3790 Views
gujarati varta pdf, best Gujarati stories collection, શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ pdf, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf, ગુજરાતી વાર્તા pdf, હિતોપદેશની વાર્તાઓ pdf, મહેનત વાર્તા pdf, શ્રેષ્ઠ પ્રેરક કથા, બોધ વાર્તા pdf, ગુજરાતી બોધ વાર્તા pdf, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ, વાર્તા gujarati pdf, varta gujarati pdf, ગુજરાતી પ્રેરક વાર્તા pdf
50 શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ
મિત્રો અહી આપેલ તમામ વાર્તાઓ નાં નામ કે ફોટા પર ક્લિક કરીને એ વાર્તા વાંચી શકો છો. અને હા… સમયાંતરે અહી નવી વાર્તાઓ ઉમેરવામાં આવે છે. એટલે નિયમિત મુલાકાત લેતા રહો.
છકડો વાર્તા – જયંતિલાલ ગોહેલ
હવે ગામ તો ગિલાને ગિલા તરીકે ઓળખતું જ નહિ ; છકડો જ કહે.
છકડો કહે એટલે ગિલો સમજાય, ને ગિલો છકડાને છકડો નાં સમજે,
ક્યા ચલ ચોઘડિયે ગિલાએ છકડાનું હેન્ડલ પકડયુ , તે બેઠો નથી ને ……
જાંબાળા … ખોપાળા … તગડી .. ને ભડી .. ને ભાવનગર. એમાં હવે ભડી તો ગણાય એમ જ ક્યાં રહી છે…. (વધુ વાંચવા માટે અહી ક્લીક કરો)
જીવ ટૂંકીવાર્તા – માય ડિયર જયુ
ભગો ચમાર હેઠવાસ સુધી આવતાં આવતાં ભાંગી પડ્યો. પોતાના દેહ પર વીંટેલા ફાટલતૂટલ ધાબળાને વધુ ભીંસથી લપેટ્યો તોય એની થરથરાટી બંધ ન થઈ. ઝૂંપડાની માલીપા પગ મૂકતાં જ ઢગલો થઈ ગયો. પોતાની આસપાસ જ અંજવાળું પાથરતાં ટમટમિયાના ઝાંખા તેજમાં એણે ડોશીની નિસ્તેજ આંખો સાથે પોતાની કંપતી આંખો મેળવી. ડોશી ખેરોગથી કણસતા જુવાન દીકરાની તૂટમૂટ ખાટલીનો પાયો પકડીને બેઠી હતી. એની નિસ્તેજ આંખોમાં ચમકતા પ્રશ્નને પામી ગયો હોય એમ એ … (વધુ વાંચવા માટે અહી ક્લીક કરો)
જુમો ભિસ્તી – ધૂમકેતુ
આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો, પોતાના દેખાવથી આવતાંજતાંનું લક્ષ ખેંચી રહેતાં.
જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી.
ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા.
પતરાનાં, પાટિયાનાં અને ગૂણિયાંનાં, એમ અનેકરંગી થીગડાં મારેલી ખડકી ખુલ્લી રહેતી.
અંદર એક ફાટેલતૂટેલ સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય… (વધુ વાંચવા માટે અહી ક્લીક કરો)
પોસ્ટઓફિસ : ધૂમકેતુ
પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો… (વધુ વાંચવા માટે અહી ક્લીક કરો)
ગોવિંદનું ખેતર ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ
નીલી નાઘેરમાં નદીના કિનારા પર ગોવિંદનું ખેતર હતું. ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં પ્રસિદ્ધ પુરુષ લેખાતા. વેપારી આલમના સરદાર તરીકે એમનું નામ આસપાસનાં બે ચાર ગામમાં મશહૂર હતું. ભોળા અને ભલા ખેડૂતોની ધીરધાર આ કામદારને ત્યાં થતી અને રાજપુરના સૌ રઘુનાથ મહારાજની સુવાસને ઓળખતા… (વધુ વાંચવા માટે અહી ક્લીક કરો)
એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ
આ આપનો સેવક એક વખત વરસાદના ઝપાટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીત્યું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા, ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની ચારેતરફ પાણીપાણી જ થઈ રહ્યું, અને રણમાં તો એ પાણીનો દેખાવ પણ ખાસા હિલોળાં મારતા સરોવર જેવો થઈ રહ્યો… (વધુ વાંચો)
જન્મભૂમિનો ત્યાગ – ધૂમકેતુ
આજ પંદર વર્ષથી, ત્યાં ફરવા નીકળનારા સૌ તેને એ જગ્યાએ જોતા. રસ્તાની એક બાજુ ખાંચો હતો, અને તે ખાંચાની જમીન રસ્તાથી ઊંચી હોઈ, ધોરા જેવું લાગતું. આસપાસ બે ચાર મોટા પથરા પણ પડયા રહેતા. ઉપર નાનું પણ ઘાટી છાયાવાળું પીપરનું ઝાડ હતું. વાઘજી મોચી ત્યાં સવારમાં આવીને બધું સાફ કરતો. પછી પોતાનો જૂનો કોથળો પાથરી, પાસે પાણીની કૂંડી ભરી, છીપર પર ધીમે ધીમે પોતાનો સોયો ઘસીને તાજો બનાવતો… (વધુ વાંચો)
ભૈયાદાદા – ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ
રંગપુરના નાના સ્ટેશન પર ત્રણ માણસો અધિકારીના જેવી તોછડી ઢબથી ઊભા હતા. દૂરથી આવેલા ગામડિયાઓ, પરગામના ઉતારુઓ અને પ્રથમ જ ગાડીમાં મુસાફરી કરવા આવેલી સ્ત્રીઓ, સૌમાં તરી નીકળે એવા ત્રણ ગૃહસ્થો તરફ વારંવાર જોઈને, કાંઈક છાની વાતો કરી લેતાં હતાં.
‘પણ એ જગ્યાએ સાંધાવાળો કોણ છે?’ પોતાની સાહેબશાઈ ટોપી હાથમાં ફેરવતાં એક જુવાને પ્રશ્ન કર્યો. એની પ્રશ્ન કરવાની ઢબથી એમ લાગતું હતું કે… (વધુ વાંચો)
રજપુતાણી : ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ
રજપુતાણી – ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ
(એક પ્રેતાત્માનો પ્રેમ અને રજપુતાણી ના શોર્યની વાર્તા આપને છેક સુધી જકડી રાખશે.)
ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે જે ઝપાટામાં આવે તે ઘૂમરી ખાતા ધરામાં પડીને ઘડી બેઘડીમાં અદૃશ્ય થઈ જાય છે.
એક વખત ચોમાસું હતું. રૂપેણ બેય કાંઠામાં આવી હતી. ખેતર છલક્યાં હતાં. નદીનાળાં તૂટ્યાં હતાં, અને બારે મેઘ ખાંગા થઈને આજ ને આજ આકાશ – પૃથ્વી એક કરવાનું જોશ બતાવી રહ્યા હતા.
તે વખતે એક ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો. પોતાની ઘોડી તેણે રૂપેણમાં નાખી, ઘોડી બહુ પાણીદાર અને જાતવંત હતી. પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડી વારમાં સવાર તથા ઘોડી, પાણીમાં … (વધુ વાંચો)
ભીખુ – ધૂમકેતુ
સાંજના સાત થવા આવ્યા હતા , અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઊતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટર, ગાડી, સાઇકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું , અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો.
‘ એક કંગાલ પર ઇતની રહમ કરો ! ‘
દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતાં થંભાવ્યા, પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો… (વધુ વાંચો)
પૃથ્વી અને સ્વર્ગ – ધૂમકેતુ
સતલજનાં ઉતાવળાં વેગભર્યાં પાણી હિમાલયની તળેટીનો ભાગ છોડીને પંજાબના મેદાનમાં પ્રવેશ કરે છે, ત્યાં ગગનચુંબી ડુંગરાઓના પરંપરા અને નાંખી નજર ન પહોંચે તેવાં લાંબા લાંબા મેદાનો, એકબીજાં સાથે હાથમાં હાથ મિલાવી આજે સૈકાઓ થયાં ઘાડી મૈત્રી સાધી રહ્યાં છે. જ્યારે જગત બાલ્યાવસ્થામાં હતું ત્યારે એ મેદાનો પર નિર્ભય અને નિરંકુશ હરણાંઓ લીલોતરી ચરતાં ફર્યા કરતાં; સોનેરી રૂપેરી વાદળીઓના પડછાયા નીચે ઋષિમુનિની ગાયો ત્યાં ચર્યાં કરતી… (પુરી વાર્તા વાંચો)
હોથલ પદમણી અને ઓઢો જામ અમર પ્રેમકથા
કાશીમાની કૂતરી વાર્તા – પન્નાલાલ પટેલ
ગામ સીમાડે ચાલતા રાહતકાર્ય ઉપરથી બપોરિયા રોટલા ખાવા આવેલાં ગામનાં માણસો ખાધું ન ખાધું કરીને વળી પાછાં કામ ઉપર ઊપડી ગયાં. કાશીમાએ પોતાના બેઉ દીકરાની વહુઓને પણ ખવરાવતાંકને સહુની સાથે રવાના કર્યાં, રિસેસમાં ઘરે આવેલા દસ – આઠના બે પૌત્રોને પણ મૂઠી – મૂઠી મકાઈની ધાણી આપી કાઢી મૂક્યાઃ “ ઊપડી જાઓ !, ઘંટ હવે વાગવામાં છે. ’’ ને પછી સૂમસામ બની રહેલા વાતાવરણમાં કાશીમાએ… (પુરી વાર્તા વાંચો)
લાડુનું જમણ – પન્નાલાલ પટેલ
“આવતી કાલની ફીસ્ટમાં લાડુનું જમણ. ”
આ વાંચતાં જ દેવશંકર માસ્તર થંભી ગયા. આદર્શ ક્લબ’ના એ પાટિયા પાસે બે ડગ ભરતાં એમણે ચશ્માંની દાંડી – દોરી જરા બરાબર કરી અને એ જાહેરાત ફરીથી વાંચી ગયા.
પગ ઉપાડ્યા પછી વળી પાછા ફર્યા અને રાયતું શાનું છે એ પણ વાંચી લીધું …
એ આખેય રસ્તે એમણે મન સાથે કંઈ અનેક ગડમથલો કર્યા કરી : “ દોઢ રૂપિયો ખરચીને કાલે લાડુ જમવા કે ન જમવા ? … (પુરી વાર્તા વાંચો)
મળેલા જીવ નવલકથા – પન્નાલાલ પટેલ
ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે.
તેથી પ્રિયતમા નજર આગળ રહે એ હેતુથી કાનજી જીવીને ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને દીધેલા કૉલથી બંધાઈને અને એના પ્રત્યેની અંતરની લગનીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે; પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે… (પુરી વાર્તા વાંચો)
ભૂખી ભૂતાવળ – માનવીની ભવાઇ
કાળુની વાટમાં આવતો વગડો, આ છપના કાળનો માર્યો જાણે ‘ ખાઉં ! ખાઉં ! ’ કરી રહ્યો હતો. પક્ષીઓય ભૂખેતરસે વલવલતાં હતાં. ચૈતરના વાયરા લૂય સાવ લૂખી ! ત્યારે બળીજળી ધરતી તો કાળુના પગને – દુશ્મન બની બેઠી હોય તેમ ખોયણાં જ ચાંપતી હતી.
પણ કાળુનું એ તરફ ધ્યાન જ ન હતું. મગજમાં એક જ વિચાર ઘૂમતો હતો : ‘ રાજુ, પેલા શાહુકારને પોતાની કાયા તો નઈ સોંપી દે ને ? ’
તો બીજી બાજુ એને ગળા સુધી ભરોસો હતો : “ધરતીનું પડ ભલે ફરે , પણ રાજુ નઈ ફરે ! … એ ભલેને ભૂખની મારી કાલ મરતી તે અત્યારે મરે, પણ… (પુરી વાર્તા વાંચો)
માનવીની ભવાઈ – જીવ્યા મર્યાનાં છેલ્લા જુહાર.
