દિવસ નગરની બહાર એક સિદ્ધ સંન્યાસી આવ્યા. આ સંન્યાસીના ચમત્કારોની વાતો આખા નગરમાં ફેલાઈ ગઈ હતી. તેથી બ્રાહ્મણને પણ પોતાનું દુખ દૂર થાય, તે અર્થે તે સંન્યાસી પાસે ગયો અને તેમની ખૂબ જ સેવાચાકરી કરી. સંન્યાસીએ તેને કહ્યું: “વિપ્ર હું તારી સેવાથી ખૂબ ખુશ થયો છું. તારી જે ઇચ્છા હોય તે તું માંગ.” બ્રાહ્મણે સંન્યાસીને પોતાનું દુખ જણાવ્યું.
સંન્યાસીએ બ્રાહ્મણને એક જડીબુટ્ટી આપી અને કહ્યું: ‘તું આ જડીબુટ્ટીને પાણી સાથે ઘસી તેનો રગડો તારી પત્નીને પિવડાવજે, એટલે તેને દિવસો રહેશે અને પૂરા માસે એક સાથે બે પુત્ર એટલે કે જોડિયા પુત્ર જન્મશે. પરંતુ છોકરા સાત વર્ષના થાય ત્યારે તે મને સોંપી દેવાના, જેથી હું તેમને ઘણી વિદ્યામાં પારંગત કરી શકું.
બ્રાહ્મણે કહ્યું: “હે મહાત્મન્ ! હું બંને પુત્રો તમને સોંપી દઉં તો પછી મારી ઇચ્છા ક્યાંથી પૂર્ણ થવાની ?”… (આગળ વાંચવા માટે અહી ક્લીક કરો)
મિત્રો આશા છે કે આ પોસ્ટ આપને ગમી હશે, જો આપની પસંદગીની કોઈપણ પોસ્ટ વાંચવા માંગતા હોય તો કોમેંટ કરીને અમને જણાવો. અમે એ પોસ્ટ અમરકથાઓમા મુકીશુ.