એક જણને તો કાળુએ સંભળાવી દીધું : ‘ મૂછ તો ઘણાય મૂંડાવી નાખશો પણ પલાળવા પાણી હશે તો ને ? અત્યારથી જ નદીમાં હનમાન હડીઓ કાઢે છે ને કૂવામાં ભૂત ભૂસકા મારે છે. પીવા જ પાણી નઈ મળે પછી વતાં ( હજામત ) ની તો વાત જ ક્યાં રહી !
ભાદરવા સુધી તો લોકોએ વરસાદની આશા ન છોડી. અલબત્ત મકાઈઓય ઢોરના પેટમાં ચાલી ગઈ હતી પણ – ‘ મરશે, ચાર થશે તો ઢોર તો જીવશે ? ’
પણ ચાર શી ને વાત શી ! કાળુએ કહ્યું તેમ : ‘ શ્રાવણ સૂના ગયા તો ભાદરવા શું ભરવાના છે ! ’ આસોમાં તો આભલાંય ખાલીખમ ! જાણે કોઈ કચરો જ કાઢી ગયું !
દિવાળીનું પર્વ પણ સૂનું. ન કોઈ ફટાકડા લાવ્યું કે … (વધુ વાંચો)
પીઠીનું પડીકું – પન્નાલાલ પટેલ
પાંજરામાં ઊભેલા એ જુવાન ગુનેગારની લાંબી તપાસ પછી ભાતીગળ રેશમી રૂમાલે બાંધેલી પોટલી ચીંધતાં ન્યાયાધીશે વળી સવાલ કર્યો: ‘એ તો બધું ઠીક, પણ આ રૂમાલમાં શું બાંધ્યું છે લ્યા ?’
જુવાન એ પોટલી સામે ક્ષણભર તાકી રહ્યો. ન્યાયાધીશનેય દેખાય એટલા જોરથી શ્વાસ લેતાં જાણે સ્વગત બબડતો હોય તેમ એણે કહ્યું: ‘એ પોટલીની જ તો આ બધી રામાયણ છે, સાહેબ!’
‘પણ એમાં છે શું? ‘
પીઠીનું પડીકું, સાહેબ.’
‘ત્યારે તો એમ કે ને કે આ નવાં કપડાં પહેરીને વહેલમાં બેસીને પરણવા જ જતો’તો!… (વધુ વાંચો)
પરીક્ષા – પન્નાલાલ પટેલ
એકાએક મહાદેવની નજર થંભી જાય છે. અટકીને ઊભો રહે છે. બોલી પડે છે : ‘ ખાઈ જવાની ! ’
પેલા ત્રણેય અટકે છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે. પાણી સરખો કૂળો કૂળો ઘઉંનો મોલ છે. સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે. ધીમે ધીમે ચાલે છે ને ખાતી જાય છે.
‘ કાપલો કાઢી નાખવાની ! ‘ મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા.
‘ તારી માસીના ખેતરમાં લાગે છે… (વધુ વાંચો)
સુખ દુઃખનાં સાથી – પન્નાલાલ પટેલ
‘કોઈ આંધળીને પાઈપૈસો આપો, માબાપ!’ ફૂટપાથની ધાર પર બેસી એક બાઈ પોકારી રહી હતી.
‘માબાપ, કોઈ લૂલાંલંગડાં પર દિયા કરો, બાપ!’ બાજુમાંથી એક, બેઉ પગે લંગડાનો અવાજ આવ્યો.
‘કુણ જાણે નખ્ખોદિયાં ક્યાંથી ટળે છે? જ્યાં જાઉં છું ત્યાં કેડે ને કેડે…’ બબડતી પેલી આંધળી બાઈ ઊઠી અને દીવાલનો ભોમિયો બનાવી ચાલવા લાગી.
‘એ બેસ બસ. હું જાઉં છું.’ પેલા અપંગે ઢસડાતાં કહ્યું.
‘તારા બાપનો રસ્તો છે?’ – … (વધુ વાંચો)
ગોવાલણી (મલયાનિલ) – ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા
માથા પર પિત્તળની ચળકતી તામડી મૂકી ભાગોળેથી ગામમાં પેસે, ત્યારે જાણે લક્ષ્મી પ્રવેશી. ‘દૂધ લેવું સે દૂધ’નો ટહુકો શેરીએ શેરીએ સંભળાય અને દાતણ કરતું સૌ કોઈ એની સામું જુએ. પુરુષોને શુભ શુકન થતા. સ્ત્રીઓને ઈર્ષ્યા આવતી.
એ ગુજરાતી ગોવાલણી હતી. સવારના પહોરમાં તળાવમાં નાહવા પોતાને ગામડેથી નીકળતી. તાજાં દોહેલાં દૂધ શહેરીઓની સેવામાં રજૂ કરતી. સૌ કોઈને એનું દૂધ લેવાનું મન થાય. ‘દૂધ લેવું સે દૂધ’ સાંભળતાં શેરીની સ્ત્રી ઝટ પથારીમાંથી ઊભી થતી.
એ હંમેશાં રાતો સાલ્લો-જાડો, પણ સ્વચ્છ, નવો ને નવો સાચવી પહેરતી, એને પીળી પટ્ટીની કોર હતી અને કાળો પાલવ હતો. હાથમાં દાંતનાં રૂપાની ચીપવાળાં ભારે ‘બલ્લૈયાં’ પહેરતી. પગે જાડાં કલ્લાં ઘાલતી. નાકમાં નથની અને કાનમાં નખલી. આગંળીએ રૂપાનાં વેઢ, ગળામાં ટૂંપીઓ અને કીડિયાસેર. આ એનાં આભૂષણો હતાં. માથે જરા ઘૂમટો તાણતી, તેથી એના વાળ કેવા હશે તેની કોઈને ખબર નહોતી. એ ઓળતી હશે, સેંથીમાં કંકુ પૂરતી હશે, એ કલ્પના જ એની ખૂબસૂરતીમાં ઉમેરો કરી આપતી હતી… (વધુ વાંચો)
પીળા રૂમાલની ગાંઠ નવલકથા – હરકિસન મહેતા
ઠગ લોકો ભવાની માંના ભક્ત હતા અને એ એવું માનતા કે માતાજીની ઈચ્છાથી જ તેઓ આ ઘાતકી કામ કરે છે. આ લોકોમાં હિન્દુ અને મુસલમાન દરેકનો સમાવેશ થતો. અંધશ્રદ્ધામા જીવતા આ ઠગલોકો વર્ષે દહાડે ત્રીસ થી ચાલીસ હજાર લોકોનો ભોગ લેતા. ઠગ લોકો પોતાના કામમાં એટલા ઉસ્તાદ હતા કે એમના આ ઘાતકીપણાની ગંધ પણ કોઈને આવતી નહોતી.
ઇ.સ. 1968માં ત્રણ ભાગ અને 102 પ્રકરણમાં લખાયેલી ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ આજે પાંચ દાયકા બાદ પણ આટલી લોકપ્રિય છે તેની નવાઈ નથી લાગતી? .. (વધુ વાંચવા અહી ક્લીક કરો)
લોહીની સગાઈ વાર્તા – ઇશ્વર પેટલીકર
મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરતકાકીને આપતાં ત્યારે એમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં અને દરેકને એક જ જવાબ આપતાં : ‘હું મા થઈને ચાકરી ન કરી શકું, તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય.’
અમરતકાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મથી ગાંડી અને મૂંગી દીકરીને એ જ રીતે ઉછેરતાં, ચાકરી કરતાં અને લાડ લડાવતાં એ પ્રત્યક્ષ જોઈ લોકો એમનાં વખાણ પણ કરતાં કે આવી રીતે ગાંડી દીકરીને તો અમરતકાકી જ ઉછેરી શકે… (વધુ વાંચવા અહી ક્લીક કરો)
સાંઢ નાથ્યો… (ચંદાની બહાદૂરી)
‘મને તમારી દયા આવે છે. નહિ તો હું હમણાં ડહકલો નાખી દઉં. ’ ચંદા છેવટે બોલી.
‘અમારી દયા’ બધાં એકસામટાં બોલી ઊઠ્યાં.
‘તમારી નહિ પણ તમારી આ મૂછોની ! ‘ મૂછો તરફ આંગળી કરી એ બોલી : ‘ ને એક વખત મૂછો મૂંડાવવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું. ‘
એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વેએ કબૂલ કર્યું.
“કબુલ ” ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો . ‘
“કબુલ,….કબુલ..”
‘ત્યારે જોવું હોય તો ઊગતા સૂરજે આવજો , સાંઢ હોય ત્યાં. ‘ આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ…. (વધુ વાંચો)
શિવ પાર્વતી (નવલિકા) ઈશ્વર પેટલીકર
પાંચ વર્ષ ઉપર એમનો દસ વર્ષનો દીકરો મોટર-અકસ્માતમાં નિશાળેથી આવતાં રસ્તામાં કચડાઈ ગયો. મૃત્યુ પામ્યો, અને એ આધાત સમા ગાંડા થઈ ગયા હતા, મોહન તે વખતે ગ્રેજ્યુએટ થઈ ગયો હતો, એટલે વીમા કંપનીમાં કારકૂનની નોકરી મળી જતાં, મોટાભાઈની જવાબદારીએણે ઉપાડી લીધી.
પરંતુ આ મોંધવારીમાં એ જવાબદારી ઉપાડવાની સહેલી ન હતી. મોટાભાઈને ચાર સંતાન હતાં. તેમાંથી મોટો દીકરો ગુજરી જતાં ત્રણ અને ભાઈભાભી… (વધુ વાંચવા અહી ક્લીક કરો)
કાબુલીવાલા – રવિન્દ્રનાથ ટાગોરની શ્રેષ્ઠ વાર્તા
‘કાબુલીવાલા…એ…ઈ કાબુલીવાલા !’ કરતી બૂમો પાડતી પાડતી મીની ઘરમાંથી બહાર દોડી આવી. રહમતનું મોં પલકમાં હાસ્યથી ખીલી ઊઠ્યું. તેના ખભા પર અત્યારે ઝોળી નહોતી, એટલે ઝોળી સંબંધી તેમનો રોજનો વાર્તાલાપ આજે થયો નહીં.
મીનીએ એકદમ તેને પૂછી નાખ્યું : ‘તમે સાસરે જવાના છો ?’
રહમતે હસીને કહ્યું : ‘ત્યાં જ જાઉં છું’
પણ એ જવાબથી મીનીને હસવું આવ્યું નહીં… (વધુ વાંચવા અહી ક્લીક કરો)
રસિકભૈ રસો
હજીય જ્યારે જ્યારે એ પરોઠા હાઉસ પાસેથી પસાર થાઉં ત્યારે કોઈક ગ્રાહકનો ધીમો અવાજ સંભળાય – “રસિકભૈ , રસો આવવા દ્યો. ” ત્યાં તો રસિકભૈનો અવાજ આવે – “ આમ ધીમેથી ચાં બોલો ? બૂમ પાડો કે રસિકભૈ …. રસો ! ”
પહેલી જ વાર સૌરાષ્ટ્રના એ ગામમાં જવાનું થયેલું. ત્યાં રસિકભૈના પરોઠા – શાકનાં વખાણ સાંભળી પરોઠા હાઉસમાં જ જવાનું વિચાર્યું. વળી , લોજ કરતાં સસ્તુંય પડે. જેટલું ખાય એટલા પૈસા થાય.
” આવો સાહેબ” પરોઠા હાઉસમાં દાખલ થતાં જ કોઈક અવાજે આવકાર્યો. પાંચેક ફૂટ ઊંચાઈ , ઘેરો અવાજ, મોટી આંખો, ગલોફામાં પાન , ગોળ ચહેરો… (વધુ વાંચવા અહી ક્લીક કરો)
ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે
હમણાં થોડા દિવસ પર મારા હાથમાં, કોણ જાણે ત્યાંથી, ખોટી બે આની આવી ચઢી હતી. એ બે આની ખોટી છે એમ જયારે મોદીએ પાછી આપતાં અર્ધ તિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારે “કયો મોરલો આ કળા કરી ગયો? “એમ મને થયું. પરંતુ એ પ્રશ્નનું નિરાકરણ થઇ શકે તો પણ એથી એટલી બે આની પૂરતી મારી ગરીબાઈ ઓછી થાય એમ નહોતું. એ પ્રશ્ન પડતો મૂકી એ બે આનીને શી રીતે ચલાવવી તેનો વિચાર મેં કરવા માંડ્યો.
હાથમાં વર્તમાનપત્ર રાખી વાંચવાનો ડોળ કરી મેં ટ્રામના કન્ડકટરને એ બે આની જરા પણ ખચકાયા વગર આપી.
એણે ટિકિટ આપીને બે આની લેવા પ્રયત્ન કર્યો. જૂઠી વસ્તુને પોતાની જાહેરાત કરવાનું ઘણું મન હોય છે. એ ન્યાયે કન્ડકટરના હાથમાંથી એ ચંચળાની મૂર્તિ સરીને નીચે પડી. અને તેણે બે આની ઉપાડી, વિસ્મયથી તેને ફેરવી ફેરવીને જોઇ… (વધુ વાંચો)
બાબુ વીજળી – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
બાબુ વીજળી – ગુજરાતી વાર્તા
મને જોયો એટલે ફગાવી દઈ એ ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો : ‘ મીર જાફર નામનો નવાબ હતો ’ પછી કહે : ‘ચ્યારનો ગોખુ સુ પણ દિયોરનું ઈયાદ જ નથ રે’તું’
‘આમાં યાદ રાખવાનું છે શું ?’
‘ મીર જાફર નામનો એક નવાબ હતો. ‘
‘વાંચતો હતો એમાં ‘ એક ’ નથી.’
‘ સાપ્પાનું ભૂલી જ્યા હસી. ‘
‘ એવું નથી. એનો બીજો એક અર્થ થાય છે. ‘ મેં કહ્યું.
બાબુની આંખો પહોળી થઈ ગઈ : ‘ ચિયો ! ? ‘
‘ મીર જાફર નામનો, એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો.’
‘ ઓત્તારી બુનનું ભલું થાય … ‘ ને એ પુસ્તકના પાનાને કુતૂહલથી જોઈ રહ્યો. પછી થોડી વારે બોલ્યો : ‘ આવી ભુલભુલામણી એમ સાપતા હસી ? મીર જાફર ઠોયા જેવા નવાબ હતો ઈમ સાપતાં ઇયોના બાપનું સું જતુ’તું ? ‘ પછી ધીરે રહીને બોલ્યો : મીર જાફર નામનો નવાબ હતો. મારી હાહુનું જબરું સ હોં ! ‘ ને એના મગજમાં એ બરોબર ઊતરી ગયું હોય એમ એ હળવાફૂલ થઈને હસી પડ્યો.
‘ તે ગોદડું કેમ ઓઢેલું ? ‘
‘ ઓઢડ્યા વિના કોંય ઈયાદ જ ના રે.’ એણે હાથની ઝાપટ મારીને દીવો હોલવી નાખ્યો અને કહે : હેંડો, પરસાદ ખાવા જોઈએ… (વધુ વાંચો)
ભોળો મગર – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
દિવાળીનું વૅકેશન પૂરું થયેલું. મારે અણધાર્યા જ ઉત્તર ગુજરાતના એક દૂરના ગામની હાઈસ્કૂલમાં દાખલ થવું પડ્યું. બેસતા શિયાળાની એક ધૂસર સાંજે ઘોડાગાડી એક છાત્રાલયના દરવાજા પાસે ઊભી રહી. બૅગ-બિસ્તર લઈને હું નીચે ઊતર્યો. છાત્રાલયના કમ્પાઉન્ડમાં ડાબા હાથે ગૃહપતિનું નિવાસસ્થાન હતું ત્યાં ગયો. મારે કયા કમરામાં રહેવાનું છે તેની માહિતી મેળવી, જરૂરી ફી વગેરે ભરી, બૅગ-બિસ્તર લઈ જેવો હું દશ નંબરના કમરામાં પ્રવેશું છું તેવો જ એક મહાકાય વિદ્યાર્થી સામે મળ્યો. કહે:
‘દહ જણા તો સીએ, તું ચ્યોં રઈશ?’
‘એની ચિંતા તમારે કે મારે નહિ, ગૃહપતિએ કરવાની.’ મેં કહ્યું.
‘ઓત્તારીની, ટેણી તો જબરું બોલ સ.’ – કહીને આશ્ચર્યથી આંખો પહોળી કરીને એ ઓટલા પર બેઠો… (વધુ વાંચો)
ભાગલો વહોરો – જુના અભ્યાસક્રમમાં આવતો યાદગાર પાઠ
બધા એને ભાગલો વહોરો કહેતા.
તમે એને એકવાર જુઓ તો તેને ક્યારેય ભુલી ન શકો.
તેની ગંદી કાળી ટોપીની નીચે તેનુ કપાળ કઇ બહુ મોટુ તો નહોતુ, છતાય એ ચહેરામાં એવડુ જ કપાળ બરાબર છે, એમ તમને લાગે, ઉલ્ટાવેલો ત્રિકોણ હોય એવો એનો ચહેરો હતો, અને એ ત્રિકોણનાં શિરોબિંદુએ થોડા વાળ ચોટાડી રાખ્યા હોય એવી એમની દાઢી હતી, ઉપરનો હોઠ ચોખ્ખો દેખાઇ આવે તેટલા જ વાળ મૂછ પર, પીઠે કેડેથી એ થોડો નમેલો… (વધુ વાંચો)
જોસેફ મેકવાનની હ્રદયસ્પર્શી વાર્તા ‘ભવાન ભગત’
( ગામડુ, બાળપણ, સંબંધોની સુવાસ, આ પોષ્ટ વાંચીને લાગશે કે દરેક કુટુંબમા-ગામમાં ભવાનભગતની જરુર છે. આ પોષ્ટ આપને બાળપણ- સુખ-દુ:ખનો અનુભવ કરાવશે…. જો પુરી વાર્તા વાચ્યા પછી આંખોના ખુણા ભીના ન થાય તો જ નવાઇ….)
—————————-
ભવાન ભગતને વનવાસ લીધે બારમું વરસ ચાલતું’તું ને ગામમાં એમનો જુવાનજોધ દીકરો પુંજો ફાટી પડ્યો. વાવડ દેવા હું ગયો ત્યારે ઉઘાડા આકાશ ભણી નજર નોંધી એ બોલેલા “ તું મને નિરાંતે મરવા દે એમ નથી લાગતું ! ” … (વધુ વાંચો)
પન્નાભાભી ગુજરાતી ટુંકીવાર્તા – જોસેફ મેકવાન
મને ભાભીનો બહુ મોહ. પણ મારે મોટાભાઈ જ નહીં એટલે ભાભી આવે ક્યાંથી? ફળિયામાં નવી વહુઓ આવે. ગામહક્કે કે કુટુંબદાવે એમને ભાભી કહીએ, પણ
‘હોળીને દહાડે, ‘ભાભીને મેં ગુલાલ છાંટ્યો તો એણે સવાશેર ખજૂર લાવી દીધી’
‘હું તો રંગ લઈને ગયો તો ભાભીએ મને જ રંગી નાખ્યો’
‘આ આણે તો ભાભી મારે માટે રંગીન મોજડી લઈ આવી, એના બાપા રેલવેમાં નોકરી કરે છે.’
આવી-આવી રસિક વાતો સગી ભાભીઓવાળા ભાઈબંધો કરતા જાય ત્યારે મારું મન દૂણાયા કરે. કાશ! મારેય એક ભાભી હોત! … (વધુ વાંચો)
ઘરનું ઘર – જોસેફ મેકવાન
આખી રાત ત્રમઝટ મેઘો વરસ્યો હતો. કલવો અને ભલચી રાત આખી આલહ-વેલહ થયાં હતાં. બીમાર દીકરાની માંચી ધણી-ધણિયાણીએ આખા ખોરડામાં અહીંથી ત્યાં બેસવ્યા કરી હતી, પણ આખું હડણ ચૂતું હતું. ઘર આખું ટપકતા ચૂવાથી હાબોળ હોય ત્યાં કોરી જગ્યા ક્યાંથી મળે? હવાયેલી ને ઊબળેલી ગોદડીના ગાભામાં કલવાના એકના એક દીકરાની દાંતકટ્ટી ટાઢની મારી કટકટતી રહી હતી પણ લાચાર બની દીકરાના તાવે ધખતા દેહને તાક્યા કર્યા વિના કલવાનો છૂટકારો નહોતો… (વધુ વાંચો)
શરણાઇના સૂર – ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ
(જેણે પોષ્ટઓફિસ વાર્તા વાંચી હશે, તેને ખુબ જ પસંદ આવે તેવી લાગણીસભર વાર્તા )
-માંડવો વધાવાઈ ગયો. ગોતરીજ પાસે પગેલાગણુ પતી ગયું. ઘરને ટોડલે વરઘોડિયાએ કંકુના થાપા પાડી લીધા . જાનને શીખ દેવાઈ ગઈ . ધર્માદાનાં લાગાંલેતરી ચૂકવાઈ ગયાં , વેવાઈઓએ એક – બીજાને વહાલપૂર્વક ભેટી લીધા .
-રામણદીવડો પેટવાઈ ગયો. વરકન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયાં . સામેથી આવતી પણિયારીના શુભ શુકન સાંપડી ગયા
-અને ગાડાનું પૈડું સીંચાઈ ગયું .
-અને ડોસા રમઝુ મીરે શરણાઈના સૂર છેડ્યો. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી… (વધુ વાંચો)
ખીજડીયે ટેકરે – ચુનીલાલ મડિયા
(ચુનીલાલ મડિયાની ‘ખીજડીયે ટેકરે’ – નવલિકા મા લેખકે જીવન ની કારમી ગરીબાઈ સામે ઝઝૂમતા ભોજાની હદય દ્વાવક વેદનાને આલેખી છે. શિયાળાની કડકડતી ઠંડી મા ઉઘાડા શરીરે તે મૃત બાળક નુ વસ્ત્ર મેળવવા મથે છે.)… (વધુ વાંચો)
વાની મારી કોયલ – ચુનીલાલ મડિયા
ગયા વર્ષે રવા પટેલને બરાબર મનગમતાં બિયારણનો જોગ ન થઈ શક્યો એટલે હિંમત કરીને ચાર વીઘામાં શેરડીના બબ્બે આંખાળા માદળિયાં રોપી દીધેલા. પરિણામે, સાચાં પેટાળની સરવાણીઓવાળી તરકોશીમાંથી પાણી ખેંચી ખેંચીને બે જોડ નાડાંનો સોથ વળી ગયો પણ નોરતા ઊતરતાં તો ચાર ચાર આંગળના દળવાળા શેરડીના સાંઠા ક્યારામાં ન સમાતાં ત્રાંસા ઢળવા લાગ્યા અને દિવાળી ટાણે તો પડું પડું થતા એ લેલૂંબ માંડવાઓને ફરતી વાંસવળીઓની આડ બાંધવી પડી… (વધુ વાંચો)
ચુનીલાલ મડિયા ની ટૂંકીવાર્તા – અંત:સ્ત્રોતા
મધરાતનો ગજર ભાંગી ગયો હતો. શેરીઓમાં સોપો પડી ગયો હતો. પાણીશેરડે જળ જંપી ગયાં લાગતાં હતાં. પણ વરસોથી અકથ્ય અજંપો વેઠી રહેલ જાનબાઈની આંખમાં નીંદર નહોતી. સાંગામાંચી જેવા ખાટલા પર તેઓ આમથી તેમ પડખાં ફેરવતાં હતાં. ઘડીક વાર પાંપણ ભારે થતી હતી, પોપચાં બિડાતાં હતાં અને એકાએક ભૂતકાળની કોઈક ભયંકર યાદ તાજી થતાં તેઓ ઝબકીને જાગી જતાં હતાં. ફરી આંખ ઘેરાતી હતી, ફરી પાંપણ બિડાતી હતી અને ફરી… (વધુ વાંચો)
ઈચ્છાકાકા – ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ
જાનૈયાઓ જાનીવાસમાં આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી; છતાં એમણે પહેલું કામ પાણી પીવાનું ન કર્યું; પણ પાગરણ ભર્યા હતાં એ ઓરડી પર જ હલ્લો લઈ ગયા.
કારણ હતું : પોષ મહિનો હતો. રીંગણી બાળી નાખે એવાં હિમ પડતાં હતાં. તેમાં વળી ભોગજોગે જાનને ઉતારો પણ ભાદર નદીના મધવહેણ ઉપર ઝળુબી રહેલા દરબારગઢમાં મળ્યો હતો. પછી તો ટાઢની કાતિલ અસરનું પૂછવું જ શું?
હજી તે સમી સાંજ હતી. જાનનાં સામૈયાં પણ નહોતાં થયાં. ત્યાર પછી જમી કારવીને સૂવા જવાને તે હજી ભવ એકની વાર હતી. પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે? અને વેવાઈએ આ પચ્ચાસ માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી ત્રીસ ગોદડી આપેલી એ કોને પૂરી થાય?… (વધુ વાંચો)
ચંપો ને કેળ : ચુનીલાલ મડિયા
વેજલકોઠાનો અરધો પંથ માંડ કપાયો હશે ત્યાં તો બકુને એની આદત મુજબ પાણીની તરસ લાગી ગઈ અને અણસમજુ બાળક ‘બા! ભૂ પા’નું વેન લઈ બેસે એવી જ રીતે સાથે આવેલા ભોમિયા ગીગાભાઈ સમક્ષ એણે માગણી મૂકી : ‘ગીગાભાઈ! પાણી પીવું પડશે.’
‘ભાઈ! આંહીં અંતરિયાળ પાણી ક્યાંથી કાઢવું? જરાક પગ ઉપાડો તો અબઘડી વેજલકોઠે પોગાડી દઉં. પછી પાવરાપાટમાંથી એ… ને પેટ ભરીને પાણી પી લેજો. જરાક ઝપાટો કરો…’ … (વધુ વાંચો)
કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ – ચુનીલાલ મડિયા
અંગેઅંગ ઠૂંઠવાઈ જાય એવો ઠાર વરસતો હતો. હેમાળા જેવી ટાઢમાં સ્ટેશન આખું જાણે કે ટૂંટિયાં વાળીને સૂતું હતું. આમેય મધરાતનો સુમાર હોવાથી યાર્ડમાં અને આજુબાજુ સૂનકાર તો છવાઈ જ ગયો હતો. એમાં વળી વીંછીના ડંખ જેવી કાતિલ ઠંડીને લીધે આખું વાતાવરણ જાણે કે નિસ્તબ્ધ બની ગયું હતું.
સહુ ઉતારુઓ ચાલ્યા ગયા, છતાં પ્લૅટફૉર્મ ઉપર કાળી ઓઢણી ઓઢેલી એક બાઈ ઊભી રહી હતી. એની ગોદમાં એક બાળક હતું અને એની ઊંઘમાં ખલેલ થઈ હોવાથી એ રડતું હતું.
એક સાંધાવાળાએ આવીને બાઈને કશીક પૂછપરછ કરી. જાણવા મળ્યું કે અંધારી રાતે આ એકલ પ્રવાસી ભૂલથી એક આગોતરા સ્ટેશને ઊતરી પડેલ છે.
હવે? હવે તો વહેલી પરોઢે પેસેન્જર ટ્રેન આવે એમાં જ એ જઈ શકે. બાઈ ગભરાઈ ગઈ. આ અજાણી જગ્યામાં એ રાતવાસો ક્યાં રહેશે?
કેવી રીતે રહેશે? કોને આશરે રહેશે? … (વધુ વાંચો)
સિંહની દોસ્તી – ભાણભાઇ ગીડા
(માત્રા વાળા અને સિંહની દોસ્તીની અનોખી કથા)
ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. લોકો લણણીના કામે લાગ્યા છે. આવા એક દિવસે , નમતા બપોરે દરબાર માત્રા વાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે. એકાએક દરબારની નજર નદીના ધૂના પર પડી. સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે. બેપરવાઈથી ચાલ્યા આવતાં આ રાજા – રાણીને દરબાર જોઈ રહ્યા.
સિંહ અને સિંહણ પાણી પીવા ઊતર્યા ; પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો. એક પ્રચંડકાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણ કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી , પણ એની કારી ફાવી નહિ. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો… (વધુ વાંચો)
માતૃહ્રદય – કનૈયાલાલ રામાનુજ
(માનવ હોય કે પશુ, માતૃહ્રદય તો સૌનાં સરખાં)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કો અવધૂત શો ગિરનાર બેઠો છે.
તેની જટા જેમ પ્રદેશનાં પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે , ગીર.
સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે ! સાવજના ઘુઘવાટા ને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય.
આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે… (વધુ વાંચો)
હીરો ખૂંટ : બે પશુઓની અનોખી દોસ્તીની વાર્તા
આંધી ચાલી ગઇ એટલે હું અને હરિ આકડાના જૂથમાંથી ધૂળ ખંખેરતાં બહાર નીકળ્યા. અમે જ્યાંથી ચાલી આવ્યા હતા એ લૂખીભૂખી ધરતી પર મેં ધૂળનો ગોટો અંધારું પાથરતો ચાલી જતો જોયો. અમે ચાલી આવ્યા હતા એ લાંબી કેડી અંધારામાં લીન થતી મેં જોઈ.
અને દૂર ત્યાં ભૂખી ધરતી સિવાય બીજું કશું નહોતું – પથ્થર, ઢેફાં, ધૂળ, કાંટાળા છોડવા, કાબર, ચકલી અને કાગડો અને એ બધાં પર ફરી વળતો દઝાડે એવો તડકો અને હવે ઝંઝાવાતી પવન!…(વધુ વાંચો)
ઝેની – નિર્દોષ પ્રેમકથા
ઉમર સુતારને એક પુત્રી હતી. તે મારી સમોવડી હતી. તેનું નામ હતું ઝીનત. લાડથી બધાં તેને ઝેનીના હુલામણા નામે બોલવતાં. બીજી ચોપડીથી અમે બન્ને સાથે ભણ્યાં હતાં.
સવાર થતાં તૈયાર થઈને ઝેની અમારા ઘરે આવતી અથવા હું તૈયાર થઈને તેમના ઘરે જતો. બન્ને સાથે જ નિશાળે જતાં, બન્નેનાં પુસ્તકો એક જ દક્તરમાં રહેતાં, અને દફ્તર હંમેશા ઝેની જ ઉપાડતી. હું મારા હાથમાં એક નાની ડાબલી રાખતો, તે ડાબલીમાં સફેદ કાળી પેનના ટુકડાઓ રાખતો. શાળાનો ઘંટ વાગ્યા પહેલાં કે શાળા છૂટ્યા બાદ હું અને ઝેની બીજા છોકરાઓ સાથે પેનના તે ટુકડાઓથી રમતાં. અમે ક્યારેક વધુ પેનો જીતીને આવતાં અને ક્યારેક બધી જ પેનો હારીને વીલા મોંએ ઘેરી આવીને નવી પેન ખરીદી આપવા હઠ પકડીને રિસામણા કરતા… (વધુ વાંચો)
થીગડું વાર્તા : સુરેશ જોષી
રાજાને કાને વાત પહોંચી કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારી સિદ્ધ પુરુષ આવ્યા છે. નગરની બહાર, મોટા વડની છાયામાં, એઓ ધૂણી ધખાવીને બેઠા હતા. રાજા અને રાણી તો એમની પાસે ગયાં. સોનાના થાળમાં ફળ ધરીને કહ્યું: ‘મહારાજ, અમારી એક ઇચ્છા પૂરી કરશો?’
સિદ્ધ પુરુષે પૂછ્યું: ‘શી ઇચ્છા છે, બોલો?’
રાણી બોલી: ‘અમારો એકનો એક રાજકુમાર સદા છે તેવો ને તેવો ફૂટડો ને જુવાન રહે એવી અમારી ઇચ્છા છે.’
સિદ્ધ પુરુષે કહ્યું: ‘વારુ, એક વાર બરાબર વિચાર કરી લો.’
રાજાએ કહ્યું: ‘મહારાજ, અમે તો રાતદિવસ આ જ વાતનું રટણ કરીએ છીએ. અમારે હવે ઝાઝો વિચાર કરવાનો છે જ નહિ.’
સિદ્ધ પુરુષે કહ્યું: ‘વારુ, હું એને માટે એક ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. તે એણે શરીરથી કદી અળગું નહિ કરવું. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર થશે નહિ. એની કાયા સહેજ પણ કરમાશે નહિ.’… (વધુ વાંચો)
મારા બાળપણનું વન – સુરેશ જોશી
મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે ………
મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું , વનમાં વાઘ હતા , રીંછ હતાં. એક નદી હતી. એનું નામ ઝાંખરી. સંસ્કૃત નામોનો ઝંકાર એમાં નથી. ઝાંખરામાં થઈને રસ્તો કરી વહેતીવહેતી આવતી માટે ઝાંખરી ……. (વધુ વાંચો)
ઝોહરા – Heart touching story
પણ આ વખતે તો ફોઈ જ સામેથી કહેવા લાગ્યાં, ‘ અલી ઉમરાવ, તુંય શું છોકરાને જાન જોખમમાં નાખવા ત્યાં મોકલે છે ? ખબર નથી , રમખાણ હજી માંડ શમ્યાં છે , આ છોકરો પાંચ દિવસથી અહીં આવીને સલવાઈ ગયો હતો, તે આજે હવે માંડ નોકરી ભેગો થવા નીકળ્યો છે, ને ઝોહરાના સગાંવહાલાં ને પાડોશી બધાંને ખબર છે કે આવડો આ હિન્દુનો છોકરો છે, કાયમ આવે – જાય એટલે.’
ઉમરાવકાકીનું મોં પડી ગયું, ‘ તે પણ હું કયાં કહું છું કે ભઈલો હમણાં ને હમણાં સંપેતરું આલવા જાય ? ’
‘ સારું ’ છેવટ ફોઈ પીગળ્યાં… (વધુ વાંચો)
શેખચલ્લીની વાર્તા
તહેવારના દિવસો આવ્યા. શેખચલ્લીની માએ કહ્યું : ‘ બેટા ! તારે સાસરે જઈને તારી વહુને તેડી આવ. ‘
શેખચલ્લી તો વાત સાંભળતાં જ નવાં કપડાં પહેરી તૈયાર થઈ ગયો. માએ વિચાર કર્યો કે, આ તો બુદ્ધ છે. સાસરે જઈ એની બુદ્ધિનું પ્રદર્શન કરી હાંસીને પાત્ર બનશે. લાવ એને કંઈ શિખામણ દઉં.
માએ શેખચલ્લીને સમજાવતાં કહ્યું : ‘જો બેટા ! આપણે ઘેરથી નીકળી બીજે ક્યાંય આડે અવળે ન જતાં સીધો તારા સસરાના ઘેર જ પહોંચી જજે… (વધુ વાંચો)
બાબા ભારતી અને ડાકુ ખડગસિંહ
ખુંખાર ડાકુ ખડગસિંહ જ્યારે એક સંત બાબા ભારતીનો મનપસંદ ઘોડા સુલતાનને છેતરીને લઇ જાય છે. અને પછી વાર્તામાં એવા વળાંકો આવે છે કે…. એ જાણવા માટે આ વાર્તા અવશ્ય વાંચો… (વધુ વાંચો)
લાખો વણજારો
જૂના જમાનાની વાત છે.
જ્યારે વણજારા ઊટ પર વેપારનો સામાન લઈ જતા-આવતા હતા. એક વણજારો હતો. તે ગામડાઓમાંથી પોતાના ઊંટ પર માલસામાન શહેરો સુધી લઈ જતો અને ત્યાંથી તે ગામડાઓમાં ખાંડ, ગોળ અને મસાલા વગેરે લાવતો. તેનો લાખોનો વેપાર હતો. તેથી જ લોકો તેમને લાખો વણજારો કહેતા હતા.
લાખાને એક સુંદર કૂતરો હતો. તેને લાખો ડાઘિયો કહીને બોલાવે. કૂતરો ખૂબ વફાદાર હતો. … (વધુ વાંચો)
ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ ભાગ-2 અહી મુકવામા આવશે.
જો આપની પસંદગીની કોઈ વાર્તા વાંચવી હોય તો અમને કોમેંટમા જણાવો